Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-150

Page 150

ਦਯਿ ਵਿਗੋਏ ਫਿਰਹਿ ਵਿਗੁਤੇ ਫਿਟਾ ਵਤੈ ਗਲਾ ॥ બની તરફથી પણ તૂટી ગયેલા ભટકે છે, આ આખી બાબત જ ગડબડી વાળી છે
ਜੀਆ ਮਾਰਿ ਜੀਵਾਲੇ ਸੋਈ ਅਵਰੁ ਨ ਕੋਈ ਰਖੈ ॥ આ બિચારા સમજતા નથી કે જીવોને મારવાવાળા જીવાડવા વાળા પ્રભુ પોતે જ છે. પ્રભુ વગર બીજું કોઈ તેને જીવિત રાખી શકતું નથી.
ਦਾਨਹੁ ਤੈ ਇਸਨਾਨਹੁ ਵੰਜੇ ਭਸੁ ਪਈ ਸਿਰਿ ਖੁਥੈ ॥ જીવ હિંસાના વહેમમાં પડીને મહેનત કમાણી છોડીને આ દાન અને સ્નાનથી વંચિત છે રાખ પડે આવા ભ્રમિતના માથા પર
ਪਾਣੀ ਵਿਚਹੁ ਰਤਨ ਉਪੰਨੇ ਮੇਰੁ ਕੀਆ ਮਾਧਾਣੀ ॥ આ લોકો સાફ પાણી પિતા નથી અને પાણી માં નહતા પણ નથી, તે આ વાત સમજતા નથી કે જયારે દેવતાઓ એ સુમેર પર્વતને વલોણું બનાવીને સમુદ્ર ને વલોવ્યો ત્યારે પાણીમાંથી જ રત્ન નીકળ્યા હતા
ਅਠਸਠਿ ਤੀਰਥ ਦੇਵੀ ਥਾਪੇ ਪੁਰਬੀ ਲਗੈ ਬਾਣੀ ॥ પાણીની કૃપાના કારણથી જ દેવતાઓના માટે અડસઠ તીર્થ બનાવવામાં આવ્યા જ્યાં તહેવાર લાગે છે, કથા-વાર્તા થાય છે
ਨਾਇ ਨਿਵਾਜਾ ਨਾਤੈ ਪੂਜਾ ਨਾਵਨਿ ਸਦਾ ਸੁਜਾਣੀ ॥ સ્નાન કરીને નમાજ વાંચવામાં આવે છે, સ્નાન કરીને જ પૂજા થાય છે. સ્વચ્છ લોકો નિત્ય સ્નાન કરે છે
ਮੁਇਆ ਜੀਵਦਿਆ ਗਤਿ ਹੋਵੈ ਜਾਂ ਸਿਰਿ ਪਾਈਐ ਪਾਣੀ ॥ આખી ઉંમર જ મનુષ્યની સ્વચ્છ હાલત ત્યારે જ રહી શકે છે જો સ્નાન કરે.
ਨਾਨਕ ਸਿਰਖੁਥੇ ਸੈਤਾਨੀ ਏਨਾ ਗਲ ਨ ਭਾਣੀ ॥ હે નાનક! આ માથું ફરેલા એવા ઊંધા માર્ગ પર પડેલા છે. એવા શૈતાન છે કે તેમને સ્નાન વાળી વાત સારી લગતી નથી
ਵੁਠੈ ਹੋਇਐ ਹੋਇ ਬਿਲਾਵਲੁ ਜੀਆ ਜੁਗਤਿ ਸਮਾਣੀ ॥ પાણીની તરફથી બરકત જોવો વરસાદ થવાથી બધા જીવોની અંદર ખુશી જન્મે છે જીવોનો જીવન સંયોગ જ પાણીમાં ટકેલો છે
ਵੁਠੈ ਅੰਨੁ ਕਮਾਦੁ ਕਪਾਹਾ ਸਭਸੈ ਪੜਦਾ ਹੋਵੈ ॥ વરસાદ થવાથી અન્ન પેદા થાય છે, ચારો ઉગે છે, કપાસ થાય છે જે બધાના પડદા બનાવે છે.
