Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-71

Page 71

ਚਿਤਿ ਨ ਆਇਓ ਪਾਰਬ੍ਰਹਮੁ ਤਾ ਖੜਿ ਰਸਾਤਲਿ ਦੀਤ ॥੭॥ પરંતુ, જો પરમાત્મા તેના મનમાં ક્યારેય આવ્યો ન હોય તો તેને છેવટે લઈ જઈને નરક માં જ નાખવામાં આવે છે ।।૭।।
ਕਾਇਆ ਰੋਗੁ ਨ ਛਿਦ੍ਰੁ ਕਿਛੁ ਨਾ ਕਿਛੁ ਕਾੜਾ ਸੋਗੁ ॥ જો કોઈ મનુષ્યન ના શરીર ને કોઈ રંગ ના લાગ્યો હોઈ કોઈ તકલીફ ના થઇ હોઈ કોઈ ચિંત્તા કે ફિકર ના હોઈ
ਮਿਰਤੁ ਨ ਆਵੀ ਚਿਤਿ ਤਿਸੁ ਅਹਿਨਿਸਿ ਭੋਗੈ ਭੋਗੁ ॥ તેને ક્યારેય મૃત્યુ ની ચિંતા યાદ ન આવી હોય અથવા જો તે દિવસ-રાત દુનિયાના આનંદ ભોગવતો રહ્યો હોઈ
ਸਭ ਕਿਛੁ ਕੀਤੋਨੁ ਆਪਣਾ ਜੀਇ ਨ ਸੰਕ ਧਰਿਆ ॥ જો એને દુનિયાની બધી વસ્તુઓ ને પોતાની બનાવી લીધી હોય ક્યારેક એના મનમાં પોતાની મિલકત વિશે કોઈ શંકા ના ઉઠી હોય
ਚਿਤਿ ਨ ਆਇਓ ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਮਕੰਕਰ ਵਸਿ ਪਰਿਆ ॥੮॥ તો પણ જો પરમાત્મા એના મનમાં ક્યારેય ના આવ્યા હોય તો અંતમાં તે યમરાજ ના દુતોના વશમાં પડ્યો હોય છે. ॥૮॥
ਕਿਰਪਾ ਕਰੇ ਜਿਸੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਹੋਵੈ ਸਾਧੂ ਸੰਗੁ ॥ જે મોટા ભાગ્યવાળા મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે તેને સાધુઓ નો સંગ પ્રાપ્ત થાય છે
ਜਿਉ ਜਿਉ ਓਹੁ ਵਧਾਈਐ ਤਿਉ ਤਿਉ ਹਰਿ ਸਿਉ ਰੰਗੁ ॥ અને આ એક કુદરતી નિયમ છે કે જેમ જેમ તે સત્સંગ માં બેસવું વધતું જાય છે તેમ તેમ પ્રભુ સાથે પ્રેમ પણ વધતો જાય છે
ਦੁਹਾ ਸਿਰਿਆ ਕਾ ਖਸਮੁ ਆਪਿ ਅਵਰੁ ਨ ਦੂਜਾ ਥਾਉ ॥ પણ દુનિયાનો મોહ અને પ્રભુના ચરણો નો પ્રેમ આ બંને તરફના માલિક પરમાત્મા પોતે જ છે
ਸਤਿਗੁਰ ਤੁਠੈ ਪਾਇਆ ਨਾਨਕ ਸਚਾ ਨਾਉ ॥੯॥੧॥੨੬॥ હે નાનક! જ્યારે પ્રભુ ની કૃપા હોય તો તે ગુરુ મળે છે અને ગુરુના પ્રસન્ન થવાથી હંમેશા સ્થિર રહેતા પ્રભુનું નામ પ્રાપ્ત થઈ જાય છે ॥૯॥૧॥૨૬॥
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੫ ॥ શ્રી રાગ મહેલ ૫, ઘર ૫॥
