Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-162

Page 162

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਨਿਹਕੇਵਲ ਨਿਰਬਾਣੀ ॥੪॥੧੩॥੩੩॥ હે નાનક! તેનું જીવન પવિત્ર થઇ જાય છે. તે ઈચ્છા રહિત થઈ જાય છે ॥૪॥૧૩॥૩૩॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਵਡਭਾਗਿ ਸੰਜੋਗ ॥ જે મનુષ્યને મોટી કિસ્મતથી સારા સંજોગોથી ગુરુ મળી જાય છે, તેના હ્નદયમાં પરમાત્માનું નામ વસી જાય છે.
ਹਿਰਦੈ ਨਾਮੁ ਨਿਤ ਹਰਿ ਰਸ ਭੋਗ ॥੧॥ તે હંમેશા પરમાત્માના નામ રસનો આનંદ લે છે ॥૧॥
ਗੁਰਮੁਖਿ ਪ੍ਰਾਣੀ ਨਾਮੁ ਹਰਿ ਧਿਆਇ ॥ જે પ્રાણી ગુરુની શરણ પડીને પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે છે.
ਜਨਮੁ ਜੀਤਿ ਲਾਹਾ ਨਾਮੁ ਪਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્ય જન્મની રમત જીતીને જાય છે, અને પરમાત્માની નામ ધનની કમાણી કમાઈ લે છે ॥૧॥વિરામ॥
ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਗੁਰ ਸਬਦੁ ਹੈ ਮੀਠਾ ॥ જે મનુષ્યને સતગુરુના શબ્દ મીઠા લાગે છે. ગુરુના શબ્દ જ તેના માટે ધર્મ-ચર્ચા છે ગુરુના શબ્દ જ તેના માટે સમાધિ છે.
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਕਿਨੈ ਵਿਰਲੈ ਚਖਿ ਡੀਠਾ ॥੨॥ પરંતુ કોઈ દુર્લભ ભાગ્યશાળી મનુષ્યએ ગુરુની કૃપાથી ગુરુના મીઠા શબ્દનો રસ ચાખીને જોયા છે ॥૨॥
ਕਰਮ ਕਾਂਡ ਬਹੁ ਕਰਹਿ ਅਚਾਰ ॥ જે લોકો જન્મ, જનેઉ, વિવાહ, ક્રિયા વગેરે સમય શાસ્ત્રો અનુસાર માનેલા ધાર્મિક કર્મ કરે છે તેમજ અન્ય અનેક ધાર્મિક રીત કરે છે.
ਬਿਨੁ ਨਾਵੈ ਧ੍ਰਿਗੁ ਧ੍ਰਿਗੁ ਅਹੰਕਾਰ ॥੩॥ પરંતુ પરમાત્માના નામથી વંચિત રહે છે આ કર્મકાંડ તેની અંદર અહંકાર પેદા કરે છે અને તેનું જીવન ધિક્કારયોગ્ય જ રહે છે ॥૩॥
ਬੰਧਨਿ ਬਾਧਿਓ ਮਾਇਆ ਫਾਸ ॥ પરમાત્માથી અલગ થયેલો મનુષ્ય માયાની ફાંસીમાં, માયાના બંધનમાં બંધાયેલ રહે છે
ਜਨ ਨਾਨਕ ਛੂਟੈ ਗੁਰ ਪਰਗਾਸ ॥੪॥੧੪॥੩੪॥ હે દાસ નાનક! એ ત્યારે જ આ બંધનથી આઝાદ થાય છે જ્યારે ગુરુના શબ્દનો પ્રકાશ તેને પ્રાપ્ત થાય છે ॥૪॥૧૪॥૩૪॥
ਮਹਲਾ ੩ ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ॥ મહેલ ૩ ગૌરી રાગ બૈરાગણ ॥
ਜੈਸੀ ਧਰਤੀ ਊਪਰਿਮੇਘੁਲਾ ਬਰਸਤੁ ਹੈ ਕਿਆ ਧਰਤੀ ਮਧੇ ਪਾਣੀ ਨਾਹੀ ॥ ધરતી અને વાદળનો દ્દષ્ટાંત લઈને જો જેવી ધરતી છે તેવું જ ઉપરનું વાદળ છે જે વરસાદ કરે છે. ધરતીમાં પણ તેવું જ પાણી છે જેવું વાદળમાં છે.
