Page 18
                    ਕੇਤੀਆ ਤੇਰੀਆ ਕੁਦਰਤੀ ਕੇਵਡ ਤੇਰੀ ਦਾਤਿ ॥
                   
                    
                                            
                        હે પ્રભુ! તારી અનંત શક્તિ છે તારી અનંત બક્ષિશ છે
                                            
                    
                    
                
                                   
                    ਕੇਤੇ ਤੇਰੇ ਜੀਅ ਜੰਤ ਸਿਫਤਿ ਕਰਹਿ ਦਿਨੁ ਰਾਤਿ ॥
                   
                    
                                            
                        અનંત જીવો દિવસ-રાત તારા વખાણ કરી રહ્યા છે
                                            
                    
                    
                
                                   
                    ਕੇਤੇ ਤੇਰੇ ਰੂਪ ਰੰਗ ਕੇਤੇ ਜਾਤਿ ਅਜਾਤਿ ॥੩॥
                   
                    
                                            
                        તારા અનંત રૂપ રંગ છે તારા પેદા કરેલા અનંત જીવો છે જેમાં કોઈ ઉંચી જાતિના અને કોઈ નીચી જાતિના છે ।।૩।।
                                            
                    
                    
                
                                   
                    ਸਚੁ ਮਿਲੈ ਸਚੁ ਊਪਜੈ ਸਚ ਮਹਿ ਸਾਚਿ ਸਮਾਇ ॥
                   
                    
                                            
                        હે નાનક! જો મનુષ્ય સ્મરણ કરતા-કરતા અડગ પ્રભુમાં લીન રહે તો તેને પરમાત્મા મળી જાય છે પરમાત્મા તેના હૃદયમાં પ્રગટ થઈ જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਸੁਰਤਿ ਹੋਵੈ ਪਤਿ ਊਗਵੈ ਗੁਰਬਚਨੀ ਭਉ ਖਾਇ ॥
                   
                    
                                            
                        ગુરુના વચન પર ચાલીને સહજ જ તેનો સાંસારિક ડર પૂરો થઇ જાય છે, તેનું ચિત્ર પ્રભુ ચરણોમાં જોડાઈને રહે છે પ્રભુના દરબારમાં તેને આદર મળે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਸਚਾ ਪਾਤਿਸਾਹੁ ਆਪੇ ਲਏ ਮਿਲਾਇ ॥੪॥੧੦॥
                   
                    
                                            
                        હે નાનક! તથા સદાય સ્થિર રહેવા વાળા અડોલ પ્રભુ બાદશાહ તેમના સ્વયંના જ પોતાના જ ચરણોમાં તેને જોડી લે છે ।।૪।।૧૦।।
                                            
                    
                    
                
                                   
                    ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
                   
                    
                                            
                        શ્રી રાગ મહેલ ।।૧।।
                                            
                    
                    
                
                                   
                    ਭਲੀ ਸਰੀ ਜਿ ਉਬਰੀ ਹਉਮੈ ਮੁਈ ਘਰਾਹੁ ॥
                   
                    
                                            
                        મારા માટે ખૂબ જ સારું થયું કે મારી જિંદગી વિકારોથી બચી ગઈ મારા હૃદયમાંથી અહંકાર મરી ગયો
                                            
                    
                    
                
                                   
                    ਦੂਤ ਲਗੇ ਫਿਰਿ ਚਾਕਰੀ ਸਤਿਗੁਰ ਕਾ ਵੇਸਾਹੁ ॥
                   
                    
                                            
                        મને પોતાના ગુરુના શાબાશી ભરેલા હાથ મળી ગયા અને વિકાર અને ખુવાર કરવા કરતા ઉલટુ મારા વશમાં થઈ ગયા
                                            
                    
                    
                
                                   
                    ਕਲਪ ਤਿਆਗੀ ਬਾਦਿ ਹੈ ਸਚਾ ਵੇਪਰਵਾਹੁ ॥੧॥
                   
                    
                                            
                        અડગ બેદરકાર પ્રભુ મને મળી ગયા મેં માયાના મોહની વ્યર્થ કલ્પના છોડી દીધી   ।।૧।।
                                            
                    
                    
                
                                   
                    ਮਨ ਰੇ ਸਚੁ ਮਿਲੈ ਭਉ ਜਾਇ ॥
                   
                    
                                            
                        હે મારા મન! જ્યારે તે અડોલ પ્રભુ મળી જાય છે તો દુનિયા નો ડર દૂર થઈ જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਭੈ ਬਿਨੁ ਨਿਰਭਉ ਕਿਉ ਥੀਐ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਸਮਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
                   
