Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-236

Page 236

ਕਰਨ ਕਰਾਵਨ ਸਭੁ ਕਿਛੁ ਏਕੈ ॥ જીવ બિચારાને હાથ માં શું? ફક્ત પરમાત્મા જ દરેક જીવમાં વ્યાપક થઈને બધુ જ કરી રહ્યો છે
ਆਪੇ ਬੁਧਿ ਬੀਚਾਰਿ ਬਿਬੇਕੈ ॥ અને તે પ્રભુ પોતે જ દરેક જીવને અક્કલ બક્ષે છે. પોતે જ દરેક જીવમાં વ્યાપક થઈને વિચારની જીવન સંયોગને પારખે છે.
ਦੂਰਿ ਨ ਨੇਰੈ ਸਭ ਕੈ ਸੰਗਾ ॥ તે પરમાત્મા કોઈનાથી દૂર નથી વસતો, બધાની નજીક વસે છે, સૌની સાથે વસે છે.
ਸਚੁ ਸਾਲਾਹਣੁ ਨਾਨਕ ਹਰਿ ਰੰਗਾ ॥੮॥੧॥ હે નાનક! તે પ્રભુ હંમેશા સ્થિર રહેનાર છે, તે જ બધા તમાશા કરનાર છે, તે જ પ્રશંસનીય છે ॥૮॥૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਨਾਮੇ ਲਾਗਾ ॥ પરંતુ, હે મન! તે મનુષ્ય જ પરમાત્માનાં નામમાં જોડાય છે, ગુરુના શરણે પડેલ મનુષ્ય હરિ નામમાં જોડાય છે,
ਤਿਸ ਕਉ ਮਿਲਿਆ ਜਿਸੁ ਮਸਤਕਿ ਭਾਗਾ ॥ અને ગુરુ તે મનુષ્યને મળે છે જેનાં માથાનાં ભાગ્ય જાગી જાય.
ਤਿਸ ਕੈ ਹਿਰਦੈ ਰਵਿਆ ਸੋਇ ॥ ફરી તે મનુષ્યના હૃદયમાં તે પરમાત્મા આવી વસે છે.
ਮਨੁ ਤਨੁ ਸੀਤਲੁ ਨਿਹਚਲੁ ਹੋਇ ॥੧॥ તેનું મન અને શરીર હૃદય ઠંડુ થઇ જાય છે, વિકારો તરફથી સ્થિર થઇ જાય છે ॥૧॥
ਐਸਾ ਕੀਰਤਨੁ ਕਰਿ ਮਨ ਮੇਰੇ ॥ હે મન! તું પરમાત્માની એવી મહિમા કરતો રહે,
ਈਹਾ ਊਹਾ ਜੋ ਕਾਮਿ ਤੇਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે તારા આ જીવનમાં પણ કામ આવે, અને પરલોકમાં પણ તારે કામ આવે ॥૧॥વિરામ॥
ਜਾਸੁ ਜਪਤ ਭਉ ਅਪਦਾ ਜਾਇ ॥ હે મન! તું તે પરમાત્માની મહિમા કરતો રહે જેનું નામ જપીને દરેક પ્રકારનો ડર દૂર થઇ જાય છે,
ਧਾਵਤ ਮਨੂਆ ਆਵੈ ਠਾਇ ॥ દરેક આફત ટળી જાય છે, વિકારો તરફ દોડતું મન અટકી જાય છે,
ਜਾਸੁ ਜਪਤ ਫਿਰਿ ਦੂਖੁ ਨ ਲਾਗੈ ॥ જેનું નામ જપવાથી ફરી કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી
ਜਾਸੁ ਜਪਤ ਇਹ ਹਉਮੈ ਭਾਗੈ ॥੨॥ જેનું નામ જપવાથી અંદરથી અહંકાર દૂર થઇ જાય છે ॥૨॥
