Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-432

Page 432

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋ ਭਲਾ ਪਿਆਰੇ ਤੇਰੀ ਅਮਰੁ ਰਜਾਇ ॥੭॥ હે વ્હાલા પ્રભુ! તારો હુકમ અમીટ છે જીવો માટે તે જ કામ સારું છે જે તને સારું લાગે છે. ॥૭॥
ਨਾਨਕ ਰੰਗਿ ਰਤੇ ਨਾਰਾਇਣੈ ਪਿਆਰੇ ਮਾਤੇ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥੮॥੨॥੪॥ નાનક કહે છે, હે વ્હાલા! જે મનુષ્ય નારાયણના પ્રેમ રંગમાં રંગાય જાય છે તે આધ્યાત્મિક સ્થિરતામાં મસ્ત રહે છે તે તેના પ્રેમમાં મસ્ત રહે છે. ॥૮॥૨॥૪॥
ਸਭ ਬਿਧਿ ਤੁਮ ਹੀ ਜਾਨਤੇ ਪਿਆਰੇ ਕਿਸੁ ਪਹਿ ਕਹਉ ਸੁਨਾਇ ॥੧॥ હે વ્હાલા પ્રભુ! તું પોતાના ઉત્પન્ન કરેલા જીવોને દાન દેવાની બધી રીત પોતે જ જાણે છે હું બીજા કોને સંભળાવીને કહું? ॥૧॥
ਤੂੰ ਦਾਤਾ ਜੀਆ ਸਭਨਾ ਕਾ ਤੇਰਾ ਦਿਤਾ ਪਹਿਰਹਿ ਖਾਇ ॥੨॥ હે પ્રભુ! બધા જીવોને દાન દેવાવાળો તું પોતે જ છે બધા જીવ તારા જ દીધેલા વસ્ત્ર પહેરે છે દરેક જીવ તારું જ દીધેલું અન્ન ખાય છે ॥૨॥
ਸੁਖੁ ਦੁਖੁ ਤੇਰੀ ਆਗਿਆ ਪਿਆਰੇ ਦੂਜੀ ਨਾਹੀ ਜਾਇ ॥੩॥ હે વ્હાલા પ્રભુ! તારા હુકમમાં જ જીવ ને ક્યારેક સુખ મળે છે ક્યારેક દુઃખ. તારા વગર જીવ માટે કોઈ બીજી આશરાની જગ્યા નથી ॥૩॥
ਜੋ ਤੂੰ ਕਰਾਵਹਿ ਸੋ ਕਰੀ ਪਿਆਰੇ ਅਵਰੁ ਕਿਛੁ ਕਰਣੁ ਨ ਜਾਇ ॥੪॥ હે વ્હાલા પ્રભુ! હું તે જ કાંઈ કરું છું જે તું મને કરાવડાવે છે તારાથી વિરુદ્ધ થઈને બીજું કઈ પણ કરી શકાતું નથી ॥૪॥
ਦਿਨੁ ਰੈਣਿ ਸਭ ਸੁਹਾਵਣੇ ਪਿਆਰੇ ਜਿਤੁ ਜਪੀਐ ਹਰਿ ਨਾਉ ॥੫॥ હે વ્હાલા હરિ! તે દરેક દિવસ-રાત સોહામણા લાગે છે જયારે તારું નામ સ્મરણ કરવામાં આવે ॥૫॥
ਸਾਈ ਕਾਰ ਕਮਾਵਣੀ ਪਿਆਰੇ ਧੁਰਿ ਮਸਤਕਿ ਲੇਖੁ ਲਿਖਾਇ ॥੬॥ હે વ્હાલા પ્રભુ! તારા ધૂર-દરબારથી પોતે પોતાના માથા પર કર્મોના જે લેખ લખાવીને આપણે જીવ આવ્યા છીએ તે લેખ અનુસાર તે જ કામ આપણે જીવ કરી શકીએ છીએ ॥૬॥
