Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-135

Page 135

ਮਨਿ ਤਨਿ ਪਿਆਸ ਦਰਸਨ ਘਣੀ ਕੋਈ ਆਣਿ ਮਿਲਾਵੈ ਮਾਇ ॥ હે માં! ભાદરવાની ગરમ ગભરામણ પછી આસો ની મીઠી મીઠી ઋતુ માં મારી અંદર પ્રભુ પતિના પ્રેમનો ઉછાળો આવી રહ્યો છે, મારુ મન તડપે છે કે કોઈ ના કોઈ તરફ ચાલી ને પ્રભુ પતિ ને મળું મારા મનમાં મારા શરીરમાં પ્રભુ દર્શનની ઘણી તરસ લાગેલી છે મન ઈચ્છે છે કે કોઈ તે પતિને લાવીને મિલન કરાવી દે
ਸੰਤ ਸਹਾਈ ਪ੍ਰੇਮ ਕੇ ਹਉ ਤਿਨ ਕੈ ਲਾਗਾ ਪਾਇ ॥ આ સાંભળીને કે સંત જન પ્રેમ વધારવામાં સહાયતા કરે છે હું તેમના ચરણોમાં લાગેલી છું
ਵਿਣੁ ਪ੍ਰਭ ਕਿਉ ਸੁਖੁ ਪਾਈਐ ਦੂਜੀ ਨਾਹੀ ਜਾਇ ॥ હે માં! પ્રભુ વગર સુખ આનંદ નથી મળી શકતું કારણ કે સુખ આનંદની બીજી કોઈ જગ્યા જ નથી
ਜਿੰਨ੍ਹ੍ਹੀ ਚਾਖਿਆ ਪ੍ਰੇਮ ਰਸੁ ਸੇ ਤ੍ਰਿਪਤਿ ਰਹੇ ਆਘਾਇ ॥ જે ભાગ્યશાળીઓ એ પ્રભુ પ્રેમ નો સ્વાદ એક વાર ચાખી લીધો છે તે માયાના સ્વાદ ભૂલી જાય છે, માયા તરફથી તૃપ્ત થઈ જાય છે
ਆਪੁ ਤਿਆਗਿ ਬਿਨਤੀ ਕਰਹਿ ਲੇਹੁ ਪ੍ਰਭੂ ਲੜਿ ਲਾਇ ॥ સ્વયં ભાવ છોડીને તે હંમેશા પ્રાર્થના જ કરતા રહે છે કે હે પ્રભુ! અમને પોતાની સાથે જોડેલા રાખો
ਜੋ ਹਰਿ ਕੰਤਿ ਮਿਲਾਈਆ ਸਿ ਵਿਛੁੜਿ ਕਤਹਿ ਨ ਜਾਇ ॥ જે જીવ-સ્ત્રીને પ્રભુ પતિ એ પોતાની સાથે મેળવી લીધી છે તે તે મિલન માંથી અલગ થઈને બીજી કોઈ જગ્યાએ નથી જતી
ਪ੍ਰਭ ਵਿਣੁ ਦੂਜਾ ਕੋ ਨਹੀ ਨਾਨਕ ਹਰਿ ਸਰਣਾਇ ॥ કારણ કે હે નાનક! એને નિશ્ચય આવી જાય છે કે સદૈવ સુખ માટે પ્રભુ ની શરણ વગર બીજી કોઈ જગ્યા નથી, તે હંમેશા પ્રભુની શરણમાં જ પડેલી રહે છે
