Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-138

Page 138

ਆਇਆ ਗਇਆ ਮੁਇਆ ਨਾਉ ॥ જીવ જગતમાં આવ્યો અને ચાલ્યો ગયો, જગતમાં તેનું નામ ભૂલી ગયા.
ਪਿਛੈ ਪਤਲਿ ਸਦਿਹੁ ਕਾਵ ॥ તેના મર્યા પછી પથ્થરો પર પિંડ ભરાવીને કાગડાને જ બોલાવે છે તે જીવને કાંઈ નથી પહોંચતું.
ਨਾਨਕ ਮਨਮੁਖਿ ਅੰਧੁ ਪਿਆਰੁ ॥ હે નાનક! મનની પાછળ ચાલવા વાળા મનુષ્યનો જગતથી પ્રેમ આંધળા વાળો પ્રેમ છે.
ਬਾਝੁ ਗੁਰੂ ਡੁਬਾ ਸੰਸਾਰੁ ॥੨॥ ગુરુની શરણે આવ્યા વગર જગત આ આંધળા પ્રેમમાં ડૂબેલો રહે છે ।।૨।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਦਸ ਬਾਲਤਣਿ ਬੀਸ ਰਵਣਿ ਤੀਸਾ ਕਾ ਸੁੰਦਰੁ ਕਹਾਵੈ ॥ દસ વર્ષનો જીવ બાળપણ માં હોય છે વીસ વર્ષનો થઈને કામ પ્રયત્નવાળી અવસ્થા માં પહોંચી જાય છે. ત્રીસ વર્ષનો થઈને સુંદર કહેવાય છે
ਚਾਲੀਸੀ ਪੁਰੁ ਹੋਇ ਪਚਾਸੀ ਪਗੁ ਖਿਸੈ ਸਠੀ ਕੇ ਬੋਢੇਪਾ ਆਵੈ ॥ ચાલીસ વર્ષની ઉંમર સુધી ભર યુવાનીમાં રહે પચાસ સુધી પહોંચીને પગ યુવાની થી નીચે લપસી પડે છે, સાઠ વર્ષે વૃદ્ધાવશ્થા આવી જાય છે
ਸਤਰਿ ਕਾ ਮਤਿਹੀਣੁ ਅਸੀਹਾਂ ਕਾ ਵਿਉਹਾਰੁ ਨ ਪਾਵੈ ॥ સીતેર વર્ષનો જીવ બુદ્ધિ હીન થવા લાગે છે, અને એંસી વર્ષનો કામકાજ કરવા લાયક નથી રહેતો
ਨਵੈ ਕਾ ਸਿਹਜਾਸਣੀ ਮੂਲਿ ਨ ਜਾਣੈ ਅਪ ਬਲੁ ॥ નેવું વર્ષનો ખાટલાથી જ નથી હલી શકતો, પોતાની જાત ને પણ નથી સાંભળી શકતો
ਢੰਢੋਲਿਮੁ ਢੂਢਿਮੁ ਡਿਠੁ ਮੈ ਨਾਨਕ ਜਗੁ ਧੂਏ ਕਾ ਧਵਲਹਰੁ ॥੩॥ હે નાનક! મેં શોધ્યા છે.. આ જગત સફેદ પ્લાસ્ટરી મંદિર છે પરંતુ આ ધુંવાડાનું છે ।।૩।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਤੂੰ ਕਰਤਾ ਪੁਰਖੁ ਅਗੰਮੁ ਹੈ ਆਪਿ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਤੀ ॥ હે પ્રભુ! તું વિધાતા છે બધામાં હાજર છે પણ તારા સુધી કોઈની પહોંચ નથી તે પોતે આખી સૃષ્ટિ પેદા કરેલી છે
ਰੰਗ ਪਰੰਗ ਉਪਾਰਜਨਾ ਬਹੁ ਬਹੁ ਬਿਧਿ ਭਾਤੀ ॥ આ રચના તે ઘણા રંગો ઘણી જાતો ઘણી રીતોથી બનાવેલી છે. જગતનો આ તમાશો તારો જ બનાવેલો છે.
ਤੂੰ ਜਾਣਹਿ ਜਿਨਿ ਉਪਾਈਐ ਸਭੁ ਖੇਲੁ ਤੁਮਾਤੀ ॥ આ તમાશાના તફાવતને તું પોતે જ જાણે છે જેણે રમત બનાવેલી છે
ਇਕਿ ਆਵਹਿ ਇਕਿ ਜਾਹਿ ਉਠਿ ਬਿਨੁ ਨਾਵੈ ਮਰਿ ਜਾਤੀ ॥ આ તમાશા માં ઘણા જીવ આવે છે ઘણા તમાશા જોઈને ચાલ્યા જાય છે, પરંતુ જે ‘નામ’ થી વંચીત છે તે મરીને જાય છે.
