Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-283

Page 283

ਪੁਰਬ ਲਿਖੇ ਕਾ ਲਿਖਿਆ ਪਾਈਐ ॥ તે વાવેલા પહેલાંના બીજ ના ફળ ખાવા જ પડે છે
ਦੂਖ ਸੂਖ ਪ੍ਰਭ ਦੇਵਨਹਾਰੁ ॥ દુઃખ સુખ દેવાવાળો પ્રભુ પોતે જ છે
ਅਵਰ ਤਿਆਗਿ ਤੂ ਤਿਸਹਿ ਚਿਤਾਰੁ ॥ એટલે બીજાનો આશરો છોડીને તું તેને જ યાદ કર
ਜੋ ਕਛੁ ਕਰੈ ਸੋਈ ਸੁਖੁ ਮਾਨੁ ॥ જે કાંઈ પણ પ્રભુ કરે છે તેને જ સુખ સમજ
ਭੂਲਾ ਕਾਹੇ ਫਿਰਹਿ ਅਜਾਨ ॥ હે અજાણ્યા માનવ! શા માટે તું ભૂલો પડેલો ફરે છે?
ਕਉਨ ਬਸਤੁ ਆਈ ਤੇਰੈ ਸੰਗ ॥ બતાવ કઈ વસ્તુ તારી સાથે આવી હતી?
ਲਪਟਿ ਰਹਿਓ ਰਸਿ ਲੋਭੀ ਪਤੰਗ ॥ હે લોભી પતંગિયા! તું માયાના સ્વાદમાં મસ્ત થઈ રહ્યો છે
ਰਾਮ ਨਾਮ ਜਪਿ ਹਿਰਦੇ ਮਾਹਿ ॥ હૃદયમાં પ્રભુના નામનો જપ કર
ਨਾਨਕ ਪਤਿ ਸੇਤੀ ਘਰਿ ਜਾਹਿ ॥੪॥ હે નાનક! આવી રીતે તું ઈજ્જત સાથે પરલોક વાળા ઘરમાં જઈ શકીશ ।।૪।।
ਜਿਸੁ ਵਖਰ ਕਉ ਲੈਨਿ ਤੂ ਆਇਆ ॥ હે ભાઈ! જે સામાન ખરીદવા માટે તું આ જગતમાં આવ્યો છે
ਰਾਮ ਨਾਮੁ ਸੰਤਨ ਘਰਿ ਪਾਇਆ ॥ તે રામનામ રૂપી સંતોના ઘરમાં મળે છે
ਤਜਿ ਅਭਿਮਾਨੁ ਲੇਹੁ ਮਨ ਮੋਲਿ ॥ એટલે અહંકાર છોડી દે અને મનને બદલ સામાન ખરીદી લે
ਰਾਮ ਨਾਮੁ ਹਿਰਦੇ ਮਹਿ ਤੋਲਿ ॥ પ્રભુના નામ ને હૃદયમાં પારખી લે
ਲਾਦਿ ਖੇਪ ਸੰਤਹ ਸੰਗਿ ਚਾਲੁ ॥ અને રામનામનો આ સામાન ઉપાડીને સંતોની સાથે ચાલી નીકળ
ਅਵਰ ਤਿਆਗਿ ਬਿਖਿਆ ਜੰਜਾਲ ॥ માયાના બીજા બધા ધંધા છોડી દે
ਧੰਨਿ ਧੰਨਿ ਕਹੈ ਸਭੁ ਕੋਇ ॥ જો તું ઉદ્યમ કરીશ તો બધાં જ જીવ તને શાબાશી આપશે
ਮੁਖ ਊਜਲ ਹਰਿ ਦਰਗਹ ਸੋਇ ॥ અને પ્રભુના દરબારમાં પણ તારું નામ ઉજ્જવળ થઈ જશે
ਇਹੁ ਵਾਪਾਰੁ ਵਿਰਲਾ ਵਾਪਾਰੈ ॥ પણ આ વેપાર તો કોઈ વિરલો જ કરી શકે
ਨਾਨਕ ਤਾ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰੈ ॥੫॥ હે નાનક! આવો વેપારીબીજા ઉપર હંમેશા કુરબાન જાય છે ।।૫।।
ਚਰਨ ਸਾਧ ਕੇ ਧੋਇ ਧੋਇ ਪੀਉ ॥ હે ભાઈ! સાધુ જનોના પગ ધોઈ ધોઈને એ જળને પી લે
ਅਰਪਿ ਸਾਧ ਕਉ ਅਪਨਾ ਜੀਉ ॥ સાધુ જનો ઉપર પોતાનું જીવન કુરબાન કરી દે
ਸਾਧ ਕੀ ਧੂਰਿ ਕਰਹੁ ਇਸਨਾਨੁ ॥ ગુરુચરણની રજ થી સ્નાન કરી લે
ਸਾਧ ਊਪਰਿ ਜਾਈਐ ਕੁਰਬਾਨੁ ॥ સાધુ ઉપર કુરબાન થઇ જા