ਅਸੂ ਸੁਖੀ ਵਸੰਦੀਆ ਜਿਨਾ ਮਇਆ ਹਰਿ ਰਾਇ ॥੮॥ આસો ની મીઠી મીઠી ઋતુમાં તે જીવ-સ્ત્રીઓ સુખી વસે છે. જેના પર પરમાત્માની કૃપા હોય છે ।।૮।।
ਕਤਿਕਿ ਕਰਮ ਕਮਾਵਣੇ ਦੋਸੁ ਨ ਕਾਹੂ ਜੋਗੁ ॥ કારતક ની સુંદર ઋતુમાં પણ જો પ્રભુ પતિથી અલગ રહ્યા તો આ પોતાના કરેલા કર્મો નું પરિણામ છે, કોઈ બીજાના માથે કોઈ દોષ નથી લગાવી શકાતો
ਪਰਮੇਸਰ ਤੇ ਭੁਲਿਆਂ ਵਿਆਪਨਿ ਸਭੇ ਰੋਗ ॥ પરમેશ્વરની યાદથી તૂટવાથી દુનિયાના બધા દુઃખ-કષ્ટ આવી ચોંટે છે
ਵੇਮੁਖ ਹੋਏ ਰਾਮ ਤੇ ਲਗਨਿ ਜਨਮ ਵਿਜੋਗ ॥ જેમને આ જન્મમાં પરમાત્માની યાદથી મોં ફેરવી રાખ્યું, તેમને પછી ઘણા જન્મ લેવા પડી જાય છે
ਖਿਨ ਮਹਿ ਕਉੜੇ ਹੋਇ ਗਏ ਜਿਤੜੇ ਮਾਇਆ ਭੋਗ ॥ જે માયા ના મોજાની માટે પ્રભુ ને ભુલાવી દીધા છે. તે પણ એક ક્ષણમાં દુઃખી થઈ જાય છે
ਵਿਚੁ ਨ ਕੋਈ ਕਰਿ ਸਕੈ ਕਿਸ ਥੈ ਰੋਵਹਿ ਰੋਜ ॥ તે દુઃખી હાલત માં ક્યાંય પણ દરરોજ રોવા રોવાનો લાભ નથી થતો કારણ કે દુઃખ તો છે જુદાઈ ના કારણે અને જુદાઈ ને દૂર કોઈ વચેટિયા નથી કરી સકતા
ਕੀਤਾ ਕਿਛੂ ਨ ਹੋਵਈ ਲਿਖਿਆ ਧੁਰਿ ਸੰਜੋਗ ॥ દુઃખી જીવની પોતાની કોઈ હાજરી નથી ચાલતી પાછળના કર્મો અનુસાર ધૂળથી લખેલા લેખોની વિધિ આવી બની છે
ਵਡਭਾਗੀ ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਮਿਲੈ ਤਾਂ ਉਤਰਹਿ ਸਭਿ ਬਿਓਗ ॥ હા! જો સૌભાગ્યથી પ્રભુ પોતે આવી મળે, તો જુદાઈ થી જન્મેલા બધા દુખ મટી જાય છે
ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਰਾਖਿ ਲੇਹਿ ਮੇਰੇ ਸਾਹਿਬ ਬੰਦੀ ਮੋਚ ॥ નાનકની તો આ જ વિનંતી છે હે માયા ના બંધનોથી છોડાવવાળા મારા માલિક! નાનક ને માયાના મોહથી બચાવી લે.