ਗੁਰਮੁਖਿ ਰੰਗਿ ਚਲੂਲਿਆ ਰੰਗਿ ਹਰਿ ਰੰਗਿ ਰਾਤੀ ॥ પરંતુ તે મનુષ્ય જે ગુરુની સામે છે તે પ્રભુ ના પ્રેમ માં ઊંડા રંગાયેલા છે, તે નિર્મળ હરિના પ્રેમ માં રંગાયેલા છે
ਸੋ ਸੇਵਹੁ ਸਤਿ ਨਿਰੰਜਨੋ ਹਰਿ ਪੁਰਖੁ ਬਿਧਾਤੀ ॥ હે ભાઈ! જે પ્રભુ બધામાં વ્યાપક પુરુષ છે, જગતના રચનહાર છે, હંમેશા સ્થિર રહેવાવાળા છે અને માયાથી રહિત છે, તેને સ્મરણ કર
ਤੂੰ ਆਪੇ ਆਪਿ ਸੁਜਾਣੁ ਹੈ ਵਡ ਪੁਰਖੁ ਵਡਾਤੀ ॥ હે પ્રભુ! તું બધાથી મોટી હસ્તી વાળો છે, તું પોતે જ બધું જાણવાવાળો છે
ਜੋ ਮਨਿ ਚਿਤਿ ਤੁਧੁ ਧਿਆਇਦੇ ਮੇਰੇ ਸਚਿਆ ਬਲਿ ਬਲਿ ਹਉ ਤਿਨ ਜਾਤੀ ॥੧॥ હે મારા સાચા સાહેબ! જે તને મન લગાડીને દિલ લગાડીને યાદ કરે છે હું તેનાથી બલિદાન આપું છું ।।૧।।
ਸਲੋਕ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਜੀਉ ਪਾਇ ਤਨੁ ਸਾਜਿਆ ਰਖਿਆ ਬਣਤ ਬਣਾਇ ॥ પ્રભુ એ જીવ નાખીને મનુષ્યનું શરીર બનાવ્યું છે, શું સુંદર ઘાટ ઘડીને રાખી છે
ਅਖੀ ਦੇਖੈ ਜਿਹਵਾ ਬੋਲੈ ਕੰਨੀ ਸੁਰਤਿ ਸਮਾਇ ॥ આંખોથી એ જોવે છે જીભથી બોલે છે તેના કાનમાં સાંભળવાની શક્તિ હાજર છે
ਪੈਰੀ ਚਲੈ ਹਥੀ ਕਰਣਾ ਦਿਤਾ ਪੈਨੈ ਖਾਇ ॥ પગથી ચાલે છે, હાથથી કામ કરે છે અને પ્રભુએ આપેલું ખાય છે અને પહેરે છે
ਜਿਨਿ ਰਚਿ ਰਚਿਆ ਤਿਸਹਿ ਨ ਜਾਣੈ ਅੰਧਾ ਅੰਧੁ ਕਮਾਇ ॥ પરંતુ જે પ્રભુએ તેના શરીરને બનાવ્યું શણગાર્યું છે, તેને તે ઓળખતો પણ નથી, આંધળો મનુષ્ય આંધળાવાળા કામ કરે છે
ਜਾ ਭਜੈ ਤਾ ਠੀਕਰੁ ਹੋਵੈ ਘਾੜਤ ਘੜੀ ਨ ਜਾਇ ॥ જયારે આ શરીર રૂપી વાસણ તૂટી જાય છે તો આ ઠીકરું થઈ જાય છે અને ફરી આ શરીર વાસણ બની પણ નથી શકતું
ਨਾਨਕ ਗੁਰ ਬਿਨੁ ਨਾਹਿ ਪਤਿ ਪਤਿ ਵਿਣੁ ਪਾਰਿ ਨ ਪਾਇ ॥੧॥ હે નાનક! આંધળો મનુષ્ય ગુરુના શરણ વગર બક્ષિસ થી વંચિત રહી જાય છે, અને પ્રભુ ની કૃપા વગર આ મુશ્કેલીમાંથી નીકળી શકતો નથી ।।૧।।
ਮਃ ੨ ॥ મહેલ ૨।।
ਦੇਂਦੇ ਥਾਵਹੁ ਦਿਤਾ ਚੰਗਾ ਮਨਮੁਖਿ ਐਸਾ ਜਾਣੀਐ ॥ મનની પાછળ ચાલવાવાળા મનુષ્યને એવો સમજી લ્યો કે તેને દેવાવાળા પરમાત્માની અપેક્ષા તેને આપેલો પદાર્થ સારો લાગે છે
ਸੁਰਤਿ ਮਤਿ ਚਤੁਰਾਈ ਤਾ ਕੀ ਕਿਆ ਕਰਿ ਆਖਿ ਵਖਾਣੀਐ ॥ તે મનુષ્યની સમજ બુદ્ધિ અને શાણપણ એટલું નીચું છે કે શબ્દમાં વર્ણવી શકાતું નથી
ਅੰਤਰਿ ਬਹਿ ਕੈ ਕਰਮ ਕਮਾਵੈ ਸੋ ਚਹੁ ਕੁੰਡੀ ਜਾਣੀਐ ॥ તે પોતાની તરફથી છુપાઈને ખોટા કામ કરે છે પરંતુ જે કાંઈ તે કરે છે તે બધી જગ્યાએ દેખાય છે
ਜੋ ਧਰਮੁ ਕਮਾਵੈ ਤਿਸੁ ਧਰਮ ਨਾਉ ਹੋਵੈ ਪਾਪਿ ਕਮਾਣੈ ਪਾਪੀ ਜਾਣੀਐ ॥ કુદરતનો નિયમ જ એવો છે કે જે મનુષ્ય સારા કામ કરે છે. તેનું નામ ‘ધર્મી’ પડી જાય છે, ખોટા કામ કરવાવાળા મનુષ્ય ને ખોટો જ સમજવામાં આવે છે
ਤੂੰ ਆਪੇ ਖੇਲ ਕਰਹਿ ਸਭਿ ਕਰਤੇ ਕਿਆ ਦੂਜਾ ਆਖਿ ਵਖਾਣੀਐ ॥ પરંતુ ખોટો કોને કહે? હે પ્રભુ! બધા ચમત્કાર તું પોતે જ કરે છે તારાથી અલગ બીજા કોને કહે?
