Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-431

Page 431

ਆਸਾਵਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩  આશાવરી મહેલ ૫ ઘર ૩
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਮੇਰੇ ਮਨ ਹਰਿ ਸਿਉ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥ હે મન! જે મનુષ્યની પ્રીતિ પરમાત્માની સાથે બની જાય છે
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਹਰਿ ਜਪਤ ਨਿਰਮਲ ਸਾਚੀ ਰੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની સંગતિમાં પરમાત્માનું નામ જપતા તેનું રોજ આ જ કાર્ય બની જાય છે કે હંમેશા સ્થિર પ્રભુનું નામ જપતો રહે છે ॥૧॥વિરામ॥
ਦਰਸਨ ਕੀ ਪਿਆਸ ਘਣੀ ਚਿਤਵਤ ਅਨਿਕ ਪ੍ਰਕਾਰ ॥ હે પ્રભુ! તારા અનેક ગુણો યાદ કરતા મારી અંદર તારા દર્શનની ચાહત વધુ પરવીન થઈ ગઈ છે
ਕਰਹੁ ਅਨੁਗ੍ਰਹੁ ਪਾਰਬ੍ਰਹਮ ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰਿ ਮੁਰਾਰਿ ॥੧॥ હે પરબ્રહ્મ! હે મુરારી! મહેર કર, કૃપા કર દર્શન આપ ॥૧॥
ਮਨੁ ਪਰਦੇਸੀ ਆਇਆ ਮਿਲਿਓ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥ અનેક યોનિઓમાં ભટકતું જ્યારે કોઈ મન ગુરુની સંગતિમાં આવી મળે છે
ਜਿਸੁ ਵਖਰ ਕਉ ਚਾਹਤਾ ਸੋ ਪਾਇਓ ਨਾਮਹਿ ਰੰਗਿ ॥੨॥ જે ઉચ્ચ આધ્યાત્મિક જીવનના સોદાને તે હંમેશા તરસતો આવી રહ્યો હતો તે તેને પરમાત્માના નામના પ્રેમમાં જોડાયેલ મળે છે ॥૨॥
ਜੇਤੇ ਮਾਇਆ ਰੰਗ ਰਸ ਬਿਨਸਿ ਜਾਹਿ ਖਿਨ ਮਾਹਿ ॥ માયાના જેટલા પણ ચમત્કાર અને સ્વાદિષ્ટ પદાર્થ દેખાઈ રહ્યા છે તે એક ક્ષણમાં નાશ થઈ જાય છેઆમાં પ્રર્વિત થવા વાળા અંતે પછતાય છે
ਭਗਤ ਰਤੇ ਤੇਰੇ ਨਾਮ ਸਿਉ ਸੁਖੁ ਭੁੰਚਹਿ ਸਭ ਠਾਇ ॥੩॥ પરંતુ હે પ્રભુ! તારા ભક્ત તારા નામ-રંગમાં રંગાયેલા રહે છે તે દરેક જગ્યાએ આનંદનો રસ લેતો રહે છે ॥૩॥
ਸਭੁ ਜਗੁ ਚਲਤਉ ਪੇਖੀਐ ਨਿਹਚਲੁ ਹਰਿ ਕੋ ਨਾਉ ॥ હે ભાઈ! આખું સંસાર નાશવાન દેખાઈ રહ્યું છે હંમેશા કાયમ રહેવાવાળું માત્ર એક પરમાત્માનું નામ જ છે
ਕਰਿ ਮਿਤ੍ਰਾਈ ਸਾਧ ਸਿਉ ਨਿਹਚਲੁ ਪਾਵਹਿ ਠਾਉ ॥੪॥ ગુરુથી પ્રેમ રાખ તેનાથી આ હરિ-નામ મળશે અને તું એ ઠેકાણું પ્રાપ્ત કરી લઈશ જે ક્યારેય પણ નાશ થવાનું નથી ॥૪॥
ਮੀਤ ਸਾਜਨ ਸੁਤ ਬੰਧਪਾ ਕੋਊ ਹੋਤ ਨ ਸਾਥ ॥ હે ભાઈ! મિત્ર, સજ્જન, પુત્ર અને સંબંધી-કોઈ પણ હંમેશાના સાથી બની શકતા નથી
