Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1350

Page 1350

ਲੋਗਾ ਭਰਮਿ ਨ ਭੂਲਹੁ ਭਾਈ ॥ હે લોકો, મારા ભાઈ! કોઈપણ ભ્રમમાં ભૂલશો નહીં.
ਖਾਲਿਕੁ ਖਲਕ ਖਲਕ ਮਹਿ ਖਾਲਿਕੁ ਪੂਰਿ ਰਹਿਓ ਸ੍ਰਬ ਠਾਂਈ ॥੧॥ ਰਹਾਉ ॥ આ ખલક (સૃષ્ટિ) ખાલિક (સર્જક) દ્વારા બનાવવામાં આવી છે અને ખાલિક પોતાની ખલકત (સર્જન)માં જ છે. તે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ હાજર છે.|| ૧ || વિરામ||
ਮਾਟੀ ਏਕ ਅਨੇਕ ਭਾਂਤਿ ਕਰਿ ਸਾਜੀ ਸਾਜਨਹਾਰੈ ॥ તે સર્જકે એક જ માટીમાંથી અનેક પ્રકારના જીવો બનાવ્યા છે,
ਨਾ ਕਛੁ ਪੋਚ ਮਾਟੀ ਕੇ ਭਾਂਡੇ ਨਾ ਕਛੁ ਪੋਚ ਕੁੰਭਾਰੈ ॥੨॥ માટીના વાસણ (માણસ)નો કોઈ દોષ નથી કે બનાવનારનો પણ દોષ નથી. || ૨ ||
ਸਭ ਮਹਿ ਸਚਾ ਏਕੋ ਸੋਈ ਤਿਸ ਕਾ ਕੀਆ ਸਭੁ ਕਛੁ ਹੋਈ ॥ બધામાં એક જ ભગવાન છે, બધું તેના દ્વારા થાય છે.
ਹੁਕਮੁ ਪਛਾਨੈ ਸੁ ਏਕੋ ਜਾਨੈ ਬੰਦਾ ਕਹੀਐ ਸੋਈ ॥੩॥ જે તેમની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમની જ નિષ્ઠા રાખે છે, તેને સદાચારી કહેવામાં આવે છે || ૩ ||
ਅਲਹੁ ਅਲਖੁ ਨ ਜਾਈ ਲਖਿਆ ਗੁਰਿ ਗੁੜੁ ਦੀਨਾ ਮੀਠਾ ॥ અલ્લાહ અદૃશ્ય છે, તેને જોઈ શકાતો નથી. ગુરુએ મને એ ગોળની મીઠાશ આપી છે.
ਕਹਿ ਕਬੀਰ ਮੇਰੀ ਸੰਕਾ ਨਾਸੀ ਸਰਬ ਨਿਰੰਜਨੁ ਡੀਠਾ ॥੪॥੩॥ કબીરજી કહે છે કે મારી બધી શંકાઓ સમાપ્ત થઈ ગઈ છે, મને દરેક વસ્તુમાં માત્ર ઈશ્વર જ દેખાય છે || ૪ || ૩ ||
ਪ੍ਰਭਾਤੀ ॥ પ્રભાતી
ਬੇਦ ਕਤੇਬ ਕਹਹੁ ਮਤ ਝੂਠੇ ਝੂਠਾ ਜੋ ਨ ਬਿਚਾਰੈ ॥ વેદ અને કુરાનને જુઠા ન કહો: હકીકતમાં જૂઠો તે છે જે તેનું ચિંતન ન કરે.
ਜਉ ਸਭ ਮਹਿ ਏਕੁ ਖੁਦਾਇ ਕਹਤ ਹਉ ਤਉ ਕਿਉ ਮੁਰਗੀ ਮਾਰੈ ॥੧॥ તમે કહો છો કે દરેકમાં એક જ ખુદા છે, તો પછી તમે મરઘીઓને કેમ મારી રહ્યા છો? ||૧||
ਮੁਲਾਂ ਕਹਹੁ ਨਿਆਉ ਖੁਦਾਈ ॥ હે મુલ્લા! મને કહો, શું આ ખુદાનો ન્યાય છે?
