GUJARATI PAGE 13

ਰਾਗੁ ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੧ ॥
ધનશ્રી રાગ મહેલ ૧

ਗਗਨ ਮੈ ਥਾਲੁ ਰਵਿ ਚੰਦੁ ਦੀਪਕ ਬਨੇ ਤਾਰਿਕਾ ਮੰਡਲ ਜਨਕ ਮੋਤੀ ॥
આખું આકાશ થાળી છે અને સૂર્ય ચંદ્ર દીવા બનેલા છે. તારા મંડળ જેમ કે મોટી થાળમાં રાખેલા છે

ਧੂਪੁ ਮਲਆਨਲੋ ਪਵਣੁ ਚਵਰੋ ਕਰੇ ਸਗਲ ਬਨਰਾਇ ਫੂਲੰਤ ਜੋਤੀ ॥੧॥
મલય પર્વત પરથી આવનારી હવા જાણે ધૂપ છે હવા ફરકી રહી છે અને બધી વનસ્પતિ જ્યોતિરૂપ માટે ફૂલ આપી રહી છે ।।૧।।

ਕੈਸੀ ਆਰਤੀ ਹੋਇ ॥ ਭਵ ਖੰਡਨਾ ਤੇਰੀ ਆਰਤੀ ॥
કેવી સુંદર તારી આરતી થઇ રહી છે, હે જીવોના જન્મ મરણનું નાશ કરવાવાળા તારી આરતી થઇ રહી છે

ਅਨਹਤਾ ਸਬਦ ਵਾਜੰਤ ਭੇਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥
એક જ જીવન તરંગો નાગર વગાડી રહી છે ।।૧।। વિરામ ।।

ਸਹਸ ਤਵ ਨੈਨ ਨਨ ਨੈਨ ਹਹਿ ਤੋਹਿ ਕਉ ਸਹਸ ਮੂਰਤਿ ਨਨਾ ਏਕ ਤੋੁਹੀ ॥
હે પ્રભુ! હજારો તારી આંખો છે પણ નિરાકાર તારી કોઈ આંખો નથી હજારો તારા ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.

ਸਹਸ ਪਦ ਬਿਮਲ ਨਨ ਏਕ ਪਦ ਗੰਧ ਬਿਨੁ ਸਹਸ ਤਵ ਗੰਧ ਇਵ ਚਲਤ ਮੋਹੀ ॥੨॥
હજારો તારા સુંદર પગ છે પણ એક પણ તારો પગ નથી હજારો તારા નાક છે પરંતુ નાક વિના જ છે તારા આવા ચમત્કારોએમને હેરાન કરેલો છે ।।૨।।

ਸਭ ਮਹਿ ਜੋਤਿ ਜੋਤਿ ਹੈ ਸੋਇ ॥
બધા જીવોમાં એક એ જ પ્રભુની જ્યોતિજાગી રહી છે

ਤਿਸ ਦੈ ਚਾਨਣਿ ਸਭ ਮਹਿ ਚਾਨਣੁ ਹੋਇ ॥
એ જ્યોતિના પ્રકાશથી બધા જીવોમાં પ્રકાશ છે

ਗੁਰ ਸਾਖੀ ਜੋਤਿ ਪਰਗਟੁ ਹੋਇ ॥
પણ આ જ્યોતિનું જ્ઞાન ગુરુની શિક્ષાથી જ થાય છે

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੁ ਆਰਤੀ ਹੋਇ ॥੩॥
આરતી એ છે કે જે કાંઈપણ એની મંજુરીમાં થઇ રહ્યું છે એ જીવોને સારું લાગે ।।૩।।

ਹਰਿ ਚਰਣ ਕਵਲ ਮਕਰੰਦ ਲੋਭਿਤ ਮਨੋ ਅਨਦਿਨੋੁ ਮੋਹਿ ਆਹੀ ਪਿਆਸਾ ॥
હે હરિ! તમારા ચરણરૂપી કમળ ફૂલો માટે મારુ મન લલચાય છે દરરોજ મને આ રસની તરસ લાગેલી હોઈ છે