ਜਿਚਰੁ ਤੇਰੀ ਜੋਤਿ ਤਿਚਰੁ ਜੋਤੀ ਵਿਚਿ ਤੂੰ ਬੋਲਹਿ ਵਿਣੁ ਜੋਤੀ ਕੋਈ ਕਿਛੁ ਕਰਿਹੁ ਦਿਖਾ ਸਿਆਣੀਐ ॥ જીવની અંદર જ્યાંસુધી તારો પ્રકાશ હાજર છે ત્યાં સુધી તે પ્રકાશમાં તું પોતે જ બોલે છે જ્યાં સુધી ટેરો પ્રકાશ નીકળી ન જાય ત્યાં સુધી કોઈ ભલે કઈ પણ કરે તો સાચું અમે પણ કસોટી કરીને જોઈએ
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਦਰੀ ਆਇਆ ਹਰਿ ਇਕੋ ਸੁਘੜੁ ਸੁਜਾਣੀਐ ॥੨॥ હે નાનક! ગુરુની શરણે આવેલા મનુષ્યને દરેક જગ્યાએ એક જ શાણા અને સારા પ્રભુ દેખાય છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું।।
ਤੁਧੁ ਆਪੇ ਜਗਤੁ ਉਪਾਇ ਕੈ ਤੁਧੁ ਆਪੇ ਧੰਧੈ ਲਾਇਆ ॥ હે પ્રભુ! તું પોતે જ જગત પેદા કરીને પોતે જ તેને જંજાળ માં નાખી દે છે
ਮੋਹ ਠਗਉਲੀ ਪਾਇ ਕੈ ਤੁਧੁ ਆਪਹੁ ਜਗਤੁ ਖੁਆਇਆ ॥ માયાના મોહિની કપટી બુટ્ટી ખવડાવીને તું જગતને પોતાનાથી વંચિત કરી દે છે
ਤਿਸਨਾ ਅੰਦਰਿ ਅਗਨਿ ਹੈ ਨਹ ਤਿਪਤੈ ਭੁਖਾ ਤਿਹਾਇਆ ॥ જગતની અંદર તૃષ્ણા ની અગ્નિ સળગી રહી છે આ માટે આ માયાની તરસ અને ભૂખનો માર્યો તૃપ્ત નથી થતો
ਸਹਸਾ ਇਹੁ ਸੰਸਾਰੁ ਹੈ ਮਰਿ ਜੰਮੈ ਆਇਆ ਜਾਇਆ ॥ આ જગત છે જ તોખલા રૂપ, આ તોખલામાં પડેલો જીવ જન્મે મરે છે તથા જન્મ મરણના ચક્ર માં પડ્યો રહે છે
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਮੋਹੁ ਨ ਤੁਟਈ ਸਭਿ ਥਕੇ ਕਰਮ ਕਮਾਇਆ ॥ માયા નો આ મોહ ગુરુની શરણ વગર તૂટતો નથી, વધારે પડતા જીવ વધારે ધાર્મિક કાર્ય કરીને થાકી ગયા છે
ਗੁਰਮਤੀ ਨਾਮੁ ਧਿਆਈਐ ਸੁਖਿ ਰਜਾ ਜਾ ਤੁਧੁ ਭਾਇਆ ॥ પ્રભુનું નામ ગુરુની શિક્ષા દ્વારા જ યાદ કરી શકાય છે હે પ્રભુ! જયારે તને જોઈએ તો જીવ તારા નામ ના સુખમાં ટકી ને તૃપ્ત થાય છે
ਕੁਲੁ ਉਧਾਰੇ ਆਪਣਾ ਧੰਨੁ ਜਣੇਦੀ ਮਾਇਆ ॥ ધન્ય છે તે જીવને જન્મ દેવાવાળી માં નામ ની કૃપા થી તે પોતાના કુળ ને વિકારો થી બચાવી લે છે


© 2017 SGGS ONLINE
Scroll to Top