Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-124

Page 124

ਇਕਿ ਕੂੜਿ ਲਾਗੇ ਕੂੜੇ ਫਲ ਪਾਏ ॥ ઘણા જીવ એવા છે જે નાશવાન જગતના મોહમાં ફસાયેલા રહે છે, તે ફળ પણ તે જ પ્રાપ્ત કરે છે જેમનાથી સાથ તૂટી જાય છે
ਦੂਜੈ ਭਾਇ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਏ ॥ અને આવી રીતે હંમેશા માયાના મોહમાં રહીને તે પોતાનો મનુષ્ય જન્મ વ્યર્થ ખોઈ બેસે છે
ਆਪਿ ਡੁਬੇ ਸਗਲੇ ਕੁਲ ਡੋਬੇ ਕੂੜੁ ਬੋਲਿ ਬਿਖੁ ਖਾਵਣਿਆ ॥੬॥ તે પોતે માયાના મોહમાં અસત્ય રહે છે, પોતાના આખા કુળને તે માયાના મોહમાં ડૂબેલું રાખે છે, તે હંમેશા માયાના મોહની વાતો કરીને તે ઝેરને ખોરાક બનાવે છે જે તેની આધ્યાત્મિક મૃત્યુનું કારણ બને છે ।।૬।।
ਇਸੁ ਤਨ ਮਹਿ ਮਨੁ ਕੋ ਗੁਰਮੁਖਿ ਦੇਖੈ ॥ સામાન્ય રીતે દરેક મનુષ્ય માયાના પદાર્થોની પાછળ જ ભટકતો ફરે છે ગુરુની સામે રહેવાવાળો કોઈ દુર્લભ મનુષ્ય પોતાના મનને આ શરીરની અંદર ટકેલો જોવે છે
ਭਾਇ ਭਗਤਿ ਜਾ ਹਉਮੈ ਸੋਖੈ ॥ પરંતુ આ ત્યારે જ થાય છે જ્યારે તે પ્રભુની ભક્તિમાં ટકીને પોતાની અંદરથી અહંકારને સમાપ્ત કરી લે છે
ਸਿਧ ਸਾਧਿਕ ਮੋਨਿਧਾਰੀ ਰਹੇ ਲਿਵ ਲਾਇ ਤਿਨ ਭੀ ਤਨ ਮਹਿ ਮਨੁ ਨ ਦਿਖਾਵਣਿਆ ॥੭॥ પહોંચી ગયેલા યોગી, યોગ સાધના કરવાવાળા યોગી, મૌનધારી સાધુ ધ્યાન જોડવાના પ્રયત્ન કરે છે, પરંતુ તે પણ પોતાના મનને શરીરની અંદર ટકેલો જોઈ શકતા નથી ।।૭।।
ਆਪਿ ਕਰਾਏ ਕਰਤਾ ਸੋਈ ॥ પરંતુ, જીવોનો પણ શું વશ? મનને કાબુ કરવાનો અને ભક્તિમાં જોડાવવાનો ઉદ્યમ તે કર્તાર પોતે જ જીવોથી કરાવે છે.
ਹੋਰੁ ਕਿ ਕਰੇ ਕੀਤੈ ਕਿਆ ਹੋਈ ॥ પોતાની જાતે કોઈ જીવ શું કરી શકે છે? કર્તારે પેદા કરેલા જીવ દ્વારા કરેલા ઉદ્યમથી કઈ થઈ શકતું નથી
ਨਾਨਕ ਜਿਸੁ ਨਾਮੁ ਦੇਵੈ ਸੋ ਲੇਵੈ ਨਾਮੋ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੮॥੨੩॥੨੪॥ હે નાનક! જે મનુષ્યને પરમાત્મા પોતાના નામનું દાન આપે આપે છે, તે જ નામ યાદ કરી શકે છે, તે હંમેશા પ્રભુ ના નામને જ પોતાના મનમાં વસાવી રાખે છે ।।૮।।૨૩।।૨૪।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਇਸੁ ਗੁਫਾ ਮਹਿ ਅਖੁਟ ਭੰਡਾਰਾ ॥ યોગી પહાડોની ગુફામાં બેસીને આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, આ શરીર ગુફામાં આધ્યાત્મિક ગુણોના એટલા ખજાના ભરેલા છે જે પુરા થવાના નથી.
