Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-10

Page 10

ਜਿਨਿ ਦਿਨੁ ਕਰਿ ਕੈ ਕੀਤੀ ਰਾਤਿ ॥ જેણે દિવસ અને રાત બનાવ્યા છે
ਖਸਮੁ ਵਿਸਾਰਹਿ ਤੇ ਕਮਜਾਤਿ ॥ તે લોકો નીચ છે જે પ્રભુ પતિ ને ભુલાવી દે છે
ਨਾਨਕ ਨਾਵੈ ਬਾਝੁ ਸਨਾਤਿ ॥੪॥੩॥ હે નાનક! તે લોકો કમજાત કહેવાય ।।૪।।૩।।
ਰਾਗੁ ਗੂਜਰੀ ਮਹਲਾ ੪ ॥ ગુજરી રાગ, મહેલ ૪।।
ਹਰਿ ਕੇ ਜਨ ਸਤਿਗੁਰ ਸਤ ਪੁਰਖਾ ਹਉ ਬਿਨਉ ਕਰਉ ਗੁਰ ਪਾਸਿ ॥ હે પ્રભુના સેવક ગુરુ! પ્રભુના ભક્ત સદગુરુ! તારી પાસે વિનંતી કરું છું
ਹਮ ਕੀਰੇ ਕਿਰਮ ਸਤਿਗੁਰ ਸਰਣਾਈ ਕਰਿ ਦਇਆ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੧॥ અમે તો કીડા મકોડા છીએ, તારી શરણ આવ્યા છીએ, પ્રભુ નો પ્રકાશ અમારી અંદર કરી દે ।।૧।।
ਮੇਰੇ ਮੀਤ ਗੁਰਦੇਵ ਮੋ ਕਉ ਰਾਮ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥ હે મારા મિત્ર! હે ગુરુદેવ! મને પ્રકાશિત કરો
ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਮੇਰਾ ਪ੍ਰਾਨ ਸਖਾਈ ਹਰਿ ਕੀਰਤਿ ਹਮਰੀ ਰਹਰਾਸਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુદ્વારા આપેલ પ્રકાશ મારો પ્રાણ સખા બને, પ્રભુની કીર્તિ મારા જીવનના ખર્ચ ની રાશિ બને ।।૧।।વિરામ।।
ਹਰਿ ਜਨ ਕੇ ਵਡਭਾਗ ਵਡੇਰੇ ਜਿਨ ਹਰਿ ਹਰਿ ਸਰਧਾ ਹਰਿ ਪਿਆਸ ॥ હરિ ના ભજન મોટા, તેનું ભાગ્ય મોટું, જેની અંદર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને પરમાત્મા ની તરસ છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮਿਲੈ ਤ੍ਰਿਪਤਾਸਹਿ ਮਿਲਿ ਸੰਗਤਿ ਗੁਣ ਪਰਗਾਸਿ ॥੨॥ હરિ નું નામ મળવાથી તે તૃપ્ત થાય છે અને તેનો સંગ મળે તો તેનામાં હરિના ગુણ પેદા થાય છે ।।૨।।
ਜਿਨ੍ਹ੍ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਰਸੁ ਨਾਮੁ ਨ ਪਾਇਆ ਤੇ ਭਾਗਹੀਣ ਜਮ ਪਾਸਿ ॥ જે મનુષ્યને હરિના નામનો રસ ન મળ્યો તે તો ભાગ્યહીન છે
ਜੋ ਸਤਿਗੁਰ ਸਰਣਿ ਸੰਗਤਿ ਨਹੀ ਆਏ ਧ੍ਰਿਗੁ ਜੀਵੇ ਧ੍ਰਿਗੁ ਜੀਵਾਸਿ ॥੩॥ જે સદગુરુ ના શરણમાં ન આવ્યા તેના જીવનને ધિક્કાર છે તિરસ્કાર છે ।।૩।।
ਜਿਨ ਹਰਿ ਜਨ ਸਤਿਗੁਰ ਸੰਗਤਿ ਪਾਈ ਤਿਨ ਧੁਰਿ ਮਸਤਕਿ ਲਿਖਿਆ ਲਿਖਾਸਿ ॥ જેને હરિ ના જન, સદગુરુ ની સંગતિ મળી તેના માથા ઉપર ભાગ્યશાળી લેખ લખાયા
ਧੰਨੁ ਧੰਨੁ ਸਤਸੰਗਤਿ ਜਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪਾਇਆ ਮਿਲਿ ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੪॥੧॥ હે નાનક! તે ધન્ય છે, તે ધન્ય છે, જેને સતસંગતિ મળી અને જેને પરમાત્મા નો પ્રકાશ મળ્યો ।।૪।। ।।૪।।
ਰਾਗੁ ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥ ગુજરી રાગ મહેલ ૫।।