ਜੈਸੇ ਧਰਤੀ ਮਧੇ ਪਾਣੀ ਪਰਗਾਸਿਆ ਬਿਨੁ ਪਗਾ ਵਰਸਤ ਫਿਰਾਹੀ ॥੧॥ કૂવો ખોદવાથી જેમ ધરતીમાંથી પાણી નીકળી આવે છે તેમ જ વાદળ પણ પાણીનો વરસાદ કરતો ફરે છે. જીવાત્મા તેમજ પરમાત્મામાં પણ આવો જ ફર્ક સમજો જેમ ધરતીનાં પાણી અને વાદળોનાં પાણીનું છે, પાણી એક જ તે પાણી છે. જીવ ભલે માયામાં ફસાયેલ છે ભલે ઉંચી ઉડાન ભરી રહ્યો છે, છે એક જ પરમાત્માનો અંશ ॥૧॥
ਬਾਬਾ ਤੂੰ ਐਸੇ ਭਰਮੁ ਚੁਕਾਹੀ ॥ હે ભાઈ! સામાન્ય ભુલેખા આ છે કે જીવ, પ્રભુથી અલગ પોતાની હસ્તી માનીને પોતાની જાતને કર્મોના કરનાર સમજે છે પરંતુ તું પોતાનું આ ભુલેખા આ શ્રદ્ધા બનાવીને દૂર કર
ਜੋ ਕਿਛੁ ਕਰਤੁ ਹੈ ਸੋਈ ਕੋਈ ਹੈ ਰੇ ਤੈਸੇ ਜਾਇ ਸਮਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥ કે પ્રભુ જેવો પણ જે જીવને બનાવે છે તેવો તે જીવ બની જાય છે, અને તે તરફ જ જીવ વ્યસ્ત રહે છે ॥૧॥વિરામ॥
ਇਸਤਰੀ ਪੁਰਖ ਹੋਇ ਕੈ ਕਿਆ ਓਇ ਕਰਮ ਕਮਾਹੀ ॥ શું સ્ત્રી, શું મર્દ – તારાથી આગળ થઈને કોઈ કાંઈ કરી શકતું નથી.
ਨਾਨਾ ਰੂਪ ਸਦਾ ਹਹਿ ਤੇਰੇ ਤੁਝ ਹੀ ਮਾਹਿ ਸਮਾਹੀ ॥੨॥ આ બધી સ્ત્રીઓ અને મર્દ હંમેશા તારા જ અલગ અલગ રૂપ છે અને અંતમાં તારામાં જ સમાઈ જાય છે ॥૨॥
ਇਤਨੇ ਜਨਮ ਭੂਲਿ ਪਰੇ ਸੇ ਜਾ ਪਾਇਆ ਤਾ ਭੂਲੇ ਨਾਹੀ ॥ પરમાત્માની યાદથી ભૂલીને જીવ અનેક જન્મોમાં પડેલો રહે છે. જ્યારે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે ખોટા રસ્તેથી હટી જાય છે.
ਜਾ ਕਾ ਕਾਰਜੁ ਸੋਈ ਪਰੁ ਜਾਣੈ ਜੇ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸਮਾਹੀ ॥੩॥ જો જીવ ગુરુના શબ્દમાં ટકેલા રહે તો એ સમજ આવી જાય છે કે જે પરમાત્માનું આ જગત બનાવેલું છે, તે જ આને સારી રીતે સમજે છે ॥૩॥
ਤੇਰਾ ਸਬਦੁ ਤੂੰਹੈ ਹਹਿ ਆਪੇ ਭਰਮੁ ਕਹਾਹੀ ॥ હે પ્રભુ! દરેક જગ્યાએ તારો જ હુકમ વર્તાઈ રહ્યો છે. બધી જગ્યાએ તું પોતે જ હાજર છે – જે મનુષ્યની અંદર આ નિશ્ચય બની જાય, તેને ભુલેખા ક્યાં રહી જાય છે?
