Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-109

Page 109

ਮਾਂਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਝੂਠਾ ਮੰਗਣੁ ਜੇ ਕੋਈ ਮਾਗੈ ॥ જો કોઈ મનુષ્ય હંમેશા નાશવાન પદાર્થોની જ માંગ કરતો રહે અને નામ જપવાનું દાન ક્યારેય ના માંગે,
ਤਿਸ ਕਉ ਮਰਤੇ ਘੜੀ ਨ ਲਾਗੈ ॥ તેને આધ્યાત્મિક મૃત્યુ મરતા વાર નથી લાગતી.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜੋ ਸਦ ਹੀ ਸੇਵੈ ਸੋ ਗੁਰ ਮਿਲਿ ਨਿਹਚਲੁ ਕਹਣਾ ॥੧॥ જે મનુષ્ય હંમેશા જ સેવા-ભક્તિ કરતો રહે, તે ગુરુને મળીને માયાની તૃષ્ણા તરફથી સ્થિર થઈ ગયો કહેવામાં આવે છે. ।।૧।।
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਜਿਸ ਕੈ ਮਨਿ ਲਾਗੀ ॥ જે મનુષ્યના મનમાં પરમાત્માની પ્રેમ ભરેલી ભક્તિની લગન લાગી જાય છે,
ਗੁਣ ਗਾਵੈ ਅਨਦਿਨੁ ਨਿਤਿ ਜਾਗੀ ॥ જે મનુષ્ય દરરોજ હંમેશા માયાના હમલાથી સાવચેત રહીને પરમાત્માના ગુણ ગાય છે, તેનું બાવડું પકડીને તેને માલિક પ્રભુ પોતાની સાથે મેળવી લે છે.
ਬਾਹ ਪਕੜਿ ਤਿਸੁ ਸੁਆਮੀ ਮੇਲੈ ਜਿਸ ਕੈ ਮਸਤਕਿ ਲਹਣਾ ॥੨॥ પરંતુ, આ દાન તેને જ પ્રાપ્ત થાય છે, જેના માથા પર આ દાન મેળવવાનું લેખ હાજર હોય ।।૨।।
ਚਰਨ ਕਮਲ ਭਗਤਾਂ ਮਨਿ ਵੁਠੇ ॥ તેથી ભક્તોના મનમાં પરમાત્માના સુંદર ચરણો હંમેશા વસતા રહે છે.
ਵਿਣੁ ਪਰਮੇਸਰ ਸਗਲੇ ਮੁਠੇ ॥ પરમાત્માની ભક્તિ કરનારા લોકો જાણે છે કે પરમેશ્વરના ચરણોમાં જોડાયા વગર બધા જ જીવ માયાના કામાદિક દુતોના હાથે લુંટાય જાય છે.
ਸੰਤ ਜਨਾਂ ਕੀ ਧੂੜਿ ਨਿਤ ਬਾਂਛਹਿ ਨਾਮੁ ਸਚੇ ਕਾ ਗਹਣਾ ॥੩॥ જે મનુષ્ય આવા સંતોના ચરણ ધૂળની હંમેશા ઈચ્છા રાખે છે. તેને હંમેશા સ્થિર રહેનાર પરમાત્માનું નામ મળી જાય છે, જે તેના જીવનને શણગારી આપે છે ।।૩।।
ਊਠਤ ਬੈਠਤ ਹਰਿ ਹਰਿ ਗਾਈਐ ॥ હે ભાઈ! ઉઠતા બેસતા દરેક સમયે પરમાત્માની મહિમા કરવી જોઈએ
ਜਿਸੁ ਸਿਮਰਤ ਵਰੁ ਨਿਹਚਲੁ ਪਾਈਐ ॥ કારણ કે તેનું સ્મરણ કરવાથી પતિ પ્રભુ મળી જાય છે જે હંમેશા અટળ રહેનાર છે.
ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਹੋਇ ਦਇਆਲਾ ਤੇਰਾ ਕੀਤਾ ਸਹਣਾ ॥੪॥੪੩॥੫੦॥ નાનક કહે છે, હે પ્રભુ! જેના પર તું દયાવાન થાય છે તે ઉઠતા બેસતા તારું નામ સ્મરણ કરે છે અને આ રીતે તેને તારી રજા પ્રેમાળ લાગે છે ।।૪।।૪૩।।૫૦।।
ਰਾਗੁ ਮਾਝ ਅਸਟਪਦੀਆ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ રાગ માઝ અષ્ટપદી મહેલ ૧ ઘર ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે।।
ਸਬਦਿ ਰੰਗਾਏ ਹੁਕਮਿ ਸਬਾਏ ॥ જે તારા હુકમમાં ચાલે છે.
