GUJARATI PAGE 1349

ਜਹ ਸੇਵਕ ਗੋਪਾਲ ਗੁਸਾਈ ॥
જ્યાં ભક્તો ઈશ્વરની પૂજા કરે છે.

ਪ੍ਰਭ ਸੁਪ੍ਰਸੰਨ ਭਏ ਗੋਪਾਲ ॥
પ્રભુની ખુશીથી

ਜਨਮ ਜਨਮ ਕੇ ਮਿਟੇ ਬਿਤਾਲ ॥੫॥
જન્મ – જન્મના દુઃખ મટી જાય છે ||૫||

ਹੋਮ ਜਗ ਉਰਧ ਤਪ ਪੂਜਾ ॥
લોકો હોમ, હવન, ઉંધા લટકીને તપશ્ચર્યા

ਕੋਟਿ ਤੀਰਥ ਇਸਨਾਨੁ ਕਰੀਜਾ ॥
પૂજા – અર્ચના, કરોડો તીર્થોમાં સ્નાન કરે છે,

ਚਰਨ ਕਮਲ ਨਿਮਖ ਰਿਦੈ ਧਾਰੇ ॥
પણ જે એક ક્ષણ માટે ઈશ્વરના ચરણ કમળને પોતાના હૃદયમાં ધારણ કરે છે.

ਗੋਬਿੰਦ ਜਪਤ ਸਭਿ ਕਾਰਜ ਸਾਰੇ ॥੬॥
જે પરમાત્માના નામનો જાપ કરે છે તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે. || ૬ ||

ਊਚੇ ਤੇ ਊਚਾ ਪ੍ਰਭ ਥਾਨੁ ॥
પ્રભુનું સ્થાન સર્વોચ્ચ છે,

ਹਰਿ ਜਨ ਲਾਵਹਿ ਸਹਜਿ ਧਿਆਨੁ ॥
હરિ ભક્તો સ્વાભાવિક રીતે તેમનું ધ્યાન કરે છે.

ਦਾਸ ਦਾਸਨ ਕੀ ਬਾਂਛਉ ਧੂਰਿ ॥
અમે ભક્તોના ચરણોની ધૂળના અભિલાષી છીએ,

ਸਰਬ ਕਲਾ ਪ੍ਰੀਤਮ ਭਰਪੂਰਿ ॥੭॥
તે સર્વશક્તિમાન પ્રિય પ્રભુ સર્વમાં વ્યાપી જાય છે. || ૭ ||

ਮਾਤ ਪਿਤਾ ਹਰਿ ਪ੍ਰੀਤਮੁ ਨੇਰਾ ॥
હે પ્રિય પ્રભુ! તમે માતા-પિતાની જેમ અમારી નજીક છો.

ਮੀਤ ਸਾਜਨ ਭਰਵਾਸਾ ਤੇਰਾ ॥
હે મારા પ્રિય સજ્જન! મને ફક્ત તમારા પર વિશ્વાસ છે.

ਕਰੁ ਗਹਿ ਲੀਨੇ ਅਪੁਨੇ ਦਾਸ ॥
તેને હાથ પકડીને ભક્તોને પોતાના બનાવ્યા છે.

ਜਪਿ ਜੀਵੈ ਨਾਨਕੁ ਗੁਣਤਾਸ ॥੮॥੩॥੨॥੭॥੧੨॥
ગુરુ નાનકે કહ્યું છે કે ગુણોના ભંડાર પરમેશ્વરના જપ કરવાથી જ આપણને જીવન મળે છે || ૮ || ૩ || ૨ || ૭ || ૧૨ ||

ਬਿਭਾਸ ਪ੍ਰਭਾਤੀ ਬਾਣੀ ਭਗਤ ਕਬੀਰ ਜੀ ਕੀ
બિભાસ પ્રભાતિ વાણી ભગત કબીરજી ની

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે

ਮਰਨ ਜੀਵਨ ਕੀ ਸੰਕਾ ਨਾਸੀ ॥
મારા જીવન – મૃત્યુની શંકા દૂર થઈ ગઈ

ਆਪਨ ਰੰਗਿ ਸਹਜ ਪਰਗਾਸੀ ॥੧॥
જ્યારે પરમાત્મા કુદરતી રીતે પોતાના રંગમાં ચમકી ઉઠ્યા. || ૧ ||

ਪ੍ਰਗਟੀ ਜੋਤਿ ਮਿਟਿਆ ਅੰਧਿਆਰਾ ॥
અંદર જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો અને અજ્ઞાનનો અંધકાર દૂર થયો.