ਸਾਧ ਸੇਵਾ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥ સંતની સેવા કોઈ ભાગ્યશાળી ને જ મળે છે
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਕੀਰਤਨੁ ਗਾਈਐ ॥ સંતની સંગતમાં જ પ્રભુને મહિમા કરી શકાય છે
ਅਨਿਕ ਬਿਘਨ ਤੇ ਸਾਧੂ ਰਾਖੈ ॥ સંત આધ્યાત્મિક જીવન ની રાહ માં આવતી મુશ્કેલીઓથી બચાવી લે છે
ਹਰਿ ਗੁਨ ਗਾਇ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਚਾਖੈ ॥ સંત પ્રભુના ગુણ ગાઇને નામ રૂપી અમૃતનો સ્વાદ લેતો રહે છે
ਓਟ ਗਹੀ ਸੰਤਹ ਦਰਿ ਆਇਆ ॥ જે મનુષ્ય ને મનુષ્યએ સંતો નો આશરો લીધો છે તે સંતોના દરબાર ઉપર કુરબાન થઇ ગયો છે
ਸਰਬ ਸੂਖ ਨਾਨਕ ਤਿਹ ਪਾਇਆ ॥੬॥ હે નાનક! બધું જ સુખ પ્રાપ્ત થઈ ગયું છે ।।૭।।
ਮਿਰਤਕ ਕਉ ਜੀਵਾਲਨਹਾਰ ॥ પ્રભુ મરેલાને પણ જીવતા કરી શકે છે
ਭੂਖੇ ਕਉ ਦੇਵਤ ਅਧਾਰ ॥ ભૂખ્યા ને પણ આશરો આપી શકે છે
ਸਰਬ ਨਿਧਾਨ ਜਾ ਕੀ ਦ੍ਰਿਸਟੀ ਮਾਹਿ ॥ બધાં જ ખજાનો તે માલિકની નજર માં છે
ਪੁਰਬ ਲਿਖੇ ਕਾ ਲਹਣਾ ਪਾਹਿ ॥ પણ જીવ પોતાના પહેલાના કરેલા કર્મોના ફળ ભોગવે છે
ਸਭੁ ਕਿਛੁ ਤਿਸ ਕਾ ਓਹੁ ਕਰਨੈ ਜੋਗੁ ॥ બધું જ તે પ્રભુનું છે અને તે બધું જ કરવાને માટે સમર્થ છે
ਤਿਸੁ ਬਿਨੁ ਦੂਸਰ ਹੋਆ ਨ ਹੋਗੁ ॥ તેના વગર બીજું કોઈ હતું નહીં, છે પણ નહીં અને થશે પણ નહીં
ਜਪਿ ਜਨ ਸਦਾ ਸਦਾ ਦਿਨੁ ਰੈਣੀ ॥ હે લોકો! હંમેશા દિવસ-રાત પ્રભુને યાદ કરો
ਸਭ ਤੇ ਊਚ ਨਿਰਮਲ ਇਹ ਕਰਣੀ ॥ બધા જ કર્મો થી આ કર્મ ઊંચું અને સ્વચ્છ છે
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸ ਕਉ ਨਾਮੁ ਦੀਆ ॥ પ્રભુ જે મનુષ્ય ઉપર મહેર કરીને તેનું નામ બક્ષે છે
ਨਾਨਕ ਸੋ ਜਨੁ ਨਿਰਮਲੁ ਥੀਆ ॥੭॥ હે નાનક! તે મનુષ્ય શુદ્ધ અને પવિત્ર થઇ જાય છે ।।૭।।
ਜਾ ਕੈ ਮਨਿ ਗੁਰ ਕੀ ਪਰਤੀਤਿ ॥ જે મનુષ્યના મનમાં સદગુરુની શ્રદ્ધા થઈ ગઈ છે
ਤਿਸੁ ਜਨ ਆਵੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਚੀਤਿ ॥ તેના ચિત્તમાં પ્રભુ સ્થિર થઈ જાય છે
ਭਗਤੁ ਭਗਤੁ ਸੁਨੀਐ ਤਿਹੁ ਲੋਇ ॥ તે મનુષ્ય આખા જગતમાં ભક્ત કહેવાય છે
ਜਾ ਕੈ ਹਿਰਦੈ ਏਕੋ ਹੋਇ ॥ જેના હૃદયમાં એક પ્રભુ જ વસે છે
