Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-110

Page 110

ਸੇਵਾ ਸੁਰਤਿ ਸਬਦਿ ਚਿਤੁ ਲਾਏ ॥ ગુરુની કૃપાથી તે મનુષ્ય સેવામાં ધ્યાન ટકાવે છે, ગુરુના શબ્દમાં મન જોડે છે.
ਹਉਮੈ ਮਾਰਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਵਣਿਆ ॥੧॥ આ રીતે, તે પોતાની અંદરથી અહંકારને મારીને માયાનો મોહ દૂર કરે છે અને હંમેશા આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਤਿਗੁਰ ਕੈ ਬਲਿਹਾਰਣਿਆ ॥ હું હંમેશા ગુરૂથી બલિદાન આપું છું કુરબાન છું.
ਗੁਰਮਤੀ ਪਰਗਾਸੁ ਹੋਆ ਜੀ ਅਨਦਿਨੁ ਹਰਿ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની બુદ્ધિ લઈને જ મનુષ્યની અંદર સાચા જીવન માટે આધ્યાત્મિક પ્રકાશ થાય છે અને મનુષ્ય દરરોજ દરેક સમયે પરમાત્માની મહિમા કરતો રહે છે ।।૧।।વિરામ।।
ਤਨੁ ਮਨੁ ਖੋਜੇ ਤਾ ਨਾਉ ਪਾਏ ॥ જ્યારે મનુષ્ય પોતાના મનને શોધતો રહે પોતાના શરીરને શોધતો રહે ત્યારે પરમાત્માનું નામ પ્રાપ્ત કરી લે છે.
ਧਾਵਤੁ ਰਾਖੈ ਠਾਕਿ ਰਹਾਏ ॥ અને આ રીતે વિકારો તરફ દોડતા મનને કાબુમાં કરી લે છે, રોકીને પ્રભુ ચરણોમાં જોડી રાખે છે.
ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਅਨਦਿਨੁ ਗਾਵੈ ਸਹਜੇ ਭਗਤਿ ਕਰਾਵਣਿਆ ॥੨॥ જે મનુષ્ય દરેક વખતે ગુરુની વાણી ગાતો રહે છે, આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને પરમાત્માની ભક્તિ કરતો રહે છે ।।૨।।
ਇਸੁ ਕਾਇਆ ਅੰਦਰਿ ਵਸਤੁ ਅਸੰਖਾ ॥ અનંત ગુણોનાં માલિક પ્રભુ મનુષ્યના આ શરીરની અંદર જ વસે છે.
ਗੁਰਮੁਖਿ ਸਾਚੁ ਮਿਲੈ ਤਾ ਵੇਖਾ ॥ ગુરુની સામે રહીને જ્યારે મનુષ્યને હંમેશા સ્થિર પ્રભુનું નામ પ્રાપ્ત થાય છે તો પોતાની અંદર વસતા પ્રભુના દર્શન કરે છે
ਨਉ ਦਰਵਾਜੇ ਦਸਵੈ ਮੁਕਤਾ ਅਨਹਦ ਸਬਦੁ ਵਜਾਵਣਿਆ ॥੩॥ ત્યારે મનુષ્ય નવ દરવાજાની વાસનાઓથી ઊંચા થઈને દસમાં દરવાજે પહોંચીને વિકારોથી મુક્ત થઈ જાય છે અને પોતાની અંદર એક રસ મહિમાની વાણીનો અભ્યાસ કરે છે ।।૩।।
ਸਚਾ ਸਾਹਿਬੁ ਸਚੀ ਨਾਈ ॥ માલિક પ્રભુ હંમેશા કાયમ રહેનાર છે. તેની મોટાઈ પણ હંમેશા કાયમ રહેનાર છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਮੰਨਿ ਵਸਾਈ ॥ હે ભાઈ! ગુરુની કૃપાથી તેને પોતાના મનમાં ટકાવી રાખ.
ਅਨਦਿਨੁ ਸਦਾ ਰਹੈ ਰੰਗਿ ਰਾਤਾ ਦਰਿ ਸਚੈ ਸੋਝੀ ਪਾਵਣਿਆ ॥੪॥ જે મનુષ્ય પ્રભુની મહિમાને મનમાં વસાવે છે, તે દરેક સમય હંમેશા પ્રભુના પ્રેમમાં મસ્ત રહે છે. આ રીતે હંમેશા સ્થિર પ્રભુની હાજરીમાં પહોંચેલો તે મનુષ્ય સાચા જીવનની સમજ પ્રાપ્ત કરે છે ।।૪।।
ਪਾਪ ਪੁੰਨ ਕੀ ਸਾਰ ਨ ਜਾਣੀ ॥ જે મનુષ્યએ સારા ખરાબ કામની સમજદારી ના કરી, જે મનુષ્યનું ધ્યાન માયાના મોહમાં ટકેલું રહે છે.
