Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-80

Page 80

ਪੁਰਬੇ ਕਮਾਏ ਸ੍ਰੀਰੰਗ ਪਾਏ ਹਰਿ ਮਿਲੇ ਚਿਰੀ ਵਿਛੁੰਨਿਆ ॥ પહેલા જન્મમાં કરેલી સારી કમાણીના સંસ્કારો અનુસાર શસ્ત્રથી અલગ લક્ષ્મી પતિ પ્રભુ પાછા મળી જાય છે
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸਰਬਤਿ ਰਵਿਆ ਮਨਿ ਉਪਜਿਆ ਬਿਸੁਆਸੋ ॥ હે ભાઈ! ગુરુમુખોની સંગતિ કરવાથી મનમાં એક નિશ્ચય બની જાય છે કે પરમાત્મા જીવોની અંદર બહાર બધી જગ્યાએ વ્યાપક છે
ਨਾਨਕੁ ਸਿਖ ਦੇਇ ਮਨ ਪ੍ਰੀਤਮ ਕਰਿ ਸੰਤਾ ਸੰਗਿ ਨਿਵਾਸੋ ॥੪॥ હે પ્રિય મન! નાનક તને શિક્ષા આપે છે કે ગુરુમુખોની સંગતિમાં ટકી રહે ।।૪।।
ਮਨ ਪਿਆਰਿਆ ਜੀਉ ਮਿਤ੍ਰਾ ਹਰਿ ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਮਨੁ ਲੀਨਾ ॥ હે વ્હાલું મન! હે મિત્ર મન! જે મનુષ્યનું મન પરમાત્મની પ્રેમ ભક્તિમાં મસ્ત રહે છે
ਮਨ ਪਿਆਰਿਆ ਜੀਉ ਮਿਤ੍ਰਾ ਹਰਿ ਜਲ ਮਿਲਿ ਜੀਵੇ ਮੀਨਾ ॥ તે મનુષ્ય પરમાત્માને મળીને એવું આત્મિક જીવન મેળવે છે જેમ માછલી પાણીને મળીને જીવે છે
ਹਰਿ ਪੀ ਆਘਾਨੇ ਅੰਮ੍ਰਿਤ ਬਾਨੇ ਸ੍ਰਬ ਸੁਖਾ ਮਨ ਵੁਠੇ ॥ સતગુરુની પ્રસન્નતાનુ પાત્ર બનીને જે મનુષ્ય પરમાત્માની મહિમાની આત્મિક જીવન દેનારી વાણી રૂપી પાણી પીને માયાની તરસથી તૃપ્ત થઇ જાય છે
ਸ੍ਰੀਧਰ ਪਾਏ ਮੰਗਲ ਗਾਏ ਇਛ ਪੁੰਨੀ ਸਤਿਗੁਰ ਤੁਠੇ ॥ તેના મનમાં બધું સુખ આવી વસે છે,તે મનુષ્ય લક્ષ્મી પતિ પ્રભુનો મેળાપ પ્રાપ્ત કરી લે છે, પ્રભુની મહિમાનાં ગીત ગાય છે, તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે
ਲੜਿ ਲੀਨੇ ਲਾਏ ਨਉ ਨਿਧਿ ਪਾਏ ਨਾਉ ਸਰਬਸੁ ਠਾਕੁਰਿ ਦੀਨਾ ॥ તે ઠાકર એ પોતાના પાલવથી લગાવી લીધો છે, ઠાકર તરફથી જાણે તેને નવ ખજાના મળી ગયા છે કારણ કે ઠાકરે તેણે પોતાનું નામ આપ્યું છે જે જાણે જગતનું બધું જ ધન છે
ਨਾਨਕ ਸਿਖ ਸੰਤ ਸਮਝਾਈ ਹਰਿ ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਮਨੁ ਲੀਨਾ ॥੫॥੧॥੨॥ હે નાનક! જે મનુષ્યને સંતોએ પરમાત્માના સ્મરણની શિક્ષા સમજાવી છે, તેનું મન પરમાત્માની પ્રેમ ભક્તિમાં લીન રહે છે।।૫।।૧।।૨।।
ਸਿਰੀਰਾਗ ਕੇ ਛੰਤ ਮਹਲਾ ੫ શ્રી રાગ છંદ, મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ।।
ਡਖਣਾ ॥ દખણા- દક્ષિણ ની ભાષા
ਹਠ ਮਝਾਹੂ ਮਾ ਪਿਰੀ ਪਸੇ ਕਿਉ ਦੀਦਾਰ ॥ મારો વ્હાલા પ્રભુ પતિ મારા હ્રદયમાં વસે છે પરંતુ તેના દર્શન કેવી રીતે થાય?
