Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-269

Page 269

ਮਿਥਿਆ ਨੇਤ੍ਰ ਪੇਖਤ ਪਰ ਤ੍ਰਿਅ ਰੂਪਾਦ ॥ આંખો વ્યર્થ છે જો તે પરાઈ સ્ત્રી ના રૂપ ને જોવે છે
ਮਿਥਿਆ ਰਸਨਾ ਭੋਜਨ ਅਨ ਸ੍ਵਾਦ ॥ જીભ વ્યર્થ છે જો તે ભોજન અને અન્ય સ્વાદો માં લાગેલી છે
ਮਿਥਿਆ ਚਰਨ ਪਰ ਬਿਕਾਰ ਕਉ ਧਾਵਹਿ ॥ પગ વ્યર્થ છે જો તે બીજાના નુકસાન માટે દોડભાગ કરી રહ્યા છે
ਮਿਥਿਆ ਮਨ ਪਰ ਲੋਭ ਲੁਭਾਵਹਿ ॥ હે મન! તું પણ વ્યર્થ છે જો તું પરાયા ધન ધન નો લોભ કરી રહ્યો છે
ਮਿਥਿਆ ਤਨ ਨਹੀ ਪਰਉਪਕਾਰਾ ॥ તે શરીર વ્યર્થ છે જે બીજાની ભલાઈ નથી કરતો
ਮਿਥਿਆ ਬਾਸੁ ਲੇਤ ਬਿਕਾਰਾ ॥ તે નાકવ્યર્થ છે જે વિકારોના વાસનાની ખુશ્બુ લઈ રહ્યો છે
ਬਿਨੁ ਬੂਝੇ ਮਿਥਿਆ ਸਭ ਭਏ ॥ પોત પોતાના અસ્તિત્વનો ઉદ્દેશ્યને સમજ્યા વગર બધા જ અંગ વ્યર્થ છે
ਸਫਲ ਦੇਹ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਲਏ ॥੫॥ હે નાનક! તે શરીર સફળ છે જે પ્રભુનું નામ જપે છે ।।૫।।
ਬਿਰਥੀ ਸਾਕਤ ਕੀ ਆਰਜਾ ॥ ઈશ્વરથી તૂટેલા મનુષ્ય ની ઉંમર વ્યર્થ થઇ જાય છે
ਸਾਚ ਬਿਨਾ ਕਹ ਹੋਵਤ ਸੂਚਾ ॥ કારણ કે સાચા પ્રભુના નામ વગર તે સ્વચ્છ કેવી રીતે થઈ શકે?
ਬਿਰਥਾ ਨਾਮ ਬਿਨਾ ਤਨੁ ਅੰਧ ॥ નામ વગર આંધળું આ શરીર કોઈ જ કામનું નથી
ਮੁਖਿ ਆਵਤ ਤਾ ਕੈ ਦੁਰਗੰਧ ॥ કારણ કે તેના મોઢામાંથી નિંદા ની બદબુ આવે છે
ਬਿਨੁ ਸਿਮਰਨ ਦਿਨੁ ਰੈਨਿ ਬ੍ਰਿਥਾ ਬਿਹਾਇ ॥ તેવી જ રીતે સ્મરણ વગર દિવસ રાત બેકાર થઈ જાય છે
ਮੇਘ ਬਿਨਾ ਜਿਉ ਖੇਤੀ ਜਾਇ ॥ જેવી રીતે વરસાદ વગર ખેતી નિષ્ફળ જાય છે
ਗੋਬਿਦ ਭਜਨ ਬਿਨੁ ਬ੍ਰਿਥੇ ਸਭ ਕਾਮ ॥ પ્રભુ ના ભજન થી વંચિત રહેવાને કારણેમનુષ્ય ના બધાં જ કામ નો કોઈ જ અર્થ નથી
ਜਿਉ ਕਿਰਪਨ ਕੇ ਨਿਰਾਰਥ ਦਾਮ ॥ કારણ કે આ કામ તેના તેને પોતાને સુંદર નથી બનાવી શકતા જેવી રીતે કંજૂસ નું ધન તેને પોતાને કામ નથી આવતું
ਧੰਨਿ ਧੰਨਿ ਤੇ ਜਨ ਜਿਹ ਘਟਿ ਬਸਿਓ ਹਰਿ ਨਾਉ ॥ તે મનુષ્યની મુબારક છે જેના હૃદયમાં પ્રભુનું નામ વસે છે
ਨਾਨਕ ਤਾ ਕੈ ਬਲਿ ਬਲਿ ਜਾਉ ॥੬॥ હે નાનક! બોલ કે હું ગુરુ ના ચરણો ઉપર કુરબાન જાઉં છું ।।૬।।
ਰਹਤ ਅਵਰ ਕਛੁ ਅਵਰ ਕਮਾਵਤ ॥ ધર્મ ના બાહરી બતાવેલા ચિન્હ બીજાં છે પણ અસલ જીંદગી કંઈક બીજી જ છે