ਤਿਸੁ ਵਿਚਿ ਵਸੈ ਹਰਿ ਅਲਖ ਅਪਾਰਾ ॥ કારણ કે બધા ગુણોના માલિક અદ્રશ્ય અને અનંત હરિ આ શરીર માં જ વસે છે
ਆਪੇ ਗੁਪਤੁ ਪਰਗਟੁ ਹੈ ਆਪੇ ਗੁਰ ਸਬਦੀ ਆਪੁ ਵੰਞਾਵਣਿਆ ॥੧॥ જે મનુષ્ય એ ગુરુના શબ્દમાં લીન થઈને પોતાની અંદરથી સ્વયં ભાવ દૂર કરી લીધો તેને દેખાય પડે છે કે પરમાત્મા પોતે જ બધી જગ્યાએ હાજર છે, કોઈને પ્રત્યક્ષ નજર આવે છે અને કોઈને છુપાયેલો દેખાય છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હે ભાઈ! હું તેનાથી કુરબાન જાઉં છું જે આધ્યાત્મિક જીવન દેવાવાળા હરી નામને પોતાના મનમાં વસાવે છે
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਮਹਾ ਰਸੁ ਮੀਠਾ ਗੁਰਮਤੀ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਆਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ આધ્યાત્મિક જીવન દાતા હરિ નામ અત્યંત રસીલું અને મધુર છે. ગુરુની બુદ્ધિ પર ચાલીને જ આ નામનું અમૃત પી શકાય છે ।।૧।। વિરામ।।
ਹਉਮੈ ਮਾਰਿ ਬਜਰ ਕਪਾਟ ਖੁਲਾਇਆ ॥ જે મનુષ્યએ પોતાની અંદરથી અહંકાર ને મારીને અહંકારનાના કઠોર દરવાજો ખોલી લીધો છે
ਨਾਮੁ ਅਮੋਲਕੁ ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਇਆ ॥ તેણે ગુરુની કૃપાથી તે નામ અમૃત અંદર જ શોધી લીધું છે જે કોઈ દુનિયાવી પદાર્થના બદલે કિંમત મળતી નથી.
ਬਿਨੁ ਸਬਦੈ ਨਾਮੁ ਨ ਪਾਏ ਕੋਈ ਗੁਰ ਕਿਰਪਾ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੨॥ ગુરુના શબ્દ માં જોડાયા વગર કોઈ મનુષ્ય નામ અમૃત પ્રાપ્ત કરી શકતો નથી, ગુરુની કૃપાથી જ હરિ નામ મન માં વસાવી શકાય છે ।।૨।।
ਗੁਰ ਗਿਆਨ ਅੰਜਨੁ ਸਚੁ ਨੇਤ੍ਰੀ ਪਾਇਆ ॥ જે મનુષ્ય એ ગુરુ થી જ્ઞાનનું આંજણ પોતાની આધ્યાત્મિક આંખ માં નાખ્યું છે
ਅੰਤਰਿ ਚਾਨਣੁ ਅਗਿਆਨੁ ਅੰਧੇਰੁ ਗਵਾਇਆ ॥ તેની અંદર આધ્યાત્મિક પ્રકાશ થઈ ગયો છે, તેણે પોતાની અંદરથી અજ્ઞાન અંધારું દૂર કરી લીધું છે
ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲੀ ਮਨੁ ਮਾਨਿਆ ਹਰਿ ਦਰਿ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੩॥ તેનું ધ્યાન પ્રભુ જ્યોતિમાં લીન રહે છે, તેનું મન પ્રભુ યાદ માં મગન થઈ જાય છે, તે મનુષ્ય પરમાત્મા ના ઓટલે શોભા પ્રાપ્ત કરે છે ।।૩।।