                    
                                            
                        જ્યાં સુધી પરમાત્માનો ભય અને અદબ મનમાં ન હોય મનુષ્ય દુનિયાના ડરથી બચી નથી શકતો અને પરમાત્માનો ભય અને અદબ ત્યારે જ પેદા થાય છે જ્યારે જીવ ગુરુ દ્વારા આપેલા  શબ્દોથી આત્માની સાથે જોડાઈ જાય છે  ।।૧।।વિરામ।।
                                            
                    
                    
                
                                   
                    ਕੇਤਾ ਆਖਣੁ ਆਖੀਐ ਆਖਣਿ ਤੋਟਿ ਨ ਹੋਇ ॥
                   
                    
                                            
                        મનુષ્ય દુન્યવ માંગ કેટલીય માંગતો રહે છે તે માંગવામાં અભાવ હોતો જ નથી. દુનિયાની માંગો ક્યારેય પુરી નથી થતી
                                            
                    
                    
                
                                   
                    ਮੰਗਣ ਵਾਲੇ ਕੇਤੜੇ ਦਾਤਾ ਏਕੋ ਸੋਇ ॥
                   
                    
                                            
                        અનંત જીવ છે, માંગવા વાળા પણ અનંત છે અને દેવાવાળો ખાલી એક પરમાત્મા જ છે
                                            
                    
                    
                
                                   
                    ਜਿਸ ਕੇ ਜੀਅ ਪਰਾਣ ਹੈ ਮਨਿ ਵਸਿਐ ਸੁਖੁ ਹੋਇ ॥੨॥
                   
                    
                                            
                        આ માંગને  માંગવામાં સુખ પણ નથી જે પરમાત્માએ જીવન પ્રાણ અને સુખ આપ્યા છે જો તે મનમાં વસી જાય તો જ સુખ મળે. ।।૨।।
                                            
                    
                    
                
                                   
                    ਜਗੁ ਸੁਪਨਾ ਬਾਜੀ ਬਨੀ ਖਿਨ ਮਹਿ ਖੇਲੁ ਖੇਲਾਇ ॥
                   
                    
                                            
                        જગત તો એક સપનું છે જગત તો એક રમત છે. જીવ એક જ ક્ષણમાં જિંદગીની રમત રમીને ચાલ્યો જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਸੰਜੋਗੀ ਮਿਲਿ ਏਕਸੇ ਵਿਜੋਗੀ ਉਠਿ ਜਾਇ ॥
                   
                    
                                            
                        પ્રભુની સંજોગ- સત્યથી પ્રાણી મળીને ભેગા થાય છે વિજોગ- સત્ય અનુસાર જીવ અહીંયાંથી ઊઠીને ચાલતો થઈ જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਜੋ ਤਿਸੁ ਭਾਣਾ ਸੋ ਥੀਐ ਅਵਰੁ ਨ ਕਰਣਾ ਜਾਇ ॥੩॥
                   
                    
                                            
                        જે કાંઈ પણ પરમાત્માને ગમે છે તે જ થાય છે તેનાથી ઊલટું બીજું કશું કરી નથી શકાતું ।।૩।।
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਮੁਖਿ ਵਸਤੁ ਵੇਸਾਹੀਐ ਸਚੁ ਵਖਰੁ ਸਚੁ ਰਾਸਿ ॥
                   
                    
                                            
                        હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુ નું નામ જ વાસ્તવિક સોદો છે અને પૂંજી છે જેનો વેપાર માટે જીવ અહીંયા આવ્યો છે આ સોદો ગુરુ દ્વારા જ ખરીદી શકાય છે
                                            
                    
                    
                
                                   
                    ਜਿਨੀ ਸਚੁ ਵਣੰਜਿਆ ਗੁਰ ਪੂਰੇ ਸਾਬਾਸਿ ॥
                   
                    
                                            
                        જે લોકોએ આ સોદો ખરીદ્યો છે તેમને પૂર્ણ ગુરૂની શાબાશી મળે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਵਸਤੁ ਪਛਾਣਸੀ ਸਚੁ ਸਉਦਾ ਜਿਸੁ ਪਾਸਿ ॥੪॥੧੧॥
                   
                    
                                            
                        હે નાનક! જેની પાસે આ સાચો સોદો હોય છે આ વસ્તુની કદર પણ તે જ જાણે છે. ।।૪।।૧૧।।
                                            
                    
                    
