Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-134

Page 134

ਨਾਨਕ ਕੀ ਪ੍ਰਭ ਬੇਨਤੀ ਪ੍ਰਭ ਮਿਲਹੁ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥ હે પ્રભુ! તારા ઓટલે મારી વિનંતી છે કે મને તારું જીવ ભરીને મેળાપ નસીબ થાય.
ਵੈਸਾਖੁ ਸੁਹਾਵਾ ਤਾਂ ਲਗੈ ਜਾ ਸੰਤੁ ਭੇਟੈ ਹਰਿ ਸੋਇ ॥੩॥ ઋતુ ફરવાથી ચારેય તરફ વનસ્પતિ ભલે સુંદર થઇ જાય, પરંતુ જીવને વૈશાખ મહિનો ત્યારે જ સુંદર લાગી શકે છે જયારે હરિ સંત પ્રભુ મળી જાય ।।૩।।
ਹਰਿ ਜੇਠਿ ਜੁੜੰਦਾ ਲੋੜੀਐ ਜਿਸੁ ਅਗੈ ਸਭਿ ਨਿਵੰਨਿ ॥ જે હરિ આગળ બધા જીવ માથું નમાવે છે. જેઠ ના મહિના માં તેના ચરણોમાં જોડાવવું જોઈએ. જો હરિ સજ્જન થી જોડાઈ રહીએ તો તે કોઈ યમરાજ વગેરે ને આજ્ઞા નથી દેતા કે કોઈ બંધનને આગળ લગાવી લે.
ਹਰਿ ਸਜਣ ਦਾਵਣਿ ਲਗਿਆ ਕਿਸੈ ਨ ਦੇਈ ਬੰਨਿ ॥ લોકો હીરા મોતી વગેરે કિંમતી એકત્ર કરવા માટે દોડાદોડી કરે છે, પરંતુ તે ધન ચોરી થઈ જવાનો પણ ડર રહે છે,
ਮਾਣਕ ਮੋਤੀ ਨਾਮੁ ਪ੍ਰਭ ਉਨ ਲਗੈ ਨਾਹੀ ਸੰਨਿ ॥ પરમાત્માનું નામ હીરા મોતી વગેરે એવું કિંમતી ધન છે જે ચોરી શકાતું નથી
ਰੰਗ ਸਭੇ ਨਾਰਾਇਣੈ ਜੇਤੇ ਮਨਿ ਭਾਵੰਨਿ ॥ પરમાત્માના જેટલા પણ ચમત્કાર થઈ રહ્યા છે નામ ધન ની કૃપાથી તે બધા મનને વ્હલા લાગે છે
ਜੋ ਹਰਿ ਲੋੜੇ ਸੋ ਕਰੇ ਸੋਈ ਜੀਅ ਕਰੰਨਿ ॥ એ પણ સમજ આવી જાય છે કે પ્રભુ પોતે અને તેના ઉત્પન્ન કરેલા જીવ તે જ કરી શકે છે જે તે પ્રભુને સારું લાગે છે
ਜੋ ਪ੍ਰਭਿ ਕੀਤੇ ਆਪਣੇ ਸੇਈ ਕਹੀਅਹਿ ਧੰਨਿ ॥ જે લોકોને પ્રભુ એ પોતાની મહિમાનું દાન આપીને પોતાના બનાવી લીધા છે.
ਆਪਣ ਲੀਆ ਜੇ ਮਿਲੈ ਵਿਛੁੜਿ ਕਿਉ ਰੋਵੰਨਿ ॥ તેને જ જગતમાં વાહ વાહ મળે છે. પરંતુ જીવોને પોતાના ઉદ્યમથી નથી મળી સકતા. જો જીવોને પોતાના ઉદ્યમથી મળી સકતા હોય તો જીવ તેનાથી અલગ થઈને દુઃખી શા માટે થાય?