ਮਨਿ ਨਹੀ ਪ੍ਰੀਤਿ ਮੁਖਹੁ ਗੰਢ ਲਾਵਤ ॥ મનમાં તો પ્રભુની સાથે પ્રેમ નથી પરંતુ મોઢાથી વાતો કરીને બતાવે છે કે હું પરમાત્મા ને પ્રેમ કરું છું
ਜਾਨਨਹਾਰ ਪ੍ਰਭੂ ਪਰਬੀਨ ॥ પણ દિલ ને જાણવા વાળો પ્રભુ ઘણો જ સમજદાર છે
ਬਾਹਰਿ ਭੇਖ ਨ ਕਾਹੂ ਭੀਨ ॥ તે ક્યારેય કોઇના બાહર ના વેષ થી પ્રસન્ન નથી થતો
ਅਵਰ ਉਪਦੇਸੈ ਆਪਿ ਨ ਕਰੈ ॥ જે મનુષ્ય બીજા લોકોને સલાહ આપે છે પણ પોતે તે સલાહ પર નથી ચાલતો
ਆਵਤ ਜਾਵਤ ਜਨਮੈ ਮਰੈ ॥ તે સદાય જન્મ અને મરણના ચક્કર માં પડ્યો રહે છે
ਜਿਸ ਕੈ ਅੰਤਰਿ ਬਸੈ ਨਿਰੰਕਾਰੁ ॥ જે મનુષ્યના હૃદયમાં નિરંકાર વસે છે
ਤਿਸ ਕੀ ਸੀਖ ਤਰੈ ਸੰਸਾਰੁ ॥ તેની શિક્ષાથી જગત વિકારોથી બચી જાય છે
ਜੋ ਤੁਮ ਭਾਨੇ ਤਿਨ ਪ੍ਰਭੁ ਜਾਤਾ ॥ હે પ્રભુ! જે ભક્ત તને પ્રેમ કરે છે તેઓએ તને ઓળખી લીધા છે
ਨਾਨਕ ਉਨ ਜਨ ਚਰਨ ਪਰਾਤਾ ॥੭॥ હે નાનક! તું બોલ કે હું તે ભક્તો ના ચરણો માં પડ્યો રહું ।।૭।।
ਕਰਉ ਬੇਨਤੀ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸਭੁ ਜਾਨੈ ॥ જે કોઈપણ વિનંતી હું કરું છું, પ્રભુ તે બધું જ જાણે છે
ਅਪਨਾ ਕੀਆ ਆਪਹਿ ਮਾਨੈ ॥ તેણે પેદા કરેલા જીવને તે ખૂબ જ સન્માન આપે છે
ਆਪਹਿ ਆਪ ਆਪਿ ਕਰਤ ਨਿਬੇਰਾ ॥ જીવના કરેલા કર્મો ને હિસાબે પ્રભુ પોતે જ ફેસલો કરે છે
ਕਿਸੈ ਦੂਰਿ ਜਨਾਵਤ ਕਿਸੈ ਬੁਝਾਵਤ ਨੇਰਾ ॥ અને કોઈકોઈને તે એ બુદ્ધિ બક્ષે છે કે પ્રભુ અમારી નજીક છે
ਉਪਾਵ ਸਿਆਨਪ ਸਗਲ ਤੇ ਰਹਤ ॥ અને કોઈને તે જણાવે છે કે પ્રભુ ઘણો જ દૂર છે
ਸਭੁ ਕਛੁ ਜਾਨੈ ਆਤਮ ਕੀ ਰਹਤ ॥ અને કોઈને તે જણાવે છે કે પ્રભુ ઘણો જ દૂર છે
ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਲਏ ਲੜਿ ਲਾਇ ॥ બધી રીતની ચતુરાઈથી પ્રભુ દૂર છે કોઈ પણ ચતુરાઈથી પ્રભુ પ્રસન્ન નથી થતા
ਥਾਨ ਥਨੰਤਰਿ ਰਹਿਆ ਸਮਾਇ ॥ જે જીવ તેને ગમે છે તેને તે પોતાની સાથે જોડી લે છે પ્રભુ બધી જ જગ્યાએ મોજુદ છે
ਸੋ ਸੇਵਕੁ ਜਿਸੁ ਕਿਰਪਾ ਕਰੀ ॥ તે મનુષ્ય અસલી સેવક બની શકે છે જેની ઉપર પ્રભુ ની મહેર થઇ છે
ਨਿਮਖ ਨਿਮਖ ਜਪਿ ਨਾਨਕ ਹਰੀ ॥੮॥੫॥ હે નાનક! એવા પ્રભુ ને તું ક્ષણ ક્ષણ યાદ કર ।।૮।।૫।।
ਸਲੋਕੁ ॥ શ્લોક।।
ਕਾਮ ਕ੍ਰੋਧ ਅਰੁ ਲੋਭ ਮੋਹ ਬਿਨਸਿ ਜਾਇ ਅਹੰਮੇਵ ॥ મારી ઉપર મહેર કર મારા કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર દૂર થઈ જાય એવું કર
ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਰਣਾਗਤੀ ਕਰਿ ਪ੍ਰਸਾਦੁ ਗੁਰਦੇਵ ॥੧॥ હે નાનક! વિનંતી કર અને બોલ હે ગુરુદેવ! હે પ્રભુ! હું તારી શરણ આવ્યો છું ।। ૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਛਤੀਹ ਅੰਮ੍ਰਿਤ ਖਾਹਿ ॥ હે ભાઈ! જે પ્રભુની કૃપાથી તું ઘણી પ્રકારના સ્વાદિષ્ટ પકવાન ખાય છે
ਤਿਸੁ ਠਾਕੁਰ ਕਉ ਰਖੁ ਮਨ ਮਾਹਿ ॥ તે ઠાકુર ને મનમાં યાદ કર
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਗੰਧਤ ਤਨਿ ਲਾਵਹਿ ॥ જેની મહેરબાનીથી પોતાના શરીર ઉપર તું અત્તર લગાડે છે
ਤਿਸ ਕਉ ਸਿਮਰਤ ਪਰਮ ਗਤਿ ਪਾਵਹਿ ॥ તેને યાદ કરીને તો ઉચ્ચ પદવી હાંસલ કરી લઈશ
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਬਸਹਿ ਸੁਖ ਮੰਦਰਿ ॥ જેની દયાથી તું સુખ મહેલમાં વસે છે
ਤਿਸਹਿ ਧਿਆਇ ਸਦਾ ਮਨ ਅੰਦਰਿ ॥ તેને સદાય મનમાં સ્મરણ કર
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਗ੍ਰਿਹ ਸੰਗਿ ਸੁਖ ਬਸਨਾ ॥ જે પ્રભુની કૃપાથી તું ઘરમાં મોજથી જીવી રહ્યો છે
ਆਠ ਪਹਰ ਸਿਮਰਹੁ ਤਿਸੁ ਰਸਨਾ ॥ તે જીભથી આઠેય પહોર યાદ કર
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਰੰਗ ਰਸ ਭੋਗ ॥ જે પ્રભુની બક્ષિસ થી ખેલ તમાશા મોજ-મસ્તી સ્વાદિષ્ટ ભોજન અને પદાર્થ નસીબમાં મળે છે
ਨਾਨਕ ਸਦਾ ਧਿਆਈਐ ਧਿਆਵਨ ਜੋਗ ॥੧॥ હે નાનક! તે ધ્યાન યોગ ને હંમેશા ધ્યાનમાં ના રાખ ।।૧।।
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਪਾਟ ਪਟੰਬਰ ਹਢਾਵਹਿ ॥ હે મન! જે પ્રભુની કૃપામાં તું રેશમી કપડાં પહેરે છે
ਤਿਸਹਿ ਤਿਆਗਿ ਕਤ ਅਵਰ ਲੁਭਾਵਹਿ ॥ તેને વીસરીને બીજે ક્યાં લોભ કરી રહ્યો છે?
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਖਿ ਸੇਜ ਸੋਈਜੈ ॥ જેની મહેરબાનીથી પલંગ ઉપર સુખથી સુવે છે
ਮਨ ਆਠ ਪਹਰ ਤਾ ਕਾ ਜਸੁ ਗਾਵੀਜੈ ॥ હે મન! તે પ્રભુનો યશ આઠેય પહોર ગાવો જોઈએ
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੁਝੁ ਸਭੁ ਕੋਊ ਮਾਨੈ ॥ જેની મહેરબાનીથી દરેક મનુષ્ય તારો આદર કરે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top