ਜਾਸੁ ਜਪਤ ਵਸਿ ਆਵਹਿ ਪੰਚਾ ॥ જેનું નામ જપવાથી કામાદિક પાંચેય વિકાર કાબુ આવી જાય છે,
ਜਾਸੁ ਜਪਤ ਰਿਦੈ ਅੰਮ੍ਰਿਤੁ ਸੰਚਾ ॥ જેનું નામ જપવાથી આધ્યાત્મિક જીવન દેનાર નામ-જળ હૃદયમાં એકત્રિત કરી શકે છે,
ਜਾਸੁ ਜਪਤ ਇਹ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ॥ જેનું નામ જપવાથી માયાની તરસ ઠરી જાય છે
ਜਾਸੁ ਜਪਤ ਹਰਿ ਦਰਗਹ ਸਿਝੈ ॥੩॥ અને જેનું નામ જપવાથી પરમાત્માની દરબારમાં પણ સફળ થઇ જાય છે ॥૩॥
ਜਾਸੁ ਜਪਤ ਕੋਟਿ ਮਿਟਹਿ ਅਪਰਾਧ ॥ હે ભાઈ! તું તે પરમાત્માની મહિમા કરતો રહે, જેનું નામ જપવાથી પાછલા કરેલ કરોડો પાપ મટી જાય છે,
ਜਾਸੁ ਜਪਤ ਹਰਿ ਹੋਵਹਿ ਸਾਧ ॥ જેનું નામ જપવાથી આગળ માટે સારા મનુષ્ય બની જાય છે,
ਜਾਸੁ ਜਪਤ ਮਨੁ ਸੀਤਲੁ ਹੋਵੈ ॥ જેનું નામ જપવાથી મન વિકારોની ગરમીમા ઠંડુ શીતળ થઇ જાય છે
ਜਾਸੁ ਜਪਤ ਮਲੁ ਸਗਲੀ ਖੋਵੈ ॥੪॥ અને જેનું નામ જપવાથી પોતાની અંદરની વિકારોની ગંદકી દૂર કરી લે છે ॥૪॥
ਜਾਸੁ ਜਪਤ ਰਤਨੁ ਹਰਿ ਮਿਲੈ ॥ જેનું જાપ કરવાથી મનુષ્યને હરિ નામ રત્ન પ્રાપ્ત થઇ જાય છે,
ਬਹੁਰਿ ਨ ਛੋਡੈ ਹਰਿ ਸੰਗਿ ਹਿਲੈ ॥ નામ જપવાની કૃપાથી મનુષ્ય પરમાત્માની સાથે એટલો હળી-મળી જાય છે કે પ્રાપ્ત કરેલ તે નામ-રત્નને બીજી વાર છોડતો નથી,
ਜਾਸੁ ਜਪਤ ਕਈ ਬੈਕੁੰਠ ਵਾਸੁ ॥ જેનું નામ જપવાથી આધ્યાત્મિક આનંદ મળે છે આધ્યાત્મિક સ્થિરતામાં ઠેકાણું મળી જાય છે,
ਜਾਸੁ ਜਪਤ ਸੁਖ ਸਹਜਿ ਨਿਵਾਸੁ ॥੫॥ તથા, જાણે જેમ, અનેક વૈકુંઠનું નિવાસ પ્રાપ્ત થઇ જાય છે ॥૫॥
ਜਾਸੁ ਜਪਤ ਇਹ ਅਗਨਿ ਨ ਪੋਹਤ ॥ હે ભાઈ! તું તે પરમાત્માની મહિમા કરતો રહે, જેનું નામ જપવાથી તૃષ્ણાની આગ સ્પર્શી શકે નહિ,
ਜਾਸੁ ਜਪਤ ਇਹੁ ਕਾਲੁ ਨ ਜੋਹਤ ॥ આધ્યાત્મિક મૃત્યુ પોતાનું જોર નાખી નહિ શકે,
ਜਾਸੁ ਜਪਤ ਤੇਰਾ ਨਿਰਮਲ ਮਾਥਾ ॥ દરેક જગ્યાએ તું ઉજ્જવળ-મુખ રહીશ,
ਜਾਸੁ ਜਪਤ ਸਗਲਾ ਦੁਖੁ ਲਾਥਾ ॥੬॥ અને તારું દરેક પ્રકારનું દુઃખ દૂર થઇ જશે ॥૬॥
