Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-423

Page 423

ਤਾ ਕੇ ਰੂਪ ਨ ਜਾਹੀ ਲਖਣੇ ਕਿਆ ਕਰਿ ਆਖਿ ਵੀਚਾਰੀ ॥੨॥ હે ભાઈ! એ પરમાત્માના અનેક રૂપોનું વર્ણન કરી શકાતું નથી હું શું કહીને એના વિશે વિચાર મુકું? ॥૧॥
ਤੀਨਿ ਗੁਣਾ ਤੇਰੇ ਜੁਗ ਹੀ ਅੰਤਰਿ ਚਾਰੇ ਤੇਰੀਆ ਖਾਣੀ ॥ હે પ્રભુ! આ દુનિયામાં માયાના ત્રણ ગુણો તારા જ સર્જન કરેલા છે દુનિયાના સર્જનના ચારેય સ્ત્રોત તારા જ સર્જેલા છે.
ਕਰਮੁ ਹੋਵੈ ਤਾ ਪਰਮ ਪਦੁ ਪਾਈਐ ਕਥੇ ਅਕਥ ਕਹਾਣੀ ॥੩॥ તારી કૃપા હોઈ ત્યારે જ સૌથી ઉંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત થઇ શકે છે ત્યારે જ તારા અવર્ણનીય સ્વરૂપની કોઈ વાતો કરી શકે છે. ॥૩॥
ਤੂੰ ਕਰਤਾ ਕੀਆ ਸਭੁ ਤੇਰਾ ਕਿਆ ਕੋ ਕਰੇ ਪਰਾਣੀ ॥ હે પ્રભુ! તું આખી દુનિયાનો સર્જનહાર છે આખી દુનિયા તે જ બનાવેલી છે તારા આદેશ વગર કોઈ જીવ કાંઈ કરી શકતું નથી,
ਜਾ ਕਉ ਨਦਰਿ ਕਰਹਿ ਤੂੰ ਅਪਣੀ ਸਾਈ ਸਚਿ ਸਮਾਣੀ ॥੪॥ જે જીવ સ્ત્રી પર તું કૃપા ભરી નજર કરે છે તે તારા હંમેશા સ્થિર નામમાં લીન રહે છે. ॥૪॥
ਨਾਮੁ ਤੇਰਾ ਸਭੁ ਕੋਈ ਲੇਤੁ ਹੈ ਜੇਤੀ ਆਵਣ ਜਾਣੀ ॥ હે પ્રભુ! જન્મ મરણમાં પડેલી જેટલી પણ દુનિયા છે એમાં દરેક જીવ પોતાના તરફથી તારું જ નામ જપે છે.
ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਗੁਰਮੁਖਿ ਬੂਝੈ ਹੋਰ ਮਨਮੁਖਿ ਫਿਰੈ ਇਆਣੀ ॥੫॥ પરંતુ જયારે તને સારું લાગે છે ત્યારે ગુરુની શરણમાં રહેલું કોઈ જીવ આ રહસ્યને સમજી શકે છે પોતાના મન પાછળ ચાલનારી અન્ય મૂર્ખ દુનિયા તો ભટકતી ફરે છે. ॥૫॥
ਚਾਰੇ ਵੇਦ ਬ੍ਰਹਮੇ ਕਉ ਦੀਏ ਪੜਿ ਪੜਿ ਕਰੇ ਵੀਚਾਰੀ ॥ હે ભાઈ! બ્રહ્માને એટલા મોટા દેવતા માનવામાં આવે છે કહેવાય છે કે પરમાત્માએ ચારેય વેદો બ્રહ્માને આપ્યા બ્રહ્માએ ચારેય વેદોની રચના કરી એ એને વારંવાર વાંચીને એના જ વિચાર કરતો રહ્યો,
ਤਾ ਕਾ ਹੁਕਮੁ ਨ ਬੂਝੈ ਬਪੁੜਾ ਨਰਕਿ ਸੁਰਗਿ ਅਵਤਾਰੀ ॥੬॥ એ બિચારો એ ના સમજી શક્યો કે પ્રભુનો આદેશ માનવો એ જ જીવનનો રસ્તો છે એ નર્ક અને સ્વર્ગના વિચારોમાં ટકી રહ્યો. ॥૬॥
ਜੁਗਹ ਜੁਗਹ ਕੇ ਰਾਜੇ ਕੀਏ ਗਾਵਹਿ ਕਰਿ ਅਵਤਾਰੀ ॥ હે ભાઈ! પ્રભુએ રામ કૃષ્ણ વગેરે પોત-પોતાના યુગના મહાપુરુષોનું સર્જન કર્યું લોકો એને પરમાત્માનો અવતાર માનીને ગુણ ગાઈ રહ્યા છે,