ਨਾਨਕ ਤਤੁ ਤਤ ਸਿਉ ਮਿਲਿਆ ਪੁਨਰਪਿ ਜਨਮਿ ਨ ਆਹੀ ॥੪॥੧॥੧੫॥੩੫॥ હે નાનક! જે મનુષ્યની અંદરથી અનેક્તાનો ભુલેખા દૂર થઇ જાય છે, તેનું ધ્યાન પરમાત્માની જ્યોતિમાં મળેલું રહે છે જેમ હવા, પાણી વગેરે દરેક તત્વ પોતાના તત્વથી મળી જાય છે આવા મનુષ્ય ફરીથી જન્મોમાં નથી જતા ॥૪॥૧॥૧૫॥૩૫॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ બૈરાગણ મહેલ ૩॥
ਸਭੁ ਜਗੁ ਕਾਲੈ ਵਸਿ ਹੈ ਬਾਧਾ ਦੂਜੈ ਭਾਇ ॥ જ્યાં સુધી આ જગત માયાના મોહમાં બંધાઈ રહે છે ત્યાં સુધી આ આખું જગત આધ્યાત્મિક મૃત્યુના કાબૂમાં આવતું રહે છે.
ਹਉਮੈ ਕਰਮ ਕਮਾਵਦੇ ਮਨਮੁਖਿ ਮਿਲੈ ਸਜਾਇ ॥੧॥ પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય બધું કામ અહંકારને આશરે કરે છે અને તેને આધ્યાત્મિક મૃત્યુની જ સજા મળે છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਗੁਰ ਚਰਣੀ ਚਿਤੁ ਲਾਇ ॥ હે મન! ગુરૂના ચરણોમાં ધ્યાન જોડ. ગુરુની શરણ પડીને પરમાત્માનો નામ ખજાનો એકત્રિત કરી લે.
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਲੈ ਦਰਗਹ ਲਏ ਛਡਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ આ તને પરમાત્માની હાજરીમાં તારા કરેલા કર્મોના લેખ કરવા સમયે સાચો સ્વીકાર કરશે ॥૧॥ વિરામ॥
ਲਖ ਚਉਰਾਸੀਹ ਭਰਮਦੇ ਮਨਹਠਿ ਆਵੈ ਜਾਇ ॥ માયાના મોહમાં બંધાયેલ જીવ ચોર્યાસી લાખ યોનિઓમાં ફરતા રહે છે. પોતાના મનની જીદને કારણે માયાના મોહમાં ફસાયેલ જીવ જન્મ મરણના ચક્કરમાં પડેલો રહે છે.
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਨ ਚੀਨਿਓ ਫਿਰਿ ਫਿਰਿ ਜੋਨੀ ਪਾਇ ॥੨॥ જે મનુષ્ય ગુરુના શબ્દની કદરને નથી સમજતો તે ફરીફરી યોનિઓમાં પડે છે ॥૨॥
ਗੁਰਮੁਖਿ ਆਪੁ ਪਛਾਣਿਆ ਹਰਿ ਨਾਮੁ ਵਸਿਆ ਮਨਿ ਆਇ ॥ જે મનુષ્ય ગુરુની સન્મુખ રહીને આધ્યાત્મિક જીવનને પડતાળતો રહે છે તેના મનમાં પરમાત્માનું નામ આવી વસે છે.
ਅਨਦਿਨੁ ਭਗਤੀ ਰਤਿਆ ਹਰਿ ਨਾਮੇ ਸੁਖਿ ਸਮਾਇ ॥੩॥ દરરોજ પરમાત્માની ભક્તિના રંગમાં રંગાયેલા રહેવાને કારણે તે પરમાત્માના નામમાં લીન રહે છે તે આધ્યાત્મિક આનંદમાં ટકેલો રહે છે ॥૩॥
ਮਨੁ ਸਬਦਿ ਮਰੈ ਪਰਤੀਤਿ ਹੋਇ ਹਉਮੈ ਤਜੇ ਵਿਕਾਰ ॥ જે મનુષ્યનું મન ગુરુના શબ્દમાં જોડવાને કારણે સ્વયં ભાવ તરફથી મરી જાય છે તેની ગુરુના શબ્દમાં શ્રદ્ધા બની જાય છે અને તે પોતાની અંદરથી અહંકાર વગેરે વીકાર ત્યાગે છે.