ਸਚੁ ਕਰਣੀ ਸਚੁ ਤਾ ਕੀ ਰਹਤ ॥ તેની સાચી જીંદગી અને જિંદગી નો હેતુ એક સમાન છે
ਸਚੁ ਹਿਰਦੈ ਸਤਿ ਮੁਖਿ ਕਹਤ ॥ સાચા પ્રભુ તેના દિલમાં છે અને પ્રભુનું નામ જ તે મોઢાથી ઉચ્ચારણ કરે છે
ਸਾਚੀ ਦ੍ਰਿਸਟਿ ਸਾਚਾ ਆਕਾਰੁ ॥ તે મનુષ્યની નજર સાચા પ્રભુના રંગમાં રંગાયેલી હોય છે એટલે તો આખાએજગતમાં તેને પ્રભુ જ દેખાય છે
ਸਚੁ ਵਰਤੈ ਸਾਚਾ ਪਾਸਾਰੁ ॥ પ્રભુ જ બધી જગ્યાએ મોજુદ દેખાય છે અને પ્રભુનું જ બધો પથારો દેખાય છે
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਿਨਿ ਸਚੁ ਕਰਿ ਜਾਤਾ ॥ જે મનુષ્યને એ અકાલ પુરખ અને સદાય સ્થિર રહેવા વાળો સમજ્યો છે
ਨਾਨਕ ਸੋ ਜਨੁ ਸਚਿ ਸਮਾਤਾ ॥੮॥੧੫॥ હે નાનક! તે મનુષ્ય સદાય તે સ્થિર રહેવા વાળા માં લીન થઈ જાય છે ।।૮।।૧૫।।
ਸਲੋਕੁ ॥ શ્લોક।।
ਰੂਪੁ ਨ ਰੇਖ ਨ ਰੰਗੁ ਕਿਛੁ ਤ੍ਰਿਹੁ ਗੁਣ ਤੇ ਪ੍ਰਭ ਭਿੰਨ ॥ પ્રભુનું ન કોઈ રૂપ છે, ન ચિન્હ, ન ચક્ર અને ન કોઈ રંગ છે પ્રભુ માયાના ત્રણ ગુણોથી બહાર છે
ਤਿਸਹਿ ਬੁਝਾਏ ਨਾਨਕਾ ਜਿਸੁ ਹੋਵੈ ਸੁਪ੍ਰਸੰਨ ॥੧॥ હે નાનક! પ્રભુ પોતે જ તે મનુષ્ય ને સમજાવે છે જેની ઉપર તે પોતે મહેરબાન થઈ જાય છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਅਬਿਨਾਸੀ ਪ੍ਰਭੁ ਮਨ ਮਹਿ ਰਾਖੁ ॥ હે ભાઈ! પોતાના મનમાં અકાલ પુરખ ને પરોવીને રાખ
ਮਾਨੁਖ ਕੀ ਤੂ ਪ੍ਰੀਤਿ ਤਿਆਗੁ ॥ બધાં જ જીવો ની અંદર એક અકાલ પુરખ જ વ્યાપક છે
ਤਿਸ ਤੇ ਪਰੈ ਨਾਹੀ ਕਿਛੁ ਕੋਇ ॥ તેનાથી બાહર બીજો કોઈ જ જીવ નથી કોઈ વસ્તુ નથી
ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਏਕੋ ਸੋਇ ॥ એક ભગવાન બધા વચ્ચે વ્યાપક છે
ਆਪੇ ਬੀਨਾ ਆਪੇ ਦਾਨਾ ॥ તે ખુદ જ જીવોના હૃદયને ઓળખવા વાળા અને જાણવાવાળા છે
ਗਹਿਰ ਗੰਭੀਰੁ ਗਹੀਰੁ ਸੁਜਾਨਾ ॥ પ્રભુ ખૂબ જ ગંભીર અને ઊંડા છે સમજદાર છે
ਪਾਰਬ੍ਰਹਮ ਪਰਮੇਸੁਰ ਗੋਬਿੰਦ ॥ હે પરબ્રહ્મ પ્રભુ! બધાં થી મોટો માલિક! જીવોનો પાલનહાર
ਕ੍ਰਿਪਾ ਨਿਧਾਨ ਦਇਆਲ ਬਖਸੰਦ ॥ દયા ના ખજાના દયા નું ઘર અને બક્ષણ હાર
ਸਾਧ ਤੇਰੇ ਕੀ ਚਰਨੀ ਪਾਉ ॥ તારા સાધુઓના ચરણોમાં પડ્યો રહું


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top