Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-12

Page 12

ਤੂ ਆਪੇ ਕਰਤਾ ਤੇਰਾ ਕੀਆ ਸਭੁ ਹੋਇ ॥ તું સ્વયં જ બધું સર્જન કરવાવાળો છે તારું કરેલું જ બધું થાય છે
ਤੁਧੁ ਬਿਨੁ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ તારા વિના બીજું કોઈનથી
ਤੂ ਕਰਿ ਕਰਿ ਵੇਖਹਿ ਜਾਣਹਿ ਸੋਇ ॥ સર્જન કરીને જીવોની સંભાળ પણ તું પોતે જ લે છે અને દરેકના દિલની સંભાળ પણ લે છે
ਜਨ ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਰਗਟੁ ਹੋਇ ॥੪॥੨॥ હે દાસ નાનક! જે ગુરુની શરણમાં રહે છે તેની અંદર પરમાત્મા પ્રગટ થઈ જાય છે ।।૪।। ।।૨।।
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧,
ਤਿਤੁ ਸਰਵਰੜੈ ਭਈਲੇ ਨਿਵਾਸਾ ਪਾਣੀ ਪਾਵਕੁ ਤਿਨਹਿ ਕੀਆ ॥ એ ભયાનક સંસાર સાગરમાં નિવાસ છે જેમાં એ પ્રભુએ પાણીને આગ સર્જન કર્યા છે
ਪੰਕਜੁ ਮੋਹ ਪਗੁ ਨਹੀ ਚਾਲੈ ਹਮ ਦੇਖਾ ਤਹ ਡੂਬੀਅਲੇ ॥੧॥ જે મોહરૂપી કાદવ છે એમાં પગેથી ચાલી શકાતું નથી આપણી સામે જ બધા એમાં ડૂબતા જઈ રહ્યા છે ।।૧।।
ਮਨ ਏਕੁ ਨ ਚੇਤਸਿ ਮੂੜ ਮਨਾ ॥ હે મન! હે મૂર્ખ મન! તું એક પરમાત્માને યાદ નથી કરતુ
ਹਰਿ ਬਿਸਰਤ ਤੇਰੇ ਗੁਣ ਗਲਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ તું જેમ પરમાત્માને ભુલાવતું જઇશ તેમ તેમ તારા અંદર ગુણો ઘટવા લાગ્યાછે ।।૧।। વિરામ ।।
ਨਾ ਹਉ ਜਤੀ ਸਤੀ ਨਹੀ ਪੜਿਆ ਮੂਰਖ ਮੁਗਧਾ ਜਨਮੁ ਭਇਆ ॥ હે પ્રભુ! હું જતી નથી ને હું સતી પણ નથી અને હું ભણેલી પણ નથી મારુ જીવન મુરખોવાળું બનેલું છે
ਪ੍ਰਣਵਤਿ ਨਾਨਕ ਤਿਨ ਕੀ ਸਰਣਾ ਜਿਨ ਤੂ ਨਾਹੀ ਵੀਸਰਿਆ ॥੨॥੩॥ આથી નાનક વિનંતી કરે છે કે ગુરુની શરણમાં રાખ જેને તું ભુલ્યો નથી ।।૨।।૩।।
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫
ਭਈ ਪਰਾਪਤਿ ਮਾਨੁਖ ਦੇਹੁਰੀਆ ॥ તને સુંદર માનવ શરીર મળ્યું છે
ਗੋਬਿੰਦ ਮਿਲਣ ਕੀ ਇਹ ਤੇਰੀ ਬਰੀਆ ॥ પરમાત્માને મળવાની તારી પાસે આ જ તક છે
ਅਵਰਿ ਕਾਜ ਤੇਰੈ ਕਿਤੈ ਨ ਕਾਮ ॥ બીજા બધા તારા કામો કાંઇ કામના નથી
ਮਿਲੁ ਸਾਧਸੰਗਤਿ ਭਜੁ ਕੇਵਲ ਨਾਮ ॥੧॥ સાધુ સંગતમાં મળીને બેસ્યા કર અને માત્ર પ્રભુનામનું સ્મરણ જ કર ।।૧।।
ਸਰੰਜਾਮਿ ਲਾਗੁ ਭਵਜਲ ਤਰਨ ਕੈ ॥ સંસાર સમુદ્રને પાર કરવાની કોશિશમાં લાગી રહે
ਜਨਮੁ ਬ੍ਰਿਥਾ ਜਾਤ ਰੰਗਿ ਮਾਇਆ ਕੈ ॥੧॥ ਰਹਾਉ ॥ કેમ કે માયાના પ્રેમમાં માનવ જન્મ વ્યર્થ જઈરહ્યો છે ।।૧।। વિરામ
ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਧਰਮੁ ਨ ਕਮਾਇਆ ॥ તું પ્રભુનું સ્મરણ કરતો નથી મહેનત કરતો નથી મનના વિકારોને રોકવાનો કોઈ પ્રયત્ન કરતો નથી તું ધર્મ પણ કમાતો નથી
ਸੇਵਾ ਸਾਧ ਨ ਜਾਨਿਆ ਹਰਿ ਰਾਇਆ ॥ તે ગુરુની સેવા કરી નથી અને તે માલિક પ્રભુનું નામ પણ જાપ કર્યો નથી
ਕਹੁ ਨਾਨਕ ਹਮ ਨੀਚ ਕਰੰਮਾ ॥ નાનક કહે છે, હે પ્રભુ! અમે જીવો નીચ કર્મ કરવાવાળા છીએ
