Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-137

Page 137

ਸਸੁਰੈ ਪੇਈਐ ਤਿਸੁ ਕੰਤ ਕੀ ਵਡਾ ਜਿਸੁ ਪਰਵਾਰੁ ॥ સૃષ્ટિના અનંત જ જીવ જે પ્રભુ પતિનો અંનત મોટો પરિવાર છે. જીવ-સ્ત્રી લોક પરલોકમાં તેના સહારે જ રહી શકે છે.
ਊਚਾ ਅਗਮ ਅਗਾਧਿ ਬੋਧ ਕਿਛੁ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰੁ ॥ તે પરમાત્મા આત્મા ઉડાણમાં બધાથી ઊંચા છે અગમ્ય પહોંચથી ઉપર છે. ઊંડા જ્ઞાન ના માલિક છે, તેના ગુણોનો અંત નથી શોધી સકાતો, આ પાર પેલી પાર નો છેડો નથી શોધી શકતો.
ਸੇਵਾ ਸਾ ਤਿਸੁ ਭਾਵਸੀ ਸੰਤਾ ਕੀ ਹੋਇ ਛਾਰੁ ॥ તે જ સેવા તે પ્રભુ પ્રભુ એ પસંદ આવે છે. જે તેના સંત જનોના ચરણોની ધૂળ બનીને કરાય છે
ਦੀਨਾ ਨਾਥ ਦੈਆਲ ਦੇਵ ਪਤਿਤ ਉਧਾਰਣਹਾਰੁ ॥ તે ગરીબોનો માલિક સહારો છે. તે વિકારોમાં ડૂબેલા જીવને બચાવવાળો છે
ਆਦਿ ਜੁਗਾਦੀ ਰਖਦਾ ਸਚੁ ਨਾਮੁ ਕਰਤਾਰੁ ॥ તે કર્તાર શરૂઆતથી જ જીવોની રક્ષા કરતા આવી રહ્યા છે. તેનું નામ હંમેશા કાયમ રહેવાવાળું છે
ਕੀਮਤਿ ਕੋਇ ਨ ਜਾਣਈ ਕੋ ਨਾਹੀ ਤੋਲਣਹਾਰੁ ॥ કોઈ જીવ તેનું મૂલ્ય નથી મેળવી સકતા, કોઈ જીવ તેની હસ્તીનો અંદાજ નથી લગાવી શકતા
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਵਸਿ ਰਹੇ ਨਾਨਕ ਨਹੀ ਸੁਮਾਰੁ ॥ હે નાનક! તે પ્રભુ દરેક જીવન મનમાં શરીરમાં હાજર છે. તે પ્રભુના ગુણ નો અંત નથી મેળવી શકાતો
ਦਿਨੁ ਰੈਣਿ ਜਿ ਪ੍ਰਭ ਕੰਉ ਸੇਵਦੇ ਤਿਨ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰ ॥੨॥ હું તે લોકોને હંમેશા બલિદાન આપું છું. જે દિવસ રાત પ્રભુ ને યાદ કરે છે।।૨।।
ਸੰਤ ਅਰਾਧਨਿ ਸਦ ਸਦਾ ਸਭਨਾ ਕਾ ਬਖਸਿੰਦੁ ॥ જે બધા જીવને બક્ષિસ આપવાવાળો છે. જેને સંત જન હંમેશા જપે છે
ਜੀਉ ਪਿੰਡੁ ਜਿਨਿ ਸਾਜਿਆ ਕਰਿ ਕਿਰਪਾ ਦਿਤੀਨੁ ਜਿੰਦੁ ॥ જે પરમાત્મા એ બધા જીવોની જીવ જીવાત્મા બનાવી છે. બધાના શરીરને જન્મ આપ્યો છે, બધાને જીવ આપ્યો છે
ਗੁਰ ਸਬਦੀ ਆਰਾਧੀਐ ਜਪੀਐ ਨਿਰਮਲ ਮੰਤੁ ॥ ગુરુના શબ્દ દ્વારા તેનું સ્મરણ કરવું જોઈએ. તેનું પવિત્ર નામ જપવું જોઈએ
ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈਐ ਪਰਮੇਸੁਰੁ ਬੇਅੰਤੁ ॥ તે પરમાત્મા બધાથી મોટો માલિક ઈશ્વર છે. તેના ગુણોનો અંત નથી મેળવી શકાતો. તેનું મૂલ્ય નથી મેળવી શકાતુ.
ਜਿਸੁ ਮਨਿ ਵਸੈ ਨਰਾਇਣੋ ਸੋ ਕਹੀਐ ਭਗਵੰਤੁ ॥ જે મનુષ્યના મનમાં પરમાત્મા આવી વસે છે. તેને ભાગ્યશાળી કહેવું જોઈએ.