ਵੁਠੈ ਘਾਹੁ ਚਰਹਿ ਨਿਤਿ ਸੁਰਹੀ ਸਾ ਧਨ ਦਹੀ ਵਿਲੋਵੈ ॥ વરસાદ થવાથી જ ઉગેલું ઘાસ ગાય ચણે છે અને દૂધ આપે છે, તે દૂધથી બનેલું દહીં ઘરની સ્ત્રીઓ વલોવે છે અને ઘી બનાવે છે
ਤਿਤੁ ਘਿਇ ਹੋਮ ਜਗ ਸਦ ਪੂਜਾ ਪਇਐ ਕਾਰਜੁ ਸੋਹੈ ॥ તે ઘી થી જ હંમેશા હવન-યજ્ઞ પૂજા વગેરે થાય છે. આ ઘી પડવાથી જ દરેક કાર્ય શોભે છે
ਗੁਰੂ ਸਮੁੰਦੁ ਨਦੀ ਸਭਿ ਸਿਖੀ ਨਾਤੈ ਜਿਤੁ ਵਡਿਆਈ ॥ એક બીજું સ્નાન પણ છે સદગુરુ જાણે સમુદ્ર છે તેમની શિક્ષા જાણે બધી નદીઓ છે આ ગુરુ શિક્ષામાં સ્નાન કરવાથી મહાનતા મળે છે
ਨਾਨਕ ਜੇ ਸਿਰਖੁਥੇ ਨਾਵਨਿ ਨਾਹੀ ਤਾ ਸਤ ਚਟੇ ਸਿਰਿ ਛਾਈ ॥੧॥ હે નાનક! જો આ માથું ફરેલા આ ‘નામ’ જળમાં સ્નાન કરતા નથી. નાના મોં ની બદનામી જ કમાય છે ।।૧।।
ਮਃ ੨ ॥ મહેલ ૨॥
ਅਗੀ ਪਾਲਾ ਕਿ ਕਰੇ ਸੂਰਜ ਕੇਹੀ ਰਾਤਿ ॥ હિમ આગનું કાઈ બગાડી નથી શકતી, રાત્રી સૂરજનું કાંઈ નથી બગાડી શકતી
ਚੰਦ ਅਨੇਰਾ ਕਿ ਕਰੇ ਪਉਣ ਪਾਣੀ ਕਿਆ ਜਾਤਿ ॥ અંધકાર ચંદ્રમાને કાંઈ જ નુકસાન નથી પહોંચાડી શકતો, કોઈ ઊંચી નીચી જાતિ હવા અને પાણીને બગાડી નથી શકતી
ਧਰਤੀ ਚੀਜੀ ਕਿ ਕਰੇ ਜਿਸੁ ਵਿਚਿ ਸਭੁ ਕਿਛੁ ਹੋਇ ॥ જે ધરતી ઉપર દરેક જીવ પેદા થાય છે આ બધી વસ્તુઓ તે ધરતીનું કંઈ જ બગાડી નથી શકતી આ તો પેદા જ ધરતીમાંથી થઈ છે
ਨਾਨਕ ਤਾ ਪਤਿ ਜਾਣੀਐ ਜਾ ਪਤਿ ਰਖੈ ਸੋਇ ॥੨॥ એવી જ રીતે હે નાનક! તે ઈજ્જતને વાસ્તવિક સમજો જે ઈજ્જત પ્રભુ પાસેથી મળી છે, પ્રભુના ઓટલેથી જે આદર મળે તેને કોઈ જીવ બગાડી શકતું નથી, આ દરબારી આદર માટે ઉદ્યમ કરો ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਤੁਧੁ ਸਚੇ ਸੁਬਹਾਨੁ ਸਦਾ ਕਲਾਣਿਆ ॥ હે સાચા પ્રભુ! હું તને સદાય આશ્ચર્ય થી સરાહુ છું.
