Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-72

Page 72

ਸੁਰਿ ਨਰ ਮੁਨਿ ਜਨ ਲੋਚਦੇ ਸੋ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਬੁਝਾਇ ਜੀਉ ॥੪॥ જે નામ પદાર્થને દેવતા, મનુષ્યો અને મૌનધારી લોકો તરસ્યા આવી રહ્યા છે તેને પદાર્થ સદગુરૂએ સમજાવી દીધા છે ॥૪॥
ਸਤਸੰਗਤਿ ਕੈਸੀ ਜਾਣੀਐ ॥ ક્યાં પ્રકાર માં એકત્રને સત સંગતિ સમજવી જોઈએ?
ਜਿਥੈ ਏਕੋ ਨਾਮੁ ਵਖਾਣੀਐ ॥ સત સંગતિ તે છે જયા ખાલી પરમાત્માનું નામ જ લેવાતું હોય
ਏਕੋ ਨਾਮੁ ਹੁਕਮੁ ਹੈ ਨਾਨਕ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਬੁਝਾਇ ਜੀਉ ॥੫॥ હે નાનક! સદગુરૂએ આ વાત સમજાવી દીધી છે કે સત સંગતિમાં માત્ર પરમાત્માનું નામ જપવું જ પ્રભુનો આદેશ છે ॥૫॥
ਇਹੁ ਜਗਤੁ ਭਰਮਿ ਭੁਲਾਇਆ ॥ આ જગત માયામાં ભ્રમમાં પડીને જીવનના સાચા માર્ગેથી ભટકીને કુમાર્ગે જાય છે
ਆਪਹੁ ਤੁਧੁ ਖੁਆਇਆ ॥ પરંતુ જીવોનો પણ શું વશ? હે પ્રભુ! તે પોતે જ જગતને પોતાનાથી દૂર રાખ્યું છે
ਪਰਤਾਪੁ ਲਗਾ ਦੋਹਾਗਣੀ ਭਾਗ ਜਿਨਾ ਕੇ ਨਾਹਿ ਜੀਉ ॥੬॥ જે દુર્ભાગી સ્ત્રીના ભાગ્ય સારા નથી હોતા તેને માયાના મોહમાં ફસાવવાના કારણે આધ્યાત્મિક દુઃખ લાગેલું છે ॥૬॥
ਦੋਹਾਗਣੀ ਕਿਆ ਨੀਸਾਣੀਆ ॥ દુર્ભાગ્યવાન જીવ સ્ત્રીઓ ના ક્યાં લક્ષણ છે?
ਖਸਮਹੁ ਘੁਥੀਆ ਫਿਰਹਿ ਨਿਮਾਣੀਆ ॥ દુર્ભગયશાળી જીવ સ્ત્રીઓ તે છે જે માલિક પ્રભુના પ્રેમથી વંચિત છે અને તેઓ વિના સહારે ભટકે છે
ਮੈਲੇ ਵੇਸ ਤਿਨਾ ਕਾਮਣੀ ਦੁਖੀ ਰੈਣਿ ਵਿਹਾਇ ਜੀਉ ॥੭॥ આવી જીવ સ્ત્રીઓમાં મોઢા પણ વિકારોના મેલની સાથે ભ્રષ્ટ થયેલી દેખાય છે, તેના જીવન રૂપ રાત દુઃખોમાં જ પસાર થાય છે ॥૭॥
ਸੋਹਾਗਣੀ ਕਿਆ ਕਰਮੁ ਕਮਾਇਆ ॥ જે જીવ સ્ત્રીઓ ભાગ્યશાળી કહેવાય છે તેઓએ સારા કાર્ય કર્યા છે?
ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਫਲੁ ਪਾਇਆ ॥ તેમને પાછલા જન્મમાં કરેલી સારી કમાણી ના લખેલા સંસ્કારોના આધાર ઉપર હવે પરમાત્માનું નામ ફળ પ્રાપ્ત કરી લીધું છે
ਨਦਰਿ ਕਰੇ ਕੈ ਆਪਣੀ ਆਪੇ ਲਏ ਮਿਲਾਇ ਜੀਉ ॥੮॥ પરમાત્મા પોતાની પ્રેમાંણ નજરોથી પોતેજ એમના ચરણોમાં ભેળવી દે છે॥૮॥
ਹੁਕਮੁ ਜਿਨਾ ਨੋ ਮਨਾਇਆ ॥ પરમાત્મા જે જીવ-સ્ત્રીઓ ને પોતાનો હુકમ માનવા માટે પ્રેરે છે
ਤਿਨ ਅੰਤਰਿ ਸਬਦੁ ਵਸਾਇਆ ॥ તે પોતાના દિલ માં પરમાત્મા ની કૃપા ની વાણી વસાવે છે
ਸਹੀਆ ਸੇ ਸੋਹਾਗਣੀ ਜਿਨ ਸਹ ਨਾਲਿ ਪਿਆਰੁ ਜੀਉ ॥੯॥ તે જીવ સહેલીઓ ભાગ્યશાળી હોય છે જેમનો પોતાના પતિ પ્રભુ સાથે પ્રેમ બની રહે છે ॥૯॥
ਜਿਨਾ ਭਾਣੇ ਕਾ ਰਸੁ ਆਇਆ ॥ જે મનુષ્યને પ્રભુની રજામાં ચાલવાનો આનંદ આવી જાય છે
ਤਿਨ ਵਿਚਹੁ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥ તે અંદરથી માયા વાળો ભ્રમ દૂર કરી લે છે, પરંતુ આ કૃપા પરમાત્માની છે
ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਐਸਾ ਜਾਣੀਐ ਜੋ ਸਭਸੈ ਲਏ ਮਿਲਾਇ ਜੀਉ ॥੧੦॥ હે નાનક! ગુરુ એવા દયાળુ છે કે તે શરણમાં આવેલા બધા જીવો ને પ્રભુના ચરણોમાં મળાવી દે છે ॥૧૦॥
ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਫਲੁ ਪਾਇਆ ॥ જે મનુષ્ય એ પોતાની અંદરથી અહંકાર દૂર કરી લીધો
ਜਿਨਿ ਵਿਚਹੁ ਅਹਕਰਣੁ ਚੁਕਾਇਆ ॥ તેને ગુરુની શરણમાં પડીને પરમાત્માનો નામ રસ પ્રાપ્ત કરી લીધો
ਦੁਰਮਤਿ ਕਾ ਦੁਖੁ ਕਟਿਆ ਭਾਗੁ ਬੈਠਾ ਮਸਤਕਿ ਆਇ ਜੀਉ ॥੧੧॥ તે મનુષ્યની અંદરથી ખરાબ બુદ્ધિનું દુઃખ કપાય જાય છે તેના માથાના ભાગ્ય જાગી ઉઠે છે ॥૧૧॥
ਅੰਮ੍ਰਿਤੁ ਤੇਰੀ ਬਾਣੀਆ ॥ હે પ્રભુ! તારી કૃપા ની વાણી જાણે આધ્યાત્મિક જીવન દેવાવાળું જળ છે
ਤੇਰਿਆ ਭਗਤਾ ਰਿਦੈ ਸਮਾਣੀਆ ॥ તે વાણી તારા ભક્તોના દિલમાં દરેક સમય ટકી રહે છે
ਸੁਖ ਸੇਵਾ ਅੰਦਰਿ ਰਖਿਐ ਆਪਣੀ ਨਦਰਿ ਕਰਹਿ ਨਿਸਤਾਰਿ ਜੀਉ ॥੧੨॥ તારી સુખદાયી સેવા ભક્તિ ભક્તોની અંદર ટકી રહેવાના કારણે તું તેના પર પોતાની કૃપાની નજર કરે છે અને તેને પાર કરાવે છે ॥૧૨॥
ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ਜਾਣੀਐ ॥ ਜਿਤੁ ਮਿਲਿਐ ਨਾਮੁ ਵਖਾਣੀਐ ॥ ત્યારે જ કોઈ ભાગ્યશાળીને ગુરુ મળેલા સમજવું જોઈએ, જયારે ગુરુના મળવાથી પરમાત્માનું નામ યાદ કરવું જોઈએ
ਸਤਿਗੁਰ ਬਾਝੁ ਨ ਪਾਇਓ ਸਭ ਥਕੀ ਕਰਮ ਕਮਾਇ ਜੀਉ ॥੧੩॥ ગુરુની શરણમાં પડ્યા વગર પરમાત્માનું નામ નથી મળતું, ગુરુનો આશરો છોડી ને આખી દુનિયા તીર્થ વગેરે અને ગર્ભિત ધાર્મિક કર્મ કરીને ખપી જાય છે ॥૧૩॥
ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਘੁਮਾਇਆ ॥ હું તો ગુરુ પર બલિદાન આપું છું
ਜਿਨਿ ਭ੍ਰਮਿ ਭੁਲਾ ਮਾਰਗਿ ਪਾਇਆ ॥ જેણે ભટકી રહેલાં અને કુમાર્ગ પર પડેલા જીવને સાચા રસ્તા પર નાખી દીધા છે
