Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-160

Page 160

ਤਿਨ ਤੂੰ ਵਿਸਰਹਿ ਜਿ ਦੂਜੈ ਭਾਏ ॥ હે પ્રભુ! જે લોકોને તે પોતે જ ખોટા રસ્તે નાખી દીધા છે,જે હંમેશા માયાના મોહમાં જ ફસાયેલા રહે છે તેના મનમાંથી તું ભુલાય જાય છે.
ਮਨਮੁਖ ਅਗਿਆਨੀ ਜੋਨੀ ਪਾਏ ॥੨॥ તે પોતાના મનની પાછળ ચાલનાર જ્ઞાનહીન લોકોને તું યોનિઓમાં નાખી દે છે ॥૨॥
ਜਿਨ ਇਕ ਮਨਿ ਤੁਠਾ ਸੇ ਸਤਿਗੁਰ ਸੇਵਾ ਲਾਏ ॥ હે ભાઈ! જે મનુષ્યો પર પરમાત્મા ખાસ ધ્યાનથી પ્રસન્ન થાય છે. તેને તે ગુરૂની સેવામાં જોડે છે.
ਜਿਨ ਇਕ ਮਨਿ ਤੁਠਾ ਤਿਨ ਹਰਿ ਮੰਨਿ ਵਸਾਏ ॥ તેના મનમાં પરમાત્મા પોતાની જાતને વસાવી દે છે.
ਗੁਰਮਤੀ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਏ ॥੩॥ તે મનુષ્ય ગુરુની બુદ્ધિ પર ચાલીને પરમાત્માના નામમાં હંમેશા લીન રહે છે ॥૩॥
ਜਿਨਾ ਪੋਤੈ ਪੁੰਨੁ ਸੇ ਗਿਆਨ ਬੀਚਾਰੀ ॥ હે ભાઈ! જે મનુષ્યોના સૌભાગ્ય હોય છે, તે જ મનુષ્ય પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખે છે.
ਜਿਨਾ ਪੋਤੈ ਪੁੰਨੁ ਤਿਨ ਹਉਮੈ ਮਾਰੀ ॥ તે જ શ્રેષ્ઠ વિચારીને માલિક બને છે. તે પોતાની અંદરથી અહંકારને દૂર કરી લે છે.
ਨਾਨਕ ਜੋ ਨਾਮਿ ਰਤੇ ਤਿਨ ਕਉ ਬਲਿਹਾਰੀ ॥੪॥੭॥੨੭॥ નાનક કહે છે, હું તે મનુષ્યોથી હંમેશા કુરબાન જાવ છું. જે પરમાત્માના નામ રંગમાં રંગાયેલ રહે છે ॥૪॥૭॥૨૭॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਤੂੰ ਅਕਥੁ ਕਿਉ ਕਥਿਆ ਜਾਹਿ ॥ હે પ્રભુ! તું કહેવાથી ઉપર છે. તારું સ્વરૂપ વ્યક્ત નથી કરી શકાતું.
ਗੁਰ ਸਬਦੁ ਮਾਰਣੁ ਮਨ ਮਾਹਿ ਸਮਾਹਿ ॥ જે મનુષ્ય પાસે ગુરુનો શબ્દરૂપી મસાલો છે તેને પોતાના મનને મારી લીધું છે, તેના મનમાં તું આવી વસે છે.
ਤੇਰੇ ਗੁਣ ਅਨੇਕ ਕੀਮਤਿ ਨਹ ਪਾਹਿ ॥੧॥ હે પ્રભુ! તારા અનેક જ ગુણ છે, જીવ તારા ગુણોનું મૂલ્ય નથી મેળવી શકતા ॥૧॥
ਜਿਸ ਕੀ ਬਾਣੀ ਤਿਸੁ ਮਾਹਿ ਸਮਾਣੀ ॥ આ મહિમા જે પરમાત્માની છે તે પરમાત્મામાં જ લીન રહે છે.
ਤੇਰੀ ਅਕਥ ਕਥਾ ਗੁਰ ਸਬਦਿ ਵਖਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! તારા ગુણોની વાર્તા વ્યક્ત નથી કરી શકાતી. ગુરુના શબ્દએ આ જ વાત બતાવી છે ॥૧॥વિરામ॥
ਜਹ ਸਤਿਗੁਰੁ ਤਹ ਸਤਸੰਗਤਿ ਬਣਾਈ ॥ જે હૃદયમાં સતગુરુ વસે છે ત્યાં સત્સંગતિ બની જાય છે
ਜਹ ਸਤਿਗੁਰੁ ਸਹਜੇ ਹਰਿ ਗੁਣ ਗਾਈ ॥ કારણ કે જે મનુષ્યના હૃદયમાં ગુરુ વસે છે તે મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને હરિના ગુણ ગાય છે.
