Page 108
ਜਨਮ ਜਨਮ ਕਾ ਰੋਗੁ ਗਵਾਇਆ ॥
તેને ઘણા જન્મોના વિકારોના રોગ તે દવાની સાથે દૂર કરી લીધા.
ਹਰਿ ਕੀਰਤਨੁ ਗਾਵਹੁ ਦਿਨੁ ਰਾਤੀ ਸਫਲ ਏਹਾ ਹੈ ਕਾਰੀ ਜੀਉ ॥੩॥
હે ભાઈ! રાત દિવસ પરમાત્માની મહિમાનાં ગીત ગાતો રહે, એ જ કાર્ય લાભદાયક છે ।।૩।।
ਦ੍ਰਿਸਟਿ ਧਾਰਿ ਅਪਨਾ ਦਾਸੁ ਸਵਾਰਿਆ ॥
પ્રભુએ જે પોતાના સેવક પર પોતાની કૃપાની નજર કરીને સદ્કર્મોવાળા જીવન બનાવી દીધા,
ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਮਸਕਾਰਿਆ ॥
તેને દરેક શરીરમાં તે પરમાત્માને જોઈને દરેકની આગળ પોતાનું માથું નમાવ્યું.
ਇਕਸੁ ਵਿਣੁ ਹੋਰੁ ਦੂਜਾ ਨਾਹੀ ਬਾਬਾ ਨਾਨਕ ਇਹ ਮਤਿ ਸਾਰੀ ਜੀਉ ॥੪॥੩੯॥੪੬॥
નાનક કહે છે, હે ભાઈ! એક પરમાત્મા વિના બીજું કોઈ તેના જેવું નથી, એ જ સૌથી શ્રેષ્ઠ સમજ છે ।।૪।।૩૯।।૪૬।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਮਨੁ ਤਨੁ ਰਤਾ ਰਾਮ ਪਿਆਰੇ ॥
હે ભાઈ! જો તું તે ઇચ્છે છે કે તારું મન તારું શરીર પ્રભુના પ્રેમ રંગમાં રંગાયેલા રહે
ਸਰਬਸੁ ਦੀਜੈ ਅਪਨਾ ਵਾਰੇ ॥
તો પોતાનું બધું જ કુરબાન કરીને તે પ્રેમના બદલે દઈ દેવું જોઈએ.
ਆਠ ਪਹਰ ਗੋਵਿੰਦ ਗੁਣ ਗਾਈਐ ਬਿਸਰੁ ਨ ਕੋਈ ਸਾਸਾ ਜੀਉ ॥੧॥
આઠેય પ્રહર ગોવિંદનાં ગુણ ગાવા જોઈએ, હે ભાઈ! શ્વાસ લેતી વખતે પણ પરમાત્માને ના ભૂલ ।।૧।।
ਸੋਈ ਸਾਜਨ ਮੀਤੁ ਪਿਆਰਾ ॥
જે મનુષ્ય સાધુ-સંગતમાં ટકીને પરમાત્માના નામને વિચારે છે,
ਰਾਮ ਨਾਮੁ ਸਾਧਸੰਗਿ ਬੀਚਾਰਾ ॥
તે જ સજ્જન પ્રભુનો પ્રેમાળ મિત્ર છે.
ਸਾਧੂ ਸੰਗਿ ਤਰੀਜੈ ਸਾਗਰੁ ਕਟੀਐ ਜਮ ਕੀ ਫਾਸਾ ਜੀਉ ॥੨॥
સાધુ-સંગતમાં રહેવાથી સંસાર-સમુદ્રથી પાર થઇ શકાય છે અને યમરાજવાળી ફાંસી કપાય જાય છે ।।૨।।
ਚਾਰਿ ਪਦਾਰਥ ਹਰਿ ਕੀ ਸੇਵਾ ॥
હે ભાઈ! પરમાત્માની સેવા ભક્તિ જ દુનિયાના પ્રસિદ્ધ ચાર પદાર્થ છે.
ਪਾਰਜਾਤੁ ਜਪਿ ਅਲਖ ਅਭੇਵਾ ॥
હે ભાઈ! અલખ, અભેદ પ્રભુનું નામ જપ, આ જ પારિજાત વૃક્ષ મનોકામનાઓને પુરી કરનાર છે.