                
                                   
                    ਸਿਰੀਰਾਗੁ ਮਹਲੁ ੧ ॥
                   
                    
                                            
                        શ્રી રાગ મેહેલ ૧।।
                                            
                    
                    
                
                                   
                    ਧਾਤੁ ਮਿਲੈ ਫੁਨਿ ਧਾਤੁ ਕਉ ਸਿਫਤੀ ਸਿਫਤਿ ਸਮਾਇ ॥
                   
                    
                                            
                        પ્રભુની મહિમા કરીને ગુણોના માલિક પ્રભુમાં મનુષ્ય એવી રીતે લીન થઈ જાય છે જેવી રીતે સોનાની અંદર બીજી કોઇ ધાતુ મેળવીને  ઘરેણા ઢાળીને તેને મરોડીને એ બંને એકરૂપ થઈ જાય છે 
                                            
                    
                    
                
                                   
                    ਲਾਲੁ ਗੁਲਾਲੁ ਗਹਬਰਾ ਸਚਾ ਰੰਗੁ ਚੜਾਉ ॥
                   
                    
                                            
                        ગુરુની મહિમા ની મહેરબાનીથી મનુષ્ય ઉપર ઘાટો લાલ રંગ ચઢી જાય છે મનુષ્યના ચહેરા ઉપર ચમક આવી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਸਚੁ ਮਿਲੈ ਸੰਤੋਖੀਆ ਹਰਿ ਜਪਿ ਏਕੈ ਭਾਇ ॥੧॥
                   
                    
                                            
                        પરંતુ તે અડોલ પ્રભુ તેજ સંતોષી જીવન વાળાઓને મળે છે જે પરમેશ્વરની મહિમા કરતાં કરતાં એક જ પ્રભુના પ્રેમમાં મગ્ન થઈ જાય છે ।।૧।।
                                            
                    
                    
                
                                   
                    ਭਾਈ ਰੇ ਸੰਤ ਜਨਾ ਕੀ ਰੇਣੁ ॥
                   
                    
                                            
                        હે ભાઈ! જો પ્રભુના દર્શન કરવા હોય તો સંત જનોના ચરણની ધૂળ બનો
                                            
                    
                    
                
                                   
                    ਸੰਤ ਸਭਾ ਗੁਰੁ ਪਾਈਐ ਮੁਕਤਿ ਪਦਾਰਥੁ ਧੇਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥
                   
                    
                                            
                        સંત જનોની સભામાં સત્સંગમાં ગુરુ મળે છે જે વિકારોથી બચાવી લે છે. ।।૧।।વિરામ।।
                                            
                    
                    
                
                                   
                    ਊਚਉ ਥਾਨੁ ਸੁਹਾਵਣਾ ਊਪਰਿ ਮਹਲੁ ਮੁਰਾਰਿ ॥
                   
                    
                                            
                        પરમાત્મા જ્યાં રહે છે તે સુંદર સ્થળ ઊંચું છે તેનો મહેલ સૌથી ઉપર છે
                                            
                    
                    
                
                                   
                    ਸਚੁ ਕਰਣੀ ਦੇ ਪਾਈਐ ਦਰੁ ਘਰੁ ਮਹਲੁ ਪਿਆਰਿ ॥
                   
                    
                                            
                        તેનો દરબાર તેનું ઘર મહેલ પ્રેમથી મળે છે સારા આચરણથી તેને શોધી શકાય છે
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਮੁਖਿ ਮਨੁ ਸਮਝਾਈਐ ਆਤਮ ਰਾਮੁ ਬੀਚਾਰਿ ॥੨॥
                   
                    
                                            
                        પણ ઊંચા આચરણ પણ કોઈ આસાન ખેલ નથી મન વિકારો ની તરફથી પ્રેરિત કરતો રહે છે મનને ગુરુ દ્વારા સીધા રસ્તા ઉપર લાવવા માટે સર્વવ્યાપી પ્રભુના ગુણો ના વિચારોથી સમજાવવો પડે છે ।।૨।।
                                            
                    
                    
                
                                   
                    ਤ੍ਰਿਬਿਧਿ ਕਰਮ ਕਮਾਈਅਹਿ ਆਸ ਅੰਦੇਸਾ ਹੋਇ ॥
                   
                    
                                            