ਏਕੁ ਨਿਵਾਹੂ ਰਾਮ ਨਾਮ ਦੀਨਾ ਕਾ ਪ੍ਰਭੁ ਨਾਥ ॥੫॥ હંમેશા સાથ નિભાવવા વાળું માત્ર તે પરમાત્માનું નામ જ છે જે ગરીબોનું રક્ષક છે ॥૫॥
ਚਰਨ ਕਮਲ ਬੋਹਿਥ ਭਏ ਲਗਿ ਸਾਗਰੁ ਤਰਿਓ ਤੇਹ ॥ હે ભાઈ! જે મનુષ્યના માટે ગુરુના સુંદર કોમળ ચરણ જહાજ બની ગયા તે આ ચરણોમાં જોડાઈને સંસાર સમુદ્ર પાર કરી શકે છે
ਭੇਟਿਓ ਪੂਰਾ ਸਤਿਗੁਰੂ ਸਾਚਾ ਪ੍ਰਭ ਸਿਉ ਨੇਹ ॥੬॥ જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી ગયા તેનો પરમાત્માની સાથે પાક્કો પ્રેમ બની ગયો ॥૬॥
ਸਾਧ ਤੇਰੇ ਕੀ ਜਾਚਨਾ ਵਿਸਰੁ ਨ ਸਾਸਿ ਗਿਰਾਸਿ ॥ હે પ્રભુ! તારા સેવકની તારાથી હંમેશા આ જ માંગ છે કે શ્વાસ લેતા રોટલી ખાતા કયારેય પણ ના ભૂલ
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋ ਭਲਾ ਤੇਰੈ ਭਾਣੈ ਕਾਰਜ ਰਾਸਿ ॥੭॥ જે કાંઈ તને સારું લાગે છે તારા સેવકને પણ તે સારું લાગે છે તારી આજ્ઞા માં ચાલવાથી તારા સેવકના બધા કામ સરખા થઈ જાય છે ॥૭॥
ਸੁਖ ਸਾਗਰ ਪ੍ਰੀਤਮ ਮਿਲੇ ਉਪਜੇ ਮਹਾ ਅਨੰਦ ॥ સુખોના સમુદ્ર પ્રીતમ-પ્રભુજી જે મનુષ્યને મળી જાય છે તેની અંદર ખુબ આનંદ ઉત્પન્ન થઈ જાય છે
ਕਹੁ ਨਾਨਕ ਸਭ ਦੁਖ ਮਿਟੇ ਪ੍ਰਭ ਭੇਟੇ ਪਰਮਾਨੰਦ ॥੮॥੧॥੨॥ નાનક કહે છે, બધાથી શ્રેષ્ઠ આનંદ ના માલિક પ્રભુ જેને મળે છે તેના બધા દુઃખ-કષ્ટ દૂર થઈ જાય છે ॥૮॥૧॥૨॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ਬਿਰਹੜੇ ਘਰੁ ੪ ਛੰਤਾ ਕੀ ਜਤਿ આશા મહેલ ૫ બિરહડા ઘર ૪ છંદ ની જાતિ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪ੍ਰਭੁ ਸਿਮਰੀਐ ਪਿਆਰੇ ਦਰਸਨ ਕਉ ਬਲਿ ਜਾਉ ॥੧॥ હે વ્હાલા! હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, હું તે પરમાત્માના દર્શનથી બલિહાર જાઉં છું ॥૧॥
ਜਿਸੁ ਸਿਮਰਤ ਦੁਖ ਬੀਸਰਹਿ ਪਿਆਰੇ ਸੋ ਕਿਉ ਤਜਣਾ ਜਾਇ ॥੨॥ હે વ્હાલા! જે પરમાત્માનું સ્મરણ કરવાથી બધા દુઃખ ભૂલી જાય છે તેને ત્યાગવું જોઈએ નહીં॥૨॥
ਇਹੁ ਤਨੁ ਵੇਚੀ ਸੰਤ ਪਹਿ ਪਿਆਰੇ ਪ੍ਰੀਤਮੁ ਦੇਇ ਮਿਲਾਇ ॥੩॥ હે વ્હાલા! હું તો મારુ આ શરીર તે ગુરુની પાસે વેચવા તૈયાર છું જે પ્રીતમ-પ્રભુથી મેળવી દે છે ॥૩॥
ਸੁਖ ਸੀਗਾਰ ਬਿਖਿਆ ਕੇ ਫੀਕੇ ਤਜਿ ਛੋਡੇ ਮੇਰੀ ਮਾਇ ॥੪॥ હે માઁ! મેં માયાના સુખ, માયાના ડર બધું ત્યાગી દીધું છે, નામ-રસની સરખામણીમાં આ બધું નિઃસ્વાદ છે ॥૪॥