ਏਕੋ ਆਪਿ ਵਰਤਦਾ ਪਿਆਰੇ ਘਟਿ ਘਟਿ ਰਹਿਆ ਸਮਾਇ ॥੭॥ હે વ્હાલા પભુ! તું એક પોતે જ આખા જગતમાં હાજર છે, દરેક શરીરમાં તું પોતે જ ટકેલો છે ॥૭॥
ਸੰਸਾਰ ਕੂਪ ਤੇ ਉਧਰਿ ਲੈ ਪਿਆਰੇ ਨਾਨਕ ਹਰਿ ਸਰਣਾਇ ॥੮॥੩॥੨੨॥੧੫॥੨॥੪੨॥ નાનક કહે છે, હે હરિ! હું તારી શરણે આવ્યો છું મને માયાના મોહ ભરેલા સંસાર કુવામાંથી કાઢી લે ॥૮॥૩॥૨૨॥૧૫॥૨॥૪૨॥
ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ਪਟੀ ਲਿਖੀ રાગ આશા મહેલ ૧ પટ્ટી લિખી
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાયછે॥
ਸਸੈ ਸੋਇ ਸ੍ਰਿਸਟਿ ਜਿਨਿ ਸਾਜੀ ਸਭਨਾ ਸਾਹਿਬੁ ਏਕੁ ਭਇਆ ॥ તે જ એક પ્રભુ બધા જીવોનો માલિક છે જેણે આ જગતની રચના કરી છે
ਸੇਵਤ ਰਹੇ ਚਿਤੁ ਜਿਨ੍ਹ੍ ਕਾ ਲਾਗਾ ਆਇਆ ਤਿਨ੍ਹ੍ ਕਾ ਸਫਲੁ ਭਇਆ ॥੧॥ જે લોકો તે પ્રભુનું હંમેશા સ્મરણ કરે છે જેનું મન તેમના ચરણોમાં જોડાયેલું રહ્યું તેનું જગતમાં આવવું સફળ થઈ ગયું ॥૧॥
ਮਨ ਕਾਹੇ ਭੂਲੇ ਮੂੜ ਮਨਾ ॥ હે મન! હે મૂર્ખ મન! વાસ્તવિક જીવન માર્ગ થી શા માટે અલગ થઈ રહ્યો છે?
ਜਬ ਲੇਖਾ ਦੇਵਹਿ ਬੀਰਾ ਤਉ ਪੜਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ હે વીર! જયારે તું પોતાના કરેલા કર્મોનો હિસાબ આપીશ અને હિસાબમાં સાચા માર્ગ પર માનવામાં આવીશ ત્યારે તું ભણેલ-ગણેલ વિદ્વાન સમજી શકીશ ॥૧॥વિરામ॥
ਈਵੜੀ ਆਦਿ ਪੁਰਖੁ ਹੈ ਦਾਤਾ ਆਪੇ ਸਚਾ ਸੋਈ ॥ જે વ્યાપક પ્રભુ બધી રચનાનું મૂળ છે જે બધા જીવોને જીવિકા દેવાવાળો છે જે પોતે જ હંમેશા કાયમ રહેવાવાળો છે
ਏਨਾ ਅਖਰਾ ਮਹਿ ਜੋ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਤਿਸੁ ਸਿਰਿ ਲੇਖੁ ਨ ਹੋਈ ॥੨॥ વિદ્વાન તે જ મનુષ્ય છે જે ગુરુની શરણે પડીને પોતાની વિદ્યાથી તે પ્રભુના વાસ્તવ ને સમજી લે છે અને જીવન માર્ગ થી ભટકતો નથી તે મનુષ્યના માથા પર વિકારોનો કોઈ હિસાબ ચડતો નથી॥૨॥