ਕਾਹੇ ਰੇ ਮਨ ਚਿਤਵਹਿ ਉਦਮੁ ਜਾ ਆਹਰਿ ਹਰਿ ਜੀਉ ਪਰਿਆ ॥ હે મન! તું ચિત્તમા ચિંતા શા માટે કરે છે? જ્યારે હરિ સ્વયં તારી ચિંતા કરે છે
ਸੈਲ ਪਥਰ ਮਹਿ ਜੰਤ ਉਪਾਏ ਤਾ ਕਾ ਰਿਜਕੁ ਆਗੈ ਕਰਿ ਧਰਿਆ ॥੧॥ શૈલ અને પથ્થરો વચ્ચે જે જંતુ છે તેમની સામે તે ભોજન ધરી દ્યે છે ।।૧।।
ਮੇਰੇ ਮਾਧਉ ਜੀ ਸਤਸੰਗਤਿ ਮਿਲੇ ਸੁ ਤਰਿਆ ॥ હે મારા પ્રભુ! જેને સતસંગતિ મળે તે તરી જાય
ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਸੂਕੇ ਕਾਸਟ ਹਰਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુ પ્રસાદી જો મળે તો સુકૂ લાકડું પણ લીલું થઈ જાય ।।૧।।વિરામ।।
ਜਨਨਿ ਪਿਤਾ ਲੋਕ ਸੁਤ ਬਨਿਤਾ ਕੋਇ ਨ ਕਿਸ ਕੀ ਧਰਿਆ ॥ માતા, પિતા, પુત્ર, લોકો, પત્ની કોઈ કોઈનો આશરો નથી
ਸਿਰਿ ਸਿਰਿ ਰਿਜਕੁ ਸੰਬਾਹੇ ਠਾਕੁਰੁ ਕਾਹੇ ਮਨ ਭਉ ਕਰਿਆ ॥੨॥ હે મન! દરેક જીવનેપરમાત્મા સ્વયં ભોજન પહોંચાડે છે, તું શા માટે ડરે છે? ।।૨।।
ਊਡੈ ਊਡਿ ਆਵੈ ਸੈ ਕੋਸਾ ਤਿਸੁ ਪਾਛੈ ਬਚਰੇ ਛਰਿਆ ॥ ઉડી ઉડી ને કોયલ પોતાના બચ્ચાને મૂકીને દાણા ચુગવા જાય છે
ਤਿਨ ਕਵਨੁ ਖਲਾਵੈ ਕਵਨੁ ਚੁਗਾਵੈ ਮਨ ਮਹਿ ਸਿਮਰਨੁ ਕਰਿਆ ॥੩॥ તેને કોઈ દાણા ખવડાવવા વાળો નથી, કોયલ પોતાના બચ્ચાને મનમાં ધારણ કરીને રાખે છે ।।૩।।
ਸਭ ਨਿਧਾਨ ਦਸ ਅਸਟ ਸਿਧਾਨ ਠਾਕੁਰ ਕਰ ਤਲ ਧਰਿਆ ॥ નવ નિધિ અને અઢાર સિદ્ધિ પરમાત્માના હાથમાં છે
ਜਨ ਨਾਨਕ ਬਲਿ ਬਲਿ ਸਦ ਬਲਿ ਜਾਈਐ ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਰਿਆ ॥੪॥੧॥ હે દાસ નાનક! એવા પ્રભુ ઉપર બલિદાન થઇ જાવ જેની પ્રતિભાનો પારાવાર નથી ।।૪।।૫।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ਸੋ ਪੁਰਖੁ આશા રાગ મહેલ ૪।।
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે
ਸੋ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਹਰਿ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਹਰਿ ਅਗਮਾ ਅਗਮ ਅਪਾਰਾ ॥ તે પરમાત્મા નિરંજન છે પરમાત્મા અગમ છે તેનો પ્રભાવ અપાર છે
ਸਭਿ ਧਿਆਵਹਿ ਸਭਿ ਧਿਆਵਹਿ ਤੁਧੁ ਜੀ ਹਰਿ ਸਚੇ ਸਿਰਜਣਹਾਰਾ ॥ બધા જ તેનું ધ્યાન કરે છે, તે સર્જનહાર પ્રભુ નું બધા સ્મરણ કરે છે
ਸਭਿ ਜੀਅ ਤੁਮਾਰੇ ਜੀ ਤੂੰ ਜੀਆ ਕਾ ਦਾਤਾਰਾ ॥ બધા જ જીવને તે જ જીવન આપ્યું છે
ਹਰਿ ਧਿਆਵਹੁ ਸੰਤਹੁ ਜੀ ਸਭਿ ਦੂਖ ਵਿਸਾਰਣਹਾਰਾ ॥ હે સંત જનો! તેનું ધ્યાન કરો જે દુઃખ ના હરનારા છે
ਹਰਿ ਆਪੇ ਠਾਕੁਰੁ ਹਰਿ ਆਪੇ ਸੇਵਕੁ ਜੀ ਕਿਆ ਨਾਨਕ ਜੰਤ ਵਿਚਾਰਾ ॥੧॥ હે નાનક! તે જ પાલનહાર, તે જ સેવક, તેના વગર જીવ બિચારા શું છે? ।।૧।।


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top