Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-126

Page 126

ਆਪੇ ਊਚਾ ਊਚੋ ਹੋਈ ॥ હે ભાઈ! પરમાત્મા પોતાના સમર્થથી સ્વયં જ માયાના પ્રભાવથી ખુબ જ ઊંચો છે.
ਜਿਸੁ ਆਪਿ ਵਿਖਾਲੇ ਸੁ ਵੇਖੈ ਕੋਈ ॥ જે કોઈ ભાગ્યશાળી મનુષ્યને પોતાનું આ સમર્થ પરમાત્મા સ્વયં દેખાડે છે તે પોતે જોઈ લે છે કે પ્રભુ ખુબ જ શક્તિશાળી છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸੈ ਘਟ ਅੰਤਰਿ ਆਪੇ ਵੇਖਿ ਵਿਖਾਲਣਿਆ ॥੮॥੨੬॥੨੭॥ હે નાનક! પરમાત્માની પોતાની જ કૃપાથી કોઈ ભાગ્યશાળી મનુષ્યના હૃદયમાં તેનું નામ વસે છે તે મનુષ્યમાં પ્રગટ થઈને પ્રભુ પોતે જ પોતાના સ્વરૂપનું દર્શન કરીને બીજા લોકોને દર્શન કરાવે છે ।।૮।।૨૬।।૨૭।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਭਰਪੂਰਿ ਰਹਿਆ ਸਭ ਥਾਈ ॥ હે ભાઈ! મારો પ્રભુ બધી જગ્યાએ પૂર્ણ રીતે હાજર છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਘਰ ਹੀ ਮਹਿ ਪਾਈ ॥ ગુરુની કૃપાથી મેં તેને પોતાના હૃદય ઘરમાં જ શોધી લીધા છે.
ਸਦਾ ਸਰੇਵੀ ਇਕ ਮਨਿ ਧਿਆਈ ਗੁਰਮੁਖਿ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ હું હવે તેને હંમેશા યાદ કરું છું. હંમેશા એકાગ્રચિત્ત થઈને તેનું ધ્યાન ધરું છું. જે પણ મનુષ્ય ગુરુનો આશરો લે છે, તે હંમેશા સ્થિર પરમાત્મામાં લીન રહે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਜਗਜੀਵਨੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હે ભાઈ! હું તે લોકોથી હંમેશા કુરબાન જાવ છું જે જગતની જિંદગીના આશરે પરમાત્માને પોતાના મનમાં વસાવે છે.
ਹਰਿ ਜਗਜੀਵਨੁ ਨਿਰਭਉ ਦਾਤਾ ਗੁਰਮਤਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા જગતને જિંદગી આપનાર છે, જે મનુષ્ય ગુરુની બુદ્ધિ લઈને તેને પોતાના મનમાં વસાવે છે તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે. ।।૧।। વિરામ।।
ਘਰ ਮਹਿ ਧਰਤੀ ਧਉਲੁ ਪਾਤਾਲਾ ॥ જે પરમાત્માનો ધરતી તેમજ પાતાળમાં આશરો છે. તે મનુષ્યના હૃદયમાં પણ વસે છે.
ਘਰ ਹੀ ਮਹਿ ਪ੍ਰੀਤਮੁ ਸਦਾ ਹੈ ਬਾਲਾ ॥ તે પ્રીતમ પ્રભુ હંમેશા જુવાન રહેનાર છે તે દરેક હૃદયમાં જ વસે છે.
ਸਦਾ ਅਨੰਦਿ ਰਹੈ ਸੁਖਦਾਤਾ ਗੁਰਮਤਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੨॥ મનુષ્ય ગુરુની બુદ્ધિ લઈને તે સુખદાતા પ્રભુનું સ્મરણ કરે છે, તે હંમેશા આધ્યાત્મિક આનંદમાં રહે છે. તે આધ્યાત્મિક સ્થિરતામાં સમાયેલ રહે છે ।।૨।।
ਕਾਇਆ ਅੰਦਰਿ ਹਉਮੈ ਮੇਰਾ ॥ પરંતુ, જે મનુષ્યના શરીરમાં અહંકાર પ્રબળ છે, મમતા પ્રબળ છે,
ਜੰਮਣ ਮਰਣੁ ਨ ਚੂਕੈ ਫੇਰਾ ॥ તે મનુષ્યનું જન્મ મરણનું ચક્ર ખતમ થતું નથી
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਹਉਮੈ ਮਾਰੇ ਸਚੋ ਸਚੁ ਧਿਆਵਣਿਆ ॥੩॥ જે મનુષ્ય ગુરુની સન્મુખ રહે છે તે પોતાની અંદરથી અહંકારને મારી નાખે છે અને તે હંમેશા સ્થિર રહેનાર પરમાત્માનું જ સ્મરણ કરે છે ।।૩।।
ਕਾਇਆ ਅੰਦਰਿ ਪਾਪੁ ਪੁੰਨੁ ਦੁਇ ਭਾਈ ॥ અંહકારના પ્રભાવ હેઠળ રહેનાર મનુષ્યના શરીરમાં અંહકાર ઉત્પન્નથી થયેલા બંને પાપ અને પુણ્ય વસે છે.