ਤਿਨ ਭੀ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ਤਾ ਕਾ ਕਿਆ ਕਰਿ ਆਖਿ ਵੀਚਾਰੀ ॥੭॥ તેઓ પણ એ પ્રભુના ગુણોનો અંત શોધી શક્યા નહિ હું બિચારો શું છું? હું શું કહીને એના ગુણોનો વિચાર કરી શકું? ॥૭॥
ਤੂੰ ਸਚਾ ਤੇਰਾ ਕੀਆ ਸਭੁ ਸਾਚਾ ਦੇਹਿ ਤ ਸਾਚੁ ਵਖਾਣੀ ॥ હે પ્રભુ! તું હંમેશા કાયમ રહેવાવાળો છે તારી ઉત્પન્ન કરેલી દુનિયા તારા હંમેશા સ્થિર અસ્તિત્વનું સ્વરૂપ છે જો તું સ્વયં પોતાના નામનું દાન આપે તો જ હું તારા હંમેશા સ્થિર નામને ઉચ્ચારી શકું,
ਜਾ ਕਉ ਸਚੁ ਬੁਝਾਵਹਿ ਅਪਣਾ ਸਹਜੇ ਨਾਮਿ ਸਮਾਣੀ ॥੮॥੧॥੨੩॥ હે પ્રભુ! જે મનુષ્યને તું પોતાનું હંમેશા સ્થિર નામ જપવાની સમજ ભેટ કરે છે એ મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને તારા નામમાં લીન રહે છે. ॥૮॥૧॥૨૩॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ॥ આશા મહેલ ૩॥
ਸਤਿਗੁਰ ਹਮਰਾ ਭਰਮੁ ਗਵਾਇਆ ॥ ગુરુએ મારી ભટકણ પુરી કરી દીધી છે,
ਹਰਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਮੰਨਿ ਵਸਾਇਆ ॥ નિર્લિપ પ્રભુનું નામ મારા મનમાં વસાવી દીધું છે.
ਸਬਦੁ ਚੀਨਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ॥੧॥ જયારે હું ગુરુ શબ્દને ઓળખીને શબ્દની કદર સમજીને હંમેશા ટકી રહેવવાળો આધ્યાત્મિક આંનદ લઉ છું. ॥૧॥
ਸੁਣਿ ਮਨ ਮੇਰੇ ਤਤੁ ਗਿਆਨੁ ॥ હે મન! પરમાત્મા વિશે આ સત્ય સાંભળ આ જાણવાની વાત સાંભળ,
ਦੇਵਣ ਵਾਲਾ ਸਭ ਬਿਧਿ ਜਾਣੈ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥ ॥੧॥તે બધા પદાર્થ આપવાની સામર્થ્યવાળો પરમાત્મા દરેક રીત જાણે છે બધા સુખોનો ખજાનો એનું નામ ગુરુની શરણમાં પડવાથી મળે છે. ॥૧॥વિરામ ॥
ਸਤਿਗੁਰ ਭੇਟੇ ਕੀ ਵਡਿਆਈ ॥ હે મન! ગુરુને મળ્યા પછી જન્મેલી આધ્યાત્મિક ઉચ્ચતાની વાત સાંભળ,
ਜਿਨਿ ਮਮਤਾ ਅਗਨਿ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝਾਈ ॥ એ ગુરુએ જે મનુષ્યનું પોતાપણું દૂર કરી દીધું છે અને તૃષ્ણાની આગ બુજાવી દીધી છે,
ਸਹਜੇ ਮਾਤਾ ਹਰਿ ਗੁਣ ਗਾਈ ॥੨॥ એ મનુષ્ય આધ્યાત્મિક સ્થિરતામાં મસ્ત થઈને પ્રભુની મહિમાના ગીતો ગાય છે. ॥૨॥
ਵਿਣੁ ਗੁਰ ਪੂਰੇ ਕੋਇ ਨ ਜਾਣੀ ॥ હે મન! ગુરુને મળ્યા વગર કોઈ મનુષ્ય પ્રભુના વિશે તત્વજ્ઞાન જાણી શકતું નથી
ਮਾਇਆ ਮੋਹਿ ਦੂਜੈ ਲੋਭਾਣੀ ॥ કારણ કે ગુરુની શરણમાં પડ્યા વગર મનુષ્ય માયાના મોહમાં વધારે લોભમાં ફસાતો રહે છે.
