Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-129

Page 129

ਅਹਿਨਿਸਿ ਪ੍ਰੀਤਿ ਸਬਦਿ ਸਾਚੈ ਹਰਿ ਸਰਿ ਵਾਸਾ ਪਾਵਣਿਆ ॥੫॥ ગુરુના શબ્દ દ્વારા તે દિવસ રાત હંમેશા સ્થિર પરમાત્મામાં પ્રીતિ મેળવે છે અને આ રીતે પરમાત્મા સરોવરમાં નિવાસ પ્રાપ્ત કરી રાખે છે ।।૫।।
ਮਨਮੁਖੁ ਸਦਾ ਬਗੁ ਮੈਲਾ ਹਉਮੈ ਮਲੁ ਲਾਈ ॥ પરંતુ, જે મનુષ્ય પોતાના મનની પાછળ ચાલે છે તે જાણ, બગલો છે. તે હંમેશા ગંદો છે. તેની અંદર અહંકારની ગંદકી લાગેલી રહે છે.
ਇਸਨਾਨੁ ਕਰੈ ਪਰੁ ਮੈਲੁ ਨ ਜਾਈ ॥ તે તીર્થો પર સ્નાન પણ કરે છે પરંતુ આ રીતે તેની અહંકારની ગંદકી દૂર થતી નથી.
ਜੀਵਤੁ ਮਰੈ ਗੁਰ ਸਬਦੁ ਬੀਚਾਰੈ ਹਉਮੈ ਮੈਲੁ ਚੁਕਾਵਣਿਆ ॥੬॥ જે મનુષ્ય દુનિયાના કાર્ય-વ્યવહાર કરતા જ સ્વયં ભાવને મારી રહે છે. જે ગુરુના શબ્દ પોતાની અંદર ટકાવી રાખે છે. તે પોતાની અંદરથી અહંકારની ગંદકી દૂર કરી લે છે. ।।૬।।
ਰਤਨੁ ਪਦਾਰਥੁ ਘਰ ਤੇ ਪਾਇਆ ॥ ਪੂਰੈ ਸਤਿਗੁਰਿ ਸਬਦੁ ਸੁਣਾਇਆ ॥ જે મનુષ્યને અચૂક ગુરુએ પરમાત્માની મહિમાનાં શબ્દ સંભળાવી દીધાં. તેને પ્રભુના નામરૂપી કિંમતી રત્ન પોતાના હૃદયમાંથી જ શોધી લીધા.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਮਿਟਿਆ ਅੰਧਿਆਰਾ ਘਟਿ ਚਾਨਣੁ ਆਪੁ ਪਛਾਨਣਿਆ ॥੭॥ ગુરુની કૃપાથી તેની અંદરથી અજ્ઞાનતાનું, માયાના મોહનું અંધારું મટી ગયું. તેના હૃદયમાં આમિક જીવનવાળો પ્રકાશ થઇ ગયો. તેણે આધ્યાત્મિક જીવનને ઓળખી લીધું ।।૭।।
ਆਪਿ ਉਪਾਏ ਤੈ ਆਪੇ ਵੇਖੈ ॥ હે ભાઈ! પરમાત્મા પોતે બધા જીવોને ઉત્પન્ન કરે છે અને પોતે જ બધાની સંભાળ રાખે છે.
ਸਤਿਗੁਰੁ ਸੇਵੈ ਸੋ ਜਨੁ ਲੇਖੈ ॥ જે મનુષ્ય ગુરુનો આશરો લે છે તે પરમાત્માના દરબારમાં સ્વીકાર થઈ જાય છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸੈ ਘਟ ਅੰਤਰਿ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਪਾਵਣਿਆ ॥੮॥੩੧॥੩੨॥ હે નાનક! તેના હૃદયમાં પરમાત્માનું નામ વસી જાય છે. ગુરુની કૃપાથી તે પરમાત્માનો મેળાપ પ્રાપ્ત કરી લે છે ।।૮।।૩૧।।૩૨।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਮਾਇਆ ਮੋਹੁ ਜਗਤੁ ਸਬਾਇਆ ॥ માયાનો મોહ આખા જગતને વ્યાપી રહ્યો છે.