ਦੁਹੀ ਮਿਲਿ ਕੈ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਈ ॥ આ બંનેએ જ જગત રચના કરી છે.
ਦੋਵੈ ਮਾਰਿ ਜਾਇ ਇਕਤੁ ਘਰਿ ਆਵੈ ਗੁਰਮਤਿ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੪॥ જે મનુષ્ય ગુરુની બુદ્ધિ લઈને આ બંનેના પ્રભાવને મારે છે. તે એક જ ઘરમાં પ્રભુ ચરણોમાં જ ટકી જાય છે. તે આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે ।।૪।।
ਘਰ ਹੀ ਮਾਹਿ ਦੂਜੈ ਭਾਇ ਅਨੇਰਾ ॥ પરમાત્મા મનુષ્યના હૃદયમાં જ વસે છે. પરંતુ માયાના પ્રેમને કારણે મનુષ્યની અંદર માયાનો અંધકાર બનેલો રહે છે.
ਚਾਨਣੁ ਹੋਵੈ ਛੋਡੈ ਹਉਮੈ ਮੇਰਾ ॥ જયારે મનુષ્ય ગુરુની શરણ લઈને પોતાની અંદરથી અહંકાર અને મમતાને દૂર કરે છે ત્યારે એની અંદર પરમાત્માની જ્યોતિનો આધ્યાત્મિક પ્રકાશ થઇ જાય છે.
ਪਰਗਟੁ ਸਬਦੁ ਹੈ ਸੁਖਦਾਤਾ ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੫॥ આધ્યાત્મિક આનંદ દેનારી પરમાત્માની મહિમા આની અંદર જાગી પડે છે અને આ દરેક સમય પ્રભુનું નામ સ્મરણ કરે છે ।।૫।।
ਅੰਤਰਿ ਜੋਤਿ ਪਰਗਟੁ ਪਾਸਾਰਾ ॥ જે પ્રભુ જ્યોતિએ આખું જગત છે, ગુરુની શિક્ષાથી તે જે મનુષ્યની અંદર પ્રગટ થઇ જાય છે,
ਗੁਰ ਸਾਖੀ ਮਿਟਿਆ ਅੰਧਿਆਰਾ ॥ ગુરુની શિક્ષાથી તેની અંદરથી અજ્ઞાનતાનો અંધકાર મટી જાય છે.
ਕਮਲੁ ਬਿਗਾਸਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਵਣਿਆ ॥੬॥ તેનું હ્રદય કમળ ફૂલની જેમ ખીલી ઉઠે છે. તે હંમેશા આધ્યાત્મિક આનંદ મેળવે છે. તેનું ધ્યાન પ્રભુની જ્યોતિમાં મળેલું રહે છે ।।૬।।
ਅੰਦਰਿ ਮਹਲ ਰਤਨੀ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥ મનુષ્યના શરીરમાં પરમાત્માના ગુણરૂપી રત્નોનાં ખજાના ભરેલા પડ્યા છે,
ਗੁਰਮੁਖਿ ਪਾਏ ਨਾਮੁ ਅਪਾਰਾ ॥ પરંતુ આ તે મનુષ્યને જ પ્રાપ્ત થાય છે જે ગુરુની શરણ પડીને અનંત પ્રભુનું નામ પ્રાપ્ત કરે છે.
ਗੁਰਮੁਖਿ ਵਣਜੇ ਸਦਾ ਵਾਪਾਰੀ ਲਾਹਾ ਨਾਮੁ ਸਦ ਪਾਵਣਿਆ ॥੭॥ ગુરુની શરણ પડનાર મનુષ્ય પ્રભુ નામના વ્યાપારી બનીને આધ્યાત્મિક ગુણોના રત્નોનો વ્યાપાર કરે છે અને હંમેશા પ્રભુ નામની કમાણી કરે છે ।।૭।।
ਆਪੇ ਵਥੁ ਰਾਖੈ ਆਪੇ ਦੇਇ ॥ પરંતુ જીવોના વશની વાત નથી. પરમાત્મા પોતે જ જીવોની અંદર પોતાનું નામ પદાર્થ ટકાવે છે પરમાત્મા પોતે જ આ દાન જીવોને આપે છે.