ਨਦਰਿ ਕਰੇ ਜੇ ਆਪਣੀ ਆਪੇ ਲਏ ਰਲਾਇ ਜੀਉ ॥੧੪॥ જો ગુરુ પોતાની કૃપાની નજર કરે તો તે પોતે જ પ્રભુ ના ચરણોમાં જોડી દે છે ॥૧૪॥
ਤੂੰ ਸਭਨਾ ਮਾਹਿ ਸਮਾਇਆ ॥ હે પ્રભુ! તું બધા જીવો માં વ્યાપક છે
ਤਿਨਿ ਕਰਤੈ ਆਪੁ ਲੁਕਾਇਆ ॥- હે ભાઈ! બધા જીવોમાં વ્યાપક હોવા છતા પણ તે કર્તારે પોતાની જાત ને ગુપ્ત રાખ્યો છે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਰਗਟੁ ਹੋਇਆ ਜਾ ਕਉ ਜੋਤਿ ਧਰੀ ਕਰਤਾਰਿ ਜੀਉ ॥੧੫॥ હે નાનક! જે મનુષ્ય ની અંદર ગુરુ દ્વારા પોતાનો પ્રકાશ પ્રગટ કર્યો છે તેની અંદર કર્તાર પ્રગટ થઇ જાય છે ॥૧૫॥
ਆਪੇ ਖਸਮਿ ਨਿਵਾਜਿਆ ॥ પતિ પ્રભુ એ પોતાના સેવકો ને પોતે જ આદર માન આપ્યું છે
ਜੀਉ ਪਿੰਡੁ ਦੇ ਸਾਜਿਆ ॥ જીવ અને શરીર આપીને પોતે જ તેને જન્મ આપ્યો છે
ਆਪਣੇ ਸੇਵਕ ਕੀ ਪੈਜ ਰਖੀਆ ਦੁਇ ਕਰ ਮਸਤਕਿ ਧਾਰਿ ਜੀਉ ॥੧੬॥ પોતાના બંને હાથ સેવક ના માથે રાખીને માલિક પ્રભુ એ પોતે તેની લાજ રાખી છે અને તેને વિકારોથી બચાવ્યા છે ॥૧૬॥
ਸਭਿ ਸੰਜਮ ਰਹੇ ਸਿਆਣਪਾ ॥ ઇન્દ્રિયોને વશ માં કરવાના બધા પ્રયત્નો અને બધા કઠોરતા ભરેલા ગર્ભિત કાર્યો સેવક ને કરવાની જરૂર નથી પડતી
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਸਭੁ ਕਿਛੁ ਜਾਣਦਾ ॥ વ્હાલા પ્રભુ સેવકની દરેક આવશ્યકતા પોતે જાણે છે
ਪ੍ਰਗਟ ਪ੍ਰਤਾਪੁ ਵਰਤਾਇਓ ਸਭੁ ਲੋਕੁ ਕਰੈ ਜੈਕਾਰੁ ਜੀਉ ॥੧੭॥ પરમાત્મા પોતાના ના તેજ પ્રતાપ પ્રગટ કરી દે છે આખું જગત તેની જય જયકાર કરે છે ॥૧૭॥
ਮੇਰੇ ਗੁਣ ਅਵਗਨ ਨ ਬੀਚਾਰਿਆ ॥ પ્રભુએ ન મારા ગુણો નો વિચાર કર્યો, ન મારા અવગુણો ની પરવાહ કરી
ਪ੍ਰਭਿ ਅਪਣਾ ਬਿਰਦੁ ਸਮਾਰਿਆ ॥ પ્રભુએ તો ફક્ત પોતાનો દયાવાન મૂળ સ્વભાવ જ બતાવ્યો છે
ਕੰਠਿ ਲਾਇ ਕੈ ਰਖਿਓਨੁ ਲਗੈ ਨ ਤਤੀ ਵਾਉ ਜੀਉ ॥੧੮॥ પ્રભુ એ મને ગળે લગાવીને વિકારોથી મને બચાવી લીધો છે કોઈ દુઃખ વિકાર મારો વાળ પણ વાંકો નહીં કરી શકે ॥૧૮॥
ਮੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰਭੂ ਧਿਆਇਆ ॥ મેં પોતાના મનમાં પ્રભુનું સ્મરણ કર્યું છે, પોતાના મન માં પરમાત્માનું ધ્યાન ધર્યું છે
ਜੀਇ ਇਛਿਅੜਾ ਫਲੁ ਪਾਇਆ ॥ મને તે નામ-ફળ મળી ગયું છે, જેને મેં હંમેશા પોતાના જીવ માં ઈચ્છીત રાખ્યું હતું
ਸਾਹ ਪਾਤਿਸਾਹ ਸਿਰਿ ਖਸਮੁ ਤੂੰ ਜਪਿ ਨਾਨਕ ਜੀਵੈ ਨਾਉ ਜੀਉ ॥੧੯॥ હે પ્રભુ! તું બધા શાહોના માથા પર, બાદશાહો ના માથા પર માલિક છે ; હે નાનક! મોટાભાગ્યવાળા મનુષ્ય પ્રભુનું નામ જપીને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે ॥૧૯॥
error: Content is protected !!
Scroll to Top
https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131
https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131