ਜਹ ਸਤਿਗੁਰੁ ਤਹਾ ਹਉਮੈ ਸਬਦਿ ਜਲਾਈ ॥੨॥ જે દિલમાં ગુરુ વસે છે, તેમાંથી ગુરુના શબ્દએ અહંકાર સળગાવી દીધું છે ॥૨॥
ਗੁਰਮੁਖਿ ਸੇਵਾ ਮਹਲੀ ਥਾਉ ਪਾਏ ॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પરમાત્માની સેવા-ભક્તિ કરીને પરમાત્માની હાજરીમાં સ્થાન પ્રાપ્ત કરી લે છે.
ਗੁਰਮੁਖਿ ਅੰਤਰਿ ਹਰਿ ਨਾਮੁ ਵਸਾਏ ॥ ગુરુની સન્મુખ રહીને મનુષ્ય પોતાની અંદર પરમાત્માનું નામ વસાવી લે છે.
ਗੁਰਮੁਖਿ ਭਗਤਿ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਏ ॥੩॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પ્રભુ-ભક્તિની બરકતથી પ્રભુના નામમાં હંમેશા લીન રહે છે ॥૩॥
ਆਪੇ ਦਾਤਿ ਕਰੇ ਦਾਤਾਰੁ ॥ દાન દેનાર સમર્થ પરમાત્મા પોતે જ જે મનુષ્યને મહિમાનું દાન આપે છે
ਪੂਰੇ ਸਤਿਗੁਰ ਸਿਉ ਲਗੈ ਪਿਆਰੁ ॥ તેનો પ્રેમ સંપૂર્ણ ગુરૂથી બની જાય છે.
ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਤਿਨ ਕਉ ਜੈਕਾਰੁ ॥੪॥੮॥੨੮॥ હે નાનક! જે મનુષ્ય પરમાત્માના નામ રંગમાં રંગાયેલા રહે છે, તેને લોક પરલોકમાં મહાનતા મળે છે આદર મળે છે ॥૪॥૮॥૨૮॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਏਕਸੁ ਤੇ ਸਭਿ ਰੂਪ ਹਹਿ ਰੰਗਾ ॥ સંસારમાં દેખાતા આ બધા વિભિન્ન રૂપ અને રંગ તે પરમાત્માથી જ બને છે.’
ਪਉਣੁ ਪਾਣੀ ਬੈਸੰਤਰੁ ਸਭਿ ਸਹਲੰਗਾ ॥ તે એકથી જ હવા ઉત્પન્ન થઈ છે પાણી બન્યું છે આગ ઉત્પન્ન થઈ છે અને આ બધા તત્વ અલગ અલગ રૂપ રંગવાળા બધા જીવોમાં મળેલ છે
ਭਿੰਨ ਭਿੰਨ ਵੇਖੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਰੰਗਾ ॥੧॥ તે પરમાત્મા પોતે જ વિભિન્ન રંગોવાળો જીવોની સંભાળ રાખે છે ॥૧॥
ਏਕੁ ਅਚਰਜੁ ਏਕੋ ਹੈ ਸੋਈ ॥ આ એક આશ્ચર્યજનક ચમત્કાર છે કે પરમાત્મા પોતે જ આ બહુરંગી સંસારમાં બધી જગ્યાએ હાજર છે.
ਗੁਰਮੁਖਿ ਵੀਚਾਰੇ ਵਿਰਲਾ ਕੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ કોઈ દુર્લભ મનુષ્ય જ ગુરુની શરણ પડીને આ આશ્ચર્યજનક ચમત્કારને વિચારે છે ॥૧॥વિરામ॥
ਸਹਜਿ ਭਵੈ ਪ੍ਰਭੁ ਸਭਨੀ ਥਾਈ ॥ પોતાની આધ્યાત્મિક સ્થિરતામાં ટકેલો જ તે પરમાત્મા બધી જગ્યાએ વ્યાપક થઈ રહ્યો છે.
ਕਹਾ ਗੁਪਤੁ ਪ੍ਰਗਟੁ ਪ੍ਰਭਿ ਬਣਤ ਬਣਾਈ ॥ ક્યાંક તે ગુપ્ત છે ક્યાંક પ્રત્યક્ષ છે. આ આખી જગત રમત પ્રભુએ પોતે જ બનાવી છે.
ਆਪੇ ਸੁਤਿਆ ਦੇਇ ਜਗਾਈ ॥੨॥ માયાની મોહની ઊંઘમાં સુતેલા જીવને તે પરમાત્મા પોતે જ જગાડી દે છે ॥૨॥
ਤਿਸ ਕੀ ਕੀਮਤਿ ਕਿਨੈ ਨ ਹੋਈ ॥ કોઈ જીવ દ્વારા તેનું મુલ્ય નથી પડી શકતું.
ਕਹਿ ਕਹਿ ਕਥਨੁ ਕਹੈ ਸਭੁ ਕੋਈ ॥ દરેક જીવ પોતાની તરફથી પરમાત્માના ગુણ કહી કહીને તે ગુણોનું વર્ણન કરે છે.
