Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-104

Page 104

ਆਸ ਮਨੋਰਥੁ ਪੂਰਨੁ ਹੋਵੈ ਭੇਟਤ ਗੁਰ ਦਰਸਾਇਆ ਜੀਉ ॥੨॥ સાધુ-સંગતમાં ગુરુના દર્શન કરીને એની આ આશા પુરી થઇ જાય છે, તેનો આ હેતુ સફળ થઈ જાય છે ।।૨।।
ਅਗਮ ਅਗੋਚਰ ਕਿਛੁ ਮਿਤਿ ਨਹੀ ਜਾਨੀ ॥ યોગ સાધના કરનાર જોગી, યોગ સાધનામાં નિપુણ જોગી, જ્ઞાનવાન લોકો સમાધીઓ લગાવે છે.
ਸਾਧਿਕ ਸਿਧ ਧਿਆਵਹਿ ਗਿਆਨੀ ॥ પરંતુ, કોઈ મનુષ્ય આ શોધી શકતો નથી કે તે અગમ્ય પ્રભુ, તે જ્ઞાનેન્દ્રિયોની પહોંચથી ઉપર પ્રભુ કેટલો મોટો છે.
ਖੁਦੀ ਮਿਟੀ ਚੂਕਾ ਭੋਲਾਵਾ ਗੁਰਿ ਮਨ ਹੀ ਮਹਿ ਪ੍ਰਗਟਾਇਆ ਜੀਉ ॥੩॥ ગુરુની શરણે પડીને જે મનુષ્યનો અહંકાર દૂર થઈ જાય છે, જે મનુષ્યની પોતાની શક્તિ વગેરે ભૂંસાઈને સમાપ્ત થઈ જાય છે, ગુરુએ તેના મનમાં તે અનંત પ્રભુનો પ્રકાશ કરી દીધો છે ।।૩।।
ਅਨਦ ਮੰਗਲ ਕਲਿਆਣ ਨਿਧਾਨਾ ॥ જે મનુષ્યએ પરમાત્માનું નામ સ્મરણ કર્યું છે, તેના હૃદયમાં આધ્યાત્મિક આનંદ ખુશીઓનો ખજાનો પ્રગટ થઈ જાય છે.
ਸੂਖ ਸਹਜ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਨਾ ॥ તેની અંદર આધ્યાત્મિક સ્થિરતા પેદા થઈ જાય છે
ਹੋਇ ਕ੍ਰਿਪਾਲੁ ਸੁਆਮੀ ਅਪਨਾ ਨਾਉ ਨਾਨਕ ਘਰ ਮਹਿ ਆਇਆ ਜੀਉ ॥੪॥੨੫॥੩੨॥ હે નાનક! જે મનુષ્ય પર પોતાનો માલિક પ્રભુ દયાવાન થઈ જાય છે, તેના હૃદય-ઘર માં તેનું નામ વસી જાય છે ।।૪।।૨૫।।૩૨।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਸੁਣਿ ਸੁਣਿ ਜੀਵਾ ਸੋਇ ਤੁਮਾਰੀ ॥ હે પ્રભુ! તારી મહિમાની વાતો સાંભળી સાંભળીને મારી અંદર આધ્યાત્મિક જીવન પેદા થાય છે
ਤੂੰ ਪ੍ਰੀਤਮੁ ਠਾਕੁਰੁ ਅਤਿ ਭਾਰੀ ॥ તું મારો પ્રેમાળ છે, તું મારો પાલનહાર છે, તું ખુબજ મોટો માલિક છે.
ਤੁਮਰੇ ਕਰਤਬ ਤੁਮ ਹੀ ਜਾਣਹੁ ਤੁਮਰੀ ਓਟ ਗੋੁਪਾਲਾ ਜੀਉ ॥੧॥ હે પ્રભુ! પોતાનો ફરજ તું પોતે જ જાણે છે. હે સૃષ્ટિના પાલનહાર! મને તારો જ આસરો છે ।।૧।।
ਗੁਣ ਗਾਵਤ ਮਨੁ ਹਰਿਆ ਹੋਵੈ ॥ હે ભાઈ! પરમાત્માની મહિમા કરીને આધ્યાત્મિક જીવન તરફથી સુકાયેલું મન લીલુ થઈ રહ્યું છે
ਕਥਾ ਸੁਣਤ ਮਲੁ ਸਗਲੀ ਖੋਵੈ ॥ પ્રભુની મહિમાની વાતો સાંભળીને મારા મનના બધા વિકારોની ગંદકી દૂર થઇ રહી છે.