ਸਰਣਿ ਪਰੇ ਕੀ ਰਾਖਹੁ ਸਰਮਾ ॥੨॥੪॥ તારી શરણમાં પડ્યા છીએ અમારી લાજ રાખો ।।૨।।૪।।
ਸੋਹਿਲਾ ਰਾਗੁ ਗਉੜੀ ਦੀਪਕੀ ਮਹਲਾ ੧ જે ઘરમાં પ્રભુની મહિમા થઇ રહી હોઈ અને કરનારના ગુણોનો વિચાર થાય છે
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે
ਜੈ ਘਰਿ ਕੀਰਤਿ ਆਖੀਐ ਕਰਤੇ ਕਾ ਹੋਇ ਬੀਚਾਰੋ ॥ જે ઘરમાં પ્રભુની મહિમા થઇ રહી હોઈ અને કરનારના ગુણોનો વિચાર થાય છે
ਤਿਤੁ ਘਰਿ ਗਾਵਹੁ ਸੋਹਿਲਾ ਸਿਵਰਿਹੁ ਸਿਰਜਣਹਾਰੋ ॥੧॥ એ ઘર માં પ્રભુની મહિમાના ગીત ગાયા કર અને પોતાના સર્જનહાર પ્રભુને યાદ કર્યા કર ।।૧।।
ਤੁਮ ਗਾਵਹੁ ਮੇਰੇ ਨਿਰਭਉ ਕਾ ਸੋਹਿਲਾ ॥ હે શરીર! તું સત્સંગીઓ સાથે મળીને એ નિર્ભાવ ની કીર્તિ નું ગાન કર
ਹਉ ਵਾਰੀ ਜਿਤੁ ਸੋਹਿਲੈ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હું એ કીર્તિ ગીત પર વારી જાઉં છું જેના ઉચ્ચારણથી સદાય સુખ મળે છે ।।૧।। વિરામ ।।
ਨਿਤ ਨਿਤ ਜੀਅੜੇ ਸਮਾਲੀਅਨਿ ਦੇਖੈਗਾ ਦੇਵਣਹਾਰੁ ॥ કાયમ જીવોની સંભાળ થઇ રહી છે દાન દેનાર માલિક સંભાળ લે છે
ਤੇਰੇ ਦਾਨੈ ਕੀਮਤਿ ਨਾ ਪਵੈ ਤਿਸੁ ਦਾਤੇ ਕਵਣੁ ਸੁਮਾਰੁ ॥੨॥ દાનનું મૂલ્ય તારાથી ચૂકવાઈ શકતું નથી એ દાન દેનારનો અંદાજો શું હોઈ ।।૨।।
ਸੰਬਤਿ ਸਾਹਾ ਲਿਖਿਆ ਮਿਲਿ ਕਰਿ ਪਾਵਹੁ ਤੇਲੁ ॥ એ વર્ષ અને એ દિવસ નિશ્ચિન્ત છે બધી માતાઓ તમે મળીને મને તેલ નાખી દો
ਦੇਹੁ ਸਜਣ ਅਸੀਸੜੀਆ ਜਿਉ ਹੋਵੈ ਸਾਹਿਬ ਸਿਉ ਮੇਲੁ ॥੩॥ હે સજ્જન સહેલીઓ મને ખુબ સારા આશીર્વાદ પણ આપો જેથી પ્રભુપતિ સાથે મારો મેળાપ થઇ જાય ।।૩।।
ਘਰਿ ਘਰਿ ਏਹੋ ਪਾਹੁਚਾ ਸਦੜੇ ਨਿਤ ਪਵੰਨਿ ॥ આ મૃત્યુની ચિઠ્ઠી દરેક ઘરમાં આવી રહી છે અને આ આમંત્રણ પણ રોજ આવી રહ્યા છે
ਸਦਣਹਾਰਾ ਸਿਮਰੀਐ ਨਾਨਕ ਸੇ ਦਿਹ ਆਵੰਨਿ ॥੪॥੧॥ એ આમંત્રણ આપનાર પ્રભુરૂપી પતિને હંમેશા યાદ રાખવા જોઈએ હે નાનક આપણા પણ એ દિવસો આવી રહ્યા છે . ।।4।। ।।1।।
ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ રાગ આશા મહેલ ૧,
ਛਿਅ ਘਰ ਛਿਅ ਗੁਰ ਛਿਅ ਉਪਦੇਸ ॥ છ શાસ્ત્રો છે છ ગુરુ છે અને છ એના સિધ્ધાંતો છે,
ਗੁਰੁ ਗੁਰੁ ਏਕੋ ਵੇਸ ਅਨੇਕ ॥੧॥ પણ આ બધાનો મૂળ ગુરુ એક જ છે પ્રભુના સ્વરૂપ અનેક છે ।।૧।।
ਬਾਬਾ ਜੈ ਘਰਿ ਕਰਤੇ ਕੀਰਤਿ ਹੋਇ ॥ હે ભાઈ! જે ઘરમાં કરનારની મહિમા થાય છે
ਸੋ ਘਰੁ ਰਾਖੁ ਵਡਾਈ ਤੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ એ ઘર ને સાંભળીને રાખ એમાં તારી ભલાઇ છે ।।૧।। વિરામ
ਵਿਸੁਏ ਚਸਿਆ ਘੜੀਆ ਪਹਰਾ ਥਿਤੀ ਵਾਰੀ ਮਾਹੁ ਹੋਆ ॥ જેમ પલકારા ક્ષણ ઘડી પ્રહર સ્થિતિ વાર મહિના અને અન્ય ઋતુ છે
ਸੂਰਜੁ ਏਕੋ ਰੁਤਿ ਅਨੇਕ ॥ પણ સુરજ એક જ છે,
ਨਾਨਕ ਕਰਤੇ ਕੇ ਕੇਤੇ ਵੇਸ ॥੨॥੨॥ એમ હે નાનક કરનાર પ્રભુના અનેક સ્વરૂપ છે ।।૨।।૨।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top