ਸਾਧੂ ਸੰਗੁ ਪਰਾਪਤੇ ਨਾਨਕ ਰੰਗ ਮਾਣੰਨਿ ॥ હે નાનક! પ્રભુના મિલનનો આનંદ તે જ લોકો લઇ શકે છે, જેને ગુટુ મળી જાય
ਹਰਿ ਜੇਠੁ ਰੰਗੀਲਾ ਤਿਸੁ ਧਣੀ ਜਿਸ ਕੈ ਭਾਗੁ ਮਥੰਨਿ ॥੪॥ જે મનુષ્યના માથે ભાગ્ય જાગે, તેને જેઠ મહિનો સુહાનો લાગે છે, તેને જ પ્રભુ માલિક મળે છે।।૪।।
ਆਸਾੜੁ ਤਪੰਦਾ ਤਿਸੁ ਲਗੈ ਹਰਿ ਨਾਹੁ ਨ ਜਿੰਨਾ ਪਾਸਿ ॥ અષાઢ મહિનો એ જીવોને ગરમ દેખાય છે તે લોકો અષાઢ મહિના ની જેમ તપતા રહે છે જેના હદયમાં પ્રભુ પતિ નથી વસતા
ਜਗਜੀਵਨ ਪੁਰਖੁ ਤਿਆਗਿ ਕੈ ਮਾਣਸ ਸੰਦੀ ਆਸ ॥ જે જગતના સહારે પરમાત્માનો આશરો છોડીને લોકોથી આશરો બનાવી રાખે છે
ਦੁਯੈ ਭਾਇ ਵਿਗੁਚੀਐ ਗਲਿ ਪਈਸੁ ਜਮ ਕੀ ਫਾਸ ॥ પ્રભુ વગર કોઈ બીજાના આશરે રહેવાથી નષ્ટ જ થાય છે જે પણ કોઈ બીજા સહારે જોવે છે તેના ગળા માં યમરાજની ફાંસી પડે છે
ਜੇਹਾ ਬੀਜੈ ਸੋ ਲੁਣੈ ਮਥੈ ਜੋ ਲਿਖਿਆਸੁ ॥ તેનું જીવન હંમેશા સંયમમાં જ વ્યતીત થાય છે કુદરતનો નિયમ જ એવો છે કે મનુષ્ય જેવું બીજ વાવે છે, કરેલા કર્મો અનુસાર જે લેખ તેના માથા પર લખાય છે. તેવું જ ફળ તે પ્રાપ્ત કરે છે
ਰੈਣਿ ਵਿਹਾਣੀ ਪਛੁਤਾਣੀ ਉਠਿ ਚਲੀ ਗਈ ਨਿਰਾਸ ॥ જગ જીવન પુરખ ને ભૂલવા વાળી જીવ-સ્ત્રીની આખી જિંદગી પછતાવા માં પસાર થાય છે. તે જગતથી તૂટેલા દિલ સાથે જ ચાલી પડે છે
ਜਿਨ ਕੌ ਸਾਧੂ ਭੇਟੀਐ ਸੋ ਦਰਗਹ ਹੋਇ ਖਲਾਸੁ ॥ જે લોકો ને ગુરુ મળી જાય છે તે પરમાત્માની હાજરીમાં સ્વીકારાય છે, આદર-સન્માન મેળવે છે
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਆਪਣੀ ਤੇਰੇ ਦਰਸਨ ਹੋਇ ਪਿਆਸ ॥ હે પ્રભુ! પોતાની કૃપા કર મારા મનમાં તારા દર્શન ની તમન્ના બની રહે
ਪ੍ਰਭ ਤੁਧੁ ਬਿਨੁ ਦੂਜਾ ਕੋ ਨਹੀ ਨਾਨਕ ਕੀ ਅਰਦਾਸਿ ॥ કારણ કે હે પ્રભુ! તારા વગર મારુ બીજું કોઈ આશરો ઉમ્મીદ નથી તારી આગળ નાનક ની વિનંતી છે
ਆਸਾੜੁ ਸੁਹੰਦਾ ਤਿਸੁ ਲਗੈ ਜਿਸੁ ਮਨਿ ਹਰਿ ਚਰਣ ਨਿਵਾਸ ॥੫॥ જે મનુષ્યના મનમાં પ્રભુના ચરણોનો નિવાસ બની રહે છે તેને ગરમ અષાઢ મહિનો પણ સોહામણો દેખાય છે તેને દુનિયા ના દુઃખ-કષ્ટ પણ દુઃખી નથી કરી શકતા. ।।૫।।