ਰਾਮ ਰਤਨੁ ਪਾਇਆ ਕਰਤ ਬੀਚਾਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥
ચિંતન કરતાં કરતાં પરમાત્મા રૂપી રત્ન મળ્યું ||૧||વિરામ||

ਜਹ ਅਨੰਦੁ ਦੁਖੁ ਦੂਰਿ ਪਇਆਨਾ ॥
જ્યાં આનંદ થાય છે, ત્યાંથી દુઃખ દૂર થાય છે.

ਮਨੁ ਮਾਨਕੁ ਲਿਵ ਤਤੁ ਲੁਕਾਨਾ ॥੨॥
મનનું માણેક ભગવાનના પ્રેમમાં લીન થઈ જાય છે || ૨ ||

ਜੋ ਕਿਛੁ ਹੋਆ ਸੁ ਤੇਰਾ ਭਾਣਾ ॥
જે પણ થાય છે, તારી મરજી છે.

ਜੋ ਇਵ ਬੂਝੈ ਸੁ ਸਹਜਿ ਸਮਾਣਾ ॥੩॥
જે આ હકીકતને સમજે છે તે સ્વાભાવિક રીતે જ મગ્ન થઇ જાય છે || ૩ ||

ਕਹਤੁ ਕਬੀਰੁ ਕਿਲਬਿਖ ਗਏ ਖੀਣਾ ॥
કબીરજી કહે છે કે બધા પાપો અને દોષોનો નાશ થઈ ગયો છે,

ਮਨੁ ਭਇਆ ਜਗਜੀਵਨ ਲੀਣਾ ॥੪॥੧॥
પરંતુ મન પરમાત્મામાં લીન થઇ ગયું છે || ૪ || ૧ ||

ਪ੍ਰਭਾਤੀ ॥
પ્રભાતી ||

ਅਲਹੁ ਏਕੁ ਮਸੀਤਿ ਬਸਤੁ ਹੈ ਅਵਰੁ ਮੁਲਖੁ ਕਿਸੁ ਕੇਰਾ ॥
જો અલ્લાહ ફક્ત મસ્જિદમાં જ રહે છે, તો (કહો) બાકીનો દેશ કોનો છે.

ਹਿੰਦੂ ਮੂਰਤਿ ਨਾਮ ਨਿਵਾਸੀ ਦੁਹ ਮਹਿ ਤਤੁ ਨ ਹੇਰਾ ॥੧॥
હિંદુઓ માને છે કે પરમાત્માનો વાસ મૂર્તિમાં છે, પરંતુ બંને સત્ય જાણતા ન હતા (કે પરમાત્મા સર્વવ્યાપી છે, દરેક હૃદયમાં વસે છે). || ૧ ||

ਅਲਹ ਰਾਮ ਜੀਵਉ ਤੇਰੇ ਨਾਈ ॥
હે અલ્લાહ! (તું મહાન છે) હે રામ ! હું તો તારા નામ પાર જ જિંદગી જીવું છું

ਤੂ ਕਰਿ ਮਿਹਰਾਮਤਿ ਸਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
હે મલિક, તું અમારી પાર તમારી કૃપા કરતા રહો || ૧ || વિરામ||

ਦਖਨ ਦੇਸਿ ਹਰੀ ਕਾ ਬਾਸਾ ਪਛਿਮਿ ਅਲਹ ਮੁਕਾਮਾ ॥
હિંદુઓના મત મુજબ, દક્ષિણમાં જગન્નાથપુરીમાં હરિનું નિવાસ છે અને મુસ્લિમો તેને પશ્ચિમ (મક્કા) માં અલ્લાહનું ઘર માને છે.

