Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-123

Page 123

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਨਾਮੁ ਸੁਣਿ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યને હંમેશા બલિદાન આપું છું, જે પરમાત્માનું નામ સાંભળીને તેને પોતાના મનમાં વસાવી રાખે છે
ਹਰਿ ਜੀਉ ਸਚਾ ਊਚੋ ਊਚਾ ਹਉਮੈ ਮਾਰਿ ਮਿਲਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પરમાત્મા હંમેશા કાયમ રહેવા વાળા છે, તે જીવો ‘હું મારુ’ થી ખુબ ઉંચ્ચા છે, ભાગ્યશાળી મનુષ્ય અહંકારને મારીને જ તેનામાં લિન થાય છે ।।૧।।વિરામ।।
ਹਰਿ ਜੀਉ ਸਾਚਾ ਸਾਚੀ ਨਾਈ ॥ પરમાત્મા હંમેશા કાયમ રહેવાવાળા છે, તેની મહાનતા હંમેશા કાયમ રહેવાવાળી છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਕਿਸੈ ਮਿਲਾਈ ॥ ગુરુની કૃપાથી કોઈ દુર્લભ ભાગ્યશાળીને પ્રભુ પોતાના ચરણોમાં મળાવે છે
ਗੁਰ ਸਬਦਿ ਮਿਲਹਿ ਸੇ ਵਿਛੁੜਹਿ ਨਾਹੀ ਸਹਜੇ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੨॥ જે મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા પરમાત્મામાં મળે છે, તે તેનાથી અલગ થતો નથી, તે આધ્યાત્મિક સ્થિરતામાં અને હંમેશા સ્થિર પ્રભુમાં લિન રહે છે ।।૨।।
ਤੁਝ ਤੇ ਬਾਹਰਿ ਕਛੂ ਨ ਹੋਇ ॥ હે ભાઈ! તારાથી બહાર કંઈ નથી થઈ શકતું
ਤੂੰ ਕਰਿ ਕਰਿ ਵੇਖਹਿ ਜਾਣਹਿ ਸੋਇ ॥ તું જગત ઉત્પન્ન કરીને તેની સંભાળ પણ કરે છે, તું દરેક દિલ નું જાણે પણ છે
ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਕਰਤਾ ਗੁਰਮਤਿ ਆਪਿ ਮਿਲਾਵਣਿਆ ॥੩॥ હે ભાઈ! કર્તાર પોતે જ બધા જીવોમાં વ્યાપક થઈને બધું જ કરે છે અને જીવોથી કરાવે છે, ગુરુની બુદ્ધિ દ્વારા પોતે જ જીવોને પોતાનામાં મેળવે છે ।।૩।।
ਕਾਮਣਿ ਗੁਣਵੰਤੀ ਹਰਿ ਪਾਏ ॥ જે જીવ સ્ત્રી પરમાત્માના ગુણને પોતાની અંદર વસાવે છે તે પરમાત્માને મેળવી લે છે.
ਭੈ ਭਾਇ ਸੀਗਾਰੁ ਬਣਾਏ ॥ પરમાત્માના આશ્ચર્ય માં રહીને, પરમાત્માના પ્રેમમાં જોડાઈને તે પરમાત્માના ગુણો ને પોતાનો શણગાર બનાવે છે
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਦਾ ਸੋਹਾਗਣਿ ਸਚ ਉਪਦੇਸਿ ਸਮਾਵਣਿਆ ॥੪॥ તે ગુરુને પોતાનો આશરો બનાવીને હંમેશા માટે પતિ પ્રભુ વાળી બની જાય છે, તે પ્રભુ મિલન વાળા ગુરુ-ઉપદેશ માં લિન રહે છે ।।૪।।
ਸਬਦੁ ਵਿਸਾਰਨਿ ਤਿਨਾ ਠਉਰੁ ਨ ਠਾਉ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દને ભુલાવી દે છે તેને પરમાત્માની હાજરીમાં કોઈ ઠેકાણું મળતું નથી
ਭ੍ਰਮਿ ਭੂਲੇ ਜਿਉ ਸੁੰਞੈ ਘਰਿ ਕਾਉ ॥ તે માયાના મોહના ભ્રમમાં પડીને કુમાર્ગ પર પડી રહે છે જેવી રીતે કોઈ કાગડાને કોઈ ખાલી ઘરમાં ખાવા માટે કઈ પણ નથી મળતું તેવી જ રીતે ગુરુ શબ્દ ને ભુલવાવાળા લોકો આધ્યાત્મિક જીવનના પક્ષથી ખાલી હાથ જ રહે છે