ਜਾਸੁ ਜਪਤ ਮੁਸਕਲੁ ਕਛੂ ਨ ਬਨੈ ॥ હે ભાઈ! તું તે પરમાત્મા મહિમા કરતો રહે, જેનું નામ જપવાથી મનુષ્યના જીવન સફરમાં કોઈ મુશ્કેલી બનતી નથી,
ਜਾਸੁ ਜਪਤ ਸੁਣਿ ਅਨਹਤ ਧੁਨੈ ॥ મનુષ્ય એક-રસ આધ્યાત્મિક આનંદના ગીતની ધૂન સાંભળતો રહે છે,
ਜਾਸੁ ਜਪਤ ਇਹ ਨਿਰਮਲ ਸੋਇ ॥ મનુષ્યની અંદર દરેક સમય આધ્યાત્મિક આનંદની લહેર ચાલી રહે છે મનુષ્ય લોક-પરલોકમાં પવિત્ર શોભા કમાય છે.
ਜਾਸੁ ਜਪਤ ਕਮਲੁ ਸੀਧਾ ਹੋਇ ॥੭॥ જેનું નામ જપવાથી મનુષ્યનું કમળરૂપી હૃદય વિકારોથી પલટીને, પરમાત્માની યાદ તરફ સીધું થઇ જાય છે, ॥૭॥
ਗੁਰਿ ਸੁਭ ਦ੍ਰਿਸਟਿ ਸਭ ਊਪਰਿ ਕਰੀ ॥ હે ભાઈ! જે મનુષ્ય પર ગુરુએ જેમ સૌથી સારા પ્રકારની કૃપાની નજર કરી દીધી
ਜਿਸ ਕੈ ਹਿਰਦੈ ਮੰਤ੍ਰੁ ਦੇ ਹਰੀ ॥ તે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ જપ્વાનો ઉપદેશ વસે છે
ਅਖੰਡ ਕੀਰਤਨੁ ਤਿਨਿ ਭੋਜਨੁ ਚੂਰਾ ॥ તેને પરમાત્માની એક-રસ મહિમાને પોતાની આત્મા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવી લીધું
ਕਹੁ ਨਾਨਕ ਜਿਸੁ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ॥੮॥੨॥ નાનક કહે છે, જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી પડ્યા, ॥૮॥૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਿਦ ਅੰਤਰਿ ਧਾਰੈ ॥ તે મનુષ્ય પોતાના હૃદયમાં ગુરુના શબ્દ વસાવે છે,
ਪੰਚ ਜਨਾ ਸਿਉ ਸੰਗੁ ਨਿਵਾਰੈ ॥ કામાદિક પાંચેય વિકારોથી પોતાનો સાથ હટાવી લે છે,
ਦਸ ਇੰਦ੍ਰੀ ਕਰਿ ਰਾਖੈ ਵਾਸਿ ॥ દસેય ઇન્દ્રિયોને પોતાના કાબુમાં કરી લે છે
ਤਾ ਕੈ ਆਤਮੈ ਹੋਇ ਪਰਗਾਸੁ ॥੧॥ અને તેની આત્મામાં પ્રકાશ થઇ જાય છે, તેને આધ્યાત્મિક જીવનની સમજ આવી જાય છે ॥૧॥
ਐਸੀ ਦ੍ਰਿੜਤਾ ਤਾ ਕੈ ਹੋਇ ॥ હે ભાઈ! જે મનુષ્યના હૃદયમાં એવું આધ્યાત્મિક બળ ઉત્પન્ન થઇ જાય છે,
ਜਾ ਕਉ ਦਇਆ ਮਇਆ ਪ੍ਰਭ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્ય પર પરમાત્માની દયા હોય છે, કૃપા હોય છે॥૧॥વિરામ॥
