Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-293

Page 293

ਨਾਨਕ ਹਰਿ ਪ੍ਰਭਿ ਆਪਹਿ ਮੇਲੇ ॥੪॥ હે નાનક! પ્રભુ એ એમને સ્વયં પોતાનામાં મેળવી લીધા છે. ।।4।।
ਸਾਧਸੰਗਿ ਮਿਲਿ ਕਰਹੁ ਅਨੰਦ ॥ સત્સંગમાં સંતો ને મળીને આનંદ કરો
ਗੁਨ ਗਾਵਹੁ ਪ੍ਰਭ ਪਰਮਾਨੰਦ ॥ પરમાનંદ પ્રભુની મહિમાના ગુણ ગાઓ
ਰਾਮ ਨਾਮ ਤਤੁ ਕਰਹੁ ਬੀਚਾਰੁ ॥ પ્રભુનામના રહસ્યનો વિચાર કરો
ਦ੍ਰੁਲਭ ਦੇਹ ਕਾ ਕਰਹੁ ਉਧਾਰੁ ॥ અને આ દુર્લભ શરીરનો બચાવ કરો
ਅੰਮ੍ਰਿਤ ਬਚਨ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਉ ॥ અનંત પૂર્વજના ગુણ ગાઓ જે અમર કરવાવાળા વચન છે
ਪ੍ਰਾਨ ਤਰਨ ਕਾ ਇਹੈ ਸੁਆਉ ॥ જીવનને વિકારોથી બચાવવાનો આ જ ઉપાય છે
ਆਠ ਪਹਰ ਪ੍ਰਭ ਪੇਖਹੁ ਨੇਰਾ ॥ આઠેય પ્રહરપોતાના સાથે જુઓ
ਮਿਟੈ ਅਗਿਆਨੁ ਬਿਨਸੈ ਅੰਧੇਰਾ ॥ અજ્ઞાનતા દૂર થઇ જશે અને માયાનું અંધારું નાશ પામશે
ਸੁਨਿ ਉਪਦੇਸੁ ਹਿਰਦੈ ਬਸਾਵਹੁ ॥ સતગુરુનો ઉપદેશ સાંભળી હૃદયમાં વસાવો
ਮਨ ਇਛੇ ਨਾਨਕ ਫਲ ਪਾਵਹੁ ॥੫॥ આથી હે નાનક! મનથી ધારેલી બધી ઈચ્છાઓ પુરી થશે. ।।5।।
ਹਲਤੁ ਪਲਤੁ ਦੁਇ ਲੇਹੁ ਸਵਾਰਿ ॥ આ લોક અને પરલોક બંનેને સુધારી લો
ਰਾਮ ਨਾਮੁ ਅੰਤਰਿ ਉਰਿ ਧਾਰਿ ॥ પ્રભુનામ અંદર હૃદયમાં ટકાવી રાખો
ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਪੂਰੀ ਦੀਖਿਆ ॥ પૂર્ણ ગુરુની આપેલી શિક્ષા પણ પૂર્ણ હોઈ છે
ਜਿਸੁ ਮਨਿ ਬਸੈ ਤਿਸੁ ਸਾਚੁ ਪਰੀਖਿਆ ॥ જે માણસના મનમાં એ શિક્ષા વસે છે એને સદાસ્થિર પ્રભુની સમજણ આવે છે
ਮਨਿ ਤਨਿ ਨਾਮੁ ਜਪਹੁ ਲਿਵ ਲਾਇ ॥ મન અને શરીર દ્વારા ધ્યાન જોડીને નામનો જાપ કરો
ਦੂਖੁ ਦਰਦੁ ਮਨ ਤੇ ਭਉ ਜਾਇ ॥ દુઃખ, દર્દ અને મનમાંથી ડર દૂર થઇ જશે
ਸਚੁ ਵਾਪਾਰੁ ਕਰਹੁ ਵਾਪਾਰੀ ॥ હે વણજારા જીવ! સાચો વેપાર કર
ਦਰਗਹ ਨਿਬਹੈ ਖੇਪ ਤੁਮਾਰੀ ॥ પ્રભુનામ રૂપી વેપારથી તારો સોદો પ્રભુ દરબારમાં વેચાઈ જશે
ਏਕਾ ਟੇਕ ਰਖਹੁ ਮਨ ਮਾਹਿ ॥ મનમાં એક જ ટેક રાખો અનંત પૂર્વજનો આસરો રાખો
ਨਾਨਕ ਬਹੁਰਿ ਨ ਆਵਹਿ ਜਾਹਿ ॥੬॥ હે નાનક! જન્મ મરણના ચક્કરમાં વારંવાર નહિ રેહવું પડે. ।।6।।
ਤਿਸ ਤੇ ਦੂਰਿ ਕਹਾ ਕੋ ਜਾਇ ॥ એ પ્રભુથી દૂર ક્યાં કોઈ જીવ જઈ શકે?
