Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-11

Page 11

ਤੂੰ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਜੀ ਹਰਿ ਏਕੋ ਪੁਰਖੁ ਸਮਾਣਾ ॥ હે હરિ! તું બધા શરીર માં વ્યાપક છે, તું બધા જીવો માં એક રસ હાજર છે તું એક પોતે જ બધા માં સમાયેલો છે
ਇਕਿ ਦਾਤੇ ਇਕਿ ਭੇਖਾਰੀ ਜੀ ਸਭਿ ਤੇਰੇ ਚੋਜ ਵਿਡਾਣਾ ॥ તો પણ ઘણા જીવ દાની છે, ઘણા જીવ ભિખારી છે, આ બધા જ તારા આશ્ચર્યજનક તમાશા છે
ਤੂੰ ਆਪੇ ਦਾਤਾ ਆਪੇ ਭੁਗਤਾ ਜੀ ਹਉ ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਜਾਣਾ ॥ તું પોતે જ દાન દેવાવાળો છે તથા તું પોતે જ તે દાનનો ઉપયોગ કરવાવાળો છે
ਤੂੰ ਪਾਰਬ੍ਰਹਮੁ ਬੇਅੰਤੁ ਬੇਅੰਤੁ ਜੀ ਤੇਰੇ ਕਿਆ ਗੁਣ ਆਖਿ ਵਖਾਣਾ ॥ આખી સૃષ્ટિમાં હું તારા સિવાય બીજા કોઈ ને નથી ઓળખતો, હું તારા ક્યાં ક્યાં ગુણ ગાય ને સમજાવું?
ਜੋ ਸੇਵਹਿ ਜੋ ਸੇਵਹਿ ਤੁਧੁ ਜੀ ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਨ ਕੁਰਬਾਣਾ ॥੨॥ હે પ્રભુ ! તું અંત વગર ના પરબ્રહ્મ છો, જે મનુષ્ય તને યાદ કરે છે તારું સ્મરણ કરે છે, તારા દાસ નાનક તેના પર કુરબાન થઈ જાય છે।।૩।।
ਹਰਿ ਧਿਆਵਹਿ ਹਰਿ ਧਿਆਵਹਿ ਤੁਧੁ ਜੀ ਸੇ ਜਨ ਜੁਗ ਮਹਿ ਸੁਖਵਾਸੀ ॥ હે પ્રભુજી! જે લોકો તમને યાદ કરે છે, તમારું ધ્યાન ધરે છે તે લોકો પોતાના જીવનમાં સુખી રહે છે
ਸੇ ਮੁਕਤੁ ਸੇ ਮੁਕਤੁ ਭਏ ਜਿਨ ਹਰਿ ਧਿਆਇਆ ਜੀ ਤਿਨ ਤੂਟੀ ਜਮ ਕੀ ਫਾਸੀ ॥ જે લોકો એ હરિ ના નામ નું સ્મરણ કર્યું છે તે હમેંશા માટે માયા ના બંધનો માંથી મુક્ત થઈ ગયા છે અને તેમની યરાજ ની ફાંસી તૂટી ગઈ છે
ਜਿਨ ਨਿਰਭਉ ਜਿਨ ਹਰਿ ਨਿਰਭਉ ਧਿਆਇਆ ਜੀ ਤਿਨ ਕਾ ਭਉ ਸਭੁ ਗਵਾਸੀ ॥ જે લોકો એ હંમેશા નિર્ભય પ્રભુ નું નામ સ્મરણ કર્યું છે, પ્રભુ તેના બધા ડર દૂર કરે છે
ਜਿਨ ਸੇਵਿਆ ਜਿਨ ਸੇਵਿਆ ਮੇਰਾ ਹਰਿ ਜੀ ਤੇ ਹਰਿ ਹਰਿ ਰੂਪਿ ਸਮਾਸੀ ॥ જે મનુષ્ય વ્હાલા પ્રભુ ને હંમેશા યાદ કરે છે, તે પ્રભુ ના રૂપ માં લિન થઈ ગયા છે
ਸੇ ਧੰਨੁ ਸੇ ਧੰਨੁ ਜਿਨ ਹਰਿ ਧਿਆਇਆ ਜੀ ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਨ ਬਲਿ ਜਾਸੀ ॥੩॥ નસીબદાર છે તે મનુષ્ય, ધન્ય છે તે લોકો જેને પ્રભુના નામ નું સ્મરણ કર્યું છે, દાસ નાનક તેના પર કુરબાન થઈ જાય છે।।૩।।