                        દુનિયામાં લગભગ માયાના ત્રણ ગુણોને આધીન રહીને કર્મ કરવામાં આવે છે જેનાથી આશા અને શંકા નું ચક્ર બનેલું રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਕਿਉ ਗੁਰ ਬਿਨੁ ਤ੍ਰਿਕੁਟੀ ਛੁਟਸੀ ਸਹਜਿ ਮਿਲਿਐ ਸੁਖੁ ਹੋਇ ॥
                   
                    
                                            
                        તેને કારણે મન પણ અશાંત રહે છે આ અશાંતિ ગુરૂની શરણ ગયા વગર ઘટતી નથી ગુરુ દ્વારા અડગતા પેદા થાય છે સ્થિર રહીને આત્મિક આનંદ મળે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਿਜ ਘਰਿ ਮਹਲੁ ਪਛਾਣੀਐ ਨਦਰਿ ਕਰੇ ਮਲੁ ਧੋਇ ॥੩॥
                   
                    
                                            
                        જ્યારે પ્રભુની મહેરબાની થાય છે ત્યારે મનુષ્ય પોતાના મનનો મેલ સાફ કરી શકે છે અને અડગતા ની સ્થિતિ માં પરમાત્માનું ઠેકાણું પોતાની અંદર ઓળખી લે છે ।।૩।।
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਗੁਰ ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਬਿਨੁ ਹਰਿ ਕਿਉ ਘਰ ਵਾਸੁ ॥
                   
                    
                                            
                        ગુરુ વગર મનનો મેલ ધોવાતો નથી પરમાત્મામાં જોડાયાગર માનસિક અડગતા નથી મળતી
                                            
                    
                    
                
                                   
                    ਏਕੋ ਸਬਦੁ ਵੀਚਾਰੀਐ ਅਵਰ ਤਿਆਗੈ ਆਸ ॥
                   
                    
                                            
                        હે ભાઈ! એક પ્રભુની જ મહિમાનો વિચાર કરવો જોઈએ જેપ્રભુની મહિમા નો વિચાર કરે છે તે બધી જ આશાઓ નો ત્યાગ કરી દે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਦੇਖਿ ਦਿਖਾਈਐ ਹਉ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਾਸੁ ॥੪॥੧੨॥
                   
                    
                                            
                        હે નાનક! જે ગુરુ સ્વયં પ્રભુના દર્શન કરીને મને દર્શન કરાવે છે હું તેને કુરબાન જાઉં છું  ।।૪।।૧૨।।
                                            
                    
                    
                
                                   
                    ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
                   
                    
                                            
                        શ્રી રાગ મહેલ ૧।।
                                            
                    
                    
                
                                   
                    ਧ੍ਰਿਗੁ ਜੀਵਣੁ ਦੋਹਾਗਣੀ ਮੁਠੀ ਦੂਜੈ ਭਾਇ ॥
                   
                    
                                            
                        જે ભાગ્યહીન જીવ સ્ત્રી પ્રભુ પતિ વગર માયા વગેરે અને બીજાના પ્રેમમાં ઠગાઈ ને રહે છે તેનું જીવન ધિક્કારને યોગ્ય છે
                                            
                    
                    
                
                                   
                    ਕਲਰ ਕੇਰੀ ਕੰਧ ਜਿਉ ਅਹਿਨਿਸਿ ਕਿਰਿ ਢਹਿ ਪਾਇ ॥
                   
                    
                                            
                        જેવી રીતે કલર કરેલી દિવાલ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે તેનું આધ્યાત્મિક જીવન પણ દિવસ-રાત માયાના મોહમાં ધીરે ધીરે ક્ષય થતું રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਬਿਨੁ ਸਬਦੈ ਸੁਖੁ ਨਾ ਥੀਐ ਪਿਰ ਬਿਨੁ ਦੂਖੁ ਨ ਜਾਇ ॥੧॥
                   
                    
                                            
                        સુખ માટે તે દોડભાગ કરતી રહે છે પણ ગુરૂની શરણ વગર સુખ નથી મળી શકતું માયા નો મોહ તો વધારે ને વધારે દુખ પેદા કરે છે અને પ્રભુ પતિ ને મળ્યા વિના માનસિક દુઃખ દૂર નથી થતું  ।।૧।।
                                            
                    
                    
                
                                   
                    ਮੁੰਧੇ ਪਿਰ ਬਿਨੁ ਕਿਆ ਸੀਗਾਰੁ ॥
                   
                    
                                            
                        હે મૂર્ખ જીવ સ્ત્રી! જો પતિ ન મળે તો શણગાર કરવાનો કોઈ લાભ નથી હોતો