Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-292

Page 292

ਕੋਊ ਨਰਕ ਕੋਊ ਸੁਰਗ ਬੰਛਾਵਤ ॥ ત્યારે કોઈ જીવો નરકોના ભોગી અને કોઈ સ્વર્ગની ઈચ્છાવાળા બન્યા
ਆਲ ਜਾਲ ਮਾਇਆ ਜੰਜਾਲ ॥ ઘરના ધંધા, માયાના બંધન
ਹਉਮੈ ਮੋਹ ਭਰਮ ਭੈ ਭਾਰ ॥ મનમાં મોહ અને અહંકારનો ભાર
ਦੂਖ ਸੂਖ ਮਾਨ ਅਪਮਾਨ ॥ ડર સુખ દુઃખ મન અપમાન
ਅਨਿਕ ਪ੍ਰਕਾਰ ਕੀਓ ਬਖ੍ਯ੍ਯਾਨ ॥ અનેક પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું
ਆਪਨ ਖੇਲੁ ਆਪਿ ਕਰਿ ਦੇਖੈ ॥ પ્રભુ સ્વયં નાટક રચીને સ્વયં જોઈ રહ્યો છે
ਖੇਲੁ ਸੰਕੋਚੈ ਤਉ ਨਾਨਕ ਏਕੈ ॥੭॥ હે નાનક! જયારે પ્રભુ આ રમતને સમેટે છે ત્યારે એકએ સ્વયં પોતે જ થઇ જાય છે. ।।7।।
ਜਹ ਅਬਿਗਤੁ ਭਗਤੁ ਤਹ ਆਪਿ ॥ જ્યાં અદ્રશ્ય પ્રભુ છે ત્યાં એના ભકત છે જ્યાં ભક્ત છે ત્યાં તે પ્રભુ સ્વયં છે
ਜਹ ਪਸਰੈ ਪਾਸਾਰੁ ਸੰਤ ਪਰਤਾਪਿ ॥ બધી જગ્યાએ સંતોની મહિમા માટે પ્રભુ વિશ્વને આધીન બનાવી રહ્યા છે
ਦੁਹੂ ਪਾਖ ਕਾ ਆਪਹਿ ਧਨੀ ॥ બંને પક્ષોના મલિક પ્રભુ સ્વયં જ છે
ਉਨ ਕੀ ਸੋਭਾ ਉਨਹੂ ਬਨੀ ॥ પ્રભુ પોતાની શોભા સ્વયં જ જાણેછે
ਆਪਹਿ ਕਉਤਕ ਕਰੈ ਅਨਦ ਚੋਜ ॥ પ્રભુસ્વયં જ રમત રમી રહ્યાછે અને સ્વયં જ એનો આનંદ લઇ રહ્યા છે
ਆਪਹਿ ਰਸ ਭੋਗਨ ਨਿਰਜੋਗ ॥ પ્રભુ સ્વયં જ રસોને ભોગવનાર ને સ્વયં જ નિર્લેપ છે
ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਆਪਨ ਨਾਇ ਲਾਵੈ ॥ જેને એ પસંદ કરે છે એને પોતાના નામમાં જોડી દે છે
ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਖੇਲ ਖਿਲਾਵੈ ॥ અને જેને ઈચ્છે એને માયાની રમતમાં રમાડે છે
ਬੇਸੁਮਾਰ ਅਥਾਹ ਅਗਨਤ ਅਤੋਲੈ ॥ હે અગણિત અથાગ અનંત અતુલ્ય
ਜਿਉ ਬੁਲਾਵਹੁ ਤਿਉ ਨਾਨਕ ਦਾਸ ਬੋਲੈ ॥੮॥੨੧॥ નાનક કહે છે જેમ તું બોલાવે છે તેમ તારા દાસ બોલે છે. ।।8।।।।21।।
