GUJARATI PAGE 9

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਜਤੀ ਸਤੀ ਸੰਤੋਖੀ ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਵੀਰ ਕਰਾਰੇ ॥
જટાધારી, દાની, સંતોષી નર તારા ગુણગાન ગાય છે મહાબલિ પણ તારા ગુણ ગાઇ રહ્યા છે

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਪੰਡਿਤ ਪੜਨਿ ਰਖੀਸੁਰ ਜੁਗੁ ਜੁਗੁ ਵੇਦਾ ਨਾਲੇ ॥
પંડિત મહર્ષિ વેદ વાંચતા-વાંચતા યુગોયુગોથી તારા ગુણગાન કરી રહ્યા છે

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਮੋਹਣੀਆ ਮਨੁ ਮੋਹਨਿ ਸੁਰਗੁ ਮਛੁ ਪਇਆਲੇ ॥
સુંદર મન મોહિની ઓ પણ સ્વર્ગ લોક અને પાતાળ લોકમાં તારી જ સ્તુતિ કરે છે

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਰਤਨ ਉਪਾਏ ਤੇਰੇ ਅਠਸਠਿ ਤੀਰਥ ਨਾਲੇ ॥
તારા જ ઉત્પન્ન કરેલા રત્નો, અડસઠ તીર્થ સહિત તારા ગુણગાન ગાય છે

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਜੋਧ ਮਹਾਬਲ ਸੂਰਾ ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਖਾਣੀ ਚਾਰੇ ॥
યોદ્ધા, મહાબલિ શૂરવીર તારા જ ગુણગાન કરે છે, ચારેય લોક ના બધા જ જીવ જંતુતારા જ ગુણ ગાય છે

ਗਾਵਨਿ ਤੁਧਨੋ ਖੰਡ ਮੰਡਲ ਬ੍ਰਹਮੰਡਾ ਕਰਿ ਕਰਿ ਰਖੇ ਤੇਰੇ ਧਾਰੇ ॥
આખીયે સૃષ્ટિ, સૃષ્ટિના ખંડ, બધા ગ્રહો, ઉપગ્રહો પણ તારા જ ગુણગાન કરી રહ્યા છે

ਸੇਈ ਤੁਧਨੋ ਗਾਵਨਿ ਜੋ ਤੁਧੁ ਭਾਵਨਿ ਰਤੇ ਤੇਰੇ ਭਗਤ ਰਸਾਲੇ ॥
તારા રંગમાં રંગાયેલા ભક્તો, તારા પ્રેમમાં પાગલ લોકો, તારા જ ગુણગાન ગાઈ રહ્યા છે

ਹੋਰਿ ਕੇਤੇ ਤੁਧਨੋ ਗਾਵਨਿ ਸੇ ਮੈ ਚਿਤਿ ਨ ਆਵਨਿ ਨਾਨਕੁ ਕਿਆ ਬੀਚਾਰੇ ॥
હૈ નાનક! બીજા અગણિત જીવો તારા વખાણ કરતા થાકતા નથી, તું શું વિચાર કરે છે?

ਸੋਈ ਸੋਈ ਸਦਾ ਸਚੁ ਸਾਹਿਬੁ ਸਾਚਾ ਸਾਚੀ ਨਾਈ ॥
પરમાત્મા બધી જ જગ્યાએ મોજુદ છે અને તેની મહાનતાનો પાર નથી

ਹੈ ਭੀ ਹੋਸੀ ਜਾਇ ਨ ਜਾਸੀ ਰਚਨਾ ਜਿਨਿ ਰਚਾਈ ॥
તેની મહાનતા હંમેશા હતી અને રહેશે જેણે આ સૃષ્ટિની રચના કરી છે

ਰੰਗੀ ਰੰਗੀ ਭਾਤੀ ਕਰਿ ਕਰਿ ਜਿਨਸੀ ਮਾਇਆ ਜਿਨਿ ਉਪਾਈ ॥
અનેકાનેકરંગો અને પ્રકારના જીવોની ઉત્પત્તિ તેણે કરી છે

ਕਰਿ ਕਰਿ ਦੇਖੈ ਕੀਤਾ ਆਪਣਾ ਜਿਉ ਤਿਸ ਦੀ ਵਡਿਆਈ ॥
તે આ બધા જ જીવો ની સંભાળ પોતાની મરજી પ્રમાણે કરે છે