ਸਰੀਰਹੁ ਭਾਲਣਿ ਕੋ ਬਾਹਰਿ ਜਾਏ ॥ પરંતુ જો કોઈ મનુષ્ય પોતાના શરીરથી બહાર શોધવા જાય છે,
ਨਾਮੁ ਨ ਲਹੈ ਬਹੁਤੁ ਵੇਗਾਰਿ ਦੁਖੁ ਪਾਏ ॥ તેને આ આધ્યાત્મિક પ્રકાશ દેવાવાળું હરિ નામ તો મળતું નથી. ઊલટું તે મજૂરીમાં ફસાયેલ કોઈ મજુરની જેમ દુઃખ જ મેળવે છે
ਮਨਮੁਖ ਅੰਧੇ ਸੂਝੈ ਨਾਹੀ ਫਿਰਿ ਘਿਰਿ ਆਇ ਗੁਰਮੁਖਿ ਵਥੁ ਪਾਵਣਿਆ ॥੪॥ પોતાના મનની પાછળ ચાલવાવાળા માયાના મોહમાં આંધળા થયેલા મનુષ્યને સમજ પડતી નથી, જંગલો, પહાડોમાં નષ્ટ થઈ થઈને, ભટકીને અંતે આવીને તે ગુરુની શરણે પડીને જ અમૃત નામ પ્રાપ્ત કરે છે ।।૪।।
ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਚਾ ਹਰਿ ਪਾਏ ॥ જ્યારે મનુષ્ય ગુરુની કૃપાથી હંમેશા સ્થિર હરિ નો મેળાપ પ્રાપ્ત કરે છે
ਮਨਿ ਤਨਿ ਵੇਖੈ ਹਉਮੈ ਮੈਲੁ ਜਾਏ ॥ તો તે પોતાના મનમાં જ પોતાના શરીરમાં જ તેના દર્શન કરે લે છે અને તેની અંદરથી અહંકાર ની ગંદકી દૂર થઈ જાય છે.
ਬੈਸਿ ਸੁਥਾਨਿ ਸਦ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ਸਚੈ ਸਬਦਿ ਸਮਾਵਣਿਆ ॥੫॥ પોતાના શુદ્ધ થયેલા હદયમાં બેસીને ભટકણ રહિત થઈને તે હંમેશા પરમાત્માના ગુણ ગાય, ગુરુના શબ્દ દ્વારા હંમેશા સ્થિર પ્રભુમાં સમાયેલો રહે છે ।।૫।।
ਨਉ ਦਰ ਠਾਕੇ ਧਾਵਤੁ ਰਹਾਏ ॥ જે મનુષ્ય એ પોતાના નવ દરવાજા વિકારો ના પ્રભાવ તરફથી બંદ કરી લીધા છે, જેણે વિકારો તરફ દોડતા પોતાનું મન નિયંત્રણ કરી લીધું છે
ਦਸਵੈ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ਪਾਏ ॥ તેણે પોતાનું મન આકાશ દ્વારા પોતાની ઉચ્ચી અકલ દ્વારા પોતાના વાસ્તવિક ઘરમાં પ્રભુ ના ચરણોમાં નિવાસ પ્રાપ્ત કરી લીધો છે
ਓਥੈ ਅਨਹਦ ਸਬਦ ਵਜਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਗੁਰਮਤੀ ਸਬਦੁ ਸੁਣਾਵਣਿਆ ॥੬॥ તે અવસ્થામાં પહોંચેલા મનુષ્યની અંદર હદયમાં હંમેશા એક રસ પરમાત્માની મહિમાના બોલ પોતાનો પ્રભાવ નાખે છે, તે દિવસ રાત પોતાના ગુરુની બુદ્ધિ પર ચાલીને મહિમાની વાણી ને જ પોતાના ધ્યાન માં ટકાવી રાખે છે ।।૬।।
ਬਿਨੁ ਸਬਦੈ ਅੰਤਰਿ ਆਨੇਰਾ ॥ ગુરુના શબ્દ વગર મનુષ્યના હદયમાં માયાના મોહનું અંધારું બની રહે છે
ਨ ਵਸਤੁ ਲਹੈ ਨ ਚੂਕੈ ਫੇਰਾ ॥ જેના કારણે તેને પોતાની અંદર નામ પદાર્થ મળતું નથી અને તેમનું જન્મ મરણનું ચક્ર બની રહે છે
