GUJARATI PAGE 270

ਮੁਖਿ ਤਾ ਕੋ ਜਸੁ ਰਸਨ ਬਖਾਨੈ ॥
તેની મહિમા પોતાના મુખ અને જીભથી સદાય કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੋ ਰਹਤਾ ਧਰਮੁ ॥
જે પ્રભુની કૃપાથી તારો ધર્મ કાયમ રહે છે

ਮਨ ਸਦਾ ਧਿਆਇ ਕੇਵਲ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥
હે મન! તું સદાય તે પરમેશ્વર નું સ્મરણ કર

ਪ੍ਰਭ ਜੀ ਜਪਤ ਦਰਗਹ ਮਾਨੁ ਪਾਵਹਿ ॥
પરમાત્મા ના ભજન કરવાથી દરગાહમાં તને સન્માન પ્રાપ્ત થશે અને

ਨਾਨਕ ਪਤਿ ਸੇਤੀ ਘਰਿ ਜਾਵਹਿ ॥੨॥
હે નાનક! અહીંયાથી ઈજ્જત ની સાથે તું પરલોક સીધાવી જઈશ।।૨।।

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਆਰੋਗ ਕੰਚਨ ਦੇਹੀ ॥
જે પ્રભુની કૃપાથી તને રોગ રહિત કંચન જેવું શરીર મળ્યું

ਲਿਵ ਲਾਵਹੁ ਤਿਸੁ ਰਾਮ ਸਨੇਹੀ ॥
તે પ્યારા રામની સાથે રંગાઇ જા

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰਾ ਓਲਾ ਰਹਤ ॥
જે પ્રભુની કૃપા મળી છે તેની શરણે પડી જા

ਮਨ ਸੁਖੁ ਪਾਵਹਿ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਕਹਤ ॥
હે મન! જેની કૃપાથી તારા પડદા બની રહે છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੇ ਸਗਲ ਛਿਦ੍ਰ ਢਾਕੇ ॥
જેની કૃપાથી તારાં બધાં જ એબ દબાઈને ઢકાઈને રહે છે

ਮਨ ਸਰਨੀ ਪਰੁ ਠਾਕੁਰ ਪ੍ਰਭ ਤਾ ਕੈ ॥
હે મન! તું પ્રભુ ઠાકોરની શરણે પડી જા

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੁਝੁ ਕੋ ਨ ਪਹੂਚੈ ॥
જેની કૃપાથી તારી કોઈ બરાબરી નથી કરી શકતું

ਮਨ ਸਾਸਿ ਸਾਸਿ ਸਿਮਰਹੁ ਪ੍ਰਭ ਊਚੇ ॥
હે મન! તું ઉચ્ચપ્રભુને શ્વાસે શ્વાસે યાદ કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਪਾਈ ਦ੍ਰੁਲਭ ਦੇਹ ॥
જેની કૃપાથી તને આ માનવ શરીર મળ્યું છે

ਨਾਨਕ ਤਾ ਕੀ ਭਗਤਿ ਕਰੇਹ ॥੩॥
હે નાનક! જે ખૂબજ દુર્લભ છે તેના દ્વારા તે પ્રભુની ભક્તિ કર ।।૩।।

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਆਭੂਖਨ ਪਹਿਰੀਜੈ ॥
જે પ્રભુની કૃપાથી અલંકાર પહેરે છે ઘરેણાં પહેરે છે

ਮਨ ਤਿਸੁ ਸਿਮਰਤ ਕਿਉ ਆਲਸੁ ਕੀਜੈ ॥
હે મન! તેને સ્મરણ કરવા માટે આળસ શા માટે કરવી જોઈએ

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਅਸ੍ਵ ਹਸਤਿ ਅਸਵਾਰੀ ॥
જેની કૃપાથી ઘોડા અને હાથીઓ ની સવારી કરે છે

