Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-81

Page 81

ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਪੀਵਤੇ ਸਦਾ ਥਿਰੁ ਥੀਵਤੇ ਬਿਖੈ ਬਨੁ ਫੀਕਾ ਜਾਨਿਆ ॥ ભક્ત નામ અમૃત હંમેશા પીવે છે અને વિષ યોની તરફથી હંમેશા અડોલ-ચિત્ત ટકી રહે છે. નામ જપવાની કૃપાથી તેમને વિષ વિકારોના પાણીને બેસ્વાદ ઓળખી લીધું છે
ਭਏ ਕਿਰਪਾਲ ਗੋਪਾਲ ਪ੍ਰਭ ਮੇਰੇ ਸਾਧਸੰਗਤਿ ਨਿਧਿ ਮਾਨਿਆ ॥ ભક્તો પર ગોપાલ પ્રભુ દયાવાન થાય છે, સાધુ-સંગતમાં રહીને તેમનું મન પ્રભુના નામ ખજાનામાં આનંદિત રહે છે.
ਸਰਬਸੋ ਸੂਖ ਆਨੰਦ ਘਨ ਪਿਆਰੇ ਹਰਿ ਰਤਨੁ ਮਨ ਅੰਤਰਿ ਸੀਵਤੇ ॥ ભક્ત પ્રભુના શ્રેષ્ઠ નામને પોતાના મનમાં પોરવાયેલું રાખે છે, પ્રભુનું નામ જ તેના માટે સૌથી શ્રેષ્ઠ ધન છે, નામમાંથી જ તે અનેક આત્મિક સુખ આનંદ ભોગવે છે.
ਇਕੁ ਤਿਲੁ ਨਹੀ ਵਿਸਰੈ ਪ੍ਰਾਨ ਆਧਾਰਾ ਜਪਿ ਜਪਿ ਨਾਨਕ ਜੀਵਤੇ ॥੩॥ હે નાનક! ભક્તો પ્રાણના આશ્રય પ્રભુના નામને થોડા સમય માટે પણ ભુલાતા નથી. પરમાત્માનું નામ દરેક સમયે જપીજપીને તે આત્મિક જીવન પ્રાપ્ત કરે છે ।। ૩।।
ਡਖਣਾ ॥ દખણા- દક્ષિણ ની ભાષા
ਜੋ ਤਉ ਕੀਨੇ ਆਪਣੇ ਤਿਨਾ ਕੂੰ ਮਿਲਿਓਹਿ ॥ નાનક કહે છે, હે પ્રભુ! જે ભાગ્યશાળીઓને તું પોતાનો સેવક બનાવી લે છે એને તું મળી પડે છે
ਆਪੇ ਹੀ ਆਪਿ ਮੋਹਿਓਹੁ ਜਸੁ ਨਾਨਕ ਆਪਿ ਸੁਣਿਓਹਿ ॥੧॥ તેના તરફથી તું પોતાનો યશ સ્વયં જ સંભળાવે છે અને સાંભળીને તું પોતે જ મસ્ત રહે છે ।।૧।।
ਛੰਤੁ ॥ છંદ ।।
ਪ੍ਰੇਮ ਠਗਉਰੀ ਪਾਇ ਰੀਝਾਇ ਗੋਬਿੰਦ ਮਨੁ ਮੋਹਿਆ ਜੀਉ ॥ હે ભાઈ! ભક્તજનોએ પ્રેમની ઠગ-બુટ્ટી ખવડાવીને અને આ રીતે ખુશ કરીને પરમાત્માનું મન મોહી લીધું હોય છે.