ਤ੍ਰੈ ਗੁਣ ਦੀਸਹਿ ਮੋਹੇ ਮਾਇਆ ॥ બધા જ જીવ ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ છે. માયાના મોહમાં છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਕੋ ਵਿਰਲਾ ਬੂਝੈ ਚਉਥੈ ਪਦਿ ਲਿਵ ਲਾਵਣਿਆ ॥੧॥ ગુરુની કૃપાથી કોઈ દુર્લભ એકાદ મનુષ્ય આ વાતને સમજે છે. તે આ ત્રણ ગુણોની મારથી ઉપરની આધ્યાત્મિક સ્થિતિમાં ટકીને પરમાત્માના ચરણોમાં ધ્યાન જોડી રાખે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਮਾਇਆ ਮੋਹੁ ਸਬਦਿ ਜਲਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યો પર હંમેશા કુરબાન જાવ છું જે ગુરુ શબ્દમાં જોડાઈને પોતાની અંદરથી માયાનો મોહ સળગાવી દે છે.
ਮਾਇਆ ਮੋਹੁ ਜਲਾਏ ਸੋ ਹਰਿ ਸਿਉ ਚਿਤੁ ਲਾਏ ਹਰਿ ਦਰਿ ਮਹਲੀ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય માયાનો મોહ સળગાવી લે છે. તે પરમાત્માના ચરણોથી પોતાનું મન જોડી લે છે. તે પરમાત્માના ઓટલે પરમાત્માની હાજરીમાં આદર મેળવે છે ।।૧।।વિરામ।।
ਦੇਵੀ ਦੇਵਾ ਮੂਲੁ ਹੈ ਮਾਇਆ ॥ આ માયા જ દેવી-દેવતાઓનું રચી જવાનું મૂળ કારણ છે.
ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਜਿੰਨਿ ਉਪਾਇਆ ॥ આ માયાએ જ સ્મૃતિઓ તેમજ શાસ્ત્ર પેદા કરી દીધા.
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਪਸਰਿਆ ਸੰਸਾਰੇ ਆਇ ਜਾਇ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੨॥ આખા સંસારમાં સુખોની લાલસા તેમજ દુ:ખોથી ડરની માનસિકતા પ્રસરેલી છે. જેના કારણે જન્મ મરણના ચક્કરમાં પડીને દુ:ખ મેળવી રહ્યા છે ।।૨।।
ਤਿਸੁ ਵਿਚਿ ਗਿਆਨ ਰਤਨੁ ਇਕੁ ਪਾਇਆ ॥ આ જગતમાં એક રત્ન પણ છે. તે છે પરમાત્માની સાથે ગાઢ સંધીનો રત્ન.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਮੰਨਿ ਵਸਾਇਆ ॥ જે મનુષ્યએ તે રત્ન શોધી લીધો છે જેણે આ રત્ન ગુરુની કૃપાથી પોતાના મનમાં વસાવી લીધો છે. પરોવી લીધો છે,
ਜਤੁ ਸਤੁ ਸੰਜਮੁ ਸਚੁ ਕਮਾਵੈ ਗੁਰਿ ਪੂਰੈ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੩॥ તે મનુષ્ય સંપૂર્ણ ગુરુ દ્વારા પરમાત્માનું નામ સ્મરણ કરે છે. તે મનુષ્ય જાણે હંમેશા ટકી રહેનાર જપ કમાઈ રહ્યો છે. સત્ય કમાઈ રહ્યો છે અને સંયમ કમાઈ રહ્યો છે ।।૩।।
ਪੇਈਅੜੈ ਧਨ ਭਰਮਿ ਭੁਲਾਣੀ ॥ જે જીવ-સ્ત્રી આ લોકમાં માયાની ભટકનમાં પડીને ખોટા માર્ગે પડી રહે છે,
ਦੂਜੈ ਲਾਗੀ ਫਿਰਿ ਪਛੋਤਾਣੀ ॥ તે હંમેશા માયાના મોહમાં મગ્ન રહે છે અને અંતે પસ્તાય છે.
ਹਲਤੁ ਪਲਤੁ ਦੋਵੈ ਗਵਾਏ ਸੁਪਨੈ ਸੁਖੁ ਨ ਪਾਵਣਿਆ ॥੪॥ તે જીવ-સ્ત્રી આ લોક અને પરલોક બંને ગુમાવી લે છે. તેને સપનામાં પણ આધ્યાત્મિક આનંદ નસીબ નથી હોતું ।।૪।।
ਪੇਈਅੜੈ ਧਨ ਕੰਤੁ ਸਮਾਲੇ ॥ જે જીવ-સ્ત્રી આ લોકમાં પતિ પ્રભુને પોતાના હૃદયમાં સંભાળી રાખે છે,
ਗੁਰ ਪਰਸਾਦੀ ਵੇਖੈ ਨਾਲੇ ॥ ગુરુની કૃપાથી તેને પોતાની આસપાસ વસતો જોવે છે.