ਸਲੋਕੁ ॥ શ્લોક||
ਜੀਅ ਜੰਤ ਕੇ ਠਾਕੁਰਾ ਆਪੇ ਵਰਤਣਹਾਰ ॥ હે જીવજન્તુઓના પાલનહાર પ્રભુ તું સ્વયં જ બધે સર્વવ્યાપક છે
ਨਾਨਕ ਏਕੋ ਪਸਰਿਆ ਦੂਜਾ ਕਹ ਦ੍ਰਿਸਟਾਰ ॥੧॥ હે નાનક! પ્રભુ સ્વયં જ સર્વવ્યાપક છે એના સિવાય બીજું કાંઈ જોવામાં આવ્યું નથી. ।।1।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી||
ਆਪਿ ਕਥੈ ਆਪਿ ਸੁਨਨੈਹਾਰੁ ॥ પ્રભુ સ્વયં જ બોલી રહ્યા છે ને સ્વયં જ સાંભળી રહ્યા છે
ਆਪਹਿ ਏਕੁ ਆਪਿ ਬਿਸਥਾਰੁ ॥ સ્વયં એક જ છે અને સ્વયં વિસ્તાર પણ છે
ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਏ ॥ જયારે એને ગમે ત્યારે એ સૃષ્ટિનું સર્જન કરે
ਆਪਨੈ ਭਾਣੈ ਲਏ ਸਮਾਏ ॥ જયારે એને ગમે ત્યારે એ એને પોતાનામાં સમાવી પણ લે છે
ਤੁਮ ਤੇ ਭਿੰਨ ਨਹੀ ਕਿਛੁ ਹੋਇ ॥ પ્રભુ તારાથી અલગ કાંઈ નથી
ਆਪਨ ਸੂਤਿ ਸਭੁ ਜਗਤੁ ਪਰੋਇ ॥ તારા દોરામાં જ તે આખા જગતને પરોવ્યું છે
ਜਾ ਕਉ ਪ੍ਰਭ ਜੀਉ ਆਪਿ ਬੁਝਾਏ ॥ જેને પ્રભુએ સ્વયં સમજણ આપી છે
ਸਚੁ ਨਾਮੁ ਸੋਈ ਜਨੁ ਪਾਏ ॥ તે જ માણસ સ્વયંને પ્રભુનામમાં સમાવી લે છે
ਸੋ ਸਮਦਰਸੀ ਤਤ ਕਾ ਬੇਤਾ ॥ એ માણસ બધાની તરફ એક જ નજર થી જોવે છે અને એને સનાતન સત્યની ખબર પડે છે
ਨਾਨਕ ਸਗਲ ਸ੍ਰਿਸਟਿ ਕਾ ਜੇਤਾ ॥੧॥ હે નાનક! એ આખા જગતને જીતવાવાળો છે. ।।1।।
ਜੀਅ ਜੰਤ੍ਰ ਸਭ ਤਾ ਕੈ ਹਾਥ ॥ બધા જીવજંતુઓ એ પ્રભુના વશમાં છે
ਦੀਨ ਦਇਆਲ ਅਨਾਥ ਕੋ ਨਾਥੁ ॥ એ ગરીબો પર દયા કરનારા અને અનાથોના માલિક છે
ਜਿਸੁ ਰਾਖੈ ਤਿਸੁ ਕੋਇ ਨ ਮਾਰੈ ॥ પ્રભુ સ્વયં રક્ષા કરે છે એને કોઈ મારી શકતું નથી
ਸੋ ਮੂਆ ਜਿਸੁ ਮਨਹੁ ਬਿਸਾਰੈ ॥ મરેલો તો એ જીવ છે જે પ્રભુને ભુલાવી દે છે
ਤਿਸੁ ਤਜਿ ਅਵਰ ਕਹਾ ਕੋ ਜਾਇ ॥ એ પ્રભુને છોડીને કોઈ બીજે ક્યાં જાય?
