Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-16

Page 16

ਸੁਣਹਿ ਵਖਾਣਹਿ ਜੇਤੜੇ ਹਉ ਤਿਨ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥ હું તે લોકોને કુરબાન જાઉં છું જે પ્રભુનું નામ સાંભળીને અને તેનું ઉચ્ચારણ કરે છે
ਤਾ ਮਨੁ ਖੀਵਾ ਜਾਣੀਐ ਜਾ ਮਹਲੀ ਪਾਏ ਥਾਉ ॥੨॥ મન ને ત્યારે જ મસ્ત થયેલું માનો જયારે તે પ્રભુ ની યાદ માં ટકી જાય અને મન ટકે છે નામ જપવાની બરકત થી ।।૨।।
ਨਾਉ ਨੀਰੁ ਚੰਗਿਆਈਆ ਸਤੁ ਪਰਮਲੁ ਤਨਿ ਵਾਸੁ ॥ પરમાત્માનું નામ અને મહિમા બધાં જ દાનથી વધુ સારું દાન છે અને મહિમાની બરકત થી બનેલું સ્વચ્છતા આચરણ શરીર ઉપર લગાડવાની સુગંધી છે
ਤਾ ਮੁਖੁ ਹੋਵੈ ਉਜਲਾ ਲਖ ਦਾਤੀ ਇਕ ਦਾਤਿ ॥ પ્રભુની મહિમાથી જ મનુષ્ય નું મુખ સુંદર લાગે છે પ્રભુ નું નામ અને મહિમા જ મુખને ઉજ્જવળ કરવા માટે નું પાણી છે
ਦੂਖ ਤਿਸੈ ਪਹਿ ਆਖੀਅਹਿ ਸੂਖ ਜਿਸੈ ਹੀ ਪਾਸਿ ॥੩॥ અને દુઃખની નિવૃત્તિ અને સુખોની પ્રાપ્તિ પરમાત્મા ની સામે જ કરવી જોઈએ ।।૩।।
ਸੋ ਕਿਉ ਮਨਹੁ ਵਿਸਾਰੀਐ ਜਾ ਕੇ ਜੀਅ ਪਰਾਣ ॥ જે પ્રભુએ જીવન આપ્યું છે તેને ક્યારેય નથી ભૂલવા, ના દેવાય
ਤਿਸੁ ਵਿਣੁ ਸਭੁ ਅਪਵਿਤ੍ਰੁ ਹੈ ਜੇਤਾ ਪੈਨਣੁ ਖਾਣੁ ॥ પ્રભુને ભૂલાવીને ખાવા-પીવાનું અને બધાં જ ઉદ્યમ મનને વધારે ને વધારે મલિન કરે છે
ਹੋਰਿ ਗਲਾਂ ਸਭਿ ਕੂੜੀਆ ਤੁਧੁ ਭਾਵੈ ਪਰਵਾਣੁ ॥੪॥੫॥ હે પ્રભુ! બાકી બધી વાતો મનની અંદર નાશવાન સંસારના મોહ નાશ માં ફસાવે છે,કારણ કે તે જ ઉદ્યમ સારો છે જે તારી સાથે પ્રીત બંધાવે છે ।।૪।।૫।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲੁ ੧ ॥ શ્રી રાગ મહેલ ।।૧।।
ਜਾਲਿ ਮੋਹੁ ਘਸਿ ਮਸੁ ਕਰਿ ਮਤਿ ਕਾਗਦੁ ਕਰਿ ਸਾਰੁ ॥ ભાઈ! માયા ના મોહને સળગાવીને તેને ઘસીને શાહી બનાવીને પોતાની બુદ્ધિ ને સુંદર કાગળ બનાવ
ਭਾਉ ਕਲਮ ਕਰਿ ਚਿਤੁ ਲੇਖਾਰੀ ਗੁਰ ਪੁਛਿ ਲਿਖੁ ਬੀਚਾਰੁ ॥ રેમ ને કલમ, મન ને લેખન બનાવ, ગુરુ શિક્ષા લઇ ને પરમાત્મા ના ગુણો ની વિચાર કરણી લખ
ਲਿਖੁ ਨਾਮੁ ਸਾਲਾਹ ਲਿਖੁ ਲਿਖੁ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰੁ ॥੧॥ પ્રભુ નું નામ લખ, પ્રભુ ની મહિમા લખ, એ લખ કે પ્રભુની મહિમા નો અંત નથી શોધી શકાતો,આ બાજુ અને પેલી બાજુ નો છેડો નથી શોધી શકાતો ।।૧।।
ਬਾਬਾ ਏਹੁ ਲੇਖਾ ਲਿਖਿ ਜਾਣੁ ॥ હે ભાઈ! એવા લેખ લખવાની વિધિ શીખી લે