ਸੰਤ ਸਰਣਾਈ ਲਭਣੇ ਨਾਨਕ ਪ੍ਰਾਣ ਅਧਾਰ ॥੧॥ હે નાનક! તે પ્રાણોનો આશરો પ્રભુ સંતોની શરણે પડવાથી જ મળે છે ।।૧।।
ਛੰਤੁ ॥ છંદ।।
ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਰੀਤਿ ਸੰਤਨ ਮਨਿ ਆਵਏ ਜੀਉ ॥ પરમાત્માના સુંદર ચરણોમાં પ્રેમ રાખવાની મર્યાદા સંતોના મનમાં જ વસે છે
ਦੁਤੀਆ ਭਾਉ ਬਿਪਰੀਤਿ ਅਨੀਤਿ ਦਾਸਾ ਨਹ ਭਾਵਏ ਜੀਉ ॥ પરમાત્મા વિના કોઈ બીજા સાથે પ્રેમ કરવો સંતોને ખોટી રીત લાગે છે, પ્રભુના દાસને આ પસંદ આવતું નથી
ਦਾਸਾ ਨਹ ਭਾਵਏ ਬਿਨੁ ਦਰਸਾਵਏ ਇਕ ਖਿਨੁ ਧੀਰਜੁ ਕਿਉ ਕਰੈ ॥ પરમાત્માનાં દર્શન વગર કોઈ બીજો જીવન સંયોગ પરમાત્માના દાસને ગમતો નથી, પરમાત્માનો દાસ પરમાત્માનાં દર્શન વિના એક ક્ષણ પણ ધીરજ રાખી શકતો નથી?
ਨਾਮ ਬਿਹੂਨਾ ਤਨੁ ਮਨੁ ਹੀਨਾ ਜਲ ਬਿਨੁ ਮਛੁਲੀ ਜਿਉ ਮਰੈ ॥ દાસનું મન, દાસનું તન પ્રભુના નામ વિના નબળું થઇ જાય છે, નામ વિના તેને આધ્યાત્મિક મૌત આવી ગયું હોય એવું લાગે છે જેમ માછલી પાણી વિના મરી જાય છે
ਮਿਲੁ ਮੇਰੇ ਪਿਆਰੇ ਪ੍ਰਾਨ ਅਧਾਰੇ ਗੁਣ ਸਾਧਸੰਗਿ ਮਿਲਿ ਗਾਵਏ ॥ હે વ્હાલા પ્રભુ! હે મારી જિંદગીનો આશ્રય પ્રભુ! મને એટલે કે પોતાના દાસને મળ, કારણ કે તારો દાસ સાધુ-સંગતમાં મળીને તારા ગુણ ગાઇ શકે
ਨਾਨਕ ਕੇ ਸੁਆਮੀ ਧਾਰਿ ਅਨੁਗ੍ਰਹੁ ਮਨਿ ਤਨਿ ਅੰਕਿ ਸਮਾਵਏ ॥੧॥ હે નાનકના માલિક પ્રભુ! કૃપા કર, કારણ કે તારો દાસ મનથી, તનથી તારા ખોળામાં સમાઈ રહે ।।૧।।
ਡਖਣਾ ॥ દખણા- દક્ષિણ ની ભાષા
ਸੋਹੰਦੜੋ ਹਭ ਠਾਇ ਕੋਇ ਨ ਦਿਸੈ ਡੂਜੜੋ ॥ ગુરુને મળવાથી માયાના મોહમાં મનુષ્યની બુદ્ધિ ના બંધ થયેલા દરવાજા ખુલી જાય છે
ਖੁਲ੍ਹ੍ਹੜੇ ਕਪਾਟ ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਭੇਟਤੇ ॥੧॥ હે નાનક! મનુષ્યને સમજ આવી જાય છે કે પરમાત્મા બધી જગ્યાએ વસેલો છે અને શોભાયમાન છે, કોઈ પણ જીવ એવો નથી દેખાતો જે પરમાત્માથી અલગ બીજું કોઈ હોય ।।૧।।
ਛੰਤੁ ॥ છંદ।।
ਤੇਰੇ ਬਚਨ ਅਨੂਪ ਅਪਾਰ ਸੰਤਨ ਆਧਾਰ ਬਾਣੀ ਬੀਚਾਰੀਐ ਜੀਉ ॥ હે સુંદર પ્રભુ! હે અનંત પ્રભુ! હે સંતોનાં આશ્રય પ્રભુ! સંતોએ તારી મહિમાનુ વચન વિચાર્યુ છે, તારી મહિમાની વાણી વિચારી છે, હૃદયમાં વસાવી છે