ਜਾਨਉ ਨਹੀ ਭਾਵੈ ਕਵਨ ਬਾਤਾ ॥ મને સમજ નથી કે પરમાત્મા ને કઈ વાત સારી લાગે છે
ਮਨ ਖੋਜਿ ਮਾਰਗੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હે મન! તું મને રસ્તો બતાવ. જેના પર ચાલીને પ્રભુ પ્રસન્ન થઇ જાય ॥૧॥ વિરામ॥
ਧਿਆਨੀ ਧਿਆਨੁ ਲਾਵਹਿ ॥ સમાધિ લગાવવાવાળા લોકો સમાધિ લગાવે છે
ਗਿਆਨੀ ਗਿਆਨੁ ਕਮਾਵਹਿ ॥ વિદ્વાન લોકો ધર્મની ચર્ચા કરે છે
ਪ੍ਰਭੁ ਕਿਨ ਹੀ ਜਾਤਾ ॥੧॥ પણ પરમાત્મા ને કોઈ સિદ્ધ જ સમજી શકે ॥૧॥
ਭਗਉਤੀ ਰਹਤ ਜੁਗਤਾ ॥ વૈશ્ર્નોવ ભક્ત વ્રત, તુલસી માળા, તીર્થ સ્નાન વગેરે સંયમમાં રહે છે
ਜੋਗੀ ਕਹਤ ਮੁਕਤਾ ॥ જોગીઓ કહે છે કે અમે મુક્ત થઈ ગયા છે
ਤਪਸੀ ਤਪਹਿ ਰਾਤਾ ॥੨॥ તપ કરવા વાળા સાધુ તપ કરવામાં જ મસ્ત રહે છે ॥૨॥
ਮੋਨੀ ਮੋਨਿਧਾਰੀ ॥ ચૂપ રહેવા વાળા ચૂપ રહે છે
ਸਨਿਆਸੀ ਬ੍ਰਹਮਚਾਰੀ ॥ સંન્યાસી સંન્યાસ માં, બ્રહ્મચારી બ્રહ્મચર્યામાં
ਉਦਾਸੀ ਉਦਾਸਿ ਰਾਤਾ ॥੩॥ અને ઉદાસી ઉદાસ વેશમાં મસ્ત રહે છે ॥3॥
ਭਗਤਿ ਨਵੈ ਪਰਕਾਰਾ ॥ કોઈ કહે છે કે ભક્તિ નવ પ્રકાર ની છે
ਪੰਡਿਤੁ ਵੇਦੁ ਪੁਕਾਰਾ ॥ પંડિત વેદ મોટે મોટેથી વાંચે છે
ਗਿਰਸਤੀ ਗਿਰਸਤਿ ਧਰਮਾਤਾ ॥੪॥ ગૃહસ્તી ગૃહસ્થ ધર્મ માં મસ્ત રહે છે ॥૪॥
ਇਕ ਸਬਦੀ ਬਹੁ ਰੂਪਿ ਅਵਧੂਤਾ ॥ ઘણા એવા છે જે ‘અલખ’ ‘અલખ’ બોલે છે કોઈ બહુરૃપીયા છે, કોઈ નગ્ન છે
ਕਾਪੜੀ ਕਉਤੇ ਜਾਗੂਤਾ ॥ ખાસ પ્રકારના કપડાં પહેરવા વાળા લોકો છે, કોઈ નાટક જાદુગર હાસ્યાસ્પદ વગેરે બનાવીને લોકો ને પ્રસન્ન કરે છે, કોઈ એવા છે જ રાત જાગી ને પસાર કરે છે
ਇਕਿ ਤੀਰਥਿ ਨਾਤਾ ॥੫॥ અને અમુક એવા છે જે તીર્થો પર જ સ્નાન કરે છે ॥૫॥
ਨਿਰਹਾਰ ਵਰਤੀ ਆਪਰਸਾ ॥ અનેક એવા છે જે ભૂખ્યા જ રહે છે
ਇਕਿ ਲੂਕਿ ਨ ਦੇਵਹਿ ਦਰਸਾ ॥ કોઈ એવા છે જે બીજાને અડતા નથી કારણ કે જેથી તેને સૂતક ના લાગે, કેટલાક લોકો એવા છે જે ગુફા વગેરે માં છુપાઈ ને રહે છે અને તેઓ દર્શન નથી આપતા
ਇਕਿ ਮਨ ਹੀ ਗਿਆਤਾ ॥੬॥ કેટલાક એવા છે કે પોતાના મન માં જ જ્ઞાની બની ચુક્યા છે ॥૬॥
ਘਾਟਿ ਨ ਕਿਨ ਹੀ ਕਹਾਇਆ ॥ એમાંથી કોઈએ પણ પોતાને બીજાથી ઓછા નથી ગણાવ્યા.
