Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-130

Page 130

ਤਿਸੁ ਰੂਪੁ ਨ ਰੇਖਿਆ ਘਟਿ ਘਟਿ ਦੇਖਿਆ ਗੁਰਮੁਖਿ ਅਲਖੁ ਲਖਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પરમાત્માનું કોઈ ખાસ રૂપ નથી, કોઈ ખાસ ચક્ર ચિન્હ નથી વ્યક્ત કરી શકાતું, આમ તો તે દરેક શરીરમાં વસતો દેખાય છે. તે અદ્રશ્ય પ્રભુને ગુરુની શરણ પડીને જ સમજી શકાય છે ।।૧।।વિરામ।।
ਤੂ ਦਇਆਲੁ ਕਿਰਪਾਲੁ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥ હે પ્રભુ! તું દયાનું ઘર છે. કૃપાનો શ્રોત છે.
ਤੁਧੁ ਬਿਨੁ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥ તું જ બધા જીવોનો માલિક છે. તારા વગર બીજું કોઈ જીવ નથી.
ਗੁਰੁ ਪਰਸਾਦੁ ਕਰੇ ਨਾਮੁ ਦੇਵੈ ਨਾਮੇ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੨॥ જે મનુષ્ય પર ગુરૂ કૃપા કરે છે તેને તારું નામ બક્ષે છે. તે મનુષ્ય તારા નામમાં જ મસ્ત રહે છે ।।૨।।
ਤੂੰ ਆਪੇ ਸਚਾ ਸਿਰਜਣਹਾਰਾ ॥ હે પ્રભુ! તું સ્વયં જ હંમેશા કાયમ રહેનાર છે. તું પોતે જ બધાને ઉત્પન્ન કરનાર છે
ਭਗਤੀ ਭਰੇ ਤੇਰੇ ਭੰਡਾਰਾ ॥ તારી પાસે તારી ભક્તિનો ખજાનો ભરેલો પડ્યો છે
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਮਿਲੈ ਮਨੁ ਭੀਜੈ ਸਹਜਿ ਸਮਾਧਿ ਲਗਾਵਣਿਆ ॥੩॥ જે મનુષ્ય ગુરુની શરણ પડે છે, તેને ગુરુ તરફથી તારું નામ મળી જાય છે. તેનું મન તારા નામની યાદમાં રસાયેલું રહે છે. તે મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતામાં સમાધિ લગાવી રાખે છે અને ટકી રહે છે ।।૩।।
ਅਨਦਿਨੁ ਗੁਣ ਗਾਵਾ ਪ੍ਰਭ ਤੇਰੇ ॥ હે પ્રભુ! હે પ્રીતમ! મારા પર કૃપા કર હું દરરોજ દરેક સમય તારા ગુણ ગાતો રહું.
ਤੁਧੁ ਸਾਲਾਹੀ ਪ੍ਰੀਤਮ ਮੇਰੇ ॥ હું તારી જ મહિમા કરતો રહું.
ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ਜਾਚਾ ਗੁਰ ਪਰਸਾਦੀ ਤੂੰ ਪਾਵਣਿਆ ॥੪॥ તારા વગર હું કોઈ પાસેથી કંઈ પણ ના માંગુ. હે પ્રીતમ! ગુરુની કૃપાથી જ તને મળી શકાય છે ।।૪।।
ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਮਿਤਿ ਨਹੀ ਪਾਈ ॥ હે પ્રભુ! તું પહોંચથી ઉપર છે. મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોની તારા સુધી પહોંચ થઇ શકતી નથી.
ਅਪਣੀ ਕ੍ਰਿਪਾ ਕਰਹਿ ਤੂੰ ਲੈਹਿ ਮਿਲਾਈ ॥ હે પ્રભુ તું કેટલો મોટો છે. આ વાત કોઈ જીવ કહી શકતો નથી. જે મનુષ્ય પર તું કૃપા કરે છે. તેને તું પોતાના ચરણોમાં મેળવી લે છે.