ਸੰਤਨ ਕੈ ਪਰਸਾਦਿ ਅਗਾਧਿ ਕੰਠੇ ਲਗਿ ਸੋਹਿਆ ਜੀਉ ॥ ભક્તજનોની કૃપાથી જ કોઈ ભાગ્યશાળી મનુષ્ય ખુબ ઊંડા પ્રભુને ગળે લાગીને સુંદર જીવનવાળો બને છે
ਹਰਿ ਕੰਠਿ ਲਗਿ ਸੋਹਿਆ ਦੋਖ ਸਭਿ ਜੋਹਿਆ ਭਗਤਿ ਲਖ੍ਯ੍ਯਣ ਕਰਿ ਵਸਿ ਭਏ ॥ જે મનુષ્ય હરિના ગળે લાગીને સુંદર જીવનવાળો બને છે, તેના બધા વિકાર ખતમ થઈ જાય છે, તેની અંદર ભક્તિવાળા લક્ષણ પેદા હોવાને કારણે પ્રભુ તેના વશમાં આવી જાય છે
ਮਨਿ ਸਰਬ ਸੁਖ ਵੁਠੇ ਗੋਵਿਦ ਤੁਠੇ ਜਨਮ ਮਰਣਾ ਸਭਿ ਮਿਟਿ ਗਏ ॥ ગોવિંદનું તેના પર ખુશ થવાને કારણે તેના મનમાં બધા સુખ આવી વસે છે અને તેના બધા જન્મ મરણના ચક્કર સમાપ્ત થઇ જાય છ
ਸਖੀ ਮੰਗਲੋ ਗਾਇਆ ਇਛ ਪੁਜਾਇਆ ਬਹੁੜਿ ਨ ਮਾਇਆ ਹੋਹਿਆ ॥ સત્સંગીઓ સાથે મળીને જે જે તેની મહિમાની વાણી ગાય છે તેની ઇચ્છાઓ પુરી થાય છે, તેને ફરીથી માયાના ધક્કા લગતા નથી
ਕਰੁ ਗਹਿ ਲੀਨੇ ਨਾਨਕ ਪ੍ਰਭ ਪਿਆਰੇ ਸੰਸਾਰੁ ਸਾਗਰੁ ਨਹੀ ਪੋਹਿਆ ॥੪॥ હે નાનક! પ્રેમાળ પ્રભુએ જેનો હાથ પકડી લીધો છે, તેના પર સંસાર-સમુદ્ર પોતાની અસર નાખી શકતો નથી ।।૪।।
ਡਖਣਾ ॥ દખણા- દક્ષિણ ની ભાષા
ਸਾਈ ਨਾਮੁ ਅਮੋਲੁ ਕੀਮ ਨ ਕੋਈ ਜਾਣਦੋ ॥ પતિ પ્રભુનું નામ અમૂલ્ય છે, કોઈ જીવ તેની સમાન બીજી કોઈ વસ્તુ બતાવી શકતો નથી
ਜਿਨਾ ਭਾਗ ਮਥਾਹਿ ਸੇ ਨਾਨਕ ਹਰਿ ਰੰਗੁ ਮਾਣਦੋ ॥੧॥ હે નાનક! જે મનુષ્યના માથાના ભાગ્ય જાગી જાય, તે પરમાત્માના મેળાપનો આનંદ લે છે ।।૧।।
ਛੰਤੁ ॥ છંદ ।।
ਕਹਤੇ ਪਵਿਤ੍ਰ ਸੁਣਤੇ ਸਭਿ ਧੰਨੁ ਲਿਖਤੀ ਕੁਲੁ ਤਾਰਿਆ ਜੀਉ ॥ જે મનુષ્ય પરમાત્માનું નામ ઉચ્ચારે છે, તે સ્વચ્છ જીવનવાળો બની જાય છે. જે લોકો પ્રભુની મહિમા સાંભળે છે, તે બધા ભાગ્યશાળી બની જાય છે. જે મનુષ્ય પરમાત્માની મહિમા પોતાના હાથોથી લખે છે, તે પોતાના આખા ખાનદાનને જ સંસાર-સમુદ્રમાંથી પાર પાડે છે
ਜਿਨ ਕਉ ਸਾਧੂ ਸੰਗੁ ਨਾਮ ਹਰਿ ਰੰਗੁ ਤਿਨੀ ਬ੍ਰਹਮੁ ਬੀਚਾਰਿਆ ਜੀਉ ॥ જે મનુષ્યને ગુરુનો મેળાપ થાય છે, તે પરમાત્માના નામ સ્મરણનો આનંદ લે છે, તે પરમાત્માની યાદને પોતાના મનમાં ટકાવી લે છે
ਬ੍ਰਹਮੁ ਬੀਚਾਰਿਆ ਜਨਮੁ ਸਵਾਰਿਆ ਪੂਰਨ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਕਰੀ ॥ જેના પર પ્રભુએ કૃપા કરી, તેને પ્રભુને પોતાના મનમાં વસાવ્યા અને પોતાનું જીવન ખુબસુરત બનાવી લીધું
ਕਰੁ ਗਹਿ ਲੀਨੇ ਹਰਿ ਜਸੋ ਦੀਨੇ ਜੋਨਿ ਨਾ ਧਾਵੈ ਨਹ ਮਰੀ ॥ પ્રભુએ જે ભાગ્યશાળી મનુષ્યનો હાથ પકડી લીધો, તેમને તેણે પોતાની મહિમાનું દાન આપ્યું, તે મનુષ્ય પાછો યોનિઓમાં દોડતો ફરતો નથી, તેને આધ્યાત્મિક મૃત્યુ આવતી નથી.