ਸਭ ਕਹਤੇ ਹੈ ਪਾਇਆ ॥ બધા એમજ કહે છે કે અમે પરમાત્માને શોધી લીધા છે
ਜਿਸੁ ਮੇਲੇ ਸੋ ਭਗਤਾ ॥੭॥ પણ પરમાત્માના ભક્ત એજ છે, જેને પરમાત્મા એ પોતે પોતાની સાથે મેળવી લીધા છે ॥૭॥
ਸਗਲ ਉਕਤਿ ਉਪਾਵਾ ॥ ਤਿਆਗੀ ਸਰਨਿ ਪਾਵਾ ॥ પણ મેં તો આ બધી દલીલો અને બધા ઉપાય છોડી દીધા છે
ਨਾਨਕੁ ਗੁਰ ਚਰਣਿ ਪਰਾਤਾ ॥੮॥੨॥੨੭॥ અને પ્રભુની જ શરણે પડું છું, નાનક તો ગુરુના ચરણોમાં આવી પડ્યા છે ॥૮॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ਘਰੁ ੩ ॥ શ્રી રાગ મહેલ ૧ ઘર ૩॥
ਜੋਗੀ ਅੰਦਰਿ ਜੋਗੀਆ ॥ હે પ્રભુ! તું જોગીઓ ની અંદર વ્યાપક થઈને તું પોતે જ જોગ કમાય છે
ਤੂੰ ਭੋਗੀ ਅੰਦਰਿ ਭੋਗੀਆ ॥ માયાના આનંદ ભોગનાર ની અંદર પણ તું જ એક પ્રદાર્થ ભોગી રહ્યો છે
ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ਸੁਰਗਿ ਮਛਿ ਪਇਆਲਿ ਜੀਉ ॥੧॥ હે પ્રભુ! સ્વર્ગ લોક, માતૃ લોક,અને પાતાળ લોક માં વસતા કોઈ પણ જીવએ તારા ગુણો અંત નથી મેળવ્યો ॥૧॥
ਹਉ ਵਾਰੀ ਹਉ ਵਾਰਣੈ ਕੁਰਬਾਣੁ ਤੇਰੇ ਨਾਵ ਨੋ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! હું કુરબાન છું તારા નામથી. હું બલિદાન આપું છું તારા નામથી અને હું બલિદાન આપું છું તારા નામ પર ॥૧॥ વિરામ॥
ਤੁਧੁ ਸੰਸਾਰੁ ਉਪਾਇਆ ॥ હે પ્રભુ! તમે જ આ શ્રુષ્ટિનું નિર્માણ કર્યું છે
ਸਿਰੇ ਸਿਰਿ ਧੰਧੇ ਲਾਇਆ ॥ દરેક પર તેના કરેલા કર્મો ના લેખ લખીને જીવો ને તે માયાના ધંધા માં ફસાવેલા છે
ਵੇਖਹਿ ਕੀਤਾ ਆਪਣਾ ਕਰਿ ਕੁਦਰਤਿ ਪਾਸਾ ਢਾਲਿ ਜੀਉ ॥੨॥ તું કુદરત રચીને જગત ચોપડીના પાસા ફેંકીને તું પોતે જ પોતાના રચેલા જગતની સંભાળ કરે છે ॥૨॥
ਪਰਗਟਿ ਪਾਹਾਰੈ ਜਾਪਦਾ ॥ હે ભાઈ! પરમાત્મા આ દેખાઈ દેતા ના ફેલાવામાં વસતા દેખાય છે
ਸਭੁ ਨਾਵੈ ਨੋ ਪਰਤਾਪਦਾ ॥ દરેક જીવ એ પ્રભુના નામ ની લાલસા રાખતું હોઈ છે
ਸਤਿਗੁਰ ਬਾਝੁ ਨ ਪਾਇਓ ਸਭ ਮੋਹੀ ਮਾਇਆ ਜਾਲਿ ਜੀਉ ॥੩॥ પણ, ગુરુની શરણ વગર કોઈને પ્રભુ નામ નથી મળ્યું કારણ કે આખી દુનિયા મોહ માયા માં ફસાઈ છે ॥3॥
ਸਤਿਗੁਰ ਕਉ ਬਲਿ ਜਾਈਐ ॥ હે ભાઈ! ગુરુ માટે કુરબાન થઇ જાય
ਜਿਤੁ ਮਿਲਿਐ ਪਰਮ ਗਤਿ ਪਾਈਐ ॥ કારણ કે તે ગુરુને મળીને જ બધાથી ઉંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top