ਸਿਮਰਤ ਸਾਸ ਗਿਰਾਸ ਪੂਰਨ ਬਿਸੁਆਸ ਕਿਉ ਮਨਹੁ ਬਿਸਾਰੀਐ ਜੀਉ ॥ શ્વાસ શ્વાસ તારા નામનું સ્મરણ કરતા તેને એ પૂરો ભરોસો આવી જાય છે કે પ્રભુનું નામ ક્યારેય મનમાંથી ના ભુલાવું જોઈએ
ਕਿਉ ਮਨਹੁ ਬੇਸਾਰੀਐ ਨਿਮਖ ਨਹੀ ਟਾਰੀਐ ਗੁਣਵੰਤ ਪ੍ਰਾਨ ਹਮਾਰੇ ॥ હે ગુણોનાં સ્ત્રોત પ્રભુ! સંતોને એ ભરોશો બંધાઈ જાય છે કે તારું નામ ક્યારેય પણ મનમાંથી ભુલાવું જોઈએ નહિ, પલક જપકવા જેટલા સમય માટે પણ મનમાંથી દુર કરવું ન જોઈએ
ਮਨ ਬਾਂਛਤ ਫਲ ਦੇਤ ਹੈ ਸੁਆਮੀ ਜੀਅ ਕੀ ਬਿਰਥਾ ਸਾਰੇ ॥ એને એ નિશ્ચય થઈ જાય છે કે માલિક પ્રભુ મનની ઇચ્છા પ્રમાણે ફળ બક્ષે છે અને દરેક જીવ ની પીડાની સંભાળ લે છે
ਅਨਾਥ ਕੇ ਨਾਥੇ ਸ੍ਰਬ ਕੈ ਸਾਥੇ ਜਪਿ ਜੂਐ ਜਨਮੁ ਨ ਹਾਰੀਐ ॥ હે અનાથોના નાથ પ્રભુ! હે જીવોની આસપાસ રહેનારા પ્રભુ! તારું નામ જપીને માનવ જન્મ કોઈ જુગારીયાની જેમ જુગારની બાજીમાં વ્યર્થ નથી ગુમાવી જતું
ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀ ਪ੍ਰਭ ਪਹਿ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਭਵਜਲੁ ਤਾਰੀਐ ॥੨॥ પરમાત્મા પાસે નાનકની આ વિનંતી છે: હે પ્રભુ! કૃપા કર, મને તારું નામ આપ અને સંસાર-સમુદ્રમાંથી પાર કર ।।૨।।
ਡਖਣਾ ॥ દખણા- દક્ષિણ ની ભાષા
ਧੂੜੀ ਮਜਨੁ ਸਾਧ ਖੇ ਸਾਈ ਥੀਏ ਕ੍ਰਿਪਾਲ ॥ હે નાનક! જે ભાગ્યશાળી પર માલિક પ્રભુ કૃપાળુ હોય છે, તેને ગુરુમુખની ચરણોની ધૂળમાં સ્નાન કરવાનું નસીબ મળે છે
ਲਧੇ ਹਭੇ ਥੋਕੜੇ ਨਾਨਕ ਹਰਿ ਧਨੁ ਮਾਲ ॥੧॥ જેને હરિ નામ ધન પ્રાપ્ત થાય છે, જેને હરિ નામ પદાર્થ મળી જાય છે તેને જાણે બધા જ સુંદર પદાર્થ મળી જાય છે ।।૧।।
ਛੰਤੁ ॥ છંદ।।
ਸੁੰਦਰ ਸੁਆਮੀ ਧਾਮ ਭਗਤਹ ਬਿਸ੍ਰਾਮ ਆਸਾ ਲਗਿ ਜੀਵਤੇ ਜੀਉ ॥ માલિક પ્રભુના સુંદર ચરણો ભક્તોના મન માટે નિવાસ સ્થળ હોય છે, ભક્ત પ્રભુ ચરણોમાં ટકીને જ આશા ધરીને પોતાનું જીવન ઊંચું કરે છે
ਮਨਿ ਤਨੇ ਗਲਤਾਨ ਸਿਮਰਤ ਪ੍ਰਭ ਨਾਮ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵਤੇ ਜੀਉ ॥ પરમાત્માનું નામ સ્મરણ કરી કરીને ભક્ત પોતાના મનથી, પોતાના શરીરથી પ્રભુ નામમાં મસ્ત રહે છે અને આત્મિક જીવન આપનાર હરિ નામ પાણી હંમેશા પીતા રહે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top