ਹਲਤੁ ਪਲਤੁ ਤਿਨੀ ਦੋਵੈ ਗਵਾਏ ਦੁਖੇ ਦੁਖਿ ਵਿਹਾਵਣਿਆ ॥੫॥ આવા મનુષ્ય આ લોક અને પરલોક બંનેને બરબાદ કરી લે છે. તેની ઉંમર હંમેશા દુઃખમાં જ પસાર થાય છે ।।૫।।
ਲਿਖਦਿਆ ਲਿਖਦਿਆ ਕਾਗਦ ਮਸੁ ਖੋਈ ॥ માયાના આંગણા માં માયા ના લેખ લખતા લખતા ઘણા કાગળ અને અનંત શાહી પુરી કરી નાખે છે
ਦੂਜੈ ਭਾਇ ਸੁਖੁ ਪਾਏ ਨ ਕੋਈ ॥ પરંતુ માયાના મોહમાં ફસાઈ રહીને કોઈ ને ક્યારેય આધ્યાત્મિક આનંદ મળતો નથી
ਕੂੜੁ ਲਿਖਹਿ ਤੈ ਕੂੜੁ ਕਮਾਵਹਿ ਜਲਿ ਜਾਵਹਿ ਕੂੜਿ ਚਿਤੁ ਲਾਵਣਿਆ ॥੬॥ તે માયાના જ લેખ લખ્યા રાખે છે અને માયા જ એકઠી કર્યા રાખે છે તે હંમેશા પીડાતા જ રહે છે કારણ કે તે નાશવાન માયામાં જ પોતાનું મન જોડી રાખે છે ।।૬।।
ਗੁਰਮੁਖਿ ਸਚੋ ਸਚੁ ਲਿਖਹਿ ਵੀਚਾਰੁ ॥ શરણમાં રહેવાવાળા મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું નામ લખ્યા રાખે છે, પરમાત્માના ગુણો નો વિચાર લખે છે
ਸੇ ਜਨ ਸਚੇ ਪਾਵਹਿ ਮੋਖ ਦੁਆਰੁ ॥ તે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનું રૂપ થઈ જાય છે, તે માયાના મોહથી બચવાનો રસ્તો શોધી લે છે
ਸਚੁ ਕਾਗਦੁ ਕਲਮ ਮਸਵਾਣੀ ਸਚੁ ਲਿਖਿ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥ તે મનુષ્યના કાગળ સફળ છે, તેની કલમ સફળ છે, શાહી પણ સફળ છે જે હંમેશા સ્થિર પ્રભુનું નામ લખી લખીને હંમેશા સ્થિર પ્રભુમાં જ લિન રહે છે ।।૭।।
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਅੰਤਰਿ ਬੈਠਾ ਵੇਖੈ ॥ હે ભાઈ! મારો પરમાત્મા બધા જીવોની અંદર બેસીને દરેક જીવની સંભાળ કરે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਮਿਲੈ ਸੋਈ ਜਨੁ ਲੇਖੈ ॥ જે મનુષ્ય ગુરુની કૃપાથી તે પરમાત્માના ચરણોમાં જોડાય છે તે જ મનુષ્ય પરમાત્માની નજરમાં સ્વીકાર થાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਪਾਵਣਿਆ ॥੮॥੨੨॥੨੩॥ હે નાનક! પરમાત્માનું નામ સંપૂર્ણ ગુરુ પાસેથી જ મળે છે, તે પરમાત્માની હાજરીમાં આદર પ્રાપ્ત કરે છે ।।૮।।૨૨।।૨૩।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਆਤਮ ਰਾਮ ਪਰਗਾਸੁ ਗੁਰ ਤੇ ਹੋਵੈ ॥ ગુરુથી જ મનુષ્યને આ પ્રકાશ થઈ શકે છે કે પરમાત્માની જ્યોતિ બધામાં વ્યાપક છે
ਹਉਮੈ ਮੈਲੁ ਲਾਗੀ ਗੁਰ ਸਬਦੀ ਖੋਵੈ ॥ ગુરુના શબ્દ દ્વારા જ મનુષ્ય મનને લાગેલો મેલ ધોઈ શકે છે
ਮਨੁ ਨਿਰਮਲੁ ਅਨਦਿਨੁ ਭਗਤੀ ਰਾਤਾ ਭਗਤਿ ਕਰੇ ਹਰਿ ਪਾਵਣਿਆ ॥੧॥ જે મનુષ્યનું મન ગંદકી રહિત થઈ જાય છે તે પ્રભુની ભક્તિમાં રંગાઈ જાય છે, ભક્તિ કરી કરીને પરમાત્માનું મિલન પ્રાપ્ત કરી લે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਆਪਿ ਭਗਤਿ ਕਰਨਿ ਅਵਰਾ ਭਗਤਿ ਕਰਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યને હંમેશા બલિદાન આપું છું જે પોતે પરમાત્માની ભક્તિ કરે છે તથા બીજા પાસે પણ ભક્તિ કરાવે છે