ਭੇਟਤ ਸੰਗਿ ਸਾਧ ਸੰਤਨ ਕੈ ਸਦਾ ਜਪਉ ਦਇਆਲਾ ਜੀਉ ॥੨॥ ગુરુની સંગતિમાં સંતોની સંગતિમાં મળીને હું હંમેશા તે દયાળુ પ્રભુનું નામ જપુ છું ।।૨।।
ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮਾਰਉ ॥ હે ભાઈ! હું પોતાના પ્રભુને પોતાની દરેક શ્વાસની સાથે યાદ કરી રહ્યો છું,
ਇਹ ਮਤਿ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਮਨਿ ਧਾਰਉ ॥ આ સુકર્મ મેં પોતાના ગુરુની કૃપાથી પોતાના મનમાં ટકાવેલા છે
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਹੋਇ ਪ੍ਰਗਾਸਾ ਸਰਬ ਮਇਆ ਪ੍ਰਤਿਪਾਲਾ ਜੀਉ ॥੩॥ હે પ્રભુ! તારી કૃપાથી જ જીવોને મનમાં તારા નામનો પ્રકાશ થઈ શકે છે, તું બધાની ઉપર રહેમ કરનાર છે અને દરેકની રક્ષા કરનાર છે ।।૩।।
ਸਤਿ ਸਤਿ ਸਤਿ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥ હે ભાઈ! પ્રભુ હંમેશા કાયમ રહેનાર છે. હંમેશા કાયમ રહેનાર છે.
ਸਦਾ ਸਦਾ ਸਦ ਆਪੇ ਹੋਈ ॥ હંમેશા જ, હંમેશા જ, હંમેશા જ તે પોતે જ પોતે છે.
ਚਲਿਤ ਤੁਮਾਰੇ ਪ੍ਰਗਟ ਪਿਆਰੇ ਦੇਖਿ ਨਾਨਕ ਭਏ ਨਿਹਾਲਾ ਜੀਉ ॥੪॥੨੬॥੩੩॥ હે નાનક! હે પ્રેમાળ પ્રભુ! તારા ચરિત્ર ભવ્યતા તારા રચાયેલા સંસારમાં પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે. તારો આ દાસ તેને જોઈને પ્રસન્ન થઈ રહ્યો છે. ।।૪।।૨૬।।૩૩।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਹੁਕਮੀ ਵਰਸਣ ਲਾਗੇ ਮੇਹਾ ॥ જેમ વરસાદ ઋતુ આવવાથી જ્યારે વરસાદ થાય છે, તો ઠંડી પડી જાય છે. પાક ઘણો ઉગે છે, બધા લોકો અન્નથી તૃપ્ત થઈ જાય છે,
ਸਾਜਨ ਸੰਤ ਮਿਲਿ ਨਾਮੁ ਜਪੇਹਾ ॥ તેમ જ જ્યારે સત્સંગી ગુરુમુખ લોકો સાધુ સંગતમાં મળીને પરમાત્માનું નામ જપે છે, તો ત્યાં પરમાત્માના હુકમ અનુસાર મહિમાનો જાણે વરસાદ થવા લાગે છે
ਸੀਤਲ ਸਾਂਤਿ ਸਹਜ ਸੁਖੁ ਪਾਇਆ ਠਾਢਿ ਪਾਈ ਪ੍ਰਭਿ ਆਪੇ ਜੀਉ ॥੧॥ જેની કૃપાથી સત્સંગી લોકો આધ્યાત્મિક ઠંડક આપનારી શાંતિ અને આધ્યાત્મિક સ્થિરતાનો આનંદ લે છે. તેના હૃદયમાં ત્યાં પ્રભુએ સ્વયં જ વિકારોની ગરમી ઓછી કરીને આધ્યાત્મિક ઠંડી નાખી દીધી છે. ।।૧।।
ਸਭੁ ਕਿਛੁ ਬਹੁਤੋ ਬਹੁਤੁ ਉਪਾਇਆ ॥ સાધુ સંગતમાં હરિ નામના વરસાદને કારણે પરમાત્મા દરેક આધ્યાત્મિક ગુણોનો જાણે પાક પેદા કરી દે છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਸਗਲ ਰਜਾਇਆ ॥ જે પ્રભુએ કૃપા કરીને ત્યાં બધા સત્સંગીઓની અંદર સંતોષવાળું જીવન પેદા કરી દીધું છે.
ਦਾਤਿ ਕਰਹੁ ਮੇਰੇ ਦਾਤਾਰਾ ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਧ੍ਰਾਪੇ ਜੀਉ ॥੨॥ હે દાતાર! જેમ વરસાદ કરીને ધન-ધાન્ય પેદા કરીને તું બધા જીવોને તૃપ્ત કરી દે છે, તેમ જ તું પોતાના નામનું દાન કરે છે અને બધા સત્સંગીઓને માયાની તૃષ્ણા તરફથી તૃપ્ત કરી દે છે ।।૨।।
ਸਚਾ ਸਾਹਿਬੁ ਸਚੀ ਨਾਈ ॥ જે પરમાત્મા હંમેશા સ્થિર રહેનાર છે, જેની મોટાઈ હંમેશા સ્થિર રહેનાર છે,
ਗੁਰ ਪਰਸਾਦਿ ਤਿਸੁ ਸਦਾ ਧਿਆਈ ॥ તેને હું ગુરુની કૃપાથી હંમેશા સ્મરણ કરું છું.