ਪੂਰੇ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਧਿਆਈਐ ਸਬਦੁ ਸੇਵਿ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੫॥ હે ભાઈ! તે પ્રભુને સંપૂર્ણ ગુરુના શબ્દ દ્વારા જ સ્મરણ કરી શકાય છે. મનુષ્ય સતગુરુના શબ્દો હૃદયમાં ધારીને આધ્યાત્મિક આનંદ લઇ શકે છે ।।૫।।
ਰਸਨਾ ਗੁਣਵੰਤੀ ਗੁਣ ਗਾਵੈ ॥ તે જીભ ભાગ્યશાળી છે જે પરમાત્માના ગુણ ગાય છે.
ਨਾਮੁ ਸਲਾਹੇ ਸਚੇ ਭਾਵੈ ॥ તે મનુષ્ય હંમેશા સ્થિર પરમાત્માને પ્રેમાળ લાગે છે. જે પરમાત્માના નામને ઉચ્ચારે છે.
ਗੁਰਮੁਖਿ ਸਦਾ ਰਹੈ ਰੰਗਿ ਰਾਤੀ ਮਿਲਿ ਸਚੇ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੬॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્યની જીભ હંમેશા પ્રભુના નામ રંગમાં રંગાયેલી રહે છે. ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના ચરણોમાં મળીને લોક પરલોકમાં શોભા કમાય છે ।।૬।।
ਮਨਮੁਖੁ ਕਰਮ ਕਰੇ ਅਹੰਕਾਰੀ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય ભલે પોતાના દ્વારા નિર્ધારિત ધાર્મિક કાર્ય કરે છે.પરંતુ અહંકારમાં ગ્રસ્ત રહે છે કે હું ધર્મી છું.
ਜੂਐ ਜਨਮੁ ਸਭ ਬਾਜੀ ਹਾਰੀ ॥ તે મનુષ્ય જાણે જુગારમાં પોતાનું જીવન હારી નાખે છે. તે મનુષ્ય જીવનની રમત હારી જાય છે.
ਅੰਤਰਿ ਲੋਭੁ ਮਹਾ ਗੁਬਾਰਾ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵਣ ਜਾਵਣਿਆ ॥੭॥ તેની અંદર માયાનો લોભ પ્રબળ રહે છે. તેની અંદર માયાના મોહનો ઘોર અંધકાર બનેલો રહે છે. તે વારંવાર જન્મ મરણના ચક્કરમાં પડેલો રહે છે ।।૭।।
ਆਪੇ ਕਰਤਾ ਦੇ ਵਡਿਆਈ ॥ પરંતુ જીવોનું પણ શું વશ? જે મનુષ્યોના ભાગ્યોમાં પરમાત્માએ પોતે જ પોતાના દરબારથી જ નામ જપવાના દાનનો લેખ લખી દીધો છે,
ਜਿਨ ਕਉ ਆਪਿ ਲਿਖਤੁ ਧੁਰਿ ਪਾਈ ॥ તેને તે કર્તાર સ્વયં જ નામ સ્મરણની મોટાઈ બક્ષે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਭਉ ਭੰਜਨੁ ਗੁਰ ਸਬਦੀ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੮॥੧॥੩੪॥ હે નાનક! તે ભાગ્યશાળીઓને દુનિયાના બધા ડર દૂર કરનાર પ્રભુનું નામ મળી જાય છે. ગુરુના શબ્દમાં જોડાઈને તે આધ્યાત્મિક આનંદ લે છે ।।૮।।૧।।૩૪।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ਘਰੁ ੧ ॥ માઝ મહેલ ૫ ઘર ૧।।
ਅੰਤਰਿ ਅਲਖੁ ਨ ਜਾਈ ਲਖਿਆ ॥ અદ્રશ્ય પરમાત્મા દરેક જીવની અંદર વસે છે. પરંતુ દરેક જીવ પોતાની અંદર તેના અસ્તિત્વને વિધિ શકતો નથી.
