Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-422

Page 422

ਜਉ ਲਗੁ ਜੀਉ ਪਰਾਣ ਸਚੁ ਧਿਆਈਐ ॥ જ્યાં સુધી શરીરમાં જીવાત્મા છે શ્વાસ છે ત્યાં સુધી સદાય કાયમ રહેવાવાળા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ,
ਲਾਹਾ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ਮਿਲੈ ਸੁਖੁ ਪਾਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ જે સ્મરણ કરે છે એને પ્રભુના ગુણ ગાઈને મહિમા કરીને આધ્યાત્મિક આનંદરૂપી લાભ મળે છે. ॥૧॥વિરામ॥
ਸਚੀ ਤੇਰੀ ਕਾਰ ਦੇਹਿ ਦਇਆਲ ਤੂੰ ॥ હે દયાળુ પ્રભુ! તું મને તારી ભક્તિનું કાર્ય ભેટમાં આપ આ એવું કામ છે કે એમાં કોઈ સંશય નથી,
ਹਉ ਜੀਵਾ ਤੁਧੁ ਸਾਲਾਹਿ ਮੈ ਟੇਕ ਅਧਾਰੁ ਤੂੰ ॥੨॥ જયારે જયારે હું તારી મહિમા કરું છું મારુ આધ્યાત્મિક જીવન નભે છે હે પ્રભુ તું મારા જીવનનો છે તું મારો આસરો છે. ॥૧॥
ਦਰਿ ਸੇਵਕੁ ਦਰਵਾਨੁ ਦਰਦੁ ਤੂੰ ਜਾਣਹੀ ॥ હે પ્રભુ જે મનુષ્ય તારા ઓટલા પર સેવક બને છે જે તારા ઓટલા પર રહે છે તું એના મનનુ દુઃખ દર્દ જાણે છે,
ਭਗਤਿ ਤੇਰੀ ਹੈਰਾਨੁ ਦਰਦੁ ਗਵਾਵਹੀ ॥੩॥ દુનિયા જોઈને હેરાન થાય છે કે જે તારી ભક્તિ કરે છે તું એના દુઃખ દર્દ દૂર કરી દે છે. ॥3॥
ਦਰਗਹ ਨਾਮੁ ਹਦੂਰਿ ਗੁਰਮੁਖਿ ਜਾਣਸੀ ॥ જે મનુષ્ય ગુરુની સન્મુખ રહે છે એને સમજણ આવી જાય છે કે પ્રભુના દરબારમાં હાજરીમાં તેના નામનું સ્મરણ જ સ્વીકાર થાય છે,
ਵੇਲਾ ਸਚੁ ਪਰਵਾਣੁ ਸਬਦੁ ਪਛਾਣਸੀ ॥੪॥ જે મનુષ્ય ગુરુના શબ્દોને ઓળખે છે શબ્દો સાથે સંધિ નાખી લે છે એનો જીવનનો સમય સફળ છે ને સ્વીકારેલ છે. ॥૪॥
ਸਤੁ ਸੰਤੋਖੁ ਕਰਿ ਭਾਉ ਤੋਸਾ ਹਰਿ ਨਾਮੁ ਸੇਇ ॥ જેઓ સત્ય, સંતોષ અને પ્રેમનો અભ્યાસ કરે છે, તેઓ ભગવાનના નામને જીવન સફરના રસ્તાનો ખર્ચો બનાવે છે પોતાના આધ્યાત્મિક જીવનનો આધાર બનાવે છે.
ਮਨਹੁ ਛੋਡਿ ਵਿਕਾਰ ਸਚਾ ਸਚੁ ਦੇਇ ॥੫॥ તેથી મનમાંથી વિકાર કાઢી નાખો અને હંમેશા સ્થિર પ્રભુ પોતાનું હંમેશા સ્થિર નામ આપશે. ॥૫॥
ਸਚੇ ਸਚਾ ਨੇਹੁ ਸਚੈ ਲਾਇਆ ॥ જો કોઈ જીવને હંમેશા સ્થિર પ્રભુ નો હંમેશા સ્થિર પ્રેમ લાગી જાય છે તો આ પ્રેમ હંમેશા સ્થિર પ્રભુએ જ લગાવ્યો છે.