ਊੜੈ ਉਪਮਾ ਤਾ ਕੀ ਕੀਜੈ ਜਾ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ॥ જે પરમાત્માના ગુણોનો છેલ્લો છેડો શોધી શકાતો નથી મનુષ્ય જન્મ મેળવીને તેની મહિમા કરવી જોઈએ આ એક કમાણી છે જે મનુષ્યની સાથે નભી શકે છે
ਸੇਵਾ ਕਰਹਿ ਸੇਈ ਫਲੁ ਪਾਵਹਿ ਜਿਨ੍ਹ੍ਹੀ ਸਚੁ ਕਮਾਇਆ ॥੩॥ જે લોકો એ હંમેશા સાથ નભવાવાળી કમાણી કરી છે, જે હંમેશા પ્રભુને સ્મરણ કરે છે તે જ મનુષ્ય જીવનનો ઉદેશ્ય પ્રાપ્ત કરે છે ॥૩॥
ਙੰਙੈ ਙਿਆਨੁ ਬੂਝੈ ਜੇ ਕੋਈ ਪੜਿਆ ਪੰਡਿਤੁ ਸੋਈ ॥ તે જ મનુષ્ય ભણેલ પંડિત છે જે પરમાત્માની સાથે ઓળખાણ નાખવાનું સમજી લે છે
ਸਰਬ ਜੀਆ ਮਹਿ ਏਕੋ ਜਾਣੈ ਤਾ ਹਉਮੈ ਕਹੈ ਨ ਕੋਈ ॥੪॥ પરમાત્મા બધા જીવોમાં હાજર છે જે મનુષ્ય આ તફાવત સમજી લે છે તેની ઓળખાણ એ છે કે તે પછી કયારે એવું નથી કહેતો કે હું જ છું તે મનુષ્ય પછી સ્વાર્થી થતો નથી ॥૪॥
ਕਕੈ ਕੇਸ ਪੁੰਡਰ ਜਬ ਹੂਏ ਵਿਣੁ ਸਾਬੂਣੈ ਉਜਲਿਆ ॥ પણ આ કેવું પંડિતાઇ છે કે જયારે ત્યાં તો માથા ના સફેદ ફૂલ જેવા થઈ જાય સાબુ વર્ત્યા વગર જ સફેદ થઈ જાય
ਜਮ ਰਾਜੇ ਕੇ ਹੇਰੂ ਆਏ ਮਾਇਆ ਕੈ ਸੰਗਲਿ ਬੰਧਿ ਲਇਆ ॥੫॥ માથા પર આ સફેદ વાળ યમરાજના મોકલેલા છે મૃત્યુના સમયની જોવા વાળા દૂત આવી નિયત થઈ જાયઅને અહીં તેને હજુ માયાના મોહની સાંકળ માં બાંધેલો રાખ્યો હોય આ વિદ્વાન લોકોનો સ્વભાવ નથી આ તો મૂર્ખનો સ્વભાવ છે ॥૫॥
ਖਖੈ ਖੁੰਦਕਾਰੁ ਸਾਹ ਆਲਮੁ ਕਰਿ ਖਰੀਦਿ ਜਿਨਿ ਖਰਚੁ ਦੀਆ ॥ જે ખુદા આખી દુનિયાનો બાદશાહ છે ખા જગતને રોજી આપેલી છે હે ભાઈ! જો તું સાચે પંડિત છે તો તેની મહિમાનો સોદો કર
ਬੰਧਨਿ ਜਾ ਕੈ ਸਭੁ ਜਗੁ ਬਾਧਿਆ ਅਵਰੀ ਕਾ ਨਹੀ ਹੁਕਮੁ ਪਇਆ ॥੬॥ જેના હુકમમાં આખું જગત નાથેલુ છે અને જેના વગર બીજા કોઈનું હુકમ ચાલવાનો નથી॥૬॥
ਗਗੈ ਗੋਇ ਗਾਇ ਜਿਨਿ ਛੋਡੀ ਗਲੀ ਗੋਬਿਦੁ ਗਰਬਿ ਭਇਆ ॥ જે ગોવિંદે આ આખી કુદરતી સ્વયં બનાવી છે કુદરતી બનાવીને જે ગોવિંદે જીવ-વાસણ બનાવીને સંસાર-રૂપી આવી ભઠ્ઠી બનાવી છે તે ગોવિંદ ને જે પોતાની જાતને ભણેલ પંડિત સમજવાવાળો મનુષ્ય નીરી વિધ્વતાની વાતો થી સમજી ગયેલ ફરજ કરીને અહંકારી બને છે