ਸਾਵਣਿ ਸਰਸੀ ਕਾਮਣੀ ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਪਿਆਰੁ ॥ જે શ્રાવણમાં વરસાદથી વનસ્પતિ લીલી થઈ જાય છે તેવી જ રીતે તે જીવ-સ્ત્રી લીલી થઈ જાય છે, જેનો પ્રેમ પ્રભુના સુંદર ચરણોથી બની જાય છે
ਮਨੁ ਤਨੁ ਰਤਾ ਸਚ ਰੰਗਿ ਇਕੋ ਨਾਮੁ ਅਧਾਰੁ ॥ તેનું મન તેનું શરીર પરમાત્માના પ્રેમમાં રંગાય જાય છે. પરમાત્માનું નામ જ તેના જીવનનો સહારો બની જાય છે
ਬਿਖਿਆ ਰੰਗ ਕੂੜਾਵਿਆ ਦਿਸਨਿ ਸਭੇ ਛਾਰੁ ॥ માયાના નાશવંત ચમત્કાર તેને બધા રાખ બેઅર્થ દેખાય છે
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਬੂੰਦ ਸੁਹਾਵਣੀ ਮਿਲਿ ਸਾਧੂ ਪੀਵਣਹਾਰੁ ॥ શ્રાવણમાં જેમ વરસાદના ટીપાં સુંદર દેખાય છે, તેવી જ રીતે પ્રભુના ચરણોમાં પ્રેમવાળા લોકોને હરિ ના નામનું આધ્યાત્મિક જીવન દેવાવાળું ટીપું વ્હાલું લાગે છે, ગુરુ ને મળીને તે મનુષ્ય તે ટીપાં ને પીવા લાયક થઈ જાય છે, પ્રભુ ની મોટાઈ ની નાની નાની વાતો તેને મીઠી લાગવા લાગે છે, જેને તે ગુરુની મળીને ખુબ રસ સાંભળે છે
ਵਣੁ ਤਿਣੁ ਪ੍ਰਭ ਸੰਗਿ ਮਉਲਿਆ ਸੰਮ੍ਰਥ ਪੁਰਖ ਅਪਾਰੁ ॥ જે પ્રભુના મેલથી વનસ્પતિ વગેરે લીલુંછમ થયું છે, જે બધું જ કરવા યોગ્ય છે, વ્યાપક છે અને અંનત છે,
ਹਰਿ ਮਿਲਣੈ ਨੋ ਮਨੁ ਲੋਚਦਾ ਕਰਮਿ ਮਿਲਾਵਣਹਾਰੁ ॥ તેને મળવાની મારા મનમાં પણ તમન્ના છે. પરંતુ પ્રભુ પોતે જ પોતાની કૃપાથી મેળવવા માટે સમર્થ છે
ਜਿਨੀ ਸਖੀਏ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ਹੰਉ ਤਿਨ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰ ॥ હું તે ગુરુમુખી સહેલીઓથી બલિદાન આપું છું, કુરબાન જાઉં છું, જેને પ્રભુ નો મેળાપ પ્રાપ્ત કરી લીધો છે
ਨਾਨਕ ਹਰਿ ਜੀ ਮਇਆ ਕਰਿ ਸਬਦਿ ਸਵਾਰਣਹਾਰੁ ॥ નાનક કહે છે, હે પ્રભુ! મારા પર કૃપા કર, તું પોતે જ ગુરુના શબ્દ દ્વારા મારા જીવને શણગારવા યોગ્ય છે
ਸਾਵਣੁ ਤਿਨਾ ਸੁਹਾਗਣੀ ਜਿਨ ਰਾਮ ਨਾਮੁ ਉਰਿ ਹਾਰੁ ॥੬॥ શ્રાવણ મહિનો તે ભાગ્યશાળી જીવ સ્ત્રીઓ માટે ખુશીઓ અને ઠંડક લાવવાવાળો છે. જેમને પોતાના હદયરૂપી કંઠમાં પરમાત્માના નામરૂપી માળા પહેરેલી છે ।।૬।।