ਕਤਿਕ ਹੋਵੈ ਸਾਧਸੰਗੁ ਬਿਨਸਹਿ ਸਭੇ ਸੋਚ ॥੯॥ કારતક ની મજેદાર ઋતુમાં જેને સાધુ-સંગતિ મળી જાય, તેની જુદાઈ વાળી બધી ચિંતાઓ ફિકર સમાપ્ત થઈ જાય છે ।।૯।।
ਮੰਘਿਰਿ ਮਾਹਿ ਸੋਹੰਦੀਆ ਹਰਿ ਪਿਰ ਸੰਗਿ ਬੈਠੜੀਆਹ ॥ માગશરના ઠંડા મીઠા મહિનામાં તે જીવ-સ્ત્રીઓ સુંદર લાગે છે જે હરિ પતિની સાથે છે
ਤਿਨ ਕੀ ਸੋਭਾ ਕਿਆ ਗਣੀ ਜਿ ਸਾਹਿਬਿ ਮੇਲੜੀਆਹ ॥ જેમને માલિક પ્રભુ એ પોતાની સાથે મેળવી લીધા તેમની શોભા વર્ણવી શકાતી નથી
ਤਨੁ ਮਨੁ ਮਉਲਿਆ ਰਾਮ ਸਿਉ ਸੰਗਿ ਸਾਧ ਸਹੇਲੜੀਆਹ ॥ સત્સંગી સહેલીઓની સંગતિમાં પ્રભુની સાથે મન જોડીને તેમનું શરીર તેમનું મન હંમેશા ખીલી રહે છે
ਸਾਧ ਜਨਾ ਤੇ ਬਾਹਰੀ ਸੇ ਰਹਨਿ ਇਕੇਲੜੀਆਹ ॥ પરંતુ જે જીવ-સ્ત્રીઓ સત્સંગી ની સંગતિથી વંચિત રહી જાય છે, તે એકલી ત્યાગેલી રહી જાય છે, જેવી રીતે સડેલા તલનો છોડ ખેતરમાં સારા વગરનો જ રહે છે. એકલી વગર પતિ જીવ ને જોઈને કામુક ઘણા દુશમન આવીને ઘેરી લે છે
ਤਿਨ ਦੁਖੁ ਨ ਕਬਹੂ ਉਤਰੈ ਸੇ ਜਮ ਕੈ ਵਸਿ ਪੜੀਆਹ ॥ અને તેમનો વિકારોનો પાક દુઃખ ક્યારેય ઉતરતું નથી. તે યમરાજના વશમાં પડી જાય છે
ਜਿਨੀ ਰਾਵਿਆ ਪ੍ਰਭੁ ਆਪਣਾ ਸੇ ਦਿਸਨਿ ਨਿਤ ਖੜੀਆਹ ॥ જે જીવ-સ્ત્રીઓએ પતિ પ્રભુનો સાથ માણ્યો છે તે વિકારોના હુમલાથી હંમેશા સાવધાન દેખાય છે. વિકારો તેના પર ઇજા કરી સકતા નથી
ਰਤਨ ਜਵੇਹਰ ਲਾਲ ਹਰਿ ਕੰਠਿ ਤਿਨਾ ਜੜੀਆਹ ॥ કારણ કે પરમાત્માના ગુણાકાર તેમના હદયમાં પરોવાયેલા રહે છે. જેમ હીરા જવેરાત અને લાલ હીરાનો હાર ગળામાં નાખેલો હોય છે
ਨਾਨਕ ਬਾਂਛੈ ਧੂੜਿ ਤਿਨ ਪ੍ਰਭ ਸਰਣੀ ਦਰਿ ਪੜੀਆਹ ॥ નાનક તે સત્સંગીઓના ચરણોની ધૂળ માંગે છે જે પ્રભુના ઓટલા પર પડ્યા રહે છે. જે પ્રભુના શરણમાં રહે છે
ਮੰਘਿਰਿ ਪ੍ਰਭੁ ਆਰਾਧਣਾ ਬਹੁੜਿ ਨ ਜਨਮੜੀਆਹ ॥੧੦॥ માગશરમાં પરમાત્માનું સ્મરણ કરવાથી બીજી વાર જન્મ મરણનું ચક્ર નથી પડતું ।।૧૦।।
ਪੋਖਿ ਤੁਖਾਰੁ ਨ ਵਿਆਪਈ ਕੰਠਿ ਮਿਲਿਆ ਹਰਿ ਨਾਹੁ ॥ પોષના મહિનામાં જે જીવ-સ્ત્રીના ગળેથી હદયમાં પ્રભુ પતિ લાગેલા હોય છે તેને મનની કઠોરતા જોર નાખી સકતી નથી
