Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-136

Page 136

ਕਾਮਿ ਕਰੋਧਿ ਨ ਮੋਹੀਐ ਬਿਨਸੈ ਲੋਭੁ ਸੁਆਨੁ ॥ નામ જપવાની કૃપાથી કામ-ક્રોધમાં નથી ફસાતા લોભ રૂપી કૂતરો પણ ખતમ થઈ જશે. લોભ જેની અસરથી મનુષ્ય કૂતરાની જેમ ઓટલે-ઓટલે ભટકે છે
ਸਚੈ ਮਾਰਗਿ ਚਲਦਿਆ ਉਸਤਤਿ ਕਰੇ ਜਹਾਨੁ ॥ આ સાચા રસ્તા પર ચાલવાથી જગત પણ શોભા સ્તુતિ કરે છે.
ਅਠਸਠਿ ਤੀਰਥ ਸਗਲ ਪੁੰਨ ਜੀਅ ਦਇਆ ਪਰਵਾਨੁ ॥ અડસઠ તીર્થોનું સ્નાન, બધા પુણ્ય કર્મો, જીવો પર દયા કરવી જે ધાર્મિક કાર્યો માનેલા છે આ બધું સ્મરણમાં જ આવે છે પરમાત્મા કૃપા કરીને જે મનુષ્યને નામ જપવાનું દાન આપે છે
ਜਿਸ ਨੋ ਦੇਵੈ ਦਇਆ ਕਰਿ ਸੋਈ ਪੁਰਖੁ ਸੁਜਾਨੁ ॥ તે મનુષ્ય જિંદગીના સાચા રસ્તાની ઓળખાણવાળો બુદ્ધિમાન થઈ જાય છે
ਜਿਨਾ ਮਿਲਿਆ ਪ੍ਰਭੁ ਆਪਣਾ ਨਾਨਕ ਤਿਨ ਕੁਰਬਾਨੁ ॥ હે નાનક! જેમને વ્હાલા પ્રભુ મળી જાય છે. હું તેનાથી કુરબાન થાઉં છું
ਮਾਘਿ ਸੁਚੇ ਸੇ ਕਾਂਢੀਅਹਿ ਜਿਨ ਪੂਰਾ ਗੁਰੁ ਮਿਹਰਵਾਨੁ ॥੧੨॥ મહા મહિનામાં માત્ર તે જ સ્વચ્છ લોકો કહેવાય છે જેના પર સંપૂર્ણ સતગુરુ દયાવાન થાય છે અને જેમને નામ જપવાનું દાન મળે છે ।।૧૨।।
ਫਲਗੁਣਿ ਅਨੰਦ ਉਪਾਰਜਨਾ ਹਰਿ ਸਜਣ ਪ੍ਰਗਟੇ ਆਇ ॥ શરદીની ઋતુ ના કડાકા ની શરદી પછી બહાર ફરવા પર ફાગણના મહિનામાં લોકો હોળીના રંગ ભવ્યતા સાથે ખુશીઓ મનાવે છે, ફાગણ માં તે જીવ-સ્ત્રીઓ અંદર આધ્યાત્મિક આનંદ જન્મે છે જેના હદયમાં સજ્જન હરિ પ્રત્યક્ષ આવી વસે છે
ਸੰਤ ਸਹਾਈ ਰਾਮ ਕੇ ਕਰਿ ਕਿਰਪਾ ਦੀਆ ਮਿਲਾਇ ॥ પરમાત્મા સાથે મેળાપમાં સહાયતા કરવાવાળા સંત જન કૃપા કરીને તેને પ્રભુ સાથે જોડી દે છે
ਸੇਜ ਸੁਹਾਵੀ ਸਰਬ ਸੁਖ ਹੁਣਿ ਦੁਖਾ ਨਾਹੀ ਜਾਇ ॥ તેની હદય પથારી સુંદર બની જાય છે. તેને બધા જ સુખ પ્રાપ્ત થાય છે પછી દુઃખો માટે તેના હદયમાં ક્યાંય થોડી પણ જગ્યા નથી રહેતી
ਇਛ ਪੁਨੀ ਵਡਭਾਗਣੀ ਵਰੁ ਪਾਇਆ ਹਰਿ ਰਾਇ ॥ તે ભાગ્યશાળી જીવ-સ્ત્રીઓની મનોકામના પુરી થઈ જાય છે. તેને હરિ પ્રભુ પતિ મળી જાય છે
ਮਿਲਿ ਸਹੀਆ ਮੰਗਲੁ ਗਾਵਹੀ ਗੀਤ ਗੋਵਿੰਦ ਅਲਾਇ ॥ તે સત્સંગી સહેલીઓની સાથે મળીને ગોવિંદની મહિમા ના ગીત ગાય ને આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન કરવાવાળી ગુરુવાણી ગાય છે
ਹਰਿ ਜੇਹਾ ਅਵਰੁ ਨ ਦਿਸਈ ਕੋਈ ਦੂਜਾ ਲਵੈ ਨ ਲਾਇ ॥ પરમાત્મા જેવું બીજું કોઈ તેની બરાબરી કરી શકવાવાળો કોઈ બીજો તેને ક્યાંય દેખાતો નથી
