Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-15

Page 15

ਨਾਨਕ ਕਾਗਦ ਲਖ ਮਣਾ ਪੜਿ ਪੜਿ ਕੀਚੈ ਭਾਉ ॥ હે નાનક! જો મારી પાસે તારી મહિમાથી ભરેલા લાખો મણ કાગળ હોય તેમને હું વારંવાર વાંચીને વિચાર પણ કરું.
ਮਸੂ ਤੋਟਿ ਨ ਆਵਈ ਲੇਖਣਿ ਪਉਣੁ ਚਲਾਉ ॥ તારી મહિમા લખવા માટે હું હવાને કલમ બનાવી લઉં લખતા લખતા શાહી પણ ક્યારેય પૂરી ન થાય
ਭੀ ਤੇਰੀ ਕੀਮਤਿ ਨਾ ਪਵੈ ਹਉ ਕੇਵਡੁ ਆਖਾ ਨਾਉ ॥੪॥੨॥ તો પણ હે પ્રભુ! હું તારું મૂલ્ય નથી પામી શકતો હું તારી મહાનતા બતાવવા માટે કાબિલ નથી ।।૪।।૨।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧ ।।
ਲੇਖੈ ਬੋਲਣੁ ਬੋਲਣਾ ਲੇਖੈ ਖਾਣਾ ਖਾਉ ॥ આપણે જીવનમાં ગણતરીના શ્વાસ લઈને સમય લઈને જ આવ્યા છીએ આપણી બોલચાલ આપણું ખાવા-પીવાનું થોડાક જ સમય માટે છે
ਲੇਖੈ ਵਾਟ ਚਲਾਈਆ ਲੇਖੈ ਸੁਣਿ ਵੇਖਾਉ ॥ આ દુનિયા ના રાગ રંગ અને રંગ તમાશા જોવાનું અને સાંભળવાનું પણ થોડા જ સમય માટે જ છે
ਲੇਖੈ ਸਾਹ ਲਵਾਈਅਹਿ ਪੜੇ ਕਿ ਪੁਛਣ ਜਾਉ ॥੧॥ આ વાત તો બધાં જ જાણે છે કે જે જીવનનો સફર પર આપણે ચાલીએ છીએ ત પણ થોડા જ સમય માટે છે ।।૧।।
ਬਾਬਾ ਮਾਇਆ ਰਚਨਾ ਧੋਹੁ ॥ હે ભાઈ! માયા ની રમત જીવને માટે ચાર દિવસની જ રમત છે
ਅੰਧੈ ਨਾਮੁ ਵਿਸਾਰਿਆ ਨਾ ਤਿਸੁ ਏਹ ਨ ਓਹੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પણ આ ચાર દિવસ ની રમત માં આંધળા થયેલા મનુષ્યે પ્રભુનું નામ ભુલાવી દીધું છે માયા તો સાથ નિભાવતી નથી અને પ્રભુનું નામ પણ નથી મળતું ।।વિરામ।।
ਜੀਵਣ ਮਰਣਾ ਜਾਇ ਕੈ ਏਥੈ ਖਾਜੈ ਕਾਲਿ ॥ જગતમાં જન્મ લઈને મરવા સુધી ની ઉંમર મનુષ્ય પદાર્થ એકત્ર કરવાની કોશિશમાં લગાડી દે છે
ਜਿਥੈ ਬਹਿ ਸਮਝਾਈਐ ਤਿਥੈ ਕੋਇ ਨ ਚਲਿਓ ਨਾਲਿ ॥ જેના માટે તે દોડભાગ કરે છે એમાંથી કોઈ પણ તે જગ્યા સુધી સાથ નથી નિભાવતો જ્યાં તેને આખા જીવન ના કરેલા કામનો લેખો સમજાવવામાં આવે છે
ਰੋਵਣ ਵਾਲੇ ਜੇਤੜੇ ਸਭਿ ਬੰਨਹਿ ਪੰਡ ਪਰਾਲਿ ॥੨॥ તેની પાછળ રોવા વાળા બધાં જ સગા સંબંધી તેને ઠાઠડીમાં ઉપાડીને બાળવા માટે લઈ જાય છે કારણ કે મરવા વાળા થી તો કોઈ લાભ નથી મળતો ।।૨।।
ਸਭੁ ਕੋ ਆਖੈ ਬਹੁਤੁ ਬਹੁਤੁ ਘਟਿ ਨ ਆਖੈ ਕੋਇ ॥ હે પ્રભુ! દરેક જીવ તારી પાસે ઘણું ધન માંગે છે કોઈપણ વ્યક્તિ થોડું નથી માગતો
ਕੀਮਤਿ ਕਿਨੈ ਨ ਪਾਈਆ ਕਹਣਿ ਨ ਵਡਾ ਹੋਇ ॥ કોઈએ ક્યારેય માંગવામાં બસ નથી કીધું માંગી માંગીને ક્યારેય કોઈ તૃપ્ત નથી થયું પણ આ બધું જ ધન અહીંયા નું અહીંયા જ રહી જાય છે
ਸਾਚਾ ਸਾਹਬੁ ਏਕੁ ਤੂ ਹੋਰਿ ਜੀਆ ਕੇਤੇ ਲੋਅ ॥੩॥ હે પ્રભુ! તું જ એક સદા કાયમ રહેવ વાળી ચામડી છે અને બધાં જ જીવ જંતુ અને આખું જગત અને મંડળ નાશવાન છે ।।૩।।
ਨੀਚਾ ਅੰਦਰਿ ਨੀਚ ਜਾਤਿ ਨੀਚੀ ਹੂ ਅਤਿ ਨੀਚੁ ॥ હે પ્રભુ! હું તારી પાસે એટલું જ માગું છું કે નાનક એ લોકો સાથે સબંધ બનાવે જે સૌથી નીચી જાતિના છે અને નીચ થી નીચી જાતિના કહેવાય છે.