ਸਚੀ ਦਰਗਹ ਮਹਲਿ ਬੁਲਾਏ ॥ તે બધાને તારી હંમેશા સ્થિર દરબારમાં તારા મહેલમાં બોલાવી લેવામાં આવે છે.
ਸਚੇ ਦੀਨ ਦਇਆਲ ਮੇਰੇ ਸਾਹਿਬਾ ਸਚੇ ਮਨੁ ਪਤੀਆਵਣਿਆ ॥੧॥ હે હંમેશા સ્થિર રહેનાર! હે ગરીબો પર દયા કરનાર મારા માલિક! જેણે પોતાના મનને તારા હંમેશા સ્થિર નામ માં રાજી કરી લીધું છે, ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸਬਦਿ ਸੁਹਾਵਣਿਆ ॥ હું તેને કુરબાન છું. જેમને ગુરુના શબ્દ દ્વારા પોતાના જીવનને સુંદર બનાવી લીધું છે.
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ਗੁਰਮਤੀ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જેમણે આધ્યાત્મિક જીવન આપનાર નામ,હંમેશા સુખ આપનાર પ્રભુ નામ ગુરુની મતિ લઈને પોતાના મનમાં વસાવી લીધું છે ।।૧।।વિરામ।।
ਨਾ ਕੋ ਮੇਰਾ ਹਉ ਕਿਸੁ ਕੇਰਾ ॥ દુનિયામાં કોઈ પણ મારો હંમેશનો સાથી નથી. હું પણ કોઈનો હંમેશા માટેનો સાથી નથી.
ਸਾਚਾ ਠਾਕੁਰੁ ਤ੍ਰਿਭਵਣਿ ਮੇਰਾ ॥ મને હંમેશા માટે પાલનાર ફક્ત તે જ પ્રભુ છે. જે ત્રણેય ભવનોમાં વ્યાપક છે.
ਹਉਮੈ ਕਰਿ ਕਰਿ ਜਾਇ ਘਣੇਰੀ ਕਰਿ ਅਵਗਣ ਪਛੋਤਾਵਣਿਆ ॥੨॥ હું મોટો છું, હું મોટો છું’ – આ માન કરીને અનંત દુનિયા જગતથી ચાલી જઈ રહી છે. અભિમાનમાં વિકૃત દુનિયા પાપ કમાઈ કમાઇને પણ પસ્તાય છે ।।૨।।
ਹੁਕਮੁ ਪਛਾਣੈ ਸੁ ਹਰਿ ਗੁਣ ਵਖਾਣੈ ॥ જે મનુષ્ય પરમાત્માની રજાને સમજે છે, તે અભિમાન નથી કરતો, તે પરમાત્માની મહિમા કરે છે.
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਨਾਮਿ ਨੀਸਾਣੈ ॥ ગુરુના શબ્દ દ્વારા તે પ્રભુના નામમાં ટકીને, નામની રાહદારી સમેત અહીંથી જાય છે
ਸਭਨਾ ਕਾ ਦਰਿ ਲੇਖਾ ਸਚੈ ਛੂਟਸਿ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥੩॥ હંમેશા સ્થિર પ્રભુના ઓટલા પર બધા જીવોના કર્મોના લેખ હોય છે. આ લેખથી તે જ સુખી થાય છે જે નામથી પોતાના જીવનને સુંદર બનાવી લે છે ।।૩।।
ਮਨਮੁਖੁ ਭੂਲਾ ਠਉਰੁ ਨ ਪਾਏ ॥ પ્રભુ નામથી તૂટેલા મનનો ઈચ્છા મનુષ્ય કર્મોથી બચવા માટે કોઈ સ્થળ શોધી શકતો નથી
ਜਮ ਦਰਿ ਬਧਾ ਚੋਟਾ ਖਾਏ ॥ પોતાના કરેલા અવગુણોના બંધાયેલા યમરાજના ઓટલે ઈજા ખાય છે
ਬਿਨੁ ਨਾਵੈ ਕੋ ਸੰਗਿ ਨ ਸਾਥੀ ਮੁਕਤੇ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੪॥ આધ્યાત્મિક દુઃખ-કષ્ટના ઘાથી બચવા માટે પ્રભુના નામ વિના બીજો કોઈ સંગી સાથી થઈ શકતો નથી. યમરાજના આ ઘાથી તે જ બચે છે, જે પ્રભુનું નામ સ્મરણ કરે છે ।।૪।।
ਸਾਕਤ ਕੂੜੇ ਸਚੁ ਨ ਭਾਵੈ ॥ ખોટા મોહમાં ફસાયેલાને હંમેશા સ્થિર પ્રભુનું નામ સારું લાગતું નથી.