ਜਨਮ ਮਰਣ ਭੈ ਕਾਟੇ ਮੋਹਾ ਬਿਨਸੇ ਸੋਗ ਸੰਤਾਪੇ ਜੀਉ ॥੩॥ તે નામ જપવાની કૃપાથી મારા જન્મ મરણના બધા ડર તેમજ મોહ કપાઈ ગયા છે. મારી બધી ચિંતા-ફિકર, દુઃખ-કષ્ટ નાશ થઈ ગયા છે ।।૩।।
ਸਾਸਿ ਸਾਸਿ ਨਾਨਕੁ ਸਾਲਾਹੇ ॥ હે ભાઈ! નાનક પોતાના દરેક શ્વાસની સાથે પ્રભુની મહિમા કરે છે
ਸਿਮਰਤ ਨਾਮੁ ਕਾਟੇ ਸਭਿ ਫਾਹੇ ॥ પ્રભુનું નામ સ્મરણ કરતા મોહની બધી મુશ્કેલી કપાઈ ગઈ છે.
ਪੂਰਨ ਆਸ ਕਰੀ ਖਿਨ ਭੀਤਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਗੁਣ ਜਾਪੇ ਜੀਉ ॥੪॥੨੭॥੩੪॥ નાનકની આ આશા પ્રભુએ એક ક્ષણમાં જ પુરી કરી દીધી છે અને હવે નાનક દરેક વખતે પ્રભુનાં જ ગુણ યાદ કરતો રહે છે ।।૪।।૨૭।।૩૪।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਆਉ ਸਾਜਨ ਸੰਤ ਮੀਤ ਪਿਆਰੇ ॥ હે પ્રેમાળ મિત્રો! હે સંતો! હે સજ્જનો! આવો,
ਮਿਲਿ ਗਾਵਹ ਗੁਣ ਅਗਮ ਅਪਾਰੇ ॥ અમે મળીને અગમ્ય અને અનંત પ્રભુના ગુણ ગાઈએ.
ਗਾਵਤ ਸੁਣਤ ਸਭੇ ਹੀ ਮੁਕਤੇ ਸੋ ਧਿਆਈਐ ਜਿਨਿ ਹਮ ਕੀਏ ਜੀਉ ॥੧॥ પ્રભુના ગુણોને ગાતા અને સાંભળતા બધા જ જીવ માયાનાં બંધનોથી સ્વતંત્ર થઈ જાય છે.હે સંતો! તે પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ, જેણે આપણને પેદા કર્યા છે ।।૧।।
ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਬਿਖ ਜਾਵਹਿ ॥ જે લોકો પરમાત્માનું ધ્યાન ધરે છે, તેના જન્મ જન્માંતરોના કરેલા પાપ દુર થઈ જાય છે
ਮਨਿ ਚਿੰਦੇ ਸੇਈ ਫਲ ਪਾਵਹਿ ॥ જે ફળ તે પોતાના મનમાં વિચારે છે, તે જ ફળ તે પ્રાપ્ત કરી લે છે.
ਸਿਮਰਿ ਸਾਹਿਬੁ ਸੋ ਸਚੁ ਸੁਆਮੀ ਰਿਜਕੁ ਸਭਸੁ ਕਉ ਦੀਏ ਜੀਉ ॥੨॥ હે ભાઈ! તે હંમેશા કાયમ રહેનાર માલિકને સ્વામીને સ્મરણ કર, જે બધા જીવોને આજીવિકા આપે છે ।।૨।।
ਨਾਮੁ ਜਪਤ ਸਰਬ ਸੁਖੁ ਪਾਈਐ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ જપવાથી દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થઈ જાય છે.
ਸਭੁ ਭਉ ਬਿਨਸੈ ਹਰਿ ਹਰਿ ਧਿਆਈਐ ॥ હે ભાઈ! હંમેશા પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. આ રીતે દુનિયાના બધા ડર નાશ પામે છે.
ਜਿਨਿ ਸੇਵਿਆ ਸੋ ਪਾਰਗਿਰਾਮੀ ਕਾਰਜ ਸਗਲੇ ਥੀਏ ਜੀਉ ॥੩॥ જે મનુષ્યએ પરમાત્માને સ્મરણ કર્યા છે, તે સંસાર સમુદ્રની તે પાર પહોંચવા લાયક થઇ જાય છે. તેના બધા કામ માથે ચડી જાય છે ।।૩।।
ਆਇ ਪਇਆ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥ હે પ્રભુ! હું આવીને તારી શરણે પડ્યો છું.
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਲੈਹਿ ਮਿਲਾਈ ॥ જેમ પણ થઇ શકે, મને પોતાના ચરણોમાં જોડી લે.


© 2017 SGGS ONLINE
Scroll to Top