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਮਿਲੈ ਹਰਿ ਬਾਣੀ ॥੩॥ ગુરુની શરણમાં પડી રહેવાથી જ પ્રભુનું નામ મળે છે પ્રભુની મહિમાની વાણીની કદર થાય છે. ॥૩॥
ਗੁਰ ਸੇਵਾ ਤਪਾਂ ਸਿਰਿ ਤਪੁ ਸਾਰੁ ॥ હે મન! ગુરુની કહેલી સેવા કરવી એ જ શ્રેષ્ઠ તપ છે,
ਹਰਿ ਜੀਉ ਮਨਿ ਵਸੈ ਸਭ ਦੂਖ ਵਿਸਾਰਣਹਾਰੁ ॥ બધા દુઃખ દૂર કરવાવાળો પરમાત્મા ગુરુની કૃપાથી જ મારા મનમાં આવીને વસ્યો છે,
ਦਰਿ ਸਾਚੈ ਦੀਸੈ ਸਚਿਆਰੁ ॥੪॥ અને મનુષ્ય હંમેશા સ્થિર રહેવાવાળા પરમાત્માના ઓટલા પર જ સાચો રસ્તો દેખાય છે. ॥૪॥
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਤ੍ਰਿਭਵਣ ਸੋਝੀ ਹੋਇ ॥ હે મન! ગુરુની કહેલી સેવાની મહિમાથી ત્રણેય લોકોમાં વ્યાપક પ્રભુની સમજ પ્રાપ્ત થાય છે,
ਆਪੁ ਪਛਾਣਿ ਹਰਿ ਪਾਵੈ ਸੋਇ ॥ અને એ મનુષ્ય પોતાનું આધ્યાત્મિક જીવન શોધીને પરમાત્માને મળી લે છે,
ਸਾਚੀ ਬਾਣੀ ਮਹਲੁ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੫॥ હંમેશા સ્થિર રહેવાવાળા પરમાત્માની મહિમાની વાણીની કૃપાથી એને પરમાત્માના ચરણોમાં જગ્યા મળી જાય છે. ॥૫॥
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸਭ ਕੁਲ ਉਧਾਰੇ ॥ હે મન! ગુરુની કહેલી સેવાના અભ્યાસથી મનુષ્ય પોતાના કુળના બધાને વિકારોથી બચાવી લે છે,
ਨਿਰਮਲ ਨਾਮੁ ਰਖੈ ਉਰਿ ਧਾਰੇ ॥ મનુષ્ય પરમાત્માના પવિત્ર નામને પોતાના હૃદયમાં ટકાવી રાખે છે,
ਸਾਚੀ ਸੋਭਾ ਸਾਚਿ ਦੁਆਰੇ ॥੬॥ એને હંમેશા સ્થિર રહેવવાળા પ્રભુના ઓટલા પર હંમેશા ટકી રહેતી મહાનતા મળી જાય છે. ॥૬॥
ਸੇ ਵਡਭਾਗੀ ਜਿ ਗੁਰਿ ਸੇਵਾ ਲਾਏ ॥ હે મન! એ મનુષ્યને ખુબ ભાગ્યશાળી સમજો જેને ગુરુએ પરમાત્માની સેવા-ભક્તિમાં જોડી દીધા છે.
ਅਨਦਿਨੁ ਭਗਤਿ ਸਚੁ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਏ ॥ ગુરુ એના હૃદયમાં દરેક વખતે હંમેશા સ્થિર પરમાત્માની ભક્તિ અને પ્રભુના નામ સ્મરણને પાકું કરી દે છે.
ਨਾਮੇ ਉਧਰੇ ਕੁਲ ਸਬਾਏ ॥੭॥ હે મન! પ્રભુના નામની કૃપાથી એના બધા કુળ પણ વિકારોથી બચી જાય છે.॥૭॥
ਨਾਨਕੁ ਸਾਚੁ ਕਹੈ ਵੀਚਾਰੁ ॥ હે ભાઈ! નાનક તને અટળ નિયમનો વિચાર કહે છે,
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਰਖਹੁ ਉਰਿ ਧਾਰਿ ॥ અને એ વિચાર એ છે કે પરમાત્માનું નામ હંમેશા હૃદયમાં ટકાવી રાખ,
ਹਰਿ ਭਗਤੀ ਰਾਤੇ ਮੋਖ ਦੁਆਰੁ ॥੮॥੨॥੨੪॥ જે મનુષ્ય પરમાત્માની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે એને વિકારોથી મુક્તિ માટેનો દરવાજો મળી જાય છે. ॥૮॥૨॥૨૪॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ॥ આશા મહેલ ૩॥
ਆਸਾ ਆਸ ਕਰੇ ਸਭੁ ਕੋਈ ॥ હે ભાઈ! દરેક જીવ દુનિયામાં આશાઓ આશાઓ જ બનાવતો રહેતો હોઈ છે
ਹੁਕਮੈ ਬੂਝੈ ਨਿਰਾਸਾ ਹੋਈ ॥ જે મનુષ્ય પ્રભુની રજાને સમજી લે છે એ આશાઓના જાળમાંથી નીકળી જાય છે
ਆਸਾ ਵਿਚਿ ਸੁਤੇ ਕਈ ਲੋਈ ॥ હે ભાઈ! અનંત દુનિયા આશાઓની જાળમાં ફસાઈને માયાના મોહમાં સુઈ રહી છે
ਸੋ ਜਾਗੈ ਜਾਗਾਵੈ ਸੋਈ ॥੧॥ એ જ મનુષ્ય આ નીંદરમાંથી જાગે છે જેને ગુરુની શરણમાં લાવીને પરમાત્મા સ્વયં જગાડે છે. ॥૧॥
ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਬੁਝਾਇਆ ਵਿਣੁ ਨਾਵੈ ਭੁਖ ਨ ਜਾਈ ॥ ગુરુએ જેને હરિનું નામ સ્મરણ કરતા શીખવાડી દીધું એની માયાવાળી ભૂખ મટી ગઈ છે હે ભાઈ! હરિ નામ વગર માયાવાળી ભૂખ દૂર નથી થતી


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top