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਕਿਲਬਿਖ ਗੁਰਿ ਕਾਟੇ ਪੂਰਨ ਹੋਈ ਆਸਾ ਜੀਉ ॥੩॥
જે મનુષ્યની અંદરથી ગુરુએ કામ-વાસના દૂર કરી દીધી છે જેના બધા પાપ ગુરુએ કાપી દીધા છે, તેની દરેક પ્રકારની આશાઓ પુરી થઈ ગઈ ।।૩।।
ਪੂਰਨ ਭਾਗ ਭਏ ਜਿਸੁ ਪ੍ਰਾਣੀ ॥
હે ભાઈ! જે મનુષ્યના પુરા ભાગ્ય જાગી પડ્યા,
ਸਾਧਸੰਗਿ ਮਿਲੇ ਸਾਰੰਗਪਾਣੀ ॥
તેને સાધુ સંગતમાં પરમાત્મા મળી જાય છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸਿਆ ਜਿਸੁ ਅੰਤਰਿ ਪਰਵਾਣੁ ਗਿਰਸਤ ਉਦਾਸਾ ਜੀਉ ॥੪॥੪੦॥੪੭॥
હે નાનક! જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ વસી જાય છે, તે ઘર-બાર હોવા છતાં પણ માયાથી નિર્લિપ રહે છે અને તે પ્રભુના ઓટલે સ્વીકાર રહે છે ।।૪।।૪૦।।૪૭।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਸਿਮਰਤ ਨਾਮੁ ਰਿਦੈ ਸੁਖੁ ਪਾਇਆ ॥
જે મનુષ્યના હૃદયમાં ભક્તોએ કૃપા કરીને પરમાત્માનું નામ પ્રગટ કરી દીધું,
ਕਰਿ ਕਿਰਪਾ ਭਗਤੀ ਪ੍ਰਗਟਾਇਆ ॥
તેનું નામ સ્મરણ કરીને હૃદયમાં આધ્યાત્મિક આનંદનું સુખ પ્રાપ્ત કર્યું.
ਸੰਤਸੰਗਿ ਮਿਲਿ ਹਰਿ ਹਰਿ ਜਪਿਆ ਬਿਨਸੇ ਆਲਸ ਰੋਗਾ ਜੀਉ ॥੧॥
સાધુ-સંગતમાં મળીને જેને હંમેશા હરિ નામ જપ્યું, તેની બધી આળસ તેના બધા રોગ દૂર થઈ ગયા ।।૧।।
ਜਾ ਕੈ ਗ੍ਰਿਹਿ ਨਵ ਨਿਧਿ ਹਰਿ ਭਾਈ ॥
હે ભાઈ! જે હરિના ઘરમાં નવ ખજાના હાજર છે, તે હરિ તે મનુષ્યને મળે છે,
ਤਿਸੁ ਮਿਲਿਆ ਜਿਸੁ ਪੁਰਬ ਕਮਾਈ ॥
ગુરુ દ્વારા જેની પહેલાં જન્મોની સાચી કમાણીના સંસ્કાર જાગી પડે છે.
ਗਿਆਨ ਧਿਆਨ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਪ੍ਰਭੁ ਸਭਨਾ ਗਲਾ ਜੋਗਾ ਜੀਉ ॥੨॥
તેની પૂર્ણ પરમાત્મા સાથે ગાઢ સંધિ બની જાય છે, તેને યકીન થઈ જાય છે કે પરમાત્મા બધા કામ કરવાનું સામર્થ્ય રાખે છે ।।૨।।
ਖਿਨ ਮਹਿ ਥਾਪਿ ਉਥਾਪਨਹਾਰਾ ॥
હે ભાઈ! પરમાત્મા આખું જગત રચીને એક ક્ષણમાં એની નાશ કરવાની તાકાત પણ રાખે છે.
ਆਪਿ ਇਕੰਤੀ ਆਪਿ ਪਸਾਰਾ ॥
તે પોતે જ નિર્ગુણ સ્વરૂપ થઈને એકલો થઈ જાય છે અને પોતે જ પોતાની જાતે સરગુણ સ્વરૂપ ધારીને જગત રચના કરી દે છે.
ਲੇਪੁ ਨਹੀ ਜਗਜੀਵਨ ਦਾਤੇ ਦਰਸਨ ਡਿਠੇ ਲਹਨਿ ਵਿਜੋਗਾ ਜੀਉ ॥੩॥
તે કર્તારને, જગતના જીવન તે પ્રભુની માયાનો પ્રભાવ વિચલિત કરી શકતો નથી. તેના દર્શન કરવાથી બધી જુદાઈ ઉતરી જાય છે, પ્રભુથી વિખુટા કરનાર બધા પ્રભાવ મનથી ઉતરી જાય છે ।।૩।।
ਅੰਚਲਿ ਲਾਇ ਸਭ ਸਿਸਟਿ ਤਰਾਈ ॥
હે ભાઈ! ગુરુના પાલવે લગાવીને પ્રભુ પોતે જ સૃષ્ટિને સંસાર-સમુદ્રથી પાર કરે છે,
ਆਪਣਾ ਨਾਉ ਆਪਿ ਜਪਾਈ ॥
પ્રભુ ગુરુના દ્વારા પોતાનું નામ પોતે જીવોથી જપાવે છે.