ਉਬਰੈ ਰਾਖਨਹਾਰੁ ਧਿਆਇ ॥ જીવ પાલનહાર પ્રભુના સ્મરણથી જ બચે છે,
ਨਿਰਭਉ ਜਪੈ ਸਗਲ ਭਉ ਮਿਟੈ ॥ જે મનુષ્ય નિર્ભય અનંત પૂર્વજનો જાપ કરે છે એનો ડર દૂર થઇ જાય છે
ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਤੇ ਪ੍ਰਾਣੀ ਛੁਟੈ ॥ પ્રભુની કૃપાથી જ પ્રાણીઓ ડરથી મુક્તિ પામે છે
ਜਿਸੁ ਪ੍ਰਭੁ ਰਾਖੈ ਤਿਸੁ ਨਾਹੀ ਦੂਖ ॥ જે માણસની રક્ષા પ્રભુ કરે છે એને કોઈ દુઃખ સ્પર્શતું નથી
ਨਾਮੁ ਜਪਤ ਮਨਿ ਹੋਵਤ ਸੂਖ ॥ પ્રભુ નામ જપવાથી મનમાં સુખ ઉત્પન્ન થાય છે
ਚਿੰਤਾ ਜਾਇ ਮਿਟੈ ਅਹੰਕਾਰੁ ॥ પ્રભુનામ નું સ્મરણ કરવાથી ચિંતા દૂર થઇ જાય છે અને અહંકાર પણ દૂર થાય છે
ਤਿਸੁ ਜਨ ਕਉ ਕੋਇ ਨ ਪਹੁਚਨਹਾਰੁ ॥ એ માણસની કોઈ બરાબરી કરી શકતું નથી
ਸਿਰ ਊਪਰਿ ਠਾਢਾ ਗੁਰੁ ਸੂਰਾ ॥ જે માણસના માથે શૂરવીર સતગુરુ ઉભા છે
ਨਾਨਕ ਤਾ ਕੇ ਕਾਰਜ ਪੂਰਾ ॥੭॥ હે નાનક એના બધા કામ પુરા થઇ જાય છે. ।।7।।
ਮਤਿ ਪੂਰੀ ਅੰਮ੍ਰਿਤੁ ਜਾ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ॥ જે પ્રભુની સમજ અચૂક છે જેની નજરમાંથી અમૃત વરસે છે
ਦਰਸਨੁ ਪੇਖਤ ਉਧਰਤ ਸ੍ਰਿਸਟਿ ॥ એના દર્શન માત્રથી સૃષ્ટિનો ઉદ્ધાર થાય છે
ਚਰਨ ਕਮਲ ਜਾ ਕੇ ਅਨੂਪ ॥ જે પ્રભુના કમલ જેવા સુંદર ચરણ છે
ਸਫਲ ਦਰਸਨੁ ਸੁੰਦਰ ਹਰਿ ਰੂਪ ॥ એનું રૂપ સુંદર છે અને એના દર્શન મનની ઈચ્છાઓ પુરી કરવવાળા છે
ਧੰਨੁ ਸੇਵਾ ਸੇਵਕੁ ਪਰਵਾਨੁ ॥ એનો એ સેવક ધન્ય છે જેની સેવા સ્વીકાર થાય છે
ਅੰਤਰਜਾਮੀ ਪੁਰਖੁ ਪ੍ਰਧਾਨੁ ॥ એ અનંત પૂર્વજ અંતર્યામી છે
ਜਿਸੁ ਮਨਿ ਬਸੈ ਸੁ ਹੋਤ ਨਿਹਾਲੁ ॥ જેના મનમાં અને હૃદયમાં પ્રભુ વસે છે એ ફૂલની જેમ ખીલે છે
ਤਾ ਕੈ ਨਿਕਟਿ ਨ ਆਵਤ ਕਾਲੁ ॥ કાળ એની નજીક આવતો નથી
ਅਮਰ ਭਏ ਅਮਰਾ ਪਦੁ ਪਾਇਆ ॥ એ જન્મ મરણથી અમર થઇને સદા કાયમ રહેનાર પ્રભુ પાસે સ્થાન મેળવી લે છે
ਸਾਧਸੰਗਿ ਨਾਨਕ ਹਰਿ ਧਿਆਇਆ ॥੮॥੨੨॥ હે નાનક! સાધુસંગતમાં રહી પ્રભુનું ધ્યાન ધર. ।।8।। ।।22।।
ਸਲੋਕੁ ॥ શ્લોક||