ਨਾਮੁ ਰਤਨੁ ਲੈ ਗੁਝਾ ਰਖਿਆ ॥ દરેક જીવની અંદર પરમાત્માનું શ્રેષ્ઠ અમૂલ્ય નામ હાજર છે. પરમાત્માએ દરેકની અંદર સંતાળીને રાખી દીધું છે. દરેક જીવને તેની કદર નથી.
ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਸਭ ਤੇ ਊਚਾ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਲਖਾਵਣਿਆ ॥੧॥ બધા જીવોની અંદર વસેલો પરમાત્મા પણ જીવોની પહોંચથી ઉપર છે. જીવોની જ્ઞાનેન્દ્રિયોની પહોંચથી ઉપર છે. બધા જીવોની આધ્યાત્મિક ઉડાનથી ઊંચે છે. હા ગુરુના શબ્દમાં જોડાવાથી જીવને પોતાની અંદર તેના અસ્તિત્વની સમજ આવી શકે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਕਲਿ ਮਹਿ ਨਾਮੁ ਸੁਣਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યોથી કુરબાન જાવ છું જે મનુષ્ય જન્મમાં આવીને પરમાત્માનું નામ સાંભળે છે તથા બીજા લોકોને નામ સંભળાવે છે.
ਸੰਤ ਪਿਆਰੇ ਸਚੈ ਧਾਰੇ ਵਡਭਾਗੀ ਦਰਸਨੁ ਪਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ હંમેશા સ્થિર પરમાત્માએ જેને પોતાના નામનો સહારો આપ્યો છે. તે સંત બની ગયા, તે તેના પ્રેમાળ થઇ ગયા, તે ભાગ્યશાળીઓએ પરમાત્માનાં દર્શન મેળવી લીધા ।।૧।।વિરામ।।
ਸਾਧਿਕ ਸਿਧ ਜਿਸੈ ਕਉ ਫਿਰਦੇ ॥ યોગ સાધના કરનાર યોગી, યોગ સાધનામાં નિપુણ યોગી, જે પરમાત્માની પ્રાપ્તિ માટે જંગલો પહાડોમાં ભટકતા ફરે છે.
ਬ੍ਰਹਮੇ ਇੰਦ੍ਰ ਧਿਆਇਨਿ ਹਿਰਦੇ ॥ બ્રહ્મા ઈન્દ્ર વગેરે દેવતા જેને પોતાના હૃદયમાં સ્મરણ કરે છે.
ਕੋਟਿ ਤੇਤੀਸਾ ਖੋਜਹਿ ਤਾ ਕਉ ਗੁਰ ਮਿਲਿ ਹਿਰਦੈ ਗਾਵਣਿਆ ॥੨॥ તેત્રીસ કરોડ દેવતા પણ તેની શોધ કરે છે પરંતુ દર્શન કરી શકતા નથી. ભાગ્યશાળી મનુષ્ય ગુરુને મળીને પોતાના હૃદયમાં તેના ગુણ ગાય છે ।।૨।।
ਆਠ ਪਹਰ ਤੁਧੁ ਜਾਪੇ ਪਵਨਾ ॥ હે પ્રભુ! તારી બનાવેલી હવા આઠેય પ્રહર તારા હુકમમાં ચાલે છે.
ਧਰਤੀ ਸੇਵਕ ਪਾਇਕ ਚਰਨਾ ॥ તારી પેદા કરેલી ધરતી તારા ચરણોની સેવિકા છે.
ਖਾਣੀ ਬਾਣੀ ਸਰਬ ਨਿਵਾਸੀ ਸਭਨਾ ਕੈ ਮਨਿ ਭਾਵਣਿਆ ॥੩॥ ચારેય રેખાંકનોમાં પેદા થયેલા અને જુદી જુદી બોલી બોલનારા બધા જીવોની અંદર તું વસી રહ્યો છે. તું બધા જીવોના મનમાં પ્રેમાળ લાગે છે ।।૩।।
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਗੁਰਮੁਖਿ ਜਾਪੈ ॥ હે ભાઈ! માલિક પ્રભુ હંમેશા કાયમ રહેનાર છે. ગુરુની શરણ પડવાથી તેની સમજ આવે છે.