ਹਲਤੁ ਪਲਤੁ ਸਵਾਰਿਓਨੁ ਨਿਹਚਲ ਦਿਤੀਅਨੁ ਜਾਇ ॥ તે પરમાત્મા એ તે સત્સંગીઓ ના લોક પરલોક શણગારી દીધા છે તેને પોતાના ચરણોમાં લગન લિનતાવાળી એવી જગ્યા આપી છે જે ક્યારેય ડોલતી નથી
ਸੰਸਾਰ ਸਾਗਰ ਤੇ ਰਖਿਅਨੁ ਬਹੁੜਿ ਨ ਜਨਮੈ ਧਾਇ ॥ પ્રભુએ સંસાર સમુદ્રથી તેમને હાથ દઈને રાખી લીધા છે. જન્મોના ચક્રમાં બીજીવાર તેમની દોડભાગ નથી થતી
ਜਿਹਵਾ ਏਕ ਅਨੇਕ ਗੁਣ ਤਰੇ ਨਾਨਕ ਚਰਣੀ ਪਾਇ ॥ હે નાનક! અમારી એક જીભ છે પ્રભુના અનેક જ ગુણ છે, અમે તેને વર્ણન કરવા લાયક નથી. જે જીવ તેના ચરણોમાં પડે છે તેનો આશરો જોવે છે તે સંસાર સમુદ્રથી તરી જાય છે
ਫਲਗੁਣਿ ਨਿਤ ਸਲਾਹੀਐ ਜਿਸ ਨੋ ਤਿਲੁ ਨ ਤਮਾਇ ॥੧੩॥ ફાગણ મહિનામાં હોળી વગેરે માંથી આનંદ શોધવાના બદલે હંમેશા તેણે પરમાત્માની મહિમા કરવી જોઈએ. જેને પોતાની ઉપમા કરાવવાની થોડી પણ લાલચ નથી તેમાં આપણું જ ભલું છે ।।૧૩।।
ਜਿਨਿ ਜਿਨਿ ਨਾਮੁ ਧਿਆਇਆ ਤਿਨ ਕੇ ਕਾਜ ਸਰੇ ॥ જે જે મનુષ્ય એ પરમાત્માનું નામ જપે છે. તેના બધા કાર્ય સફળ થઈ જાય છે
ਹਰਿ ਗੁਰੁ ਪੂਰਾ ਆਰਾਧਿਆ ਦਰਗਹ ਸਚਿ ਖਰੇ ॥ જેમને પ્રભુ ને સંપૂર્ણ ગુરુને આરાધ્યા છે. તે હંમેશા સ્થિર રહેવાવાળી હાજરીમાં સાચા રહે છે
ਸਰਬ ਸੁਖਾ ਨਿਧਿ ਚਰਣ ਹਰਿ ਭਉਜਲੁ ਬਿਖਮੁ ਤਰੇ ॥ પ્રભુના ચરણો જ બધા સુખનો ખજાનો છે જે જીવ ચરણોમાં લાગે છે તે મુશ્કિલ સંસાર સમુદ્રથી સારી રીતે પાર થઈ જાય છે
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਤਿਨ ਪਾਈਆ ਬਿਖਿਆ ਨਾਹਿ ਜਰੇ ॥ તેને પ્રભુનો પ્રેમ, પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય છે માયાની તૃષ્ણા ની આગમાં તે નથી સળગતા
ਕੂੜ ਗਏ ਦੁਬਿਧਾ ਨਸੀ ਪੂਰਨ ਸਚਿ ਭਰੇ ॥ તેમના વ્યર્થ અસત્ય લાલચ ખતમ થઈ જાય છે. તેના મનથી ભટકાવ દૂર થઈ જાય છે તે સંપૂર્ણ પણે હંમેશા સ્થિર હરિમાં ટકેલો રહે છે.
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪ੍ਰਭੁ ਸੇਵਦੇ ਮਨ ਅੰਦਰਿ ਏਕੁ ਧਰੇ ॥ તે પોતાના મનમાં એક પરમ જ્યોતિ પરમાત્માને વસાવીને હંમેશા તેમને યાદ કરે છે.
ਮਾਹ ਦਿਵਸ ਮੂਰਤ ਭਲੇ ਜਿਸ ਕਉ ਨਦਰਿ ਕਰੇ ॥ જેના પર પ્રભુ કૃપાની નજર કરે છે પોતાના નામનું દાન આપે છે તેના માટે આખો મહિનો, આખો દિવસ બધા મૂરત સારા છે સંગરાંદ વગેરેની પવિત્રતાના ભ્રમ ભુલેખ તેને પડતા.