ਤੇਰੇ ਮਨ ਕਾ ਭਰਮੁ ਨ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તમારા મનનો ભ્રમ હજુ દૂર થયો નથી. || ૧ || વિરામ||
ਪਕਰਿ ਜੀਉ ਆਨਿਆ ਦੇਹ ਬਿਨਾਸੀ ਮਾਟੀ ਕਉ ਬਿਸਮਿਲਿ ਕੀਆ ॥ જીવ (મરઘી) ને પકડીને લાવ્યો, શરીરનો નાશ કર્યો, તેની માટીનો નાશ કર્યો.
ਜੋਤਿ ਸਰੂਪ ਅਨਾਹਤ ਲਾਗੀ ਕਹੁ ਹਲਾਲੁ ਕਿਆ ਕੀਆ ॥੨॥ આત્માનો પ્રકાશ તો ઈશ્વરમાં જ મળે છે, પછી હલાલ શું કર્યું? ||૨ ||
ਕਿਆ ਉਜੂ ਪਾਕੁ ਕੀਆ ਮੁਹੁ ਧੋਇਆ ਕਿਆ ਮਸੀਤਿ ਸਿਰੁ ਲਾਇਆ ॥ વાજું કર્યું, હાથ - ચહેરો ધોઈને પવિત્ર થયા તથા મસ્જિદમાં માથું નમાવ્યું,
ਜਉ ਦਿਲ ਮਹਿ ਕਪਟੁ ਨਿਵਾਜ ਗੁਜਾਰਹੁ ਕਿਆ ਹਜ ਕਾਬੈ ਜਾਇਆ ॥੩॥ આ બધાનો શું ફાયદો, જ્યારે દિલમાં જ કપટ હોય તો પછી નમાઝ પઢવાનો કે કાબામાં હજ કરવા જવાનો કોઈ ફાયદો નથી || ૩ ||
ਤੂੰ ਨਾਪਾਕੁ ਪਾਕੁ ਨਹੀ ਸੂਝਿਆ ਤਿਸ ਕਾ ਮਰਮੁ ਨ ਜਾਨਿਆ ॥ તું હૃદયથી અશુદ્ધ છો, પવિત્ર ખુદને સમજી શક્યો નથી અને તમે તેમના રહસ્યને જાણ્યા નથી.
ਕਹਿ ਕਬੀਰ ਭਿਸਤਿ ਤੇ ਚੂਕਾ ਦੋਜਕ ਸਿਉ ਮਨੁ ਮਾਨਿਆ ॥੪॥੪॥ કબીરજી કહે છે કે આ રીતે તમે પ્રેમથી વંચિત છો અને તમારું મન નર્કમાં જવા તૈયાર છે ||૪||૪||
ਪ੍ਰਭਾਤੀ ॥ પ્રભાતી
ਸੁੰਨ ਸੰਧਿਆ ਤੇਰੀ ਦੇਵ ਦੇਵਾਕਰ ਅਧਪਤਿ ਆਦਿ ਸਮਾਈ ॥ હે જગતના સ્વામી! હે દેવોના દેવ ! હે આદિપુરુષ! શૂન્ય અવસ્થામાં લીન થવું એ તમારી (સવાર, બપોર, સાંજ) પૂજા છે
ਸਿਧ ਸਮਾਧਿ ਅੰਤੁ ਨਹੀ ਪਾਇਆ ਲਾਗਿ ਰਹੇ ਸਰਨਾਈ ॥੧॥ સિદ્ધોએ સમાધિ લઈને પણ તમારું રહસ્ય જાણી શક્યા નથી અને તેઓ તમારા શરણમાં લીન છે || ૧ ||
ਲੇਹੁ ਆਰਤੀ ਹੋ ਪੁਰਖ ਨਿਰੰਜਨ ਸਤਿਗੁਰ ਪੂਜਹੁ ਭਾਈ ॥ હે ભાઈ! ભ્રામક ઈશ્વરની આરતી કરો, તે સદગુરૂની પૂજા કરો.