ਸਤਿਗੁਰ ਹਥਿ ਕੁੰਜੀ ਹੋਰਤੁ ਦਰੁ ਖੁਲੈ ਨਾਹੀ ਗੁਰੁ ਪੂਰੈ ਭਾਗਿ ਮਿਲਾਵਣਿਆ ॥੭॥ મોહના વજ્ર દરવાજા ખોલવાની ચાવી ગુરુના હાથ માં જ છે, કોઈ બીજી રીતે તે દરવાજો ખૂલતો નથી, અને ગુરુ પણ ભાગ્યથી મળે છે ।।૭।।
ਗੁਪਤੁ ਪਰਗਟੁ ਤੂੰ ਸਭਨੀ ਥਾਈ ॥ હે પ્રભુ! તું બધી જગ્યાએ હાજર છે કોઈને પ્રત્યક્ષ દેખાય છે અને કોઈના માટે છુપાયેલો છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਮਿਲਿ ਸੋਝੀ ਪਾਈ ॥ તારા સર્વ-વ્યાપક હોવાની સમજ ગુરુની કૃપાથી તને મળીને થાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਸਲਾਹਿ ਸਦਾ ਤੂੰ ਗੁਰਮੁਖਿ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੮॥੨੪॥੨੫॥ હે નાનક! તું ગુરુની શરણે પડીને હંમેશા પરમાત્માની મહિમા કરતો રહે, ગુરુની સન્મુખ રહેવાવાળો મનુષ્ય પ્રભુના નામ ને પોતાના મનમાં વસાવી લે છે ।।૮।।૨૪।।૨૫।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਗੁਰਮੁਖਿ ਮਿਲੈ ਮਿਲਾਏ ਆਪੇ ॥ જે મનુષ્ય ગુરૂ નો આશરો લે છે, તેને પરમાત્મા મળી જાય છે, પરમાત્મા પોતે જ તે ગુરુથી મળાવે છે
ਕਾਲੁ ਨ ਜੋਹੈ ਦੁਖੁ ਨ ਸੰਤਾਪੇ ॥ એવા મનુષ્યને આધ્યાત્મિક મૃત્યુ પોતાની મજરમાં રાખતી નથી, તેને કોઈ દુઃખ-કષ્ટ હેરાન કરતું નથી
ਹਉਮੈ ਮਾਰਿ ਬੰਧਨ ਸਭ ਤੋੜੈ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਸੁਹਾਵਣਿਆ ॥੧॥ ગુરુના આશરે રહેવાવાળો મનુષ્ય પોતાની અંદરથી અહંકાર ને દૂર કરીને માયાના મોહના બધા બંધન તોડી લે છે, ગુરુના શબ્દ દ્વારા તેનું જીવન સુંદર બની જાય છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਹਰਿ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યથી હંમેશા કુરબાન જાઉં છું, જે પરમાત્માના નામ માં જોડાઈને પોતાનું જીવન સુંદર બનાવી લે છે
ਗੁਰਮੁਖਿ ਗਾਵੈ ਗੁਰਮੁਖਿ ਨਾਚੈ ਹਰਿ ਸੇਤੀ ਚਿਤੁ ਲਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની સન્મુખ રહેવાવાળો મનુષ્ય પ્રભુના ગુણ ગાતો રહે છે, તેનું મન નામ સ્મરણના પરમાનંદમાં રહે છે,ગુરુનો આશરો રાખવાવાળો મનુષ્ય પરમાત્માના ચરણોની સાથે પોતાનું મન જોડીને રાખે છે ।।૧।। વિરામ।।


© 2017 SGGS ONLINE
Scroll to Top