ਜਨ ਨਾਨਕ ਕਰਮੀ ਪਾਈਅਨਿ ਹਰਿ ਨਾਮਾ ਭਗਤਿ ਭੰਡਾਰ ॥੪॥੨॥੧੬॥੩੬॥ હે દાસ નાનક! પરમાત્માના નામના ખજાના, પરમાત્માની ભક્તિના ખજાના, પરમાત્માની કૃપાથી જ મળે છે ॥૪॥૨॥૧૬॥૩૬॥
ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ બૈરાગણ મહેલ ૩।।
ਪੇਈਅੜੈ ਦਿਨ ਚਾਰਿ ਹੈ ਹਰਿ ਹਰਿ ਲਿਖਿ ਪਾਇਆ ॥ પરમાત્માએ દરેક જીવના માથા પર આ જ લેખ લખીને રાખી દીધા છે કે દરેકને આ લોકમાં રહેવા માટે થોડા દિવસ જ મળેલા છે તો પણ બધા જીવ માયાના મોહમાં ફસાયેલ રહે છે.
ਸੋਭਾਵੰਤੀ ਨਾਰਿ ਹੈ ਗੁਰਮੁਖਿ ਗੁਣ ਗਾਇਆ ॥ તે જીવ-સ્ત્રી લોક પરલોકમાં શોભા કમાય છે જે ગુરુની શરણ પડીને પરમાત્માના ગુણ ગાય છે.
ਪੇਵਕੜੈ ਗੁਣ ਸੰਮਲੈ ਸਾਹੁਰੈ ਵਾਸੁ ਪਾਇਆ ॥ જે જીવ-સ્ત્રી આ પિતાના ઘરમાં રહેવાના સમય પરમાત્માના ગુણ પોતાના દિલમાં સંભાળે છે તેને પરલોકમાં પ્રભુની હાજરીમાં આદર મળી જાય છે.
ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਣੀਆ ਹਰਿ ਹਰਿ ਮਨਿ ਭਾਇਆ ॥੧॥ ગુરુની સન્મુખ રહીને તે જીવ સ્ત્રી હંમેશા આધ્યાત્મિક સ્થિરતામાં લીન રહે છે. પરમાત્માનું નામ તેણે પોતાના મનમાં પ્રેમાળ લાગે છે ॥૧॥
ਸਸੁਰੈ ਪੇਈਐ ਪਿਰੁ ਵਸੈ ਕਹੁ ਕਿਤੁ ਬਿਧਿ ਪਾਈਐ ॥ હે સત્સંગી! હે બહેન! કહે, તે પતિ પ્રભુ ક્યાં વર્તનથી મળી શકે છે જે આ લોકમાં અને પરલોકમાં દરેક જગ્યાએ વસે છે?
ਆਪਿ ਨਿਰੰਜਨੁ ਅਲਖੁ ਹੈ ਆਪੇ ਮੇਲਾਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ હે જિજ્ઞાસુ જીવ સ્ત્રી! તે પ્રભુ પતિ દરેક જગ્યાએ હાજર હોવા છતાં માયાના પ્રભાવથી ઉપર છે, અને અદ્રષ્ય પણ છે.તે સ્વયં જ પોતાનો મેળાપ કરાવે છે ॥૧॥વિરામ॥
error: Content is protected !!
Scroll to Top
https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pkm-bendungan.trenggalekkab.go.id/apps/demo-slot/ https://biroorpeg.tualkota.go.id/birodemo/ https://biroorpeg.tualkota.go.id/public/ggacor/ https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://sinjaiutara.sinjaikab.go.id/wp-content/macau/ http://kesra.sinjaikab.go.id/public/data/rekomendasi/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ jp1131
https://fisip-an.umb.ac.id/wp-content/pstgacor/ https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pkm-bendungan.trenggalekkab.go.id/apps/demo-slot/ https://biroorpeg.tualkota.go.id/birodemo/ https://biroorpeg.tualkota.go.id/public/ggacor/ https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://sinjaiutara.sinjaikab.go.id/wp-content/macau/ http://kesra.sinjaikab.go.id/public/data/rekomendasi/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ jp1131
https://fisip-an.umb.ac.id/wp-content/pstgacor/ https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html