Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-280

Page 280

ਨਾਨਕ ਸੰਤ ਭਾਵੈ ਤਾ ਓਇ ਭੀ ਗਤਿ ਪਾਹਿ ॥੨॥ હે નાનક! જો સંત ને ગમે તો તે નિંદક ને પણ ખુબ જ સારી અવસ્થામાં પહોંચાડી દે છે ।।૨।।
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਮਹਾ ਅਤਤਾਈ ॥ સંતની નિંદા કરવા વાળો સદાય અતિ માં રહે છે
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਖਿਨੁ ਟਿਕਨੁ ਨ ਪਾਈ ॥ સંતની નિંદા કરવાવાળો એક ક્ષણ પણ પોતાનો અત્યાચારી સ્વભાવ નથી છોડતો
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਮਹਾ ਹਤਿਆਰਾ ॥ સંતનો નિંદક ખૂબ જ મોટો જુલમી બની જાય છે
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਪਰਮੇਸੁਰਿ ਮਾਰਾ ॥ સંતની નિંદા કરવાવાળો ઈશ્વર દ્વારા તેને ધિક્કાર મળે છે
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਰਾਜ ਤੇ ਹੀਨੁ ॥ સંતનો નિંદક રાજ્ય થી વંચિત થઈ જાય છે
ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਦੁਖੀਆ ਅਰੁ ਦੀਨੁ ॥ સંતની નિંદા કરવાવાળો સદાય દુઃખી અને આતુર રહે છે
ਸੰਤ ਕੇ ਨਿੰਦਕ ਕਉ ਸਰਬ ਰੋਗ ॥ સંતની નિંદા કરવા વાળા ને બધા જ રોગ વ્યાપી જાય છે
ਸੰਤ ਕੇ ਨਿੰਦਕ ਕਉ ਸਦਾ ਬਿਜੋਗ ॥ સંતની નિંદા કરવાવાળો સુખના સ્રોતથી સદાય અલગ રહે છે
ਸੰਤ ਕੀ ਨਿੰਦਾ ਦੋਖ ਮਹਿ ਦੋਖੁ ॥ સંતની નિંદા કરવીએ ખૂબ જ ખરાબ કાર્ય છે
ਨਾਨਕ ਸੰਤ ਭਾਵੈ ਤਾ ਉਸ ਕਾ ਭੀ ਹੋਇ ਮੋਖੁ ॥੩॥ હે નાનક! જો સંતો ને ગમે તો તે નિંદકને પણ નિંદા માંથી છુટકારો મળી શકે ।।૩।।
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਸਦਾ ਅਪਵਿਤੁ ॥ સંતો નો નિંદક હંમેશા મેલા મનવાળો હોય છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਕਿਸੈ ਕਾ ਨਹੀ ਮਿਤੁ ॥ એટલે તો સંતની નિંદા કરવાવાળો ક્યારેય સજ્જન નથી બની શકતો
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਡਾਨੁ ਲਾਗੈ ॥ અંત સમયમાં સંતોના નિંદકને ધર્મરાજ પાસેથી સજા મળે છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਸਭ ਤਿਆਗੈ ॥ અને બધા જ સંતની નિંદા કરવાળા નો સાથ છોડી ને જાય છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਮਹਾ ਅਹੰਕਾਰੀ ॥ સંતની નિંદા કરવા વાળા ખૂબ જ અહંકારી અને અક્ડ વાળો બની જાય છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਸਦਾ ਬਿਕਾਰੀ ॥ અને સંતની નિંદા કરવા વાળા હંમેશા ખરાબ કાર્યો કરે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਜਨਮੈ ਮਰੈ ॥ સંતની નિંદા કરવા વાળા આ બધાં અવગુણોની સાથેપેદા થાય છે અને મરતા રહે છે
ਸੰਤ ਕੀ ਦੂਖਨਾ ਸੁਖ ਤੇ ਟਰੈ ॥ અને સંતની નિંદા ને કારણે સુખોથી વંચિત રહી જાય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਨਾਹੀ ਠਾਉ ॥ સંતની નિંદા કરવા વાળા ને સંતાનો દ્વારા કોઈ સહારો નથી મળતો