ਦੂਜੈ ਲਾਗੀ ਭਰਮਿ ਭੁਲਾਣੀ ॥ જે માયાની ભટકનમાં પડીને ખોટા રસ્તા પર પડેલો રહે છે,
ਅਗਿਆਨੀ ਅੰਧਾ ਮਗੁ ਨ ਜਾਣੈ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵਣ ਜਾਵਣਿਆ ॥੫॥ તે માયાના મોહમાં અંધ થયેલો મનુસ્ય જીવનનો સાચો રસ્તો નથી સમજતો, તે ફરી ફરીને જન્મ મરણના ચક્કરમાં પડેલો રહે છે ।।૫।।
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ॥ ગુરુની બતાવેલી સેવા દ્વારા મનુષ્ય હંમેશા અધ્યાત્મિક આનંદને પ્રાપ્ત કરે છે.
ਹਉਮੈ ਮੇਰਾ ਠਾਕਿ ਰਹਾਇਆ ॥ અહંકાર અને મમતાને રોકીને વશમાં રાખે છે.
ਗੁਰ ਸਾਖੀ ਮਿਟਿਆ ਅੰਧਿਆਰਾ ਬਜਰ ਕਪਾਟ ਖੁਲਾਵਣਿਆ ॥੬॥ ગુરુની શિક્ષા પર ચાલીને તેની અંદરથી માયાના મોહનો અંધકાર દૂર થઇ જાય છે. તેનો માયાના મોહને તે વજ્ર દરવાજા ખુલી જાય છે, જેમાં તેનું ધ્યાન જકડી પડ્યું હતું ।।૬।।
ਹਉਮੈ ਮਾਰਿ ਮੰਨਿ ਵਸਾਇਆ ॥ જેને પોતાની અંદરથી અહંકાર દૂર કરીને, જે મનુષ્યએ હંમેશા ગુરૂના ચરણોમાં પોતાનું ચિત્ત જોડી રાખ્યું,
ਗੁਰ ਚਰਣੀ ਸਦਾ ਚਿਤੁ ਲਾਇਆ ॥ પોતાના મનમાં ગુરુના શબ્દ વસાવી રાખ્યા,
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਮਨੁ ਤਨੁ ਨਿਰਮਲੁ ਨਿਰਮਲ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੭॥ ગુરુની કૃપાથી તેનું મન પવિત્ર થઈ ગયું, તેનું શરીર પવિત્ર થઈ ગયું અને તે પવિત્ર પ્રભુનું નામ હંમેશા સ્મરણ કરતો રહે છે. ।।૭।।
ਜੀਵਣੁ ਮਰਣਾ ਸਭੁ ਤੁਧੈ ਤਾਈ ॥ હે પ્રભુ! જીવોનું જીવવું જીવોનું મૃત્યુ, બધું તારા હાથમાં છે.
ਜਿਸੁ ਬਖਸੇ ਤਿਸੁ ਦੇ ਵਡਿਆਈ ॥ હે ભાઈ! જે જીવ પર પ્રભુ કૃપા કરે છે, તેને પોતાના નામનું દાન આપીને મોટાઈ બક્ષે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇ ਸਦਾ ਤੂੰ ਜੰਮਣੁ ਮਰਣੁ ਸਵਾਰਣਿਆ ॥੮॥੧॥੨॥ હે નાનક! હંમેશા પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે. નામની કૃપાથી જન્મથી લઈને મૃત્યુ સુધી આખું જીવન સુંદર બની જાય છે ।।૮।।૧।।૨।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਨਿਰਮਲੁ ਅਗਮ ਅਪਾਰਾ ॥ પ્રેમાળ પ્રભુ પોતે પવિત્ર સ્વરૂપ છે અને અનંત છે.
ਬਿਨੁ ਤਕੜੀ ਤੋਲੈ ਸੰਸਾਰਾ ॥ તે ત્રાજવું વાપર્યા વગર જ આખા સંસારના જીવોના જીવનને પારખતો રહે છે,
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੋਈ ਬੂਝੈ ਗੁਣ ਕਹਿ ਗੁਣੀ ਸਮਾਵਣਿਆ ॥੧॥ દરેક જીવની અંદર વ્યાપક રહીને. આ ભેદને તે જ મનુષ્ય સમજે છે જે ગુરુની સાથે રહે છે. તે ગુરુ દ્વારા પરમાત્માના ગુણને ઉચ્ચારીને ગુણોના માલિક પ્રભુમાં લીન થયેલો રહે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હું હંમેશા તેને બલિદાન આપું છું, જે પરમાત્માનું નામ પોતાના મનમાં વસાવે છે.