ਨਾਨਕੁ ਤਿਨ ਕੈ ਸੰਗਿ ਸਾਥਿ ਵਡਿਆ ਸਿਉ ਕਿਆ ਰੀਸ ॥ તારો નાનક તે લોકો સાથે સંબંધ બનાવે છે માયા ધારીઓ ની રાહ ઉપર ચાલવાની કોઈ તમન્ના નથી
ਜਿਥੈ ਨੀਚ ਸਮਾਲੀਅਨਿ ਤਿਥੈ ਨਦਰਿ ਤੇਰੀ ਬਖਸੀਸ ॥੪॥੩॥ કારણ કે મને ખબર છે કે તારી મહેર ની નજર ત્યાં છે જ્યાં ગરીબો ની સાર-સંભાળ લેવામાં આવે છે ।।૪।।૩।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਲਬੁ ਕੁਤਾ ਕੂੜੁ ਚੂਹੜਾ ਠਗਿ ਖਾਧਾ ਮੁਰਦਾਰੁ ॥ મારા કર્તાર! મારી તો આ કરતૂત છે ખાવાની લાલચ મારી અંદર કૂતરા જેવી છે જે આખો વખત ખાવાનું માંગે છે ને કૂતરાની જેમ ભસે છે ખોટું બોલવાની આદત મારી અંદર શેરી સફાઈ કામદાર જેવી છે જેણે મને ખૂબ જ નીચ કરી દીધો છે બીજાનું છેતરપિંડી કરીને ખાવાની મારી અંદર શબ છે જે સ્વાર્થ ની દુર્ગંધ વધારી દે છે
ਪਰ ਨਿੰਦਾ ਪਰ ਮਲੁ ਮੁਖ ਸੁਧੀ ਅਗਨਿ ਕ੍ਰੋਧੁ ਚੰਡਾਲੁ ॥ રકી નિંદા મારા મોઢામાં સંપૂર્ણ ભરાયેલી છે ક્રોધાગ્નિ મારી અંદર ચાંડાલ બનીને રહેલી છે
ਰਸ ਕਸ ਆਪੁ ਸਲਾਹਣਾ ਏ ਕਰਮ ਮੇਰੇ ਕਰਤਾਰ ॥੧॥ હે મારા કર્તાર! મને કેટલાય શોખ છે અને તો પણ હું મારી જાતને ખૂબ જ મોટો બતાવું છું સ્વ પ્રશંસા માં લિપ્ત રહું છું ।।૧।।
ਬਾਬਾ ਬੋਲੀਐ ਪਤਿ ਹੋਇ ॥ હે ભાઈ! એવા બોલ બોલવા જોઈએ જેનાથી પ્રભુની હાજરીમાં સન્માન મળે છે
ਊਤਮ ਸੇ ਦਰਿ ਊਤਮ ਕਹੀਅਹਿ ਨੀਚ ਕਰਮ ਬਹਿ ਰੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે જ મનુષ્ય હકિકતમાં સારો છે જે પરમેશ્વરની હાજરીમાં સારા કહેવામાં આવે છે ધીમું કામ કરનાર મનુષ્ય ચિંતામાં ઝૂરતા રહે છે ।।૧।। વિરામ।।
ਰਸੁ ਸੁਇਨਾ ਰਸੁ ਰੁਪਾ ਕਾਮਣਿ ਰਸੁ ਪਰਮਲ ਕੀ ਵਾਸੁ ॥ સોનુ ચાંદી એકત્ર કરવાનો શોખ, સ્ત્રીનો શોખ, સુગંધી દ્રવ્યોની લગન
ਰਸੁ ਘੋੜੇ ਰਸੁ ਸੇਜਾ ਮੰਦਰ ਰਸੁ ਮੀਠਾ ਰਸੁ ਮਾਸੁ ॥ ઘોડાની સવારી શોખ, મુલાયમ પથારી ની લાલસા, મહેલોની લાલસા મીઠાં સ્વાદનો શોખ
ਏਤੇ ਰਸ ਸਰੀਰ ਕੇ ਕੈ ਘਟਿ ਨਾਮ ਨਿਵਾਸੁ ॥੨॥ મનુષ્યના શરીરને આટલા બધાં શોખ લાગેલા હોય તો પરમાત્માના નામ નું ઠેકાણું હૃદય માં કઈ જગ્યાએ હોઇ શકે? ।।૨।।
ਜਿਤੁ ਬੋਲਿਐ ਪਤਿ ਪਾਈਐ ਸੋ ਬੋਲਿਆ ਪਰਵਾਣੁ ॥ શબ્દો તો એવા બોલો જે ખૂબ જ સુંદર છે જે બોલવાથી પ્રભુ ની હાજરીમાં આદર મળે છે