ਦਿਲ ਮਹਿ ਖੋਜਿ ਦਿਲੈ ਦਿਲਿ ਖੋਜਹੁ ਏਹੀ ਠਉਰ ਮੁਕਾਮਾ ॥੨॥
હે મારા ભાઈ! હ્રદયમાં શોધો, હૃદયમાં જ શોધો, આ હૃદયમાં મૌલા – પરમેશ્વરનો વાસ છે || ૨ ||

ਬ੍ਰਹਮਨ ਗਿਆਸ ਕਰਹਿ ਚਉਬੀਸਾ ਕਾਜੀ ਮਹ ਰਮਜਾਨਾ ॥
બ્રાહ્મણો ચોવીસ એકાદશીના ઉપવાસ રાખે છે અને કાઝીઓ રમઝાન મહિનામાં રોજ રાખે છે

ਗਿਆਰਹ ਮਾਸ ਪਾਸ ਕੈ ਰਾਖੇ ਏਕੈ ਮਾਹਿ ਨਿਧਾਨਾ ॥੩॥
પરંતુ તેઓ અન્ય અગિયાર મહિનાની અવગણના કરે છે અને રમઝાન મહિનાને જ આનંદનું ઘર અલ્લાહને શોધવાનો સમય માને છે. || ૩ ||

ਕਹਾ ਉਡੀਸੇ ਮਜਨੁ ਕੀਆ ਕਿਆ ਮਸੀਤਿ ਸਿਰੁ ਨਾਂਏਂ ॥
ઓરિસ્સામાં જગન્નાથ પર સ્નાન કરવાનો અને મસ્જિદમાં માથું નમાવવાથી શું ફાયદો થાય છે.

ਦਿਲ ਮਹਿ ਕਪਟੁ ਨਿਵਾਜ ਗੁਜਾਰੈ ਕਿਆ ਹਜ ਕਾਬੈ ਜਾਂਏਂ ॥੪॥
જો દિલ કપટથી ભરેલું હોય તો નમાઝ પઢવા કે હજ માટે કાબા જવાનો કોઈ ફાયદો નથી ||૪||

ਏਤੇ ਅਉਰਤ ਮਰਦਾ ਸਾਜੇ ਏ ਸਭ ਰੂਪ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ॥
જે બધી સ્ત્રીઓ અને પુરુષોનું સર્જન થયું છે, હે પરમેશ્વર! આ બધું તમારું સ્વરૂપ છે.

ਕਬੀਰੁ ਪੂੰਗਰਾ ਰਾਮ ਅਲਹ ਕਾ ਸਭ ਗੁਰ ਪੀਰ ਹਮਾਰੇ ॥੫॥
કબીર રામ અને અલ્લાહના જ પુત્ર છે અને તેમના અનુસાર બધા આપણા ગુરુ પીર છે ||૫||

ਕਹਤੁ ਕਬੀਰੁ ਸੁਨਹੁ ਨਰ ਨਰਵੈ ਪਰਹੁ ਏਕ ਕੀ ਸਰਨਾ ॥
કબીરજી કહે છે કે હે નર અને નારી! મારી વાત ધ્યાનથી સાંભળો, (ધર્મવાદ છોડીને) એ એક પરમેશ્વરનું શરણ લો.

ਕੇਵਲ ਨਾਮੁ ਜਪਹੁ ਰੇ ਪ੍ਰਾਨੀ ਤਬ ਹੀ ਨਿਹਚੈ ਤਰਨਾ ॥੬॥੨॥
ફક્ત પ્રભુના નામનો જપ કરો, હે જીવો! તો ચોક્કસ તમે સંસાર-સાગર પાર કરી જશો. ||૬||૨||

ਪ੍ਰਭਾਤੀ ॥
પ્રભાતી

ਅਵਲਿ ਅਲਹ ਨੂਰੁ ਉਪਾਇਆ ਕੁਦਰਤਿ ਕੇ ਸਭ ਬੰਦੇ ॥
સૌપ્રથમ અલ્લાહે પોતાના નૂરનું સર્જન કર્યું, પછી પોતાની કુદરતી શક્તિથી તમામ લોકોનો જન્મ થયો.

ਏਕ ਨੂਰ ਤੇ ਸਭੁ ਜਗੁ ਉਪਜਿਆ ਕਉਨ ਭਲੇ ਕੋ ਮੰਦੇ ॥੧॥
જ્યારે આખું જગત એક પ્રકાશમાંથી જન્મ્યું છે, ત્યારે કોણ સારું અને કોને ખરાબ કહી શકાય. || ૧ ||