ਠਾਢਾ ਬ੍ਰਹਮਾ ਨਿਗਮ ਬੀਚਾਰੈ ਅਲਖੁ ਨ ਲਖਿਆ ਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ બ્રહ્માએ વેદોનું ચિંતન કર્યું પરંતુ અદ્રશ્ય ઈશ્વરનું રહસ્ય સમજી શક્યા નહીં. || ૧ ||વિરામ ||
ਤਤੁ ਤੇਲੁ ਨਾਮੁ ਕੀਆ ਬਾਤੀ ਦੀਪਕੁ ਦੇਹ ਉਜ੍ਯ੍ਯਾਰਾ ॥ જ્ઞાનનું તેલ રેડીને ભગવાનના નામની વાટનો દીવો પ્રગટે છે ત્યારે શરીરમાં પ્રકાશ થાય છે.
ਜੋਤਿ ਲਾਇ ਜਗਦੀਸ ਜਗਾਇਆ ਬੂਝੈ ਬੂਝਨਹਾਰਾ ॥੨॥ આનાથી ઈશ્વર નામની જ્યોતિ ઝગમગે છે, જેને કોઈ સમજદાર જ સાંજે છે || ૨ ||
ਪੰਚੇ ਸਬਦ ਅਨਾਹਦ ਬਾਜੇ ਸੰਗੇ ਸਾਰਿੰਗਪਾਨੀ ॥ પ્રભુના સાક્ષાત્કાર થી પાંચેય શબ્દો અને સાંભળી ના શકાય એવી ધવાની ગુંજે છે
ਕਬੀਰ ਦਾਸ ਤੇਰੀ ਆਰਤੀ ਕੀਨੀ ਨਿਰੰਕਾਰ ਨਿਰਬਾਨੀ ॥੩॥੫॥ દાસ કબીર કહે છે કે હે નિરાકાર! આ તારી આરતી છે || ૩ || ૫ ||
ਪ੍ਰਭਾਤੀ ਬਾਣੀ ਭਗਤ ਨਾਮਦੇਵ ਜੀ ਕੀ પ્રભાતી વાણી ભગત નામદેવજી ની
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે
ਮਨ ਕੀ ਬਿਰਥਾ ਮਨੁ ਹੀ ਜਾਨੈ ਕੈ ਬੂਝਲ ਆਗੈ ਕਹੀਐ ॥ મનની વ્યથા મન જ જાણે છે અથવા એને સમજવાળા (પરમેશ્વર) ની સામે બતાવી શકાય છે
ਅੰਤਰਜਾਮੀ ਰਾਮੁ ਰਵਾਂਈ ਮੈ ਡਰੁ ਕੈਸੇ ਚਹੀਐ ॥੧॥ હું અંતર્યામી પરમાત્માની ભક્તિ માં લીન છું, પછી મને કેવો ડર કોઈ શકે છે || ૧ ||
ਬੇਧੀਅਲੇ ਗੋਪਾਲ ਗੋੁਸਾਈ ॥ ઈશ્વરે મને વીંધી નાખ્યો છે,
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਰਵਿਆ ਸਰਬੇ ਠਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ મારા પ્રભુ તો દરેક જગ્યા એ વિદ્યમાન છે || ૧ || વિરામ||
ਮਾਨੈ ਹਾਟੁ ਮਾਨੈ ਪਾਟੁ ਮਾਨੈ ਹੈ ਪਾਸਾਰੀ ॥ આ મન ની દુકાન તેમજ નગર છે અને મનનો જ પ્રસાર છે
ਮਾਨੈ ਬਾਸੈ ਨਾਨਾ ਭੇਦੀ ਭਰਮਤੁ ਹੈ ਸੰਸਾਰੀ ॥੨॥ મન અનેક રંગો માં રહે છે અને મન જ સંસાર માં ભમે છે || ૨ ||
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਏਹੁ ਮਨੁ ਰਾਤਾ ਦੁਬਿਧਾ ਸਹਜਿ ਸਮਾਣੀ ॥ આ મન જ્યારે ગુરુના ઉપદેશમાં લીન થઈ જાય છે તો સ્વાભાવિક જ દુવિધા દૂર થઇ જાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top