ਘੜਿ ਭਾਂਡੇ ਜਿਨਿ ਆਵੀ ਸਾਜੀ ਚਾੜਣ ਵਾਹੈ ਤਈ ਕੀਆ ॥੭॥ તે તથાકથિત પંડિત માટે તે ગોવિંદનું જન્મ-મરણનું ચક્ર અહંકારી બનાવે છે તે તથાકથિત પંડિત માટે તે ગોવિંદે જન્મ-મરણનું ચક્ર તૈયાર કરેલું છે ॥૭॥
ਘਘੈ ਘਾਲ ਸੇਵਕੁ ਜੇ ਘਾਲੈ ਸਬਦਿ ਗੁਰੂ ਕੈ ਲਾਗਿ ਰਹੈ ॥ હે મન! વિદ્યા પર ગુમાન કરવાની જગ્યાએ જો મનુષ્ય સેવક સ્વભાવ બનીને સેવકોવાળી મહેનત કરે, જો પોતાનું ધ્યાન ગુરુના શબ્દમાં જોડી રાખે, પોતાની વિદ્યાનો આશરો લેવાની જગ્યાએ ગુરુના શબ્દમાં વિશ્વાસ બનાવી રાખે
ਬੁਰਾ ਭਲਾ ਜੇ ਸਮ ਕਰਿ ਜਾਣੈ ਇਨ ਬਿਧਿ ਸਾਹਿਬੁ ਰਮਤੁ ਰਹੈ ॥੮॥ જો નિર્મિત સુખ-દુઃખ ને એકસમાન સમજે, બસ આ જ રીત છે જેનાથી પ્રભુ ને સાચી રીતે સ્મરણ કરી શકાય છે ॥૮॥
ਚਚੈ ਚਾਰਿ ਵੇਦ ਜਿਨਿ ਸਾਜੇ ਚਾਰੇ ਖਾਣੀ ਚਾਰਿ ਜੁਗਾ ॥ જે પરમાત્માએ અંડજ,જેરજ,સેતજ,ઉતભુંજ ચારેય ઉત્પત્તિના સ્ત્રોત જીવ પોતે જ ઉત્પન્ન કરેલા છે, જે પ્રભુએ જગત રચના કરીને, સૂરજ ચન્દ્ર વગેરે બનાવીને, સમયને હાજર કરીને ચારેય યુગ પોતેજ બનાવ્યા છે જે પ્રભુએ પોતે ઉત્પન્ન કરેલા ઋષિઓથી ચાર વેદ રચેલા છે
ਜੁਗੁ ਜੁਗੁ ਜੋਗੀ ਖਾਣੀ ਭੋਗੀ ਪੜਿਆ ਪੰਡਿਤੁ ਆਪਿ ਥੀਆ ॥੯॥ જે દરેક યુગ માં હાજર છે જે ચારેય ઉત્પત્તિના સ્ત્રોત જીવમાં વ્યાપક થઈને પોતે રચેલ બધા પદાર્થ પોતે જ ભોગવે છે તો પણ નિરલીપ છે તે પોતે જ વિદ્યાની ઉત્પત્તિ નું મૂળ છે અને ભણેલો જ્ઞાતા છે પોતે જ પંડિત છે. હે મન! બધા જીવોને ઉત્પન્ન કરવાવાળા પ્રભુ પોતે જ છે વિદ્યાના ગુણ ઉત્પન્ન કરનાર પણ પોતે જ છે તો એમાં પણ ગુમાન શા માટે? આ વિદ્યા તેનું દાન છે વિનમર ભાવ માં રહીને તેને યાદ રાખ ॥૯॥
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/