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਤਜਿ ਗਏ ਪਿਆਰੇ ਸਤਿਗੁਰ ਚਰਨੀ ਪਾਇ ॥੫॥ હે વ્હાલા! જ્યારથી હું ગુરુના ચરણોમાં જઈને લાગ્યો છું કામ,ક્રોધ, લોભ, મોહ બધા એ મારો પીછો છોડી દીધો છે ॥૫॥
ਜੋ ਜਨ ਰਾਤੇ ਰਾਮ ਸਿਉ ਪਿਆਰੇ ਅਨਤ ਨ ਕਾਹੂ ਜਾਇ ॥੬॥ હે વ્હાલા! જે મનુષ્ય પરમાત્માના પ્રેમ રંગથી રંગાઈ જાય છે પરમાત્મા ને છોડીને તેમાંથી કોઈ પણ કોઈ બીજી જગ્યાએ જતો નથી ॥૬॥
ਹਰਿ ਰਸੁ ਜਿਨ੍ਹ੍ਹੀ ਚਾਖਿਆ ਪਿਆਰੇ ਤ੍ਰਿਪਤਿ ਰਹੇ ਆਘਾਇ ॥੭॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માના નામનો સ્વાદ ચાખી લે છે તે માયાવી પદાર્થો થી તૃપ્ત થઈ જાય છે સંતુષ્ટ થઈ જાય છે ॥૭॥
ਅੰਚਲੁ ਗਹਿਆ ਸਾਧ ਕਾ ਨਾਨਕ ਭੈ ਸਾਗਰੁ ਪਾਰਿ ਪਰਾਇ ॥੮॥੧॥੩॥ હે નાનક! જે મનુષ્ય એ ગુરુનો પાલવ પકડી લીધો તે આ ભયાનક સંસાર સમુદ્ર થી પાર થઈ જાય છે ॥૮॥૧॥૩॥
ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਕਟੀਐ ਪਿਆਰੇ ਜਬ ਭੇਟੈ ਹਰਿ ਰਾਇ ॥੧॥ હે વ્હાલા! જયારે પ્રભુ-પતિ મળી જાય છે જયારે જન્મ મરણના ચક્રનું દુઃખ કપાય જાય છે ॥૧॥
ਸੁੰਦਰੁ ਸੁਘਰੁ ਸੁਜਾਣੁ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਜੀਵਨੁ ਦਰਸੁ ਦਿਖਾਇ ॥੨॥ હે ભાઈ! મારા પતિ-પ્રભુ સુંદર છે કુશળતા વાળા છે સોહામણા છે જયારે તે દર્શન દે છે તો મારી અંદર જાણ પડી જાય છે પ્રભુના દર્શન જ મારી જિંદગી છે ॥૨॥
ਜੋ ਜੀਅ ਤੁਝ ਤੇ ਬੀਛੁਰੇ ਪਿਆਰੇ ਜਨਮਿ ਮਰਹਿ ਬਿਖੁ ਖਾਇ ॥੩॥ હે વ્હાલા પ્રભુ! જે જીવ તારાથી અલગ થઈ જાય છે તે માયાના મોહનું ઝહેર ખાઈને મનુષ્ય જન્મમાં આવીને પણ આધ્યાત્મિક મૃત્યુ મરે છે ॥૩॥
ਜਿਸੁ ਤੂੰ ਮੇਲਹਿ ਸੋ ਮਿਲੈ ਪਿਆਰੇ ਤਿਸ ਕੈ ਲਾਗਉ ਪਾਇ ॥੪॥ પરંતુ હે વ્હાલા જીવ! જીવોના હાથમાં પણ શું? જે જીવને તું સ્વયં જ પોતાની સાથે મેળવે છે તે જ તને મળે છે હું તે ભાગ્યશાળીના ચરણોમાં લાગુ છું ॥૪॥
ਜੋ ਸੁਖੁ ਦਰਸਨੁ ਪੇਖਤੇ ਪਿਆਰੇ ਮੁਖ ਤੇ ਕਹਣੁ ਨ ਜਾਇ ॥੫॥ હે વ્હાલા પ્રભુ! તારા દર્શન કરીને જે આનંદ અનુભવ થાય છે તે મોં થી વ્યક્ત કરી શકાતું નથી ॥૫॥
ਸਾਚੀ ਪ੍ਰੀਤਿ ਨ ਤੁਟਈ ਪਿਆਰੇ ਜੁਗੁ ਜੁਗੁ ਰਹੀ ਸਮਾਇ ॥੬॥ હે વ્હાલા! જેણે હંમેશા-સ્થિર પ્રભુની સાથે પાક્કો પ્રેમ નાખી લીધો છે, તેનો તે પ્રેમ કયારેય તૂટતો નથી તે પ્રેમ તો યુગો-યુગો સુધી તેના હદયમાં ટકી રહે છે ॥૬॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top