ਗਿਆਨ ਅੰਜਨੁ ਗੁਰਿ ਦੀਆ ਅਗਿਆਨ ਅੰਧੇਰ ਬਿਨਾਸੁ ॥ જે માણસને સતગુરુએ જ્ઞાનરૂપી આંજણ આપ્યું છે એના અજ્ઞાનરૂપી અંધારાનો નાશ થયો છે
ਹਰਿ ਕਿਰਪਾ ਤੇ ਸੰਤ ਭੇਟਿਆ ਨਾਨਕ ਮਨਿ ਪਰਗਾਸੁ ॥੧॥ હે નાનક જે માણસને અનંત પૂર્વજની કૃપાથી ગુરુ મળયા છે એના મનમાં જ્ઞાનો પ્રકાશ થઇ જાય છે. ।।1।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી||
ਸੰਤਸੰਗਿ ਅੰਤਰਿ ਪ੍ਰਭੁ ਡੀਠਾ ॥ જે માણસે ગુરુની સંગતિ માં રહીને પોતાની અંદર પૂર્વજ જોયા છે
ਨਾਮੁ ਪ੍ਰਭੂ ਕਾ ਲਾਗਾ ਮੀਠਾ ॥ એને પ્રભુનું નામ પ્યારું લાગ્યું છે
ਸਗਲ ਸਮਿਗ੍ਰੀ ਏਕਸੁ ਘਟ ਮਾਹਿ ॥ જગતના બધા પદાર્થો એને એક જ પ્રભુમાં લીન દેખાય છે
ਅਨਿਕ ਰੰਗ ਨਾਨਾ ਦ੍ਰਿਸਟਾਹਿ ॥ એ પ્રભુથી જ અનેક રંગના ખેલ નીકળતા જોવા મળે છે
ਨਉ ਨਿਧਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪ੍ਰਭ ਕਾ ਨਾਮੁ ॥ એ પ્રભુનામ જાણે નવ ખજાનાઓ સમાન છે અને તે મનુષ્ય માટે અમૃત સમાન છે
ਦੇਹੀ ਮਹਿ ਇਸ ਕਾ ਬਿਸ੍ਰਾਮੁ ॥ એ માણસ ના શરીર માં પ્રભુના એ નામ નું નિવાસ થઇ જાય છે
ਸੁੰਨ ਸਮਾਧਿ ਅਨਹਤ ਤਹ ਨਾਦ ॥ એ માણસની અંદર શૂન્ય સમાધિની અવસ્થા નિરંતર નિર્વિઘ્ન ચરણોમાં બનેલી રહે છે
ਕਹਨੁ ਨ ਜਾਈ ਅਚਰਜ ਬਿਸਮਾਦ ॥ એક એવું એક રસ રાગરૂપી આનંદ બનેલું રહે છે જે અવર્ણનીય છે
ਤਿਨਿ ਦੇਖਿਆ ਜਿਸੁ ਆਪਿ ਦਿਖਾਏ ॥ એ આનંદ એ જ માણસે જોયો છે જેને પ્રભુ સ્વયં દેખાડે છે
ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਸੋਝੀ ਪਾਏ ॥੧॥ હે નાનક એ માણસને જ એ આનંદની સમજણ પડે છે. ।।1।।
ਸੋ ਅੰਤਰਿ ਸੋ ਬਾਹਰਿ ਅਨੰਤ ॥ એ અનંત ભગવાન અંદર અને બહાર દરેકના શરીરમાં હાજર છે
ਘਟਿ ਘਟਿ ਬਿਆਪਿ ਰਹਿਆ ਭਗਵੰਤ ॥ એ ભગવાન કણમાં કણમાં વ્યાપક રહેલા છે
ਧਰਨਿ ਮਾਹਿ ਆਕਾਸ ਪਇਆਲ ॥ ધરતી આકાશ અને પાતાળમાં છે
ਸਰਬ ਲੋਕ ਪੂਰਨ ਪ੍ਰਤਿਪਾਲ ॥ બધા ભવનોમાં હાજર છે અને બધાનું પાલન કરે છે
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/