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਸੀ ਫਿਰਿ ਹੁਕਮੁ ਨ ਕਰਣਾ ਜਾਈ ॥
જે પરમાત્માની મરજી છે, તે જ તે કરે છે તેને મનુષ્ય હુકમ ન કરી શકે

ਸੋ ਪਾਤਿਸਾਹੁ ਸਾਹਾ ਪਤਿਸਾਹਿਬੁ ਨਾਨਕ ਰਹਣੁ ਰਜਾਈ ॥੧॥
તે તો શાહો નો શાહ બાદશાહ છે, હે નાનક! તે તેની મરજી મુજબ ચાલે છે ।।૧।।

ਆਸਾ ਮਹਲਾ ੧ ॥
આશા રાગ, મહેલ૧।।

ਸੁਣਿ ਵਡਾ ਆਖੈ ਸਭੁ ਕੋਇ ॥
હે પ્રભુ! તારી બડાઈ બધા જ કરે છે

ਕੇਵਡੁ ਵਡਾ ਡੀਠਾ ਹੋਇ ॥
પરંતુ તારી મહાનતા તારા દર્શનથી અનુભવ થાય છે

ਕੀਮਤਿ ਪਾਇ ਨ ਕਹਿਆ ਜਾਇ ॥
તારી કિંમત કોઈપણ રીતે આંકી શકાતી નથી

ਕਹਣੈ ਵਾਲੇ ਤੇਰੇ ਰਹੇ ਸਮਾਇ ॥੧॥
જે કિંમત આંકવા જાય છે તે તારામાં જ સમાહિત થઈ જાય છે ।।૧।।

ਵਡੇ ਮੇਰੇ ਸਾਹਿਬਾ ਗਹਿਰ ਗੰਭੀਰਾ ਗੁਣੀ ਗਹੀਰਾ ॥
હે મારા માલિક! તારા ગુણોની ઊંડાઈ સમુદ્ર જેવી છે

ਕੋਇ ਨ ਜਾਣੈ ਤੇਰਾ ਕੇਤਾ ਕੇਵਡੁ ਚੀਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥
તારો વિસ્તાર કોઈપણજાણતો નથી।।૧।।વિરામ।।

ਸਭਿ ਸੁਰਤੀ ਮਿਲਿ ਸੁਰਤਿ ਕਮਾਈ ॥
બધાએ ભેગા મળીનેધ્યાન લગાડ્યું

ਸਭ ਕੀਮਤਿ ਮਿਲਿ ਕੀਮਤਿ ਪਾਈ ॥
બધાએ મળીને તારી કિંમત લગાડી

ਗਿਆਨੀ ਧਿਆਨੀ ਗੁਰ ਗੁਰਹਾਈ ॥
જ્ઞાની ધ્યાની ગુરુઓ એ મળીને કોશિશ કરી

ਕਹਣੁ ਨ ਜਾਈ ਤੇਰੀ ਤਿਲੁ ਵਡਿਆਈ ॥੨॥
પણ તારી મહાનતાના ગુણ જરાક જેટલા પણ ન કહી શક્યા ।।૨।।

ਸਭਿ ਸਤ ਸਭਿ ਤਪ ਸਭਿ ਚੰਗਿਆਈਆ ॥
બધા જ સંતો તપસ્વીઓ બધા જ મહાન મનુષ્યો

ਸਿਧਾ ਪੁਰਖਾ ਕੀਆ ਵਡਿਆਈਆ ॥
જેને જે કાંઈ પ્રાપ્ત થયું તે તારા થકી જ થયું

ਤੁਧੁ ਵਿਣੁ ਸਿਧੀ ਕਿਨੈ ਨ ਪਾਈਆ ॥
તારા વગર કોઈને કાંઈ જ ન મળ્યું

ਕਰਮਿ ਮਿਲੈ ਨਾਹੀ ਠਾਕਿ ਰਹਾਈਆ ॥੩॥
પણ જેને મળ્યું તેની રાહ ઉપર કોઈ બાધા ન બની શક્યા ।।૩।।