ਭਾਦੁਇ ਭਰਮਿ ਭੁਲਾਣੀਆ ਦੂਜੈ ਲਗਾ ਹੇਤੁ ॥ જેમ ભાદરવામાં ભેજવાળી ગરમીમાં મનુષ્ય ખૂબ જ ગભરાય છે. તેવી જ રીતે જે જીવ-સ્ત્રીનો પ્રેમ પ્રભુ પતિ વગર કોઈ બીજા સાથે લાગે છે તે ભટકાવ ના કારણે જીવનના સાચા રસ્તે થી તૂટી જાય છે
ਲਖ ਸੀਗਾਰ ਬਣਾਇਆ ਕਾਰਜਿ ਨਾਹੀ ਕੇਤੁ ॥ તે ભલે લાખો લાખો હાર શૃંગાર કરે તેના કોઈ કામ નું નથી
ਜਿਤੁ ਦਿਨਿ ਦੇਹ ਬਿਨਸਸੀ ਤਿਤੁ ਵੇਲੈ ਕਹਸਨਿ ਪ੍ਰੇਤੁ ॥ જે દિવસે મનુષ્યનું શરીર નાશ થશે જયારે મનુષ્ય મરી જશે તે સમયે બધા સગાં સબંધી કહેશે કે આ ગુજરી ગયો, લાશ અપવિત્ર પડી છે આને જલ્દી બહાર લઇ જાઓ
ਪਕੜਿ ਚਲਾਇਨਿ ਦੂਤ ਜਮ ਕਿਸੈ ਨ ਦੇਨੀ ਭੇਤੁ ॥ યમરાજ જીવને પકડીને આગળ લઇ જાય છે. કોઈ ને આ રાજ નથી કહેતા કે કયાં લઈ જાય છે
ਛਡਿ ਖੜੋਤੇ ਖਿਨੈ ਮਾਹਿ ਜਿਨ ਸਿਉ ਲਗਾ ਹੇਤੁ ॥ જે સબંધીઓ સાથે આખી ઉંમર ખુબ પ્રેમ બની રહે છે. તે પળમાં સાથ છોડી બેસે છે
ਹਥ ਮਰੋੜੈ ਤਨੁ ਕਪੇ ਸਿਆਹਹੁ ਹੋਆ ਸੇਤੁ ॥ મૃત્યુ આવેલી જોઈને મનુષ્ય ખુબ પછતાય છે. તેનું શરીર તંગ થઈ જાય છે, તે કાળાથી સફેદ થઈ જાય છે
ਜੇਹਾ ਬੀਜੈ ਸੋ ਲੁਣੈ ਕਰਮਾ ਸੰਦੜਾ ਖੇਤੁ ॥ ગભરામણથી એક રંગ આવે છે એક રંગ જાય છે, આ શરીર મનુષ્યના કર્મોનું ખેતર છે. જે કાંઈ મનુષ્ય આમાં વાવે છે તેવો જ પાક કાપે છે, જેવા કર્મ કરે છે તેવું જ ફળ પ્રાપ્ત કરે છે
ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਰਣਾਗਤੀ ਚਰਣ ਬੋਹਿਥ ਪ੍ਰਭ ਦੇਤੁ ॥ હે નાનક! ગુરુ તેમને પ્રભુના ચરણ રૂપી જહાજમાં ચડાવી દે છે
ਸੇ ਭਾਦੁਇ ਨਰਕਿ ਨ ਪਾਈਅਹਿ ਗੁਰੁ ਰਖਣ ਵਾਲਾ ਹੇਤੁ ॥੭॥ જેનો રક્ષક અને હેતાંશુ ગુરુ બને છે, તેને નરક માં નથી નાખવામાં આવતો નથી કારણ કે ગુરુની કૃપાથી તે પ્રભુ ની ચરણમાં આવી જાય છે ।।૭।।
ਅਸੁਨਿ ਪ੍ਰੇਮ ਉਮਾਹੜਾ ਕਿਉ ਮਿਲੀਐ ਹਰਿ ਜਾਇ ॥ હે માં! ભાદરવાની ગરમ ગભરામણ પછી આસો ની મીઠી મીઠી ઋતુ માં મારી અંદર પ્રભુ પતિના પ્રેમનો ઉછાળો આવી રહ્યો છે, મારુ મન તડપે છે કે કોઈ ના કોઈ તરફ ચાલી ને પ્રભુ પતિ ને મળું. મારા મનમાં મારા શરીરમાં પ્રભુ દર્શનની ઘણી તરસ લાગેલી છે મન ઈચ્છે છે કે કોઈ તે પતિને લાવીને મિલન કરાવી દે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top