ਮਨ ਤਿਸੁ ਪ੍ਰਭ ਕਉ ਕਬਹੂ ਨ ਬਿਸਾਰੀ ॥
હે મન! તે પ્રભુને ક્યારેય નહીં વીસરતો

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਬਾਗ ਮਿਲਖ ਧਨਾ ॥
જેની કૃપાથી બાગ બગીચા જમીન અને ધન તને નસીબ થયા છે

ਰਾਖੁ ਪਰੋਇ ਪ੍ਰਭੁ ਅਪੁਨੇ ਮਨਾ ॥
તે પ્રભુને પોતાના મનમાં પરોવીને રાખ

ਜਿਨਿ ਤੇਰੀ ਮਨ ਬਨਤ ਬਨਾਈ ॥
હે મન! જે પ્રભુએ તને સજાવ્યો છે

ਊਠਤ ਬੈਠਤ ਸਦ ਤਿਸਹਿ ਧਿਆਈ ॥
ઊઠતા બેસતાં દરેક સમયે તેનું જ સ્મરણ કર

ਤਿਸਹਿ ਧਿਆਇ ਜੋ ਏਕ ਅਲਖੈ ॥
તે પ્રભુને સ્મરણ કર જે એક છે અને અનંત છે

ਈਹਾ ਊਹਾ ਨਾਨਕ ਤੇਰੀ ਰਖੈ ॥੪॥
હે નાનક! લોક અને પરલોકમાં તેજ તારી લાજ રાખવા વાળો છે ।।૪।।

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਕਰਹਿ ਪੁੰਨ ਬਹੁ ਦਾਨ ॥
જે પ્રભુની કૃપાથી ઘણાં દાન-પુણ્ય કરે છે

ਮਨ ਆਠ ਪਹਰ ਕਰਿ ਤਿਸ ਕਾ ਧਿਆਨ ॥
હે મન! આઠે પહોર તેને યાદ કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੂ ਆਚਾਰ ਬਿਉਹਾਰੀ ॥
જેની કૃપાથી તું રીતિ-રિવાજ કરવાને લાયક થયો છે

ਤਿਸੁ ਪ੍ਰਭ ਕਉ ਸਾਸਿ ਸਾਸਿ ਚਿਤਾਰੀ ॥
તે પ્રભુને શ્વાસે શ્વાસે યાદ કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰਾ ਸੁੰਦਰ ਰੂਪੁ ॥
જેની દયાથી તને સુંદર મોઢું મળ્યું છે

ਸੋ ਪ੍ਰਭੁ ਸਿਮਰਹੁ ਸਦਾ ਅਨੂਪੁ ॥
તે સુંદર માલિકને સદાય સ્મરણ કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੀ ਨੀਕੀ ਜਾਤਿ ॥
જે પ્રભુની કૃપાથી તને આ મનુષ્ય જાતિ મળી છે

ਸੋ ਪ੍ਰਭੁ ਸਿਮਰਿ ਸਦਾ ਦਿਨ ਰਾਤਿ ॥
તેને સદાય દિવસ રાત યાદ કર

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੀ ਪਤਿ ਰਹੈ ॥
જેની કૃપાથી તારી ઈજ્જત આ જગત માં બનેલી છે

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਜਸੁ ਕਹੈ ॥੫॥
તેના નામનું સ્મરણ કર ગુરુ ની મહેર થી ભાગ્યશાળી મનુષ્ય તેની મહિમા કરી શકે છે ।।૫।।

