Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-17

Page 17

ਹੁਕਮੁ ਸੋਈ ਤੁਧੁ ਭਾਵਸੀ ਹੋਰੁ ਆਖਣੁ ਬਹੁਤੁ ਅਪਾਰੁ ॥ જે ખુશી મને પોતાના પરિવારને જોઇને થાય છે તે તારી મહેરબાની નજરમાં મળી જાય છે દુનિયા પાસેથી પોતાના હુકમ મનાવવા તથા હુકમને બીજું ઘણું બધું બોલીને તેમાં ખુશી અનુભવ કરવી તે મારા માટે તારી મંજૂરીમાં રાજી રહેવાનું છે
ਨਾਨਕ ਸਚਾ ਪਾਤਿਸਾਹੁ ਪੂਛਿ ਨ ਕਰੇ ਬੀਚਾਰੁ ॥੪॥ હે નાનક! સદા સ્થિર રહેવાવાળા પ્રભુ બાદશાહ એવા જીવન વાળા ને કોઈ સવાલ જવાબ નથી કરતા તેનું જીવન તેની નજરોમાં સ્વીકાર થાય છે ।।૪।।
ਬਾਬਾ ਹੋਰੁ ਸਉਣਾ ਖੁਸੀ ਖੁਆਰੁ ॥ હે ભાઈ! પ્રભુની મહિમા ની ખુશી છોડીને બીજાં બધાં એશો-આરામ ખુશી ખુવાર કરી નાખે છે
ਜਿਤੁ ਸੁਤੈ ਤਨੁ ਪੀੜੀਐ ਮਨ ਮਹਿ ਚਲਹਿ ਵਿਕਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥੪॥੭॥ કારણ કે બીજા બધા જ એશોઆરામ શરીરને રોગી કરી નાખે છે અને મનમાં પણ વિકાર લઈ આવે છે ।।૧।।વિરામ ।।૪।।૭।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਕੁੰਗੂ ਕੀ ਕਾਂਇਆ ਰਤਨਾ ਕੀ ਲਲਿਤਾ ਅਗਰਿ ਵਾਸੁ ਤਨਿ ਸਾਸੁ ॥ જે મનુષ્યનું શરીર કેસર જેવું શુદ્ધ અવ્યવસ્થા રહિત હોય જેની જીભ પ્રભુની મહિમાના રત્નોની સાથે જોડાયેલી હોય જેના શરીરના દરેક શ્વાસે શ્વાસ ચંદન ની સુગંધી વાળી હોય પ્રભુના નામ ની યાદ માં તે સુગંધિત હોય છે
ਅਠਸਠਿ ਤੀਰਥ ਕਾ ਮੁਖਿ ਟਿਕਾ ਤਿਤੁ ਘਟਿ ਮਤਿ ਵਿਗਾਸੁ ॥ જે મનુષ્યના માથા ઉપર અડસઠ તીર્થ નું તિલક લાગેલું હોય જે પ્રભુનું નામ જપીને અડસઠ તીર્થથી પણ વધારે પવિત્ર થઈ ગયો હોય તેવા મનુષ્ય ની અંદર ની બુદ્ધિ ખીલે છે
ਓਤੁ ਮਤੀ ਸਾਲਾਹਣਾ ਸਚੁ ਨਾਮੁ ਗੁਣਤਾਸੁ ॥੧॥ તે પ્રફુલ્લિત થઈ ગયેલી બુદ્ધિથી જ સાચાં નામ ની મહિમા થઈ શકે છે. ગુણોના ખજાના પ્રભુની પ્રશંસા કરી શકાય છે ।।૧।।
ਬਾਬਾ ਹੋਰ ਮਤਿ ਹੋਰ ਹੋਰ ॥ હે ભાઈ! પ્રભુના નામથી વંચિત થયેલી બુદ્ધિ મનુષ્યને કેટલીય બીજી જગ્યાએ દોરીને લઈ જાય છે