ਗੁਰਮੁਖਿ ਵਣਜਹਿ ਕੇਈ ਕੇਇ ॥ ગુરુની શરણ પડીને અનેક ભાગ્યશાળી મનુષ્ય નામ નિધિનો સૌદો કરે છે.
ਨਾਨਕ ਜਿਸੁ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ਕਰਿ ਕਿਰਪਾ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੮॥੨੭॥੨੮॥ હે નાનક! જે મનુષ્ય પર પ્રભુ કૃપાની નજર કરે છે. તે પ્રભુનું નામ પ્રાપ્ત કરે છે. પ્રભુ પોતાની કૃપા કરીને પોતાનું નામ તેના મનમાં વસાવે છે ।।૮।।૨૭।।૨૮।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਹਰਿ ਆਪੇ ਮੇਲੇ ਸੇਵ ਕਰਾਏ ॥ પરમાત્મા પોતે જ જીવોને પોતાના ચરણોમાં જોડે છે. પોતાની સેવા ભક્તિ કરાવે છે.
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਭਾਉ ਦੂਜਾ ਜਾਏ ॥ જે મનુષ્યને પ્રભુ ગુરુના શબ્દમાં જોડે છે, તેની અંદરથી માયાનો પ્રેમ દૂર થઇ જાય છે.
ਹਰਿ ਨਿਰਮਲੁ ਸਦਾ ਗੁਣਦਾਤਾ ਹਰਿ ਗੁਣ ਮਹਿ ਆਪਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ પરમાત્મા સ્વયં હંમેશા પવિત્ર સ્વરૂપ છે બધા જીવોનો પોતાના ગુણ આપનાર છે. પરમાત્મા સ્વયં પોતાના ગુણોમાં જીવને લીન કરે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਚੁ ਸਚਾ ਹਿਰਦੈ ਵਸਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યથી હંમેશા કુરબાન જાવ છું, જે હંમેશા સ્થિર રહેનાર પરમાત્માને પોતાના હૃદયમાં વસાવે છે.
ਸਚਾ ਨਾਮੁ ਸਦਾ ਹੈ ਨਿਰਮਲੁ ਗੁਰ ਸਬਦੀ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માનું હંમેશા કાયમ રહેનાર નામ હંમેશા પવિત્ર છે, ભાગ્યશાળી મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા આ નામને પોતાના મનમાં વસાવે છે ।।૧।।વિરામ।।
ਆਪੇ ਗੁਰੁ ਦਾਤਾ ਕਰਮਿ ਬਿਧਾਤਾ ॥ પરમાત્મા સ્વયં જ ગુરુરૂપ છે. સ્વયં જ દાન આપનાર છે. પોતે જ જીવને તેના કરેલા કર્મો અનુસાર પેદા કરનાર છે.
ਸੇਵਕ ਸੇਵਹਿ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜਾਤਾ ॥ પ્રભુના સેવક ગુરુની શરણ પડીને તેની સેવા ભક્તિ કરે છે અને તેનાથી ગાઢ સંધિ રાખે છે.
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮਿ ਸਦਾ ਜਨ ਸੋਹਹਿ ਗੁਰਮਤਿ ਹਰਿ ਰਸੁ ਪਾਵਣਿਆ ॥੨॥ આધ્યાત્મિક જીવન આપનાર હરિ નામમાં જોડાઈને સેવક પોતાનું જીવન સુંદર બનાવે છે ગુરુની બુદ્ધિ પર ચાલીને પરમાત્માના મેળાપનો આનંદ લે છે ।।૨।।
ਇਸੁ ਗੁਫਾ ਮਹਿ ਇਕੁ ਥਾਨੁ ਸੁਹਾਇਆ ॥ ਪੂਰੈ ਗੁਰਿ ਹਉਮੈ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥ જે મનુષ્યના હૃદયમાંથી સંપૂર્ણ ગુરુએ અહંકારને દૂર કરી દીધો, ભટકવાનું સમાપ્ત કરી દીધું તેના આ શરીરમાં પરમાત્મા પ્રગટ થઇ ગયા અને તેનું હૃદય સુંદર બની ગયું.
ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਸਲਾਹਨਿ ਰੰਗਿ ਰਾਤੇ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਪਾਵਣਿਆ ॥੩॥ ભાગ્યશાળી મનુષ્ય ગુરુની શરણ પડીને દરેક સમય પરમાત્માનું નામ ઉચ્ચારે છે. તેના પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે. ગુરુની કૃપાથી તેનો મેળાપ પ્રાપ્ત કરે છે ।।૩।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top