ਫਿਕਾ ਬੋਲਿ ਵਿਗੁਚਣਾ ਸੁਣਿ ਮੂਰਖ ਮਨ ਅਜਾਣ ॥ હે મૂર્ખ અજાણ મન! સાંભળ નિસ્તેજ શબ્દ જે રસ વગરના બોલવાથી દુઃખ મળે છે તો આખીયે ઉંમર ફક્ત ખાલી વાતો જ કરતો રહે જે પ્રભુની યાદ થી ખાલી હોય તો દુઃખી જ રહેશે
ਜੋ ਤਿਸੁ ਭਾਵਹਿ ਸੇ ਭਲੇ ਹੋਰਿ ਕਿ ਕਹਣ ਵਖਾਣ ॥੩॥ પ્રભુની મહિમા વગર બધી જ વાતો વ્યર્થ છે જે મનુષ્ય પ્રભુની મહિમા કરીને તે પ્રભુને વ્હાલો લાગે છે તે જ સારો છે ।।૩।।
ਤਿਨ ਮਤਿ ਤਿਨ ਪਤਿ ਤਿਨ ਧਨੁ ਪਲੈ ਜਿਨ ਹਿਰਦੈ ਰਹਿਆ ਸਮਾਇ ॥ જે લોકોના હૃદયમાં પ્રભુ દરેક ક્ષણ વસી રહ્યા છે તે બુદ્ધિવાળા છે સન્માનવાળા છે અને ધનવાન છે
ਤਿਨ ਕਾ ਕਿਆ ਸਾਲਾਹਣਾ ਅਵਰ ਸੁਆਲਿਉ ਕਾਇ ॥ એવા ભલા મનુષ્ય ની સરખામણી ન થઈ શકે તેના જેવો ખૂબસૂરત બીજો કયો હોઇ શકે?
ਨਾਨਕ ਨਦਰੀ ਬਾਹਰੇ ਰਾਚਹਿ ਦਾਨਿ ਨ ਨਾਇ ॥੪॥੪॥ હે નાનક! પ્રભુની નજર થી વંચિત લોકો તેના નામ સાથે નથી જોડાયેલા પરંતુ તેણે આપેલા ધન પદાર્થમાં મસ્ત રહે છે।।૪।।૪।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਅਮਲੁ ਗਲੋਲਾ ਕੂੜ ਕਾ ਦਿਤਾ ਦੇਵਣਹਾਰਿ ॥ દેવાદાર પ્રભુએ સ્વયં જગતના મોહરૂપી અફીણ ની ગોળી જીવોને આપેલી છે
ਮਤੀ ਮਰਣੁ ਵਿਸਾਰਿਆ ਖੁਸੀ ਕੀਤੀ ਦਿਨ ਚਾਰਿ ॥ આ મોહ રૂપી અફીણને ખાઈને મસ્ત થયેલો જીવાત્માએ મૃત્યુને ભુલાવી દીધું છે ચાર દિવસની જિંદગીમાં રંગરેલિયા મનાવી રહ્યો છે
ਸਚੁ ਮਿਲਿਆ ਤਿਨ ਸੋਫੀਆ ਰਾਖਣ ਕਉ ਦਰਵਾਰੁ ॥੧॥ જેમણે મોહના નશા નો ત્યાગ કરીને પરમાત્માના ઓટલે પહોંચવાની કોશિશ કરી છે તેમને સ્થાયી પ્રભુ મળી ગયા છે ।।૧।।
ਨਾਨਕ ਸਾਚੇ ਕਉ ਸਚੁ ਜਾਣੁ ॥ હે નાનક! સદાય કાયમ રહેવા વાળા પરમાત્માની સાથે સાચો સંબંધ બનાવીએ
ਜਿਤੁ ਸੇਵਿਐ ਸੁਖੁ ਪਾਈਐ ਤੇਰੀ ਦਰਗਹ ਚਲੈ ਮਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥ જેનું સ્મરણ કરીને સુખ મળે છે તેને વિનંતી કર કે હે પ્રભુ! તમારું નામ આપી દો જેથી કરીને તમારી હાજરી માં આદર-સન્માન મળી શકે ૧।।વિરામ।।
ਸਚੁ ਸਰਾ ਗੁੜ ਬਾਹਰਾ ਜਿਸੁ ਵਿਚਿ ਸਚਾ ਨਾਉ ॥ સાચી મસ્તી કાયમ રાખવાવાળી શરાબ ગોળ વગર જ તૈયાર થઈ જાય છે તે શરાબમાં પ્રભુનું નામ હોય છે, પ્રભુના નામની શરાબ છે જે દુનિયા થી બેદરકાર કરી દે છે
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/