ਜੇ ਸਉ ਵੇਰ ਕਮਾਈਐ ਕੂੜੈ ਕੂੜਾ ਜੋਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ મહિમા છોડીને જો બીજા કર્મ કાંડ સેંકડો વાર પણ કરે તો પણ કાંઈ જ ફાયદો નથી કારણ કે અસત્ય કર્મ કરીને અસત્યને વધારીએ છીએ ।।૧।।વિરામ।।
ਪੂਜ ਲਗੈ ਪੀਰੁ ਆਖੀਐ ਸਭੁ ਮਿਲੈ ਸੰਸਾਰੁ ॥ જો કોઈ મનુષ્ય પીર કેહેવડાવવા લાગે આખો સંસાર આવીને તેના દર્શન કરે તેની પૂજા થવા લાગે
ਨਾਉ ਸਦਾਏ ਆਪਣਾ ਹੋਵੈ ਸਿਧੁ ਸੁਮਾਰੁ ॥ જો તે પહોંચેલો કરામતી યોગી ગણવામાં આવે ખૂબ જ નામ મશહૂર થઈ જાયતો પણ આ બધું બધાનો કોઈ જ અર્થ નથી
ਜਾ ਪਤਿ ਲੇਖੈ ਨਾ ਪਵੈ ਸਭਾ ਪੂਜ ਖੁਆਰੁ ॥੨॥ કારણ કે, જો પ્રભુની હજુરી માં કરેલા કર્મોના હિસાબ કરતા સમયે તેને ઈજ્જત ન મળે તો દુનિયામાં થયેલી બધી જ પૂજા તેને ખુવાર કરી નાખે છે. ।।૨।।
ਜਿਨ ਕਉ ਸਤਿਗੁਰਿ ਥਾਪਿਆ ਤਿਨ ਮੇਟਿ ਨ ਸਕੈ ਕੋਇ ॥ જે લોકો ને સદગુરૂએ શાબાશી આપી છે. તેમની આ ઈજ્જત ને કોઈ નાશ કરી નથી શકતું
ਓਨਾ ਅੰਦਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਹੈ ਨਾਮੋ ਪਰਗਟੁ ਹੋਇ ॥ કારણ કે તેમના હૃદયમાં પ્રભુ ના નામ નો ખજાનો વસે છે તેમની અંદર નામ જ વસે છે
ਨਾਉ ਪੂਜੀਐ ਨਾਉ ਮੰਨੀਐ ਅਖੰਡੁ ਸਦਾ ਸਚੁ ਸੋਇ ॥੩॥ કારણ કે જે સત્ય સ્વરૂપ, ત્રિકાલબાધ, ભેદભાવ વિના નિરંકાર છે, તે (ભગવાન દ્વારા આદરણીય વ્યક્તિ) પૂજનીય અને સ્વીકાર્ય છે. , 3॥
ਖੇਹੂ ਖੇਹ ਰਲਾਈਐ ਤਾ ਜੀਉ ਕੇਹਾ ਹੋਇ ॥ જે મનુષ્ય એ ક્યારેય નામ નથી જપ્યુ તેમના શરીર જ્યારે માટી થઈને માટીમાં મળી જાય છે તો નામ વગરના જીવનના હાલ ઘણા જ ખરાબ હોય છે
ਜਲੀਆ ਸਭਿ ਸਿਆਣਪਾ ਉਠੀ ਚਲਿਆ ਰੋਇ ॥ દુનિયામાં કરેલી બધી ચતુરાઈ રાખ થઈ જાય છે જગતમાંથી જીવ દુઃખી થઈને ચાલ્યો જાય છે
ਨਾਨਕ ਨਾਮਿ ਵਿਸਾਰਿਐ ਦਰਿ ਗਇਆ ਕਿਆ ਹੋਇ ॥੪॥੮॥ હે નાનક! જો પ્રભુનું નામ ભુલાવી દે તો પ્રભુના દરબારમાં પહોંચી ને તેના ખરાબ હાલત થઈ જાય છે ।।૪।।૭।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਗੁਣਵੰਤੀ ਗੁਣ ਵੀਥਰੈ ਅਉਗੁਣਵੰਤੀ ਝੂਰਿ ॥ જે જીવ સ્ત્રીએ પોતાના હૃદયમાં પ્રભુની મહિમા વસાવી લીધી છે તે પ્રભુના ગુણો ની જ કથાવાર્તા કરે છે પણ જેની અંદર માયાના મોહને કારણે અવગુણ જ ગુણ છે તે પોતાના જ અવગુણોના પ્રભાવમાં સદાય ચિંતાતુર રહે છે