ਸਾਜਨੁ ਦੁਸਟੁ ਜਾ ਕੈ ਏਕ ਸਮਾਨੈ ॥ હે ભાઈ! જે મનુષ્યને પોતાના હૃદયમાં મિત્રા અને દુશ્મન એક જેવા જ લાગે,
ਜੇਤਾ ਬੋਲਣੁ ਤੇਤਾ ਗਿਆਨੈ ॥ જેટલું કાંઈ તે બોલે છે, આધ્યાત્મિક જીવનની સમજ વિશે બોલે છે,
ਜੇਤਾ ਸੁਨਣਾ ਤੇਤਾ ਨਾਮੁ ॥ જેટલું કાંઈ સાંભળે છે, પરમાત્માની મહિમા જ સાંભળે છે,
ਜੇਤਾ ਪੇਖਨੁ ਤੇਤਾ ਧਿਆਨੁ ॥੨॥ જેટલું કાંઈ જુએ છે, પરમાત્મામાં ધ્યાન જોડવાને કારણે જ બને છે ॥૨॥
ਸਹਜੇ ਜਾਗਣੁ ਸਹਜੇ ਸੋਇ ॥ તે મનુષ્ય ભલે જાગે છે, ભલે સુતેલ છે, તે હંમેશા આધ્યાત્મિક સ્થિરતામાં જ ટકી રહે છે;
ਸਹਜੇ ਹੋਤਾ ਜਾਇ ਸੁ ਹੋਇ ॥ પરમાત્માની રજામાં જે કાંઈ થાય છે, તેને યોગ્ય માને છે, અને આધ્યાત્મિક સ્થિરતામાં જ લીન રહે છે;
ਸਹਜਿ ਬੈਰਾਗੁ ਸਹਜੇ ਹੀ ਹਸਨਾ ॥ કોઈ દુઃખની ઘટના થઇ જાય, ભલે ખુશીનું કારણ બને, તે આધ્યાત્મિક સ્થિરતામાં જ રહે છે;
ਸਹਜੇ ਚੂਪ ਸਹਜੇ ਹੀ ਜਪਨਾ ॥੩॥ જો તે ચુપ બેઠો છે તો પણ સ્થિરતામાં છે અને જો બોલી રહ્યો છે તો પણ સ્થિરતામાં છે ॥૩॥
ਸਹਜੇ ਭੋਜਨੁ ਸਹਜੇ ਭਾਉ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને જ તે ખાવા-પીવાનો વ્યવહાર કરે છે,
ਸਹਜੇ ਮਿਟਿਓ ਸਗਲ ਦੁਰਾਉ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં જ તે બીજાની સાથે પ્રેમ ભરેલું વર્તન કરે છે; આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહેવાને કારણે તેની અંદરથી બધો કપટ-ભાવ મટી જાય છે;
ਸਹਜੇ ਹੋਆ ਸਾਧੂ ਸੰਗੁ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં જ તેને ગુરુનો મેળાપ થઇ જાય છે,
ਸਹਜਿ ਮਿਲਿਓ ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਿਸੰਗੁ ॥੪॥ અને પ્રત્યક્ષ રીતે તેને પરમાત્મા મળી જાય છે ॥૪॥
ਸਹਜੇ ਗ੍ਰਿਹ ਮਹਿ ਸਹਜਿ ਉਦਾਸੀ ॥ જો તે ઘરમાં છે તો પણ આધ્યાત્મિક સ્થિરતામાં,


© 2017 SGGS ONLINE
Scroll to Top