ਜੀਅ ਕੀ ਲੋਚਾ ਪੂਰੀਐ ਮਿਲੈ ਸੁਆਮੀ ਕੰਤੁ ॥ જેને માલિક પતિ પ્રભુ મળી જાય છે તેની જીવાત્માની દરેક તમન્ના પુરી થઈ જાય છે
ਨਾਨਕੁ ਜੀਵੈ ਜਪਿ ਹਰੀ ਦੋਖ ਸਭੇ ਹੀ ਹੰਤੁ ॥ નાનક પણ તે હરિના જાપ જપીને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે.
ਦਿਨੁ ਰੈਣਿ ਜਿਸੁ ਨ ਵਿਸਰੈ ਸੋ ਹਰਿਆ ਹੋਵੈ ਜੰਤੁ ॥੩॥ જે મનુષ્ય ને ના દિવસ ના રાત, કોઈ પણ સમયે પરમાત્મા નથી ભૂલતા તેના બધા પાપ નાશ થઈ જાય છે, તે મનુષ્ય આધ્યાત્મિક જીવન વાળો થઈ જાય છે જેવી રીતે પાણી વગર સુકાતું વૃક્ષ પાણીથી લીલું થઈ જાય છે ।।૩।।
ਸਰਬ ਕਲਾ ਪ੍ਰਭ ਪੂਰਣੋ ਮੰਞੁ ਨਿਮਾਣੀ ਥਾਉ ॥ હે પ્રભુ! તું બધી શક્તિઓ થી ભરપૂર છે હું માનવાળાનો તું સહારો છે.
ਹਰਿ ਓਟ ਗਹੀ ਮਨ ਅੰਦਰੇ ਜਪਿ ਜਪਿ ਜੀਵਾਂ ਨਾਉ ॥ હે હરિ! મેં મારા મનમાં તારી ઓટ લીધી છે. તારું નામ જપીને મારી અંદર આધ્યાત્મિક જીવન જન્મે છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਆਪਣੀ ਜਨ ਧੂੜੀ ਸੰਗਿ ਸਮਾਉ ॥ હે પ્રભુ! પોતાની કૃપા કર હું તારા સંતજનોની ચરણ ધૂળમાં સમયેલો રહું.
ਜਿਉ ਤੂੰ ਰਾਖਹਿ ਤਿਉ ਰਹਾ ਤੇਰਾ ਦਿਤਾ ਪੈਨਾ ਖਾਉ ॥ જે હાલતમાં તું મને રાખે છે હું ખુશીથી તે હાલત માં રહું છું. જે કઈ તું મને આપે છે તે જ હું પહેરું છું. તે જ હું ખાઉં છું.
ਉਦਮੁ ਸੋਈ ਕਰਾਇ ਪ੍ਰਭ ਮਿਲਿ ਸਾਧੂ ਗੁਣ ਗਾਉ ॥ હે પ્રભુ! મારી સાથે તે જ ઉદ્યમ કરાવ જેની કૃપાથી હું ગુરુને મળીને તારા ગુણ ગાતો રહું.
ਦੂਜੀ ਜਾਇ ਨ ਸੁਝਈ ਕਿਥੈ ਕੂਕਣ ਜਾਉ ॥ તારા વગર મને બીજી કોઈ જગ્યા નથી સૂઝતી તારા વગર હું બીજા કોની સામે ફરિયાદ કરું?
ਅਗਿਆਨ ਬਿਨਾਸਨ ਤਮ ਹਰਣ ਊਚੇ ਅਗਮ ਅਮਾਉ ॥ હે અજ્ઞાનતા નો નાશ કરવાવાળા પ્રભુ! હે મોહ નો અંધકાર દૂર કરવાવાળા હરિ! હે બધા થી ઊંચા! હે પહોંચથી ઉપર! હે અમિત હરિ!