ਦੁਬਿਧਾ ਬਾਧਾ ਆਵੈ ਜਾਵੈ ॥ તેને મોહવાળી મારી-તારી પસંદ છે, તે મારી-તારીમાં ફસાયેલા જન્મ મરણના ચક્કરમાં પડે છે.
ਲਿਖਿਆ ਲੇਖੁ ਨ ਮੇਟੈ ਕੋਈ ਗੁਰਮੁਖਿ ਮੁਕਤਿ ਕਰਾਵਣਿਆ ॥੫॥ દુવિધાવાળા કરેલાં કર્મો અનુસાર, માથા પર દુવિધાના સંસ્કારોના લખેલા લેખ કોઈ ભૂંસી શકતું નથી, આ લેખથી તે જ છુટકારો મેળવે છે, જે ગુરુની શરણે પડે છે ।।૫।।
ਪੇਈਅੜੈ ਪਿਰੁ ਜਾਤੋ ਨਾਹੀ ॥ જે જીવ-સ્ત્રીએ પિતાના ઘરમાં પ્રભુ પતિ સાથે સંધિ નથી બનાવી,
ਝੂਠਿ ਵਿਛੁੰਨੀ ਰੋਵੈ ਧਾਹੀ ॥ ખોટા મોહને કારણે પ્રભુ ચરણોથી અલગ થયેલી તે અંતે ધ્રૂસકારા કરતી રોવે છે.
ਅਵਗਣਿ ਮੁਠੀ ਮਹਲੁ ਨ ਪਾਏ ਅਵਗਣ ਗੁਣਿ ਬਖਸਾਵਣਿਆ ॥੬॥ જેના આધ્યાત્મિક જીવનના પાપ સ્વભાવને લૂંટી લીધા, તેને પરમાત્માનો મહેલ નથી મળતો.આ અવગુણોને ગુણોના માલિક પ્રભુ સ્વયં જ આપે છે ।।૬।।
ਪੇਈਅੜੈ ਜਿਨਿ ਜਾਤਾ ਪਿਆਰਾ ॥ તે ગુરુના શરણે પડીને જગતના મૂળ પ્રભુના ગુણોને સમજે તેમજ વિચારે છે.
ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਤਤੁ ਬੀਚਾਰਾ ॥ જે જીવ-સ્ત્રીએ પિતાના ઘરમાં પ્રેમાળ પ્રભુ સાથે સંધિ મેળવી,
ਆਵਣੁ ਜਾਣਾ ਠਾਕਿ ਰਹਾਏ ਸਚੈ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥ જે હંમેશા સ્થિર પ્રભુના નામ ટકેલાં રહે છે, ગુરુ તેના જન્મ મરણના ચક્કર સમાપ્ત કરી દે છે ।।૭।।
ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਅਕਥੁ ਕਹਾਵੈ ॥ ગુરુની શરણ પડવાથી મનુષ્ય અનંત ગુણોવાળા પ્રભુના ગુણોને સમજે છે.
ਸਚੇ ਠਾਕੁਰ ਸਾਚੋ ਭਾਵੈ ॥ બીજાને મહિમા માટે પ્રેરે છે. હંમેશા સ્થિર ઠાકોરને મહિમાના હંમેશા સ્થિર કર્મ જ સારા લાગે છે.
ਨਾਨਕ ਸਚੁ ਕਹੈ ਬੇਨੰਤੀ ਸਚੁ ਮਿਲੈ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੮॥੧॥ હે નાનક! ગુરુની શરણ પડવાવાળા મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું નામ સ્મરણ કરતો રહે છે, હંમેશા સ્થિર પ્રભુના ઓટલા પર વિનંતી કરતો રહે છે. પ્રભુની મહિમા કરનારને હંમેશા સ્થિર પ્રભુ મળી જાય છે ।।૮।।૧।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ਘਰੁ ੧ ॥ માઝ મહેલ ૩ ઘર ૧।।
ਕਰਮੁ ਹੋਵੈ ਸਤਿਗੁਰੂ ਮਿਲਾਏ ॥ જે મનુષ્ય પર પ્રભુની કૃપા હોય, તેને પ્રભુ ગુરુથી મિલાવે છે,
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/