ਸਭ ਸਿਰਿ ਏਕੁ ਨਿਰੰਜਨ ਰਾਇ ॥ બધા જીવોના માથા પર એક પ્રભુ સ્વયં જ છે જે માયાના પ્રભાવથી ઉપર છે
ਜੀਅ ਕੀ ਜੁਗਤਿ ਜਾ ਕੈ ਸਭ ਹਾਥਿ ॥ જેના વશમાં બધાના જીવનનું રહસ્ય છે
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਜਾਨਹੁ ਸਾਥਿ ॥ એ પ્રભુને અંદર બહાર બધે સાથે જ સમજો
ਗੁਨ ਨਿਧਾਨ ਬੇਅੰਤ ਅਪਾਰ ॥ જે ગુણોનો ખજાનો અગણિત અપાર છે
ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਬਲਿਹਾਰ ॥੨॥ દાસ નાનક હંમેશા એના પર વારી જાય છે. ।।2।।
ਪੂਰਨ ਪੂਰਿ ਰਹੇ ਦਇਆਲ ॥ દયાળુના ઘરમાં પ્રભુ સર્વવ્યાપક છે
ਸਭ ਊਪਰਿ ਹੋਵਤ ਕਿਰਪਾਲ ॥ અને બધા જીવો પાર કૃપા કરે છે
ਅਪਨੇ ਕਰਤਬ ਜਾਨੈ ਆਪਿ ॥ પ્રભુ પોતાનો ખેલ સ્વયં જ જાણે છે
ਅੰਤਰਜਾਮੀ ਰਹਿਓ ਬਿਆਪਿ ॥ બધાના દિલનું જાણનાર અંતર્યામી પ્રભુ સર્વવ્યાપક છે
ਪ੍ਰਤਿਪਾਲੈ ਜੀਅਨ ਬਹੁ ਭਾਤਿ ॥ જીવોનું અનેક રીતોથી પોષણ કરે છે
ਜੋ ਜੋ ਰਚਿਓ ਸੁ ਤਿਸਹਿ ਧਿਆਤਿ ॥ જે જે જીવોનું એણેસર્જન કર્યું છે એ પ્રભુનું જ સ્મરણ કરે છે
ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਲਏ ਮਿਲਾਇ ॥ જેના પર પ્રસન્ન થાય છે એને સાથે મેળવી લે છે
ਭਗਤਿ ਕਰਹਿ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਇ ॥ જેના પર પ્રસન્ન થાય છે એ ભક્ત એના ગુણગાન ગાઈને ભક્તિ કર્યા કરે છે
ਮਨ ਅੰਤਰਿ ਬਿਸ੍ਵਾਸੁ ਕਰਿ ਮਾਨਿਆ ॥ જે માણસે મનમાં શ્રદ્ધા ધારણ કરી પ્રભુને માની લીધા છે
ਕਰਨਹਾਰੁ ਨਾਨਕ ਇਕੁ ਜਾਨਿਆ ॥੩॥ હે નાનક! એને એક કરનારને ઓળખી લીધા છે. ।।3।।
ਜਨੁ ਲਾਗਾ ਹਰਿ ਏਕੈ ਨਾਇ ॥ જે સેવક એક પ્રભુ નામમાં ટકી રહ્યો છે
ਤਿਸ ਕੀ ਆਸ ਨ ਬਿਰਥੀ ਜਾਇ ॥ એને આશા ક્યારેય ખાલી જતી નથી
ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥ સેવકને એવું લાગે છે કે એ બધાની સેવા કરે છે
ਹੁਕਮੁ ਬੂਝਿ ਪਰਮ ਪਦੁ ਪਾਈ ॥ પ્રભુની આજ્ઞા સમજીને એને ઉંચો દરજ્જો મળી જાય છે
ਇਸ ਤੇ ਊਪਰਿ ਨਹੀ ਬੀਚਾਰੁ ॥ એનાથી મોટો એને કોઈ વિચાર નથી સુજતો
ਜਾ ਕੈ ਮਨਿ ਬਸਿਆ ਨਿਰੰਕਾਰੁ ॥ જેના મનમાં નિરાકાર પ્રભુ વસે છે
ਬੰਧਨ ਤੋਰਿ ਭਏ ਨਿਰਵੈਰ ॥ માયાના બંધન તોડી એ નિર્વેર થઈ જાય છે
ਅਨਦਿਨੁ ਪੂਜਹਿ ਗੁਰ ਕੇ ਪੈਰ ॥ દરેક દિવસે એ સતગુરુના ચરણોની પૂજા કરે છે
ਇਹ ਲੋਕ ਸੁਖੀਏ ਪਰਲੋਕ ਸੁਹੇਲੇ ॥ એ માણસ આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી રહે છે


© 2017 SGGS ONLINE
Scroll to Top