ਜੇ ਲੋੜਹਿ ਵਰੁ ਕਾਮਣੀ ਨਹ ਮਿਲੀਐ ਪਿਰ ਕੂਰਿ ॥ હે જીવ સ્ત્રી! તું પ્રભુ પતિ ને મળવા ઇચ્છતી હોય તો યાદ રાખ કે અસત્ય ના મોહમાં ફસાઈને રહેવાથી પ્રભુ પતિ નહીં મળી શકે. તું તો મોહ ના સમુદ્રમાં ડૂબકી મારે છે
ਨਾ ਬੇੜੀ ਨਾ ਤੁਲਹੜਾ ਨਾ ਪਾਈਐ ਪਿਰੁ ਦੂਰਿ ॥੧॥ તારી પાસે તો નાવડી પણ નથી અને હલેસા પણ નથી આવી રીતે પ્રભુ પતિ નહીં મળી શકે કારણ કે તે તો આ સંસાર સમુદ્ર ની પાર છે દૂર છે ।।૧।।
ਮੇਰੇ ਠਾਕੁਰ ਪੂਰੈ ਤਖਤਿ ਅਡੋਲੁ ॥ મારા પાલનહાર પ્રભુ નું અહર્નિશ ઠેકાણું તે બેઠક ઉપર છે જે પ્રભુની જેમ જ સંપૂર્ણ છે જેમાં કોઈ જ કમી નથી
ਗੁਰਮੁਖਿ ਪੂਰਾ ਜੇ ਕਰੇ ਪਾਈਐ ਸਾਚੁ ਅਤੋਲੁ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પ્રભુ સદા સ્થિર રહેવા વાળા છે તેનો તોલમાપ ક્યારેય ન બતાવી શકાય પૂર્ણ ગુરૂ જો કૃપા કરે તો જ તે મળી શકે છે ।।૧।।વિરામ।।
ਪ੍ਰਭੁ ਹਰਿਮੰਦਰੁ ਸੋਹਣਾ ਤਿਸੁ ਮਹਿ ਮਾਣਕ ਲਾਲ ॥ ਮੋਤੀ ਹੀਰਾ ਨਿਰਮਲਾ ਕੰਚਨ ਕੋਟ ਰੀਸਾਲ ॥ હરિ પરમાત્મા એક ખૂબસૂરત મંદિર છે જેમાં માણેક લાલ મોતી છે, અને ચમકતા હીરા છે જેની ચારેય બાજુ સોનાના સુંદર કિલ્લા છે
ਬਿਨੁ ਪਉੜੀ ਗੜਿ ਕਿਉ ਚੜਉ ਗੁਰ ਹਰਿ ਧਿਆਨ ਨਿਹਾਲ ॥੨॥ પણ તે મંદિર તે કિલ્લા ઉપર સીડી વગર ચઢી ન શકાય હા જો ગુરુ ચરણો નું ધ્યાન ધરવામાં આવે તો અને પ્રભુ ચરણોનું ધ્યાન ધરવામાં આવે તો દર્શન થઈ જાય ।।૨।।
ਗੁਰੁ ਪਉੜੀ ਬੇੜੀ ਗੁਰੂ ਗੁਰੁ ਤੁਲਹਾ ਹਰਿ ਨਾਉ ॥ તે હરિ ના મંદિર ઉપર તેના કિલ્લા ઉપર ચઢવા માટે ગુરુ સીડી છે,આ સંસાર સમુદ્ર ની પાર લાગવાને માટે ગુરુ નાવડી છે
ਗੁਰੁ ਸਰੁ ਸਾਗਰੁ ਬੋਹਿਥੋ ਗੁਰੁ ਤੀਰਥੁ ਦਰੀਆਉ ॥ પ્રભુનું નામ આપવાવાળા ગુરુ જ છે ગુરુ સરોવર છે ગુરુ સમુદ્ર છે ગુરુ જ જહાજ છે ગુરુજ તીર્થ છે અને દરિયો છે
ਜੇ ਤਿਸੁ ਭਾਵੈ ਊਜਲੀ ਸਤ ਸਰਿ ਨਾਵਣ ਜਾਉ ॥੩॥ જો પ્રભુની મરજી હોય તો ગુરુને મળીને મનુષ્યની બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે કારણ કે મનુષ્ય સાધુ-સંગતિ મા સરોવરમાં માનસિક સ્નાન કરવા લાગે છે ।।૩।।