ਤੇਰੀ ਭਗਤਿ ਤੇਰੀ ਭਗਤਿ ਭੰਡਾਰ ਜੀ ਭਰੇ ਬਿਅੰਤ ਬੇਅੰਤਾ ॥ હે પ્રભુ! તારી ભક્તિના અંત વગરના ખજાના ભર્યા પડ્યા છે
ਤੇਰੇ ਭਗਤ ਤੇਰੇ ਭਗਤ ਸਲਾਹਨਿ ਤੁਧੁ ਜੀ ਹਰਿ ਅਨਿਕ ਅਨੇਕ ਅਨੰਤਾ ॥ અનેક અને અંત વગર ના તારા ભક્તો તારી મહિમા કરી રહ્યા છે
ਤੇਰੀ ਅਨਿਕ ਤੇਰੀ ਅਨਿਕ ਕਰਹਿ ਹਰਿ ਪੂਜਾ ਜੀ ਤਪੁ ਤਾਪਹਿ ਜਪਹਿ ਬੇਅੰਤਾ ॥ હે હરિ! અનેક જીવ તારી પૂજા કરે છે, અનેક જીવ તને મળવા માટે તારું તપ અને ધ્યાન કરે છે
ਤੇਰੇ ਅਨੇਕ ਤੇਰੇ ਅਨੇਕ ਪੜਹਿ ਬਹੁ ਸਿਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਜੀ ਕਰਿ ਕਿਰਿਆ ਖਟੁ ਕਰਮ ਕਰੰਤਾ ॥ તારા અનેક સેવક તારી સ્મૃતિઓ અને શાસ્ત્ર વાંચે છે અને તેને બતાડેલ છ ધાર્મિક કર્મો અને કર્મો કરતા રહે છે
ਸੇ ਭਗਤ ਸੇ ਭਗਤ ਭਲੇ ਜਨ ਨਾਨਕ ਜੀ ਜੋ ਭਾਵਹਿ ਮੇਰੇ ਹਰਿ ਭਗਵੰਤਾ ॥੪॥ હે દાસ નાનક! તે ભક્ત ભલે છે, જે વ્હાલા હરિ ભગવંત ને વ્હાલા લાગે છે।।૪।।
ਤੂੰ ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਕਰਤਾ ਜੀ ਤੁਧੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥ હે પ્રભુ! તું આખા જગત નું મૂળ છે,બધા માં વ્યાપક છે, બધાને જન્મ દેવાવાળો છે, તારા જવું બીજું કોઈ નથી
ਤੂੰ ਜੁਗੁ ਜੁਗੁ ਏਕੋ ਸਦਾ ਸਦਾ ਤੂੰ ਏਕੋ ਜੀ ਤੂੰ ਨਿਹਚਲੁ ਕਰਤਾ ਸੋਈ ॥ તું દરેક યુગમાં એક પોતે તું જ છે,તું હંમેશા પોતે જ પોતે જ છે તું હમેંશા નિયમિત રહેવાવાળો છે, તું બધાને જન્મ દેવાવાળો છે, બધાની સંભાળ લેવાવાળો છે
ਤੁਧੁ ਆਪੇ ਭਾਵੈ ਸੋਈ ਵਰਤੈ ਜੀ ਤੂੰ ਆਪੇ ਕਰਹਿ ਸੁ ਹੋਈ ॥ હે પ્રભુ! જગતમાં તે જ હોય છે જે તમને પોતાને સારું લાગે છે, તે જ થાય છે જે તું પોતે કરે છે
ਤੁਧੁ ਆਪੇ ਸ੍ਰਿਸਟਿ ਸਭ ਉਪਾਈ ਜੀ ਤੁਧੁ ਆਪੇ ਸਿਰਜਿ ਸਭ ਗੋਈ ॥ હે પ્રભુ! આખી સૃષ્ટિ તે જ બનાવેલી છે તે પોતે જ બનાવેલી છે અને તું પોતે જ એનો નાશ કરે છે
ਜਨੁ ਨਾਨਕੁ ਗੁਣ ਗਾਵੈ ਕਰਤੇ ਕੇ ਜੀ ਜੋ ਸਭਸੈ ਕਾ ਜਾਣੋਈ ॥੫॥੧॥ દાસ નાનક એ ફરજ ના ગુણ ગાય છે જે દરેક જીવ ના દિલ નું જાણવા વાળો છે।।૫।।૧।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ ૪ ।।