ਜੋ ਸਚਿ ਲਾਗੇ ਸੇ ਅਨਦਿਨੁ ਜਾਗੇ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુમાં લગન લગાવી રાખે છે, તે દરેક સમય માયાના હમલા તરફથી સાવધાન રહે છે, અને હંમેશા સ્થિર રહેનાર પરમાત્માની હાજરીમાં શોભા મેળવે છે ।।૧।।વિરામ।।
ਆਪਿ ਸੁਣੈ ਤੈ ਆਪੇ ਵੇਖੈ ॥ પરમાત્મા પોતે જ બધા જીવોની પ્રાર્થના સાંભળે છે અને પોતે જ બધાની સંભાળ રાખે છે.
ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਸੋਈ ਜਨੁ ਲੇਖੈ ॥ જે જીવ પર પ્રભુ કૃપાની નજર કરે છે, તે જ મનુષ્ય તેના ઓટલે સ્વીકાર થાય છે.
ਆਪੇ ਲਾਇ ਲਏ ਸੋ ਲਾਗੈ ਗੁਰਮੁਖਿ ਸਚੁ ਕਮਾਵਣਿਆ ॥੨॥ જે મનુષ્યને પ્રભુ પોતે પોતાની યાદ માં જોડાયેલો રાખે છે, તે જ જોડાયેલો રહે છે. તે ગુરુની સાથે રહીને સદા સ્થિર નામ જપવાની કમાણી કરે છે ।।૨।।
ਜਿਸੁ ਆਪਿ ਭੁਲਾਏ ਸੁ ਕਿਥੈ ਹਥੁ ਪਾਏ ॥ પરંતુ, જે મનુષ્યને પ્રભુ પોતે ખોટા રસ્તે લગાવી દે, તે સાચી રાહ શોધવા માટે કોઈ અન્યનો આશરો લઈ શકતો નથી.
ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਸੁ ਮੇਟਣਾ ਨ ਜਾਏ ॥ પાછલા જન્મમાં કરેલા સંસ્કારોના લેખ ભૂંસી શકાતો નથી અને તે લેખ ખોટા રસ્તે રાખી મૂકે છે
ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ਸੇ ਵਡਭਾਗੀ ਪੂਰੈ ਕਰਮਿ ਮਿਲਾਵਣਿਆ ॥੩॥ જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી જાય છે. એ ખુબ ભાગ્યશાળી હોઈ છે. એને પુરી કૃપાથી પ્રભુ પોતાના ચરણોમાં મળાવી રાખે છે।।૩।।
ਪੇਈਅੜੈ ਧਨ ਅਨਦਿਨੁ ਸੁਤੀ ॥ જે જીવ-સ્ત્રી આ લોકમાં દરેક સમય માયાના મોહની ઊંઘમાં મસ્ત રહે છે.
ਕੰਤਿ ਵਿਸਾਰੀ ਅਵਗਣਿ ਮੁਤੀ ॥ તેને માલિક પ્રભુએ ભુલાવી દીધી છે. તે પોતાની ભૂલને કારણે ત્યાગેલી પડી છે.
ਅਨਦਿਨੁ ਸਦਾ ਫਿਰੈ ਬਿਲਲਾਦੀ ਬਿਨੁ ਪਿਰ ਨੀਦ ਨ ਪਾਵਣਿਆ ॥੪॥ તે જીવ-સ્ત્રી દરેક સમયે દુઃખી ભટકતી ફરે છે, પ્રભુ પતિના મેળાપ વિના તેને આત્મિક સુખ મળતું નથી ।।૪।।
ਪੇਈਅੜੈ ਸੁਖਦਾਤਾ ਜਾਤਾ ॥ જે જીવ-સ્ત્રીએ પિતાના ઘરમાં સુખ દેનાર પ્રભુ પતિ સાથે ગાઢ સંધિ રાખી મૂકી,
ਹਉਮੈ ਮਾਰਿ ਗੁਰ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥ જેને પોતાની અંદરથી અહંકાર દૂર કરીને ગુરુના શબ્દમાં જોડાઈને પ્રભુ પતિને ઓળખી લીધા,
ਸੇਜ ਸੁਹਾਵੀ ਸਦਾ ਪਿਰੁ ਰਾਵੇ ਸਚੁ ਸੀਗਾਰੁ ਬਣਾਵਣਿਆ ॥੫॥ તેના હ્રદયની પથારી સુંદર બની જાય છે, તે હંમેશા પ્રભુ પતિના મેળાપનો આનંદ લે છે, હંમેશા સ્થિર પ્રભુના નામનો તે પોતાના જીવનનો શણગાર બનાવી લે છે ।।૫।।


© 2017 SGGS ONLINE
Scroll to Top