ਮਨੁ ਬੇਧਿਆ ਚਰਨਾਰਬਿੰਦ ਦਰਸਨਿ ਲਗੜਾ ਸਾਹੁ ॥ કારણ કે તેનું ધ્યાન પ્રભુના દર્શનની ચાહતમાં જોડાયેલું રહે છે તેનું મન પ્રભુના સુંદર ચરણો માં રહે છે
ਓਟ ਗੋਵਿੰਦ ਗੋਪਾਲ ਰਾਇ ਸੇਵਾ ਸੁਆਮੀ ਲਾਹੁ ॥ જે જીવ-સ્ત્રી એ ગોવિંદ ગોપાલનો સહારો લીધો છે. તેમણે પ્રભુ પતિની સેવાનો લાભ લીધો છે
ਬਿਖਿਆ ਪੋਹਿ ਨ ਸਕਈ ਮਿਲਿ ਸਾਧੂ ਗੁਣ ਗਾਹੁ ॥ માયા તેને અડી સકતી નથી, ગુરુને મળીને તેણે પ્રભુની મહિમા માં ડૂબકી લગાડી છે
ਜਹ ਤੇ ਉਪਜੀ ਤਹ ਮਿਲੀ ਸਚੀ ਪ੍ਰੀਤਿ ਸਮਾਹੁ ॥ જે પરમાત્માથી તેણે જન્મ લીધો છે. તેમાં જ તે જોડાયેલી રહે છે. તેની લગન પ્રભુની પ્રિતીમાં લાગેલી રહે છે
ਕਰੁ ਗਹਿ ਲੀਨੀ ਪਾਰਬ੍ਰਹਮਿ ਬਹੁੜਿ ਨ ਵਿਛੁੜੀਆਹੁ ॥ પરબ્રહ્મ એ તેના હાથ પકડી ને તેને પોતાના ચરણો માં જોડેલા છે તે ફરી તેના ચરણોથી અલગ થતી નથી
ਬਾਰਿ ਜਾਉ ਲਖ ਬੇਰੀਆ ਹਰਿ ਸਜਣੁ ਅਗਮ ਅਗਾਹੁ ॥ પરંતુ તે સજ્જન પ્રભુ ખુબ પહોંચથી ઉપર છે. ખુબ ઊંડા છે. હું તેનાથી લાખો વખત બલિદાન આપું છું
ਸਰਮ ਪਈ ਨਾਰਾਇਣੈ ਨਾਨਕ ਦਰਿ ਪਈਆਹੁ ॥ હે નાનક! તે ખુબ દયાળુ છે ઓટલે પડવાથી તે પ્રભુ એ ઈજ્જત રાખવી જ પડે છે.
ਪੋਖੁ ਸੋੁਹੰਦਾ ਸਰਬ ਸੁਖ ਜਿਸੁ ਬਖਸੇ ਵੇਪਰਵਾਹੁ ॥੧੧॥ જેના પર તે બેદરકાર કૃપા કરે છે. તેને પોષનો મહિનો સુંદર લાગે છે તેને બધા જ સુખ મળે છે ।।૧૧।।
ਮਾਘਿ ਮਜਨੁ ਸੰਗਿ ਸਾਧੂਆ ਧੂੜੀ ਕਰਿ ਇਸਨਾਨੁ ॥ મહામાં મહા વાળા દિવસે પ્રયાગ વગેરે તીર્થો પર સ્નાન કરવું ખુબ પુણ્યનું કામ સમજે છે પરંતુ હે ભાઈ! ગુરુમુખોની સંગતિ માં બેસ એજ છે તીર્થોનું સ્નાન છે, તેમની ચરણ ધૂળમાં સ્નાન કર.
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਧਿਆਇ ਸੁਣਿ ਸਭਨਾ ਨੋ ਕਰਿ ਦਾਨੁ ॥ નમ્રતા ભાવથી તેમની સંગતિ કર ત્યાં પરમાત્માનું નામ જપ પરમાત્મા નામ સાંભળ અને બધાની આ નામનું દાન વેચ
ਜਨਮ ਕਰਮ ਮਲੁ ਉਤਰੈ ਮਨ ਤੇ ਜਾਇ ਗੁਮਾਨੁ ॥ આવી રીતે ઘણા જન્મોના કરેલા કર્મોથી જન્મેલી વિકારોની ગંદકી તારા મનમાંથી ઉતરી જશે તારા મનમાંથી અહંકાર દૂર થઈ જશે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html