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਨਹਿ ਕਰਨ ਨਾਦ ॥
જેની કૃપાથી તું પોતાના કાનમાં અવાજ સાંભળી શકે છે અને સાંભળવાની તાકાત મળી છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਪੇਖਹਿ ਬਿਸਮਾਦ ॥
જેની કૃપાથી આશ્ચર્યજનક દ્રશ્ય તને દેખાય છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਬੋਲਹਿ ਅੰਮ੍ਰਿਤ ਰਸਨਾ ॥
જેની કૃપાથી પામી ને જીભ થી મીઠા શબ્દો બોલે છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਖਿ ਸਹਜੇ ਬਸਨਾ ॥
જેની કૃપાથી સ્વભાવિક રીતે જસુખમાં વસી રહ્યો છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਹਸਤ ਕਰ ਚਲਹਿ ॥
જેની કૃપાથી તારાં હાથ અને બધાં અંગો કામ કરી રહ્યા છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੰਪੂਰਨ ਫਲਹਿ ॥
જેની કૃપાથી તું દરેક કાર્ય વ્યવહારમાં કામયાબ થઈ રહ્યો છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਪਰਮ ਗਤਿ ਪਾਵਹਿ ॥
જેની કૃપાથી તને ઊંચો દરજ્જો મળ્યો છે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵਹਿ ॥
જેની કૃપાથી તું સુખ અને બે ફિકર થઈને મસ્ત રહે છે

ਐਸਾ ਪ੍ਰਭੁ ਤਿਆਗਿ ਅਵਰ ਕਤ ਲਾਗਹੁ ॥
એવા પ્રભુને વિસરી ને તું બીજે ક્યાં લાગેલો છે?

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਮਨਿ ਜਾਗਹੁ ॥੬॥
હે નાનક! ગુરુની મહેરબાની લઈને મનને જાગૃત કર ।।૬।।

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੂੰ ਪ੍ਰਗਟੁ ਸੰਸਾਰਿ ॥
જે પ્રભુની કૃપાથી તું જગતમાં શોભાયમાન થયો છે

ਤਿਸੁ ਪ੍ਰਭ ਕਉ ਮੂਲਿ ਨ ਮਨਹੁ ਬਿਸਾਰਿ ॥
તેને ક્યારેય મનથી ન ભુલતો

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰਾ ਪਰਤਾਪੁ ॥
જેની કૃપાથી તને આદર-સન્માન મળેલું છે

ਰੇ ਮਨ ਮੂੜ ਤੂ ਤਾ ਕਉ ਜਾਪੁ
હે મૂર્ખ મન! તું એ પ્રભુને જપ

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੇਰੇ ਕਾਰਜ ਪੂਰੇ ॥
જેની કૃપાથી તારાં બધાં જ કામ સિદ્ધ થાય છે

ਤਿਸਹਿ ਜਾਨੁ ਮਨ ਸਦਾ ਹਜੂਰੇ ॥
હે મન! તું તે પ્રભુને સદાય પોતાની અંદર સમાયેલો જાણ

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਤੂੰ ਪਾਵਹਿ ਸਾਚੁ ॥
જેની કૃપાથી તને સત્ય પ્રાપ્ત થાય છે

ਰੇ ਮਨ ਮੇਰੇ ਤੂੰ ਤਾ ਸਿਉ ਰਾਚੁ ॥
હે મારા મન! તું તે પ્રભુની સાથે જોડાઈને રહે

ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸਭ ਕੀ ਗਤਿ ਹੋਇ ॥
જેની કૃપાથી દરેક જીવ ઉપર પહોંચી જાય છે તું તેનો જપ કર

ਨਾਨਕ ਜਾਪੁ ਜਪੈ ਜਪੁ ਸੋਇ ॥੭॥
હે નાનક! જે મનુષ્યનેઆ દાન મળે છે તે ફક્ત હરિનું નામ જપે છે ।।૭।।

ਆਪਿ ਜਪਾਏ ਜਪੈ ਸੋ ਨਾਉ ॥
તે જ મનુષ્ય પ્રભુના નામને જપે છે જેને તું કહે છે

ਆਪਿ ਗਾਵਾਏ ਸੁ ਹਰਿ ਗੁਨ ਗਾਉ ॥
તે જ મનુષ્ય હરિના ગુણ ગાય છે જેને ગાવા માટે તમે પ્રેરણા આપો છો