ਜਿਥੈ ਲੇਖਾ ਮੰਗੀਐ ਤਿਥੈ ਹੋਇ ਸਚਾ ਨੀਸਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥ જે જગ્યાએથી જીંદગીમાં કરેલા કામોનો હિસાબ માંગવામાં આવે છે ત્યાં આ લેખ સાચો રાહદાર બની જાય ।।૧।। વિરામ।।
ਜਿਥੈ ਮਿਲਹਿ ਵਡਿਆਈਆ ਸਦ ਖੁਸੀਆ ਸਦ ਚਾਉ ॥ તેના માથા ઉપર તિલક લાગી જાય છે, તેમને આદર મળે છે તેમને હંમેશાં એ માટે ખુશી અને આત્મ દુલાર મળે છે
ਤਿਨ ਮੁਖਿ ਟਿਕੇ ਨਿਕਲਹਿ ਜਿਨ ਮਨਿ ਸਚਾ ਨਾਉ ॥ પણ પ્રભુ નું નામ પ્રભુની મહેરબાની થી જ મળે છે ખાલી અમથી વાતો થી નહીં।।૨।।
ਕਰਮਿ ਮਿਲੈ ਤਾ ਪਾਈਐ ਨਾਹੀ ਗਲੀ ਵਾਉ ਦੁਆਉ ॥੨॥ સંસારમાં અનંત જીવો આવે છે અને જીવનની યાત્રા કરી પુરી કરીને કૂચ કરી જાય છે,
ਇਕਿ ਆਵਹਿ ਇਕਿ ਜਾਹਿ ਉਠਿ ਰਖੀਅਹਿ ਨਾਵ ਸਲਾਰ ॥ કેટલાંય સાધકો ના કેટલા મોટા મોટા નામ હોય છે
ਇਕਿ ਉਪਾਏ ਮੰਗਤੇ ਇਕਨਾ ਵਡੇ ਦਰਵਾਰ ॥ જગતમાં કેટલાંય ભિખારી પણ છે કેટલાંય મોટા મોટા દરબાર લાગે છે
ਅਗੈ ਗਇਆ ਜਾਣੀਐ ਵਿਣੁ ਨਾਵੈ ਵੇਕਾਰ ॥੩॥ પણ દરબાર વાળા રાજા હોય કે કંગાળ હોય જીવનની યાત્રા કરી પુરી કર્યા પછી જ સમજાય છે કે પરમાત્માનું નામ સ્મરણ કર્યા વગર આ જીવન વ્યર્થ ગુમાવી દીધું છે ।।૩।।
ਭੈ ਤੇਰੈ ਡਰੁ ਅਗਲਾ ਖਪਿ ਖਪਿ ਛਿਜੈ ਦੇਹ ॥ તારા થી દૂર રહેવા થી સંસારની આગ વધારે ને વધારે હેરાન કરે છે અને પછી ગુસ્સો આવે છે શરીર પણ જર્જરિત થઇ જાય છે
ਨਾਵ ਜਿਨਾ ਸੁਲਤਾਨ ਖਾਨ ਹੋਦੇ ਡਿਠੇ ਖੇਹ ॥ તારી યાદ વગર ધન સંપદા નું પણ શું ગર્વ કરવું? જેનુ નામ ખાન સુલતાન છે બધા જ અહીંયા માટીમાં મળી જાય છે
ਨਾਨਕ ਉਠੀ ਚਲਿਆ ਸਭਿ ਕੂੜੇ ਤੁਟੇ ਨੇਹ ॥੪॥੬॥ હે નાનક! જગત થી જતી વખતે બધાં જ ખોટા મોહ અને પ્રેમ ખતમ થઇ જાય છે ।।૪।।૬।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ।।૧।।
ਸਭਿ ਰਸ ਮਿਠੇ ਮੰਨਿਐ ਸੁਣਿਐ ਸਾਲੋਣੇ ॥ જો મન પ્રભુ ની યાદ માં વસી જાય તો તેને દુનિયાના બધા જ મીઠા સ્વાદવાળા પદાર્થ મળી ગયા સમજો
ਖਟ ਤੁਰਸੀ ਮੁਖਿ ਬੋਲਣਾ ਮਾਰਣ ਨਾਦ ਕੀਏ ॥ જો ધ્યાન હરિ ના નામની સાથે જોડાઈને લાગી જાય તો તેને નમકીન પદાર્થ જાણો મોઢાની સાથે પ્રભુ ના નામનું ઉચ્ચારણ ખાટા સ્વાદવાળા પદાર્થો જેવું છે પરમાત્માની મહિમાનું કીર્તન મસાલા સમાન છે
ਛਤੀਹ ਅੰਮ੍ਰਿਤ ਭਾਉ ਏਕੁ ਜਾ ਕਉ ਨਦਰਿ ਕਰੇਇ ॥੧॥ પરમાત્માની સાથે એકરસ પ્રેમ છત્રીસ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન છે પણ આ ઉચ્ચ દાન તેને જ મળે છે જેના ઉપર પ્રભુના મહેર ની નજર થઈ જાય છે ।।૧।।
ਬਾਬਾ ਹੋਰੁ ਖਾਣਾ ਖੁਸੀ ਖੁਆਰੁ ॥ હે ભાઈ! તે પદાર્થોને ખાવાથી ખુવાર થઈ જવાય છે