ਪੂਰੇ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸਿਞਾਪੈ ॥ સંપૂર્ણ ગુરૂના શબ્દમાં જોડાવાથી જ તેની સાથે ઓળખાણ બને છે.
ਜਿਨ ਪੀਆ ਸੇਈ ਤ੍ਰਿਪਤਾਸੇ ਸਚੇ ਸਚਿ ਅਘਾਵਣਿਆ ॥੪॥ જે મનુષ્યોએ તેનું નામ અમૃત પીધું છે તે જ માયાની તૃષ્ણા તરફથી તૃપ્ત છે ।।૪।।
ਤਿਸੁ ਘਰਿ ਸਹਜਾ ਸੋਈ ਸੁਹੇਲਾ ॥ જે મનુષ્ય ગુરૂના ચરણોમાં પોતાનું મન જોડે છે. તેના હૃદય ઘરમાં આધ્યાત્મિક સ્થિરતા પેદા થઇ જાય છે.
ਅਨਦ ਬਿਨੋਦ ਕਰੇ ਸਦ ਕੇਲਾ ॥ તે મનુષ્ય સુખી જીવન વ્યતીત કરે છે.
ਸੋ ਧਨਵੰਤਾ ਸੋ ਵਡ ਸਾਹਾ ਜੋ ਗੁਰ ਚਰਣੀ ਮਨੁ ਲਾਵਣਿਆ ॥੫॥ તે હંમેશા આધ્યાત્મિક ખુશીઓ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે. તે મનુષ્ય વાસ્તવિક ધનનો માલિક થઇ ગયો છે. તે મનુષ્ય મોટો વ્યપારી બની ગયો છે ।।૫।।
ਪਹਿਲੋ ਦੇ ਤੈਂ ਰਿਜਕੁ ਸਮਾਹਾ ॥ હે પ્રભુ! જીવને ઉત્પન્ન કરવા પહેલા તું માં ના આંચળમાં તેના માટે દૂધનો પ્રબંધ કરે છે.
ਪਿਛੋ ਦੇ ਤੈਂ ਜੰਤੁ ਉਪਾਹਾ ॥ પછી તું જીવને ઉત્પન્ન કરે છે.
ਤੁਧੁ ਜੇਵਡੁ ਦਾਤਾ ਅਵਰੁ ਨ ਸੁਆਮੀ ਲਵੈ ਨ ਕੋਈ ਲਾਵਣਿਆ ॥੬॥ હે સ્વામી! તારા જેટલો મોટો બીજો કોઈ દાતા નથી. કોઈ તારી બરાબરી નથી કરી શકતો ।।૬।।
ਜਿਸੁ ਤੂੰ ਤੁਠਾ ਸੋ ਤੁਧੁ ਧਿਆਏ ॥ હે પ્રભુ! જે મનુષ્ય પર તું પ્રસન્ન થાય છે તે તારું ધ્યાન ધરે છે.
ਸਾਧ ਜਨਾ ਕਾ ਮੰਤ੍ਰੁ ਕਮਾਏ ॥ તે ગુરુમુખોનો ઉપદેશ કમાય છે જેને પોતાના મનને સાધેલું છે.
ਆਪਿ ਤਰੈ ਸਗਲੇ ਕੁਲ ਤਾਰੇ ਤਿਸੁ ਦਰਗਹ ਠਾਕ ਨ ਪਾਵਣਿਆ ॥੭॥ તે મનુષ્ય સંસાર સમુદ્રમાંથી સ્વયં પાર થઇ જાય છે, પોતાના બધા કુળને પણ પાર કરે છે. તારી હાજરીમાં પહોંચવાની રાહમાં તેને કોઈ રોકી શકતું નથી ।।૭।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top