ਮਨੁ ਵਿਛੁੜਿਆ ਹਰਿ ਮੇਲੀਐ ਨਾਨਕ ਏਹੁ ਸੁਆਉ ॥ નાનક નો આ ઉદેશ્ય છે કે નાનક ના અલગ થયેલા મનને પોતાના ચરણોમાં મેળવી લે
ਸਰਬ ਕਲਿਆਣਾ ਤਿਤੁ ਦਿਨਿ ਹਰਿ ਪਰਸੀ ਗੁਰ ਕੇ ਪਾਉ ॥੪॥੧॥ હે હરિ! નાનક ને તે બધા જ સુખ પ્રાપ્ત થઈ જાય છે જ્યારે હું ગુરુના ચરણ સ્પર્શ કરું છું ।।૪।।૧।।
ਵਾਰ ਮਾਝ ਕੀ ਤਥਾ ਸਲੋਕ ਮਹਲਾ ੧ ਮਲਕ ਮੁਰੀਦ ਤਥਾ ਚੰਦ੍ਰਹੜਾ ਸੋਹੀਆ ਕੀ ਧੁਨੀ ਗਾਵਣੀ ॥ રાગ માઝ નો આ વાર અને તેની સાથે આપેલા શ્લોક ગુરુ નાનક દેવજી ના ઉચ્ચારેલા છે. તેને મુરીદ ખાન અને ચંદ્રહડા સોહીઆની ધૂનથી ગાવું જોઈએ ।।
ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਗੁਰੁ ਦਾਤਾ ਗੁਰੁ ਹਿਵੈ ਘਰੁ ਗੁਰੁ ਦੀਪਕੁ ਤਿਹ ਲੋਇ ॥ સદગુરુ નામનું દાન દેવાવાળા છે. ગુરુ ઠંડી નો સ્ત્રોત છે. ગુરુ જ ત્રિલોક માં પ્રકાશ કરવાવાળા છે
ਅਮਰ ਪਦਾਰਥੁ ਨਾਨਕਾ ਮਨਿ ਮਾਨਿਐ ਸੁਖੁ ਹੋਇ ॥੧॥ હે નાનક! ક્યારેય ન સમાપ્ત થવાવાળું નામ રૂપી પદાર્થ ગુરુથી મળે છે જેનું મન ગુરુમાં માની જાય. તે સુખી થઈ જાય છે. ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਪਹਿਲੈ ਪਿਆਰਿ ਲਗਾ ਥਣ ਦੁਧਿ ॥ જો મનુષ્યની ઉંમર ટુકડા માં વેચવામાં આવે તો આખી ઉંમરના કરેલા ઉદ્યમનું ચિત્ર કંઈક એવું બને: પહેલી અવશ્થા માં જીવ પ્રેમથી માંના આંચળના દૂધથી વ્યસ્ત રહે છે
ਦੂਜੈ ਮਾਇ ਬਾਪ ਕੀ ਸੁਧਿ ॥ બીજી અવશ્થામાં તેને માતા અને પિતાની સમજ થઈ જાય છે
ਤੀਜੈ ਭਯਾ ਭਾਭੀ ਬੇਬ ॥ ત્રીજી અવશ્થા માં પહોંચેલા જીવ ને ભાઈ અને બહેનની ઓળખાણ થઈ જાય છે
ਚਉਥੈ ਪਿਆਰਿ ਉਪੰਨੀ ਖੇਡ ॥ ચોથી અવશ્થામાં રમતમાં પ્રેમના કારણે જીવોમાં રમત રમવાનો રસ જાગે છે
ਪੰਜਵੈ ਖਾਣ ਪੀਅਣ ਕੀ ਧਾਤੁ ॥ પાંચમી અવશ્થામાં ખાવા પીવાની ઈચ્છા બને છે
ਛਿਵੈ ਕਾਮੁ ਨ ਪੁਛੈ ਜਾਤਿ ॥ છઠ્ઠી અવશ્થામાં પહોંચીને જીવની અંદર કામ જાગે છે જે જાતિ કુજાતી નથી જોતું
ਸਤਵੈ ਸੰਜਿ ਕੀਆ ਘਰ ਵਾਸੁ ॥ સાતમી અવસ્થામાં જીવ પદાર્થ એકત્ર કરીને પોતાના ઘરનો અડ્ડો બનાવે છે
ਅਠਵੈ ਕ੍ਰੋਧੁ ਹੋਆ ਤਨ ਨਾਸੁ ॥ આઠમી અવસ્થામાં જીવની અંદર ગુસ્સો પેદા થઈ જાય છે જે શરીરનો નાશ કરે છે
ਨਾਵੈ ਧਉਲੇ ਉਭੇ ਸਾਹ ॥ નવમી અવસ્થામાં વાળ સફેદ થઈ જાય છે અને શ્વાસ ખેંચાયને આવે છે.
ਦਸਵੈ ਦਧਾ ਹੋਆ ਸੁਆਹ ॥ દસમી અવસ્થામાં જઈને સળગી ને રાખ થઈ જાય છે
ਗਏ ਸਿਗੀਤ ਪੁਕਾਰੀ ਧਾਹ ॥ જે સાથી સ્મશાન સુધી સાથે જાય છે, તે વિલાપ કરીને રોવે છે
ਉਡਿਆ ਹੰਸੁ ਦਸਾਏ ਰਾਹ ॥ જીવાત્મા શરીરમાંથી નીકળીને આગળનો રસ્તો પૂછે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top