ਤਿਨਾ ਭਗਤ ਜਨਾ ਕਉ ਸਦ ਨਮਸਕਾਰੁ ਕੀਜੈ ਜੋ ਅਨਦਿਨੁ ਹਰਿ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ આવા ભગતોની આગળ હંમેશા માથું નમાવવું જોઈએ જે દરરોજ પરમાત્માના ગુણ ગાય છે ।।૧।। વિરામ।।
ਆਪੇ ਕਰਤਾ ਕਾਰਣੁ ਕਰਾਏ ॥ કર્તાર પોતે જ જીવોથી ભક્તિ કરાવવાનું કારણ ઉત્પન્ન કરે છે
ਜਿਤੁ ਭਾਵੈ ਤਿਤੁ ਕਾਰੈ ਲਾਏ ॥ કારણ કે તે જીવો ને તે કામમાં લગાડે છે જેમાં લાગવું તેને સારું લાગતું હોય
ਪੂਰੈ ਭਾਗਿ ਗੁਰ ਸੇਵਾ ਹੋਵੈ ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੨॥ સારા નસીબથી જ જીવ ગુરુનો આશરો લઇ શકે છે, ગુરુનો આશરો લઈને ભાગ્યશાળી મનુષ્ય આધ્યાત્મિક આંનદ પ્રાપ્ત કરે છે ।।૨।।
ਮਰਿ ਮਰਿ ਜੀਵੈ ਤਾ ਕਿਛੁ ਪਾਏ ॥ જે મનુષ્ય વારંવાર પ્રયત્ન કરીને અહંકારને મારે છે, તે આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે, ત્યારે તે પરમાત્માની ભક્તિનો થોડો આનંદ લે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਮੰਨਿ ਵਸਾਏ ॥ ત્યારે ગુરુની કૃપાથી તે પરમાત્માને પોતાના મનમાં વસાવે છે
ਸਦਾ ਮੁਕਤੁ ਹਰਿ ਮੰਨਿ ਵਸਾਏ ਸਹਜੇ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੩॥ જે મનુષ્ય પરમાત્માને પોતાના મનમાં વસાવી રાખે છે તે હંમેશા અહંકાર વગેરે વિકારોથી સ્વતંત્ર રહે છે તે હંમેશા આધ્યાત્મિક સ્થિરતામાં લિન રહે છે ।।૩।।
ਬਹੁ ਕਰਮ ਕਮਾਵੈ ਮੁਕਤਿ ਨ ਪਾਏ ॥ ભક્તિ વગર જો ઘણી તરફ ગર્ભિત ધાર્મિક કાર્યો કરે છે તો પણ વિકારોથી મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી
ਦੇਸੰਤਰੁ ਭਵੈ ਦੂਜੈ ਭਾਇ ਖੁਆਏ ॥ જો દેશ-દેશાંતરો નું રટણ કરતો ફરે તો પણ માયાના મોહમાં રહીને કુમાર્ગ પર પડ્યો રહે છે
ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ਕਪਟੀ ਬਿਨੁ ਸਬਦੈ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੪॥ વાસ્તવમાં તે મનુષ્ય છેતરપિડી કરે છે અને કપટી મનુષ્ય પોતાનું મનુષ્ય જીવન વ્યર્થ ગુમાવે છે, ગુરુના શબ્દનો આશરો લીધા વગર તે દુઃખ જ મેળવે છે ।।૪।।
ਧਾਵਤੁ ਰਾਖੈ ਠਾਕਿ ਰਹਾਏ ॥ જે મનુષ્ય વિકારોની તરફ દોડી ને મનની રક્ષા કરે છે તેને વિકારોથી રોકીને રાખે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਰਮ ਪਦੁ ਪਾਏ ॥ તે ગુરુની કૃપાથી બધાથી ઉચ્ચી સ્થિતિ પ્રાપ્ત કરી લે છે
ਸਤਿਗੁਰੁ ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਏ ਮਿਲਿ ਪ੍ਰੀਤਮ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੫॥ ગુરુ પોતે જ તેને પરમાત્માના ચરણોમાં મળાવી દે છે, પ્રિય પ્રભુ ને મેળવીને તે આધ્યાત્મિક આનંદ ભોગવે છે ।।૫।।


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top