ਸਤਿਗੁਰ ਦਇਆਲ ਕਿਰਪਾਲ ਭੇਟਤ ਹਰੇ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਮਾਰਿਆ ॥ દયાનું ઘર, કૃપાનું ઘર સતગુરુને મળીને અને માલિક પ્રભુને સ્મરણ કરીને જેમને પોતાની અંદરથી કામ, ક્રોધ, લોભ વગેરે વિકારોને મારી નાખ્યા છે, તેનું આત્મિક જીવન ખુશ ખુશાલ થઈ જાય છે
ਕਥਨੁ ਨ ਜਾਇ ਅਕਥੁ ਸੁਆਮੀ ਸਦਕੈ ਜਾਇ ਨਾਨਕੁ ਵਾਰਿਆ ॥੫॥੧॥੩॥ પતિ પ્રભુ અકથનીય છે, તેનું રૂપ કહી શકાતું નથી. નાનક તેને બલિદાન આપે છે, કુરબાન જાય છે ।।૫।।૧।।૩।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੪ ਵਣਜਾਰਾ શ્રી રાગ મહેલ ૪, વણઝારા
ੴ ਸਤਿ ਨਾਮੁ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે।।
ਹਰਿ ਹਰਿ ਉਤਮੁ ਨਾਮੁ ਹੈ ਜਿਨਿ ਸਿਰਿਆ ਸਭੁ ਕੋਇ ਜੀਉ ॥ જે હરીએ જગતમાં દરેક જીવને પેદા કર્યો છે, તે હરિનું નામ શ્રેષ્ઠ છે,
ਹਰਿ ਜੀਅ ਸਭੇ ਪ੍ਰਤਿਪਾਲਦਾ ਘਟਿ ਘਟਿ ਰਮਈਆ ਸੋਇ ॥ તે હરિ બધા જીવોનું પાલન કરે છે અને તે સુંદર રામ દરેક શરીરમાં વ્યાપક છે
ਸੋ ਹਰਿ ਸਦਾ ਧਿਆਈਐ ਤਿਸੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ તે હરિનું હંમેશા ધ્યાન ધરવું જોઈએ, તેના વિના જીવનો બીજો કોઈ આશરો નથી
ਜੋ ਮੋਹਿ ਮਾਇਆ ਚਿਤੁ ਲਾਇਦੇ ਸੇ ਛੋਡਿ ਚਲੇ ਦੁਖੁ ਰੋਇ ॥ જે લોકો માયાના મોહમાં પોતાનું મન લગાવી રાખે છે, તે મૃત્યુ આવવાથી રોઈ રોઈને બધું છોડીને જાય છે
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇਆ ਹਰਿ ਅੰਤਿ ਸਖਾਈ ਹੋਇ ॥੧॥ પરંતુ, હે દાસ નાનક! જેમને જિંદગીમાં હરિના નામનું સ્મરણ કર્યું, હરિ તેનો અવશ્ય મદદગાર બને છે ।।૧।।
ਮੈ ਹਰਿ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ હે ભાઈ! મારે તો પરમાત્મા વિના બીજું કોઈ આશરો નથી
ਹਰਿ ਗੁਰ ਸਰਣਾਈ ਪਾਈਐ ਵਣਜਾਰਿਆ ਮਿਤ੍ਰਾ ਵਡਭਾਗਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હરિ નામનો વ્યાપાર કરવા આવેલો હે મિત્ર! ગુરુની શરણે પડ, ગુરુની શરણે પડવાથી જ હરિનું નામ મળે છે, જે ખુબ નસીબથી જ મળે છે ।।૧।।વિરામ।।
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/