ਪੂਰੋ ਪੂਰੋ ਆਖੀਐ ਪੂਰੈ ਤਖਤਿ ਨਿਵਾਸ ॥ બધાં એ જ કહે છે કે પરમાત્મા માં કોઈ કમી નથી તેમનું નિવાસ પણ એવા તખ્ત ઉપર છે જેમાં કોઈ કમી નથી
ਪੂਰੈ ਥਾਨਿ ਸੁਹਾਵਣੈ ਪੂਰੈ ਆਸ ਨਿਰਾਸ ॥ તે પૂર્ણ પ્રભુ સુંદર કમી રહી તો જગયા ઉપર બેઠા છે અને તૂટેલા દિલ વાળા ની ઉમ્મીદ ને પૂરા કરી રહ્યા છે
ਨਾਨਕ ਪੂਰਾ ਜੇ ਮਿਲੈ ਕਿਉ ਘਾਟੈ ਗੁਣ ਤਾਸ ॥੪॥੯॥ હે નાનક! તે પૂર્ણ પ્રભુ જો મનુષ્ય ને મળી જાય તો તેમના ગુણોમાં પણ કેવી રીતે કોઈ ખામી આવી શકે ।।૪।।૯।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਆਵਹੁ ਭੈਣੇ ਗਲਿ ਮਿਲਹ ਅੰਕਿ ਸਹੇਲੜੀਆਹ ॥ હે સત્સંગી સહેલીઓ અને બહેનો! આવો પ્રેમથી સત્સંગમાં ભેગા થાઓ
ਮਿਲਿ ਕੈ ਕਰਹ ਕਹਾਣੀਆ ਸੰਮ੍ਰਥ ਕੰਤ ਕੀਆਹ ॥ સત્સંગમાં મળીને તે પ્રભુ પતિ ની વાતો કરો જે સર્વ શક્તિમાન છે
ਸਾਚੇ ਸਾਹਿਬ ਸਭਿ ਗੁਣ ਅਉਗਣ ਸਭਿ ਅਸਾਹ ॥੧॥ હે સહેલીઓ! તે સદાય સ્થિર માલિક માં બધાં જ ગુણ છે તેનાથી અલગ થઈને બધાં અવગુણ આપણા માં આવી જાય છે. ।।૧।।
ਕਰਤਾ ਸਭੁ ਕੋ ਤੇਰੈ ਜੋਰਿ ॥ હે કર્તાર! દરેક જીવ તારા હુકમમાં જ ચાલી શકે છે જ્યારે તારી મહિમાની વાણી નો વિચાર કરે છે
ਏਕੁ ਸਬਦੁ ਬੀਚਾਰੀਐ ਜਾ ਤੂ ਤਾ ਕਿਆ ਹੋਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ત્યારે સમજ આવે છે કે જ્યારે તું અમારો રક્ષક છે રખવાળો છે તો બીજો કોઈ અમારું શું બગાડી શકે ૧।।વિરામ।।
ਜਾਇ ਪੁਛਹੁ ਸੋਹਾਗਣੀ ਤੁਸੀ ਰਾਵਿਆ ਕਿਨੀ ਗੁਣੀ ॥ હે સત્સંગી બહેનો! બેશક તમે જઈને સુહાગણ જીવ સ્ત્રી ને પૂછી લ્યો કે તમને કયા ગુણોથી પ્રભુ મેળાપ હાસિલ થયો છે
ਸਹਜਿ ਸੰਤੋਖਿ ਸੀਗਾਰੀਆ ਮਿਠਾ ਬੋਲਣੀ ॥ ત્યાંથી આ જાણકારી મળી જશે કે તે સ્થિરતાથી સંતોષ અને મીઠા બોલોના શૃંગાર કરવાથી પ્રભુ મળ્યા છે
ਪਿਰੁ ਰੀਸਾਲੂ ਤਾ ਮਿਲੈ ਜਾ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਸੁਣੀ ॥੨॥ તે આનંદ ના દાતા પ્રભુની પ્રાપ્તિ ત્યારે જ મળી શકે છે જ્યારે ગુરુ ના ઉપદેશ ધ્યાનથી સાંભળવામાં આવે તથા સંતોષ મૃદુભાષી મીઠા બોલ વાળા ગુણ ધારણ કરવામાં આવે. ।।૨।।
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/