ਗੁਰ ਬੋਹਿਥੁ ਪਾਇਆ ਕਿਰਪਾ ਤੇ ਨਾਨਕ ਧੁਰਿ ਸੰਜੋਗਾ ਜੀਉ ॥੪॥੪੧॥੪੮॥
હે નાનક! પરમાત્માની ધૂર દરબારથી મિલનનું કારણ બનવાથી પરમાત્માની કૃપાથી ગુરુ જહાજ મળે છે ।।૪।।૪૧।।૪૮।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥
માઝ મહેલ ૫।।
ਸੋਈ ਕਰਣਾ ਜਿ ਆਪਿ ਕਰਾਏ ॥
જીવ તે જ કામ કરી શકે છે, જે પરમાત્મા સ્વયં કરાવે છે
ਜਿਥੈ ਰਖੈ ਸਾ ਭਲੀ ਜਾਏ ॥
જીવને જે જગ્યા પર પરમાત્મા રાખે છે, તે જ જગ્યા જીવ માટે ઠીક હોય છે.
ਸੋਈ ਸਿਆਣਾ ਸੋ ਪਤਿਵੰਤਾ ਹੁਕਮੁ ਲਗੈ ਜਿਸੁ ਮੀਠਾ ਜੀਉ ॥੧॥
તે જ મનુષ્ય અક્કલવાળો છે તે જ મનુષ્ય ઇજ્જતવાળો છે, જેને પરમાત્માનો હુકમ પ્રેમાળ લાગે છે ।।૧।।
ਸਭ ਪਰੋਈ ਇਕਤੁ ਧਾਗੈ ॥
પરમાત્માએ આખી સૃષ્ટિને પોતાના હુકમરૂપી દોરામાં પરોવી રાખ્યા છે.
ਜਿਸੁ ਲਾਇ ਲਏ ਸੋ ਚਰਣੀ ਲਾਗੈ ॥
જે જીવને પ્રભુ પોતાના ચરણોથી લગાવે છે, તે જ ચરણોથી લાગે છે.
ਊਂਧ ਕਵਲੁ ਜਿਸੁ ਹੋਇ ਪ੍ਰਗਾਸਾ ਤਿਨਿ ਸਰਬ ਨਿਰੰਜਨੁ ਡੀਠਾ ਜੀਉ ॥੨॥
તે મનુષ્યએ જ નિર્લિપ પ્રભુને દરેક જગ્યાએ જોયો છે, જેનું પલટેલું હૃદયરૂપી કમળનું ફૂલ પ્રભુએ પોતાની કૃપાથી પોતે ખીલાવી દીધું છે. ।।૨।।
ਤੇਰੀ ਮਹਿਮਾ ਤੂੰਹੈ ਜਾਣਹਿ ॥
હે પ્રભુ! તું પોતે જ જાણે છે કે તું કેટલો મોટો છે.
ਅਪਣਾ ਆਪੁ ਤੂੰ ਆਪਿ ਪਛਾਣਹਿ ॥
પોતાની જાત ને તું પોતે જ સમજી શકે છે.
ਹਉ ਬਲਿਹਾਰੀ ਸੰਤਨ ਤੇਰੇ ਜਿਨਿ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਪੀਠਾ ਜੀਉ ॥੩॥
તારા જે જે સંતોએ તારી કૃપાથી પોતાની અંદરથી કામને, ક્રોધને, લોભને દૂર કર્યા છે, હું તેનાથી કુરબાન થાવ છું ।।૩।।
ਤੂੰ ਨਿਰਵੈਰੁ ਸੰਤ ਤੇਰੇ ਨਿਰਮਲ ॥
હે પ્રભુ! તારી અંદર કોઈ માટે વેર નથી. તારા સંત પણ વેર ભાવના વગેરેની ગંદકીથી રહિત છે.
ਜਿਨ ਦੇਖੇ ਸਭ ਉਤਰਹਿ ਕਲਮਲ ॥
તારા તે સંતોના દર્શન કરવાથી બીજાના પણ પાપ દુર થઇ જાય છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇ ਧਿਆਇ ਜੀਵੈ ਬਿਨਸਿਆ ਭ੍ਰਮੁ ਭਉ ਧੀਠਾ ਜੀਉ ॥੪॥੪੨॥੪੯॥
નાનક કહે છે, હે પ્રભુ! તારું નામ સ્મરણ કરીકરીને જે મનુષ્ય આધ્યાત્મિક જીવન મેળવી લે છે. તેના મનમાંથી ભટકવાનો ડર દૂર થઇ જાય છે ।।૪।।૪૨।।૪૯।।