ਜਿਤੁ ਖਾਧੈ ਤਨੁ ਪੀੜੀਐ ਮਨ ਮਹਿ ਚਲਹਿ ਵਿਕਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ જે પદાર્થ ખાવાથી શરીર રોગી થઈ જાય છે અને મનમાં પણ કેટલાય ખોટા ખ્યાલો આવે છે ૧।। વિરામ।।
ਰਤਾ ਪੈਨਣੁ ਮਨੁ ਰਤਾ ਸੁਪੇਦੀ ਸਤੁ ਦਾਨੁ ॥ પ્રભુ ની પ્રીત મનમાં રંગાઈ જાય આ લાલ પોશાક સમાન છે દાન-પુણ્ય કરવું જરૂરિયાતવાળા ની સેવા કરવી તેને સફેદ પોશાક સમજો
ਨੀਲੀ ਸਿਆਹੀ ਕਦਾ ਕਰਣੀ ਪਹਿਰਣੁ ਪੈਰ ਧਿਆਨੁ ॥ પોતાના મનમાંથી કાલિખ કપાવી દેવું વાદળી રંગનો પોશાક સમજો પ્રભુના ચરણોનું ધ્યાન એ તો ચોગો છે
ਕਮਰਬੰਦੁ ਸੰਤੋਖ ਕਾ ਧਨੁ ਜੋਬਨੁ ਤੇਰਾ ਨਾਮੁ ॥੨॥ હે પ્રભુ! સંતોષને ને પોતાની કમર ઉપર કમર પટ્ટો બનાવી દીધું છે તારું નામ જ મારું ધન છે મારી જુવાની છે ।।૨।।
ਬਾਬਾ ਹੋਰੁ ਪੈਨਣੁ ਖੁਸੀ ਖੁਆਰੁ ॥ હે ભાઈ! જે પહેરવાથી શરીર દુઃખી થાય અને મનમાં ખરાબ ખયાલો આવી પડે
ਜਿਤੁ ਪੈਧੈ ਤਨੁ ਪੀੜੀਐ ਮਨ ਮਹਿ ਚਲਹਿ ਵਿਕਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ એવું પહેરવાનો શોખ માણસને ખુવાર કરી નાખે છે ।।૧।। વિરામ।।
ਘੋੜੇ ਪਾਖਰ ਸੁਇਨੇ ਸਾਖਤਿ ਬੂਝਣੁ ਤੇਰੀ ਵਾਟ ॥ હે પ્રભુ! તારા ચરણોમાં જોડાઇને જીવનની રાહ ને સમજવી એ સોનાની લગામ વાળા અને સુંદર કાઠી વાળા ઘોડાની સવારી કરવા બરાબર છે
ਤਰਕਸ ਤੀਰ ਕਮਾਣ ਸਾਂਗ ਤੇਗਬੰਦ ਗੁਣ ਧਾਤੁ ॥ તારી મહિમાનો ઉદ્યમ કરવો મારા માટે તરકશ અને તલવાર સમાન છે, તારા દરબારમાં ઈજ્જત ની સાથે આઝાદ થવું મારા માટે વાજુ અને વાજિંત્ર છે તારી મહેરબાની નજર મારા માટે ઊંચું કુળ છે ।।૩।।
ਵਾਜਾ ਨੇਜਾ ਪਤਿ ਸਿਉ ਪਰਗਟੁ ਕਰਮੁ ਤੇਰਾ ਮੇਰੀ ਜਾਤਿ ॥੩॥ તારી મહિમાનો ઉદ્યમ કરવો મારા માટે તરકશ અને તલવાર સમાન છે, તારા દરબારમાં ઈજ્જત ની સાથે આઝાદ થવું મારા માટે વાજુ અને વાજિંત્ર છે તારી મહેરબાની નજર મારા માટે ઊંચું કુળ છે ।।૩।।
ਬਾਬਾ ਹੋਰੁ ਚੜਣਾ ਖੁਸੀ ਖੁਆਰੁ ॥ હે ભાઈ! તે ઘોડાની સવારી અને તેનો ચાવ ખુવાર કરી નાખે છે
ਜਿਤੁ ਚੜਿਐ ਤਨੁ ਪੀੜੀਐ ਮਨ ਮਹਿ ਚਲਹਿ ਵਿਕਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ જે ઘોડાની સવારી કરવાથી શરીર દુઃખી થાય મનમાં અહંકાર અને બીજાં ઘણાં વિકાર પેદા થઈ જાય ।।૧।। વિરામ।।
ਘਰ ਮੰਦਰ ਖੁਸੀ ਨਾਮ ਕੀ ਨਦਰਿ ਤੇਰੀ ਪਰਵਾਰੁ ॥ મહેલો નો વસવાટ મારા માટે તારું નામ જપવાથી પેદા થયેલી ખુશી છે તારી મહેરબાની નજર મારુ કુટુંબ છે


© 2017 SGGS ONLINE
Scroll to Top