ਨਾਨਕ ਸੰਤ ਭਾਵੈ ਤਾ ਲਏ ਮਿਲਾਇ ॥੪॥ પણ હા હે નાનક! જો સંત ઇચ્છે તો તે પોતાનામાં નિંદકને મેળવી લે છે ।।૪।।
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਅਧ ਬੀਚ ਤੇ ਟੂਟੈ ॥ સંતની નિંદા કરવા વાળા નું કોઈ કામ પૂરું નથી થતું
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਕਿਤੈ ਕਾਜਿ ਨ ਪਹੂਚੈ ॥ સંતની નિંદા કરવા વાળા નું કામ વચ્ચે અધૂરું રહી જાય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਉਦਿਆਨ ਭ੍ਰਮਾਈਐ ॥ સંતના નિંદકને જંગલોમાં હેરાન કરવામાં આવે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਉਝੜਿ ਪਾਈਐ ॥ સંતની નિંદા કરવા વાળા નેરસ્તાથી અલગ થઈને ઉજ્જડ જગ્યામાં માં નાખી દેવામાં આવે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਅੰਤਰ ਤੇ ਥੋਥਾ ॥ તેવી રીતે સંતનો નિંદક અંદરથી સાચી જિંદગીથી જે મનુષ્ય નો આધાર છે તેનાથી ખાલી હોય છે
ਜਿਉ ਸਾਸ ਬਿਨਾ ਮਿਰਤਕ ਕੀ ਲੋਥਾ ॥ જેવી રીતે પ્રાણ વગર મડદું શબ બની જાય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕੀ ਜੜ ਕਿਛੁ ਨਾਹਿ ॥ સંતના નિંદક ની સારી કમાણી અને પ્રભુનું સ્મરણ વાળી કોઈ પાક્કી નીંવ નથી હોતી
ਆਪਨ ਬੀਜਿ ਆਪੇ ਹੀ ਖਾਹਿ ॥ પોતે જ નિંદા ની કમાણી કરીને પોતે જ તેનું ખરાબ ફળ ખાય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਅਵਰੁ ਨ ਰਾਖਨਹਾਰੁ ॥ સંતની નિંદા કરવા વાળા ને કોઈ બીજો મનુષ્ય બચાવી નથી શકતો
ਨਾਨਕ ਸੰਤ ਭਾਵੈ ਤਾ ਲਏ ਉਬਾਰਿ ॥੫॥ પણ હે નાનક! સંત ચાહે તો નિંદકને નિંદાના સ્વભાવથી બચાવી શકે છે ।।૫।।
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਇਉ ਬਿਲਲਾਇ ॥ સંતનો નિંદક એવી રીતે ચીસો પાડીને રડે છે
ਜਿਉ ਜਲ ਬਿਹੂਨ ਮਛੁਲੀ ਤੜਫੜਾਇ ॥ જેવી રીતે પાણી વગર માછલી તડપે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਭੂਖਾ ਨਹੀ ਰਾਜੈ ॥ સંતનો નિંદક તૃષ્ણનો માર ખાય છે અને ક્યારેય સંતુષ્ટ નથી થતો
ਜਿਉ ਪਾਵਕੁ ਈਧਨਿ ਨਹੀ ਧ੍ਰਾਪੈ ॥ જેવી રીતે આગમાં ઈંધણથી તૃપ્તિ નથી હોતી
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਛੁਟੈ ਇਕੇਲਾ ॥ સંત ની નિંદા ને કારણેતેની ઈર્ષા ક્યારેય ઓછી નથી થતી
ਜਿਉ ਬੂਆੜੁ ਤਿਲੁ ਖੇਤ ਮਾਹਿ ਦੁਹੇਲਾ ॥ જેવી રીતે અંદરથી બળેલો તલ ના છોડને ખેતરમાં કોઈ પણ પૂછતું નથી અને પડ્યું રહે છે તેવી રીતે સંતનો નિંદક પણ એકલો ત્યાં પડ્યો રહે છે કોઈ તેની નજીક પણ નથી જતું
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਧਰਮ ਤੇ ਰਹਤ ॥ સંતનો નિંદક ધર્મહીન થઈ જાય છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਸਦ ਮਿਥਿਆ ਕਹਤ ॥ સંતનો નિંદક સદાય ખોટું બોલે છે
ਕਿਰਤੁ ਨਿੰਦਕ ਕਾ ਧੁਰਿ ਹੀ ਪਇਆ ॥ પહેલી જ નિંદા જ્યારે તે કરે છેતેના ફળ સ્વરૂપ તેનો સ્વભાવ પહેલેથી જ નિંદા કરવાનો થઈ જાય છેઅને આ સ્વભાવને કારણે બિચારો કરે તો પણ શું કરે?
ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਥਿਆ ॥੬॥ હે નાનક! માલિકની જો મરજી હોય તો તેને ઠીક લાગે તે જ થાય છે ।।૬।।
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਬਿਗੜ ਰੂਪੁ ਹੋਇ ਜਾਇ ॥ સંતોની નિંદા કરવા વાળો ભ્રષ્ટ થઈ જાય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕਉ ਦਰਗਹ ਮਿਲੈ ਸਜਾਇ ॥ સંતનો નિંદકને પ્રભુના દરબારમાં સજા મળે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਸਦਾ ਸਹਕਾਈਐ ॥ સંતનો નિંદક હંમેશા આતુર રહે છે અને રડતો અને સિસકતો રહે છે
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਨ ਮਰੈ ਨ ਜੀਵਾਈਐ ॥ સંતનો નિંદક ન તો તે જીવિત હોય છે અને ન તે મરેલો હોય છે
ਸੰਤ ਕੇ ਦੋਖੀ ਕੀ ਪੁਜੈ ਨ ਆਸਾ ॥ સંતના નિંદક ની આશા ક્યારેય પૂરી નથી થતી
ਸੰਤ ਕਾ ਦੋਖੀ ਉਠਿ ਚਲੈ ਨਿਰਾਸਾ ॥ સંતનો નિંદક જગતમાંથી તે નિરાશ જ ચાલ્યો જાય છે
ਸੰਤ ਕੈ ਦੋਖਿ ਨ ਤ੍ਰਿਸਟੈ ਕੋਇ ॥ એટલા માટે સંતોની નિંદા કરવા વાળો મનુષ્ય આ તરસથી બચી નથી શકતો
ਜੈਸਾ ਭਾਵੈ ਤੈਸਾ ਕੋਈ ਹੋਇ ॥ જેવો મનુષ્યની નીતિ હોય છે તેવો તેનો સ્વભાવ બની જાય છે
ਪਇਆ ਕਿਰਤੁ ਨ ਮੇਟੈ ਕੋਇ ॥ પહેલાં કરેલી બુરી કમાઈ ભેગી કરીને સ્વભાવ ના ફળ ને કોઈ મિટાવી નથી શકતું
ਨਾਨਕ ਜਾਨੈ ਸਚਾ ਸੋਇ ॥੭॥ હે નાનક! આ ભેદને તે સાચો પ્રભુ જાણે છે ।।૭।।
ਸਭ ਘਟ ਤਿਸ ਕੇ ਓਹੁ ਕਰਨੈਹਾਰੁ ॥ બધા જ જીવ જંતુ તે પ્રભુના છે તે જ બધું કરવા માટે સમર્થ છે
ਸਦਾ ਸਦਾ ਤਿਸ ਕਉ ਨਮਸਕਾਰੁ ॥ સદા તે પ્રભુની સામે માથું નમાવો
ਪ੍ਰਭ ਕੀ ਉਸਤਤਿ ਕਰਹੁ ਦਿਨੁ ਰਾਤਿ ॥ દિવસ-રાત પ્રભુના ગુણગાન કરો
ਤਿਸਹਿ ਧਿਆਵਹੁ ਸਾਸਿ ਗਿਰਾਸਿ ॥ દરેક ક્ષણ તેની યાદ ને સાથે રાખો
ਸਭੁ ਕਛੁ ਵਰਤੈ ਤਿਸ ਕਾ ਕੀਆ ॥ જગતમાં દરેક ખેલ તેની જ ચલાવેલી ચાલ છે
ਜੈਸਾ ਕਰੇ ਤੈਸਾ ਕੋ ਥੀਆ ॥ પ્રભુ આ જીવને જેવો બનાવે છે તેવો જ દરેક જીવ બની જાય છે
ਅਪਨਾ ਖੇਲੁ ਆਪਿ ਕਰਨੈਹਾਰੁ ॥ જગતરૂપી પોતાનો ખેલ પોતે જ કરવામાં સમર્થ છે
ਦੂਸਰ ਕਉਨੁ ਕਹੈ ਬੀਚਾਰੁ ॥ તેને બીજું કોણ સલાહ આપી શકે?


© 2017 SGGS ONLINE
Scroll to Top