ਗੁਰ ਸਬਦਿ ਸਮਾਵੈ ਬੂਝੈ ਹਰਿ ਸੋਈ ॥੩॥ હા, જે મનુષ્ય સતગુરુના શબ્દમાં જોડાય છે, તે પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખી લે છે ॥૩॥
ਸੁਣਿ ਸੁਣਿ ਵੇਖੈ ਸਬਦਿ ਮਿਲਾਏ ॥ આ બહુરંગી સંસારનો માલિક પરમાત્મા દરેક જીવની પ્રાર્થના સાંભળી સાંભળીને દરેકની સંભાળ કરે છે.
ਵਡੀ ਵਡਿਆਈ ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਪਾਏ ॥ અને પ્રાર્થના સાંભળીને જીવને ગુરુના શબ્દમાં જોડે છે, ગુરુ શબ્દમાં જોડાયેલ મનુષ્ય ગુરુની દેખાડેલી સેવાથી લોક પરલોકમાં ખુબ જ આદર માન પ્રાપ્ત કરે છે.
ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਏ ॥੪॥੯॥੨੯॥ હે નાનક! ગુરુના શબ્દની કૃપાથી જ અનેક જીવ પરમાત્માના નામ રંગમાં રંગાય જાય છે. પરમાત્માના નામમાં લીન થઈ જાય છે ॥૪॥૯॥૨૯॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਮਨਮੁਖਿ ਸੂਤਾ ਮਾਇਆ ਮੋਹਿ ਪਿਆਰਿ ॥ પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય માયાના મોહમાં માયાના પ્રેમમાં આધ્યાત્મિક જીવન તરફથી બેદરકાર થયેલો રહે છે.
ਗੁਰਮੁਖਿ ਜਾਗੇ ਗੁਣ ਗਿਆਨ ਬੀਚਾਰਿ ॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પરમાત્માના ગુણોની સાથે ઓળખાણના વિચારમાં ટકીને માયા તરફથી સાવધાન રહે છે.
ਸੇ ਜਨ ਜਾਗੇ ਜਿਨ ਨਾਮ ਪਿਆਰਿ ॥੧॥ જે મનુષ્યનો પરમાત્માના નામમાં પ્રેમ પડી જાય છે તે મનુષ્ય માયાના મોહથી સાવધાન રહે છે ॥૧॥
ਸਹਜੇ ਜਾਗੈ ਸਵੈ ਨ ਕੋਇ ॥ તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને માયાના હુમલા તરફથી સાવધાન રહે છે. તે માયાના મોહની ઊંઘમાં નથી ફસાતો.
ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਬੂਝੈ ਜਨੁ ਕੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે કોઈ ભાગ્યશાળી મનુષ્ય સંપૂર્ણ ગુરુથી આધ્યાત્મિક જીવનની સમજ પ્રાપ્ત કરે છે ॥૧॥વિરામ॥
ਅਸੰਤੁ ਅਨਾੜੀ ਕਦੇ ਨ ਬੂਝੈ ॥ વિકારી મનુષ્ય વિકારો તરફ જીદ કરનાર બેસમજ મનુષ્ય ક્યારેય આધ્યાત્મિક જીવનની સમજ પ્રાપ્ત કરી શકતો નથી.
ਕਥਨੀ ਕਰੇ ਤੈ ਮਾਇਆ ਨਾਲਿ ਲੂਝੈ ॥ તે જ્ઞાનની વાતો પણ કરતા રહે છે માયામાં પણ ખીચિત રહે છે.
ਅੰਧੁ ਅਗਿਆਨੀ ਕਦੇ ਨ ਸੀਝੈ ॥੨॥ આવા માયાના મોહમાં અંધ તેમજ જ્ઞાનહીન મનુષ્ય જિંદગીની રમતમાં ક્યારેય સફળ થતા નથી ॥૨॥
ਇਸੁ ਜੁਗ ਮਹਿ ਰਾਮ ਨਾਮਿ ਨਿਸਤਾਰਾ ॥ આ મનુષ્ય જન્મમાં આવીને પરમાત્માના નામ દ્વારા જ સંસાર સમુદ્રથી પાર ઉતારો થઇ શકે છે.
ਵਿਰਲਾ ਕੋ ਪਾਏ ਗੁਰ ਸਬਦਿ ਵੀਚਾਰਾ ॥ કોઈ દુર્લભ મનુષ્ય જ ગુરુના શબ્દમાં જોડાઈને આ વિચારે છે.
ਆਪਿ ਤਰੈ ਸਗਲੇ ਕੁਲ ਉਧਾਰਾ ॥੩॥ આવો મનુષ્ય પોતે સંસાર સમુદ્રથી પાર પડી જાય છે, પોતાના આખા કુળને પણ પાર પાડી દે છે ॥૩॥
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/