ਨਾਨਕੁ ਮੰਗੈ ਦਰਸ ਦਾਨੁ ਕਿਰਪਾ ਕਰਹੁ ਹਰੇ ॥੧੪॥੧॥ એ હરિ! કૃપા કર. હું નાનક તારા ઓટલેથી તારા દર્શનનું દાન માંગુ છું ।।૧૪।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ਦਿਨ ਰੈਣਿ માઝ મહેલ ૫ દિવસ, દિવસ અને રાત
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।।
ਸੇਵੀ ਸਤਿਗੁਰੁ ਆਪਣਾ ਹਰਿ ਸਿਮਰੀ ਦਿਨ ਸਭਿ ਰੈਣ ॥ હે બહેન! પ્રભુ કૃપા કરે હું પોતાના ગુરુની શરણે પડું અને હું મારી જિંદગીના આખા દિવસ અને આખી રાત પરમાત્મા ને યાદ કરું છું.
ਆਪੁ ਤਿਆਗਿ ਸਰਣੀ ਪਵਾਂ ਮੁਖਿ ਬੋਲੀ ਮਿਠੜੇ ਵੈਣ ॥ સ્વયં ભાવ ત્યાગીને અહંકાર છોડીને હું ગુરુની શરણે પડું અને મોંથી તેની પાસે આ મીઠા બોલ બોલું.
ਜਨਮ ਜਨਮ ਕਾ ਵਿਛੁੜਿਆ ਹਰਿ ਮੇਲਹੁ ਸਜਣੁ ਸੈਣ ॥ હે સતગુરુ! મને સજ્જન પ્રભુ મળાવી દે મારુ મન ઘણા જન્મથી તેનાથી અલગ થયેલું છે.
ਜੋ ਜੀਅ ਹਰਿ ਤੇ ਵਿਛੁੜੇ ਸੇ ਸੁਖਿ ਨ ਵਸਨਿ ਭੈਣ ॥ હે બહેન! જે જીવ પરમાત્માથી અલગ રહે છે તે સુખથી નથી વસી શકતા.
ਹਰਿ ਪਿਰ ਬਿਨੁ ਚੈਨੁ ਨ ਪਾਈਐ ਖੋਜਿ ਡਿਠੇ ਸਭਿ ਗੈਣ ॥ મેં આખી ધરતી આકાશ શોધીને જોઈ લીધા છે કે પ્રભુ પતિના મેળાપ વગર આધ્યાત્મિક સુખ નથી મળી શકતું.
ਆਪ ਕਮਾਣੈ ਵਿਛੁੜੀ ਦੋਸੁ ਨ ਕਾਹੂ ਦੇਣ ॥ હે બહેન! હું પોતાના કરેલા કર્મો અનુસાર પ્રભુ પતિથી અલગ થયેલી છું. આ વિશે હું કોઈ બીજાને દોષ નથી આપી શક્તિ
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਰਾਖਿ ਲੇਹੁ ਹੋਰੁ ਨਾਹੀ ਕਰਣ ਕਰੇਣ ॥ હે પ્રભુ! કૃપા કર, મારી રક્ષા કર, તારા વગર બીજુ કોઈ કાંઈ કરવા કરાવવા સમર્થ નથી.
ਹਰਿ ਤੁਧੁ ਵਿਣੁ ਖਾਕੂ ਰੂਲਣਾ ਕਹੀਐ ਕਿਥੈ ਵੈਣ ॥ હે હરિ! તારા મેળાપ વગર માટી માં મળી જવાય છે આ દુઃખ ની તડપ બીજા કોને કહીએ?
ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀਆ ਹਰਿ ਸੁਰਜਨੁ ਦੇਖਾ ਨੈਣ ॥੧॥ હે બહેન! નાનક ની આ વિનંતી છે કે હું કોઈ રીતે પોતાની આંખોથી તે ઉત્તમ પુરુષ પરમાત્માના દર્શન કરું. ।।૧।।
ਜੀਅ ਕੀ ਬਿਰਥਾ ਸੋ ਸੁਣੇ ਹਰਿ ਸੰਮ੍ਰਿਥ ਪੁਰਖੁ ਅਪਾਰੁ ॥ પરમાત્મા બધી શક્તિઓ ના માલિક છે. બધામાં વ્યાપક છે અને અનંત છે. તે જીવના દુઃખ-દર્દ સાંભળે છે.
ਮਰਣਿ ਜੀਵਣਿ ਆਰਾਧਣਾ ਸਭਨਾ ਕਾ ਆਧਾਰੁ ॥ આખી ઉંમર તેની આરાધના કરવી જોઈએ. તે બધા જીવોનો સહારો ઉમ્મીદ છે.


© 2017 SGGS ONLINE
Scroll to Top