ਤੂੰ ਸਚਾ ਦੀਬਾਣੁ ਹੋਰਿ ਆਵਣ ਜਾਣਿਆ ॥ તું જ હંમેશા કાયમ રહેવા વાળો હાકીમ છે બાકી બધાં જીવ પેદા થાય છે અને મરે છે
ਸਚੁ ਜਿ ਮੰਗਹਿ ਦਾਨੁ ਸਿ ਤੁਧੈ ਜੇਹਿਆ ॥ હે પ્રભુ! જે લોકો તારાં સાચાં નામરૂપી દાન તારી પાસેથી માંગે છે તે તારા જેવા થઈ જાય છે
ਸਚੁ ਤੇਰਾ ਫੁਰਮਾਨੁ ਸਬਦੇ ਸੋਹਿਆ ॥ તારો અટલ હુકમ ગુરુના શબ્દ ની કૃપાથી મીઠો લાગે છે.
ਮੰਨਿਐ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਤੁਧੈ ਤੇ ਪਾਇਆ ॥ તારા હુકમને માનવાથી વાસ્તવિક વસ્તુ સમજાય જાય છે અને અંતર ની ઊંચાઈ તેમની હાંસલ થાય છે
ਕਰਮਿ ਪਵੈ ਨੀਸਾਨੁ ਨ ਚਲੈ ਚਲਾਇਆ ॥ તારી કૃપાથી તેમના માથા ઉપર લેખ લખાય છે જે કોઈપણ મિટાવી નથી શકતા
ਤੂੰ ਸਚਾ ਦਾਤਾਰੁ ਨਿਤ ਦੇਵਹਿ ਚੜਹਿ ਸਵਾਇਆ ॥ હે પ્રભુ! તું સદાય આશીર્વાદ દેવા વાળો છે તું હંમેશા આશીર્વાદ આપે છે અને વધુ ને વધુ આશીર્વાદ આપતો જ જાય છે
ਨਾਨਕੁ ਮੰਗੈ ਦਾਨੁ ਜੋ ਤੁਧੁ ਭਾਇਆ ॥੨੬॥ હે નાનક! તારા દરવાજેથી તે જ દાન માંગે છે જે તને સારું લાગે છે ॥૨૬॥
ਸਲੋਕੁ ਮਃ ੨ ॥ શ્લોક મહેલ ૨॥
ਦੀਖਿਆ ਆਖਿ ਬੁਝਾਇਆ ਸਿਫਤੀ ਸਚਿ ਸਮੇਉ ॥ જેના ગુરુદેવ છે જેને ગુરુએ શિક્ષા આપીને જ્ઞાન આપ્યું છે અને મહિમા દ્વારા સત્યની સાથે તેને જોડ્યાં છે
ਤਿਨ ਕਉ ਕਿਆ ਉਪਦੇਸੀਐ ਜਿਨ ਗੁਰੁ ਨਾਨਕ ਦੇਉ ॥੧॥ હે નાનક! તેમને બીજા કોઈ ઉપદેશની જરૂર નથી રહેતી ॥૧॥
ਮਃ ੧ ॥ મહેલ ૧॥
ਆਪਿ ਬੁਝਾਏ ਸੋਈ ਬੂਝੈ ॥ જે મનુષ્યને પ્રભુ પોતે બુદ્ધિ આપે છે તેને જ બુદ્ધિ આવ છે
ਜਿਸੁ ਆਪਿ ਸੁਝਾਏ ਤਿਸੁ ਸਭੁ ਕਿਛੁ ਸੂਝੈ ॥ જે મનુષ્ય ને પોતે સમજ આપે છે, તેને જીવન સફરની દરેક વાતની સમજ આવી જાય છે
ਕਹਿ ਕਹਿ ਕਥਨਾ ਮਾਇਆ ਲੂਝੈ ॥ જો આ બુદ્ધિ અને સમજ નથી તો તેની પ્રાપ્તિ વિશે કહેવું કહેવું કોઈ લાભ નથી દેતું, મનુષ્ય અમલી જીવનમાં માયામાં જ સળગતો રહે છે