ਤੂੰ ਕਰਤਾ ਸਚਿਆਰੁ ਮੈਡਾ ਸਾਂਈ ॥ હે પ્રભુ! હું બધાને જન્મ દેવાવાળો છે, તું હંમેશા નિયમિત રહેવા વાળો છે, તું જ મારો માલિક છે
ਜੋ ਤਉ ਭਾਵੈ ਸੋਈ ਥੀਸੀ ਜੋ ਤੂੰ ਦੇਹਿ ਸੋਈ ਹਉ ਪਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જગતમાં તે જ બધું થાય છે જે તમને ગમે છે, તું જે કાંઈ પણ મને આપે છે એ જ મને મળી શકે છે।।૧।। વિરામ ।।
ਸਭ ਤੇਰੀ ਤੂੰ ਸਭਨੀ ਧਿਆਇਆ ॥ હે પ્રભુ! આખી સૃષ્ટિ તારી જ બનાવેલી છે, બધા જીવ તને જ યાદ કરે છે
ਜਿਸ ਨੋ ਕ੍ਰਿਪਾ ਕਰਹਿ ਤਿਨਿ ਨਾਮ ਰਤਨੁ ਪਾਇਆ ॥ જેના પર તું કૃપા કરે છે તેને તારું રત્ન જેવું કિંમતી નામ શોધી લીધું છે
ਗੁਰਮੁਖਿ ਲਾਧਾ ਮਨਮੁਖਿ ਗਵਾਇਆ ॥ જે પોતાના મન પાછળ ચાલ્યા, તેને ખોઈ દીધું, જીવ ને તું પોતે જ જોડે છે અને પોતે જ પોતાના થી મળાવે છે ।।૧।।
ਤੁਧੁ ਆਪਿ ਵਿਛੋੜਿਆ ਆਪਿ ਮਿਲਾਇਆ ॥੧॥ ઓ ’ભગવાન, તમે સ્વયં-ઇચ્છાથી પોતાને જુદા કરો. તમે સ્વયં ગુરુઓના અનુયાયીઓને તમારી સાથે જોડો.
ਤੂੰ ਦਰੀਆਉ ਸਭ ਤੁਝ ਹੀ ਮਾਹਿ ॥ હે પ્રભુ! તું જીવન નો જાણે એક દરિયો છે, બધા જીવો જાણે તારામાં જ તરે છે
ਤੁਝ ਬਿਨੁ ਦੂਜਾ ਕੋਈ ਨਾਹਿ ॥ તારા વગર બીજું કોઈ નથી
ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਤੇਰਾ ਖੇਲੁ ॥ આ બધા જીવ જંતુ તે જ કરેલી રમત છે
ਵਿਜੋਗਿ ਮਿਲਿ ਵਿਛੁੜਿਆ ਸੰਜੋਗੀ ਮੇਲੁ ॥੨॥ જેના માથા પર જુદા પડવાનો લેખ છે તે માનવ જન્મ પ્રાપ્ત કરી ને પણ તારા થી જુદો છેપરંતુ સંજોગ ના લેખ થી મિલન થઈ જાય છે।।૨।।
ਜਿਸ ਨੋ ਤੂ ਜਾਣਾਇਹਿ ਸੋਈ ਜਨੁ ਜਾਣੈ ॥ હે પ્રભુ! જે મનુષ્ય ને તું પોતે સમજ આપે છે તે મનુષ્ય જીવન નો સાચો રસ્તો સમજે છે
ਹਰਿ ਗੁਣ ਸਦ ਹੀ ਆਖਿ ਵਖਾਣੈ ॥ હે પ્રભુ! તે મનુષ્ય હંમેશા તારા ગુણ ગાય છે અને લોકો ને બોલી બોલી ને સંભળાવે છે
ਜਿਨਿ ਹਰਿ ਸੇਵਿਆ ਤਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥ હે ભાઈ! જે મનુષ્ય એ પરમાત્મા નું નામ સ્મરણ કર્યું છે તેને સુખ પ્રાપ્ત કર્યું છે
ਸਹਜੇ ਹੀ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਇਆ ॥੩॥ તે મનુષ્ય હંમેશા આધ્યાત્મિક અવ્યવસ્થા માં રહીને પ્રભુ ના નામ માં લિન રહે છે।।૩।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top