ਪਿਰ ਕੈ ਸਹਜਿ ਰਹੈ ਰੰਗਿ ਰਾਤੀ ਸਬਦਿ ਸਿੰਗਾਰੁ ਬਣਾਵਣਿਆ ॥੫॥ તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે. તે પ્રભુ પતિના પ્રેમ રંગમાં રંગાયેલી રહે છે. તે ગુરુના શબ્દ દ્વારા પ્રભુ પતિના પ્રેમને પોતાના આધ્યાત્મિક જીવનનો શણગાર બનાવે છે ।।૫।।
ਸਫਲੁ ਜਨਮੁ ਜਿਨਾ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ॥ જે ભાગ્યશાળી મનુષ્યોને સતગુરુ મળી ગયા તેનો મનુષ્ય જન્મ સફળ થઇ જાય છે.
ਦੂਜਾ ਭਾਉ ਗੁਰ ਸਬਦਿ ਜਲਾਇਆ ॥ ગુરુના શબ્દમાં જોડાઈને તે પોતાની અંદરથી માયાનો પ્રેમ સળગાવી લે છે.
ਏਕੋ ਰਵਿ ਰਹਿਆ ਘਟ ਅੰਤਰਿ ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਹਰਿ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੬॥ તેના હૃદયમાં એક પરમાત્માની યાદ જ દરેક સમય હાજર રહે છે. સાધુ-સંગતમાં મળીને તે પરમાત્માના ગુણ ગાય છે ।।૬।।
ਸਤਿਗੁਰੁ ਨ ਸੇਵੇ ਸੋ ਕਾਹੇ ਆਇਆ ॥ જે મનુષ્ય ગુરુનો આશરો લેતો નથી. તે દુનિયામાં જેમ આવ્યો નથી આવ્યો જેવું જ છે.
ਧ੍ਰਿਗੁ ਜੀਵਣੁ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥ તેનું આખું જીવન જ તિરસ્કાર-યોગ્ય થઈ જાય છે તે પોતાનું મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવી લે છે.
ਮਨਮੁਖਿ ਨਾਮੁ ਚਿਤਿ ਨ ਆਵੈ ਬਿਨੁ ਨਾਵੈ ਬਹੁ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੭॥ પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્યના મનમાં ક્યારેય પરમાત્માનું નામ વસતું નથી. નામથી તૂટીને તે ખુબ જ દુ:ખ સહે છે ।।૭।।
ਜਿਨਿ ਸਿਸਟਿ ਸਾਜੀ ਸੋਈ ਜਾਣੈ ॥ પરંતુ જીવોનું પણ શું વશ? જે પરમાત્માએ આ જગત રચ્યું છે. તે જ માયાના પ્રભાવની આ રમતને જાણે છે.
ਆਪੇ ਮੇਲੈ ਸਬਦਿ ਪਛਾਣੈ ॥ તે પોતે જ જીવોની જરૂરિયાતોને ઓળખીને ગુરુના શબ્દ દ્વારા તેને પોતાના ચરણોમાં મળાવે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲਿਆ ਤਿਨ ਜਨ ਕਉ ਜਿਨ ਧੁਰਿ ਮਸਤਕਿ ਲੇਖੁ ਲਿਖਾਵਣਿਆ ॥੮॥੧॥੩੨॥੩੩॥ હે નાનક! તે લોકોને પરમાત્માનું નામ પ્રાપ્ત થાય છે જેના માથા પર ધુરથી જ પ્રભુના હુકમ અનુસાર નામની પ્રાપ્તિનો લેખ લખવામાં આવે છે ।।૮।।૧।।૩૨।।૩૩।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥ માઝ મહેલ ૪।।
ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਆਪੇ ॥ જે પરમાત્મા બધાનો આરંભ છે. જે સર્વવ્યાપક છે.
ਆਪੇ ਥਾਪੇ ਥਾਪਿ ਉਥਾਪੇ ॥ જેની હસ્તીનો પહેલો છેડો શોધી શકાતો નથી. પોતાના જેવો સ્વયં જ છે. તે સ્વયં જ જગતને રચે છે, રચીને પોતે જ આનો નાશ કરે છે.
ਸਭ ਮਹਿ ਵਰਤੈ ਏਕੋ ਸੋਈ ਗੁਰਮੁਖਿ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੧॥ તે પરમાત્મા બધા જીવોમાં સ્વયં જ સ્વયં હાજર છે તો પણ તે જ મનુષ્ય તેના ઓટલે શોભા મેળવે છે જે ગુરુની સન્મુખ રહે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਨਿਰੰਕਾਰੀ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥ હું તે લોકોથી હંમેશા કુરબાન છું. જે નિરાકાર પરમાત્માનું નામ સ્મરણ કરે છે.
error: Content is protected !!
Scroll to Top
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://sinjaiutara.sinjaikab.go.id/images/mdemo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html