ਹੁਕਮੀ ਸਗਲ ਕਰੇ ਆਕਾਰ ॥ બધા જીવ-જંતુ પ્રભુ પોતે જ પોતાના આદેશ મુજબ પેદા કરે છે
ਆਪੇ ਜਾਣੈ ਸਰਬ ਵੀਚਾਰ ॥ બધા જીવો વિશે વિચારો તેને જે કઈ પણ દેવું છે પ્રભુ પોતે જ જાણે છે
ਅਖਰ ਨਾਨਕ ਅਖਿਓ ਆਪਿ ॥ હે નાનક! જે મનુષ્ય ને તે અવિનાશી પ્રભુ
ਲਹੈ ਭਰਾਤਿ ਹੋਵੈ ਜਿਸੁ ਦਾਤਿ ॥੨॥ ને ક્ષય પ્રભુથી સૂઝ-સમજ નું દાન મળે છે. તેના મનની ભટકણ દૂર થઈ જાય છે ॥૨॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਹਉ ਢਾਢੀ ਵੇਕਾਰੁ ਕਾਰੈ ਲਾਇਆ ॥ હું તો સાવ નકામો હતો મને ગવૈયો બનાવીને પ્રભુએ અસલી કામમાં લગાડી દીધો
ਰਾਤਿ ਦਿਹੈ ਕੈ ਵਾਰ ਧੁਰਹੁ ਫੁਰਮਾਇਆ ॥ પ્રભુએ હુકમ દીધો કે રાત હોય અથવા દિવસ તું ફક્ત ગુણગાન ગાતો રહે
ਢਾਢੀ ਸਚੈ ਮਹਲਿ ਖਸਮਿ ਬੁਲਾਇਆ ॥ મને ગવૈયા ને પ્રભુએ પોતાના સાચા મહેલમાં પોતાની હાજરીમાં બોલાવ્યો
ਸਚੀ ਸਿਫਤਿ ਸਾਲਾਹ ਕਪੜਾ ਪਾਇਆ ॥ સાચી મહિમા રૂપી આદર-સત્કાર ના પ્રતીક રૂપી એક કપડું આપ્યું
ਸਚਾ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਭੋਜਨੁ ਆਇਆ ॥ સદાય રહેવાવાળું આધ્યાત્મિક જીવનનું નામ, મારા આત્માના આધારને માટે ભોજન મળ્યું
ਗੁਰਮਤੀ ਖਾਧਾ ਰਜਿ ਤਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥ જે જે મનુષ્યે ગુરુની શિક્ષા ઉપર ચાલીને તેના અમૃત ના નામનું ભોજન પેટ ભરીને ખાધું તેને સુખ પ્રાપ્ત કર્યું
ਢਾਢੀ ਕਰੇ ਪਸਾਉ ਸਬਦੁ ਵਜਾਇਆ ॥ હું ગવૈયો જે મહિમા ના ગીત ગાતો જાઉં છું પ્રભુને દરવાજેથી મળેલું નામ પ્રસાદ ખાતો જાઉં છું અને આનંદ લેતો જાઉં છું
ਨਾਨਕ ਸਚੁ ਸਾਲਾਹਿ ਪੂਰਾ ਪਾਇਆ ॥੨੭॥ ਸੁਧੁ હે નાનક! સાચા પ્રભુની મહિમા કરીને તે પૂર્ણ પ્રભુની પ્રાપ્તિ થાય છે ॥૨૭॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top