ਆਖਣ ਵਾਲਾ ਕਿਆ ਵੇਚਾਰਾ ॥
બધા મનુષ્યોએ ખૂબ જ વિચાર કર્યો

ਸਿਫਤੀ ਭਰੇ ਤੇਰੇ ਭੰਡਾਰਾ ॥
ગુણોથી ભરેલ આ તારા ભંડાર

ਜਿਸੁ ਤੂ ਦੇਹਿ ਤਿਸੈ ਕਿਆ ਚਾਰਾ ॥
કોઈની પણ શું વિસાત કે તેના વખાણ કરી શકે

ਨਾਨਕ ਸਚੁ ਸਵਾਰਣਹਾਰਾ ॥੪॥੨॥
હે નાનક! સદાય વ્યાપ્ત રહેવાવાળા ઈશ્વર જ છે જે બધું જ સંચાલિત કરી રહ્યો છે ।।૪।।૨।।

ਆਸਾ ਮਹਲਾ ੧ ॥
આશા રાગ, મહેલ૧।।

ਆਖਾ ਜੀਵਾ ਵਿਸਰੈ ਮਰਿ ਜਾਉ ॥
જે જીવ તેને વિસારે તે મરી જાય

ਆਖਣਿ ਅਉਖਾ ਸਾਚਾ ਨਾਉ ॥
પરમાત્માનું જેમ જેમ સ્મરણ કરું છું તેમ તેમ તેના મય થઈ જાઉં છું

ਸਾਚੇ ਨਾਮ ਕੀ ਲਾਗੈ ਭੂਖ ॥
પરમાત્માના જ નામ ની તરસ લાગતી જાય છે

ਉਤੁ ਭੂਖੈ ਖਾਇ ਚਲੀਅਹਿ ਦੂਖ ॥੧॥
પરમાત્માના નામ રૂપી ભોજન કરી લે તો જ દુઃખ દૂર થશે ।।૧।।

ਸੋ ਕਿਉ ਵਿਸਰੈ ਮੇਰੀ ਮਾਇ ॥
હે મારી માં! એ પરમાત્મા મને ક્યારેય ભૂલી ન જાય

ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਾਚੈ ਨਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
જેમ જેમ તેનું સ્મરણ કરીએ તેમ તેમ તે અંતરમાં વસતો જાય છે ।।૧।।વિરામ।।

ਸਾਚੇ ਨਾਮ ਕੀ ਤਿਲੁ ਵਡਿਆਈ ॥
પરમાત્માની મહિમા તલભાર ન થઈ શકે

ਆਖਿ ਥਕੇ ਕੀਮਤਿ ਨਹੀ ਪਾਈ ॥
તેની મહિમા કરી કરીને જીવ થાકી ગયો

ਜੇ ਸਭਿ ਮਿਲਿ ਕੈ ਆਖਣ ਪਾਹਿ ॥
બધાય જીવો મળીને તેની મહિમા ના વખાણ કરે તોયે ન કરી શકે

ਵਡਾ ਨ ਹੋਵੈ ਘਾਟਿ ਨ ਜਾਇ ॥੨॥
તેની મહિમા ગાઈને તે મોટો નથી થઈ જતો, અને મહિમા ન ગાઈને નાનો પણ નથી થઈ જતો ।।૨।।

ਨਾ ਓਹੁ ਮਰੈ ਨ ਹੋਵੈ ਸੋਗੁ ॥
પ્રભુ મરતો નથી તેમ જ શોક પણ નથી કરતો

ਦੇਦਾ ਰਹੈ ਨ ਚੂਕੈ ਭੋਗੁ ॥
તે એટલું આપે છે કે ભોગવ્યું ન ભોગવી શકો

ਗੁਣੁ ਏਹੋ ਹੋਰੁ ਨਾਹੀ ਕੋਇ ॥
એના જેવું કોઈ ન થઈ શકે

ਨਾ ਕੋ ਹੋਆ ਨਾ ਕੋ ਹੋਇ ॥੩॥
ક્યારેય કોઈ એના જેવું થયું નથી અને થશે પણ નહીં ।।૩।।

ਜੇਵਡੁ ਆਪਿ ਤੇਵਡ ਤੇਰੀ ਦਾਤਿ ॥
પરમાત્મા જેટલો મોટો છે તેટલો જ મોટો દાતા છે