ਕ੍ਰਿਪਾ ਜਲੁ ਦੇਹਿ ਨਾਨਕ ਸਾਰਿੰਗ ਕਉ ਹੋਇ ਜਾ ਤੇ ਤੇਰੈ ਨਾਇ ਵਾਸਾ ॥੪॥੩॥
મને નાનકરૂપી પપૈયાને પોતાની કૃપાનું જળ આપ જેથી હું તારા નામમાં ટકી રહું ।।૪।।૩।।

ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਮਹਲਾ ੪ ॥
ગૌરી રાગ, પૂર્વ મહેલ ૪,

ਕਾਮਿ ਕਰੋਧਿ ਨਗਰੁ ਬਹੁ ਭਰਿਆ ਮਿਲਿ ਸਾਧੂ ਖੰਡਲ ਖੰਡਾ ਹੇ ॥
શહેર કામ અને ક્રોધથી ભરેલું રહે છે ગુરુને મળીને જ એનો ઉપાય કરી શકાય

ਪੂਰਬਿ ਲਿਖਤ ਲਿਖੇ ਗੁਰੁ ਪਾਇਆ ਮਨਿ ਹਰਿ ਲਿਵ ਮੰਡਲ ਮੰਡਾ ਹੇ ॥੧॥
જે માણસને પહેલાના કર્મ સંજોગોથી ગુરુ મળી જાય છે એના મનમાં પરમાત્માની લગન લાગી જાય છે ।।૧।।

ਕਰਿ ਸਾਧੂ ਅੰਜੁਲੀ ਪੁਨੁ ਵਡਾ ਹੇ ॥
ગુરુ આગળ હાથ જોડ એ બહુ ભલાઈનું કામ છે

ਕਰਿ ਡੰਡਉਤ ਪੁਨੁ ਵਡਾ ਹੇ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ આગળ માથું ઝુકાવી દો એ બહુ સારું કામ છે ।।૧।। વિરામ

ਸਾਕਤ ਹਰਿ ਰਸ ਸਾਦੁ ਨ ਜਾਣਿਆ ਤਿਨ ਅੰਤਰਿ ਹਉਮੈ ਕੰਡਾ ਹੇ ॥
જે માણસ પરમાત્માથી તૂટેલા છે એ એમના નામના રસનો સ્વાદ સમજી શકતા નથી એમના મનમાં અહંકારનો કાંટો ખૂંચેલો છે

ਜਿਉ ਜਿਉ ਚਲਹਿ ਚੁਭੈ ਦੁਖੁ ਪਾਵਹਿ ਜਮਕਾਲੁ ਸਹਹਿ ਸਿਰਿ ਡੰਡਾ ਹੇ ॥੨॥
જ્યાં જ્યાં તેઓ ચાલે છે ત્યાં એનો કાંટો ખૂંચે છે એમને દુઃખ મળે છે અને પોતાના માથા પર મોત રૂપી દંડો સહન કરવો પડે છે ।।૨।।

ਹਰਿ ਜਨ ਹਰਿ ਹਰਿ ਨਾਮਿ ਸਮਾਣੇ ਦੁਖੁ ਜਨਮ ਮਰਣ ਭਵ ਖੰਡਾ ਹੇ ॥
પ્રભુના પ્યારા લોકો પ્રભુ નામમાં જોડાયેલા રહે છે એમના સંસારનો જન્મ મરણનો કાંટો નાશ પામે છે

ਅਬਿਨਾਸੀ ਪੁਰਖੁ ਪਾਇਆ ਪਰਮੇਸਰੁ ਬਹੁ ਸੋਭ ਖੰਡ ਬ੍ਰਹਮੰਡਾ ਹੇ ॥੩॥
એને નાશ્વત પ્રભુ મળી જાય છે અને એની શોભા આખા જગતમાં થઇ જાય છે ।।૩।।

ਹਮ ਗਰੀਬ ਮਸਕੀਨ ਪ੍ਰਭ ਤੇਰੇ ਹਰਿ ਰਾਖੁ ਰਾਖੁ ਵਡ ਵਡਾ ਹੇ ॥
હે પ્રભુ! અમે જીવો તારા દર પર ભિખારી છીએ તું સૌથી મોટો મદદગાર છે અમને બચાવી લે

ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਅਧਾਰੁ ਟੇਕ ਹੈ ਹਰਿ ਨਾਮੇ ਹੀ ਸੁਖੁ ਮੰਡਾ ਹੇ ॥੪॥੪॥
હે પ્રભુ! તારા દાસ નાનકને તારો આસરો છે તારા નામનો સહારો છે તારા નામમાં જોડાવાથી જ સુખ મળે છે ।।૪।।૪।।

ਰਾਗੁ ਗਉੜੀ ਪੂਰਬੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ પૂર્વ મહેલ ૫

ਕਰਉ ਬੇਨੰਤੀ ਸੁਣਹੁ ਮੇਰੇ ਮੀਤਾ ਸੰਤ ਟਹਲ ਕੀ ਬੇਲਾ ॥
હે મારા મિત્રો સાંભળો હું વિનંતી કરું છું ગુરુ શરણમાં સેવા કરવાની આ વેળા છે

ਈਹਾ ਖਾਟਿ ਚਲਹੁ ਹਰਿ ਲਾਹਾ ਆਗੈ ਬਸਨੁ ਸੁਹੇਲਾ ॥੧॥
આ જન્મમાં પ્રભુનામની કમાણી કરીને જાશો અને પરલોકમાં સુખી નિવાસ થઇ જશે ।।૧।।

ਅਉਧ ਘਟੈ ਦਿਨਸੁ ਰੈਣਾਰੇ ॥ ਮਨ ਗੁਰ ਮਿਲਿ ਕਾਜ ਸਵਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
હે મારા મન! દિવસ રાત ઉમર ઘટી રહી છે, હે મન! ગુરુને મળીને ઉદેશ્ય સફળ કર ।।૧।।વિરામ।।

ਇਹੁ ਸੰਸਾਰੁ ਬਿਕਾਰੁ ਸੰਸੇ ਮਹਿ ਤਰਿਓ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ॥
આ જગત વિકારોથી ભરપુર છે એ જ માણસ નીકળી શકે જેને પ્રભુ સાથે ઓળખાણ હોઈ

ਜਿਸਹਿ ਜਗਾਇ ਪੀਆਵੈ ਇਹੁ ਰਸੁ ਅਕਥ ਕਥਾ ਤਿਨਿ ਜਾਨੀ ॥੨॥
જે માણસને પ્રભુ સ્વયં જગાડીને નામરૂપી અમૃત પીવડાવે એ માણસે અવર્ણનીય પ્રભુની વાતની રીત શીખી લીધી છે ।।૨।।જે કામ માટે આવ્યા છો એનો વેપાર કરો એ પ્રભુનામ ગુરુ દ્વારા જ મનમાં વસી શકે છે

ਨਿਜ ਘਰਿ ਮਹਲੁ ਪਾਵਹੁ ਸੁਖ ਸਹਜੇ ਬਹੁਰਿ ਨ ਹੋਇਗੋ ਫੇਰਾ ॥੩॥
આત્મિક આનંદ અને અડગતા માં ટકીને પોતાના અંદર જ પ્રભુનું નિવાસ શોધી લો આથી ફરી જન્મ મરણના ફેરામાં પડવું નહિ પડે ।।૩।।

ਅੰਤਰਜਾਮੀ ਪੁਰਖ ਬਿਧਾਤੇ ਸਰਧਾ ਮਨ ਕੀ ਪੂਰੇ ॥
હે દરેકના ની વાત સાંભળવાવાળા સર્વવ્યાપક નિર્માતામારા મનની ઈચ્છા પુરી કર

ਨਾਨਕ ਦਾਸੁ ਇਹੈ ਸੁਖੁ ਮਾਗੈ ਮੋ ਕਉ ਕਰਿ ਸੰਤਨ ਕੀ ਧੂਰੇ ॥੪॥੫॥
દાસ નાનક તારી પાસે એ જ સુખ માંગે છે કે મને સંતોના ચરણની ધૂળ બનાવી દે ।।૪।।૫।।

error: Content is protected !!