ਆਪੇ ਕਰੇ ਨਿਆਉ ਜੋ ਤਿਸੁ ਭਾਇਆ ॥੬॥ તે સ્વયં જ ન્યાય કરે છે કે કોને પ્રેમનું દાન દેવું છે જે તેને પસંદ આવે છે તે જ ન્યાય છે ॥૬॥
ਸਚੇ ਸਚੀ ਦਾਤਿ ਦੇਹਿ ਦਇਆਲੁ ਹੈ ॥ હું તેના ઓટલા પર પ્રાર્થના કરું છુ - હે હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુ! મને પોતાના નામનું દાન આપ આ દાન હંમેશા કાયમ રહેવાવાળું છે
ਤਿਸੁ ਸੇਵੀ ਦਿਨੁ ਰਾਤਿ ਨਾਮੁ ਅਮੋਲੁ ਹੈ ॥੭॥ હું પણ દિવસ-રાત તે પ્રભુનું સ્મરણ કરું છું જેનું નામ અમૂલ્ય છે જે હંમેશા જીવો પર દયા કરે છે. ॥૭॥
ਤੂੰ ਉਤਮੁ ਹਉ ਨੀਚੁ ਸੇਵਕੁ ਕਾਂਢੀਆ ॥ હે નાનક! પ્રભુ ઓટલા પર હંમેશા આમ પ્રાર્થના કર હે પ્રભુ! તું ઉત્તમ છે, હું નીચ છું તો પણ હું તારો સેવક કહેવાવ છું.
ਨਾਨਕ ਨਦਰਿ ਕਰੇਹੁ ਮਿਲੈ ਸਚੁ ਵਾਂਢੀਆ ॥੮॥੨੧॥ મારા પર કૃપાની નજર કર તેથી મને તારા ચરણોથી અલગ થયેલને તારું હંમશા સ્થિર નામ મળી જાય ॥૮॥૨૧॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਆਵਣ ਜਾਣਾ ਕਿਉ ਰਹੈ ਕਿਉ ਮੇਲਾ ਹੋਈ ॥ પ્રભુના નામના સ્મરણ વગર જન્મ મરણના ચક્કર પૂરા થતા નથી અને પ્રભુ સાથે મેળાપ થતો નથી,
ਜਨਮ ਮਰਣ ਕਾ ਦੁਖੁ ਘਣੋ ਨਿਤ ਸਹਸਾ ਦੋਈ ॥੧॥ જન્મ મરણના ભારે દુઃખો બનેલા રહે છે માયાના મોહમાં ફસાયેલા રહેવાના કારણે જીવાત્માને રોજ ડર ખાયા કરે છે. ॥૧॥
ਬਿਨੁ ਨਾਵੈ ਕਿਆ ਜੀਵਨਾ ਫਿਟੁ ਧ੍ਰਿਗੁ ਚਤੁਰਾਈ ॥ જે આખી ઉંમર પરમાત્માના નામથી વંચિત રહે છે તેનું જીવવું વાસ્તવિક જીવવું નથી જો તે મનુષ્ય દુનિયાદારીવાળી સમજદારી દેખાડે છે તો તેની તે સમજદારી ધિક્કાર યોગ્ય છે
ਸਤਿਗੁਰ ਸਾਧੁ ਨ ਸੇਵਿਆ ਹਰਿ ਭਗਤਿ ਨ ਭਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્યએ સાધુ ગુરુની બતાવેલી સેવા કરી નથી જેને પરમાત્માની ભક્તિ સારી લગતી નથી ॥૧॥ વિરામ॥
ਆਵਣੁ ਜਾਵਣੁ ਤਉ ਰਹੈ ਪਾਈਐ ਗੁਰੁ ਪੂਰਾ ॥ જન્મ-મરણનું ચક્ર પણ સમાપ્ત થઈ જાય છે જયારે સંપૂર્ણ સદ્દગુરુ મળે છે
ਰਾਮ ਨਾਮੁ ਧਨੁ ਰਾਸਿ ਦੇਇ ਬਿਨਸੈ ਭ੍ਰਮੁ ਕੂਰਾ ॥੨॥ ગુરુ પરમાત્માની નામ-ધન રૂપી સંપત્તિ આપે છે જેની કૃપાથી ખોટી માયાની ભટકણ સમાપ્ત થઈ જાય છે ॥૨॥
ਸੰਤ ਜਨਾ ਕਉ ਮਿਲਿ ਰਹੈ ਧਨੁ ਧਨੁ ਜਸੁ ਗਾਏ ॥ ગુરુની શરણ પડીને મનુષ્ય સાધુ સંગતમાં ટકી રહે છે પરમાત્માને ધન્ય ધન્ય કહીને તેની મહિમા કરે છે
ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰਾ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਪਾਏ ॥੩॥ અને આ રીતે જગતના મૂળ સર્વ-વ્યાપક અનંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે ॥૩॥
ਨਟੂਐ ਸਾਂਗੁ ਬਣਾਇਆ ਬਾਜੀ ਸੰਸਾਰਾ ॥ જેવી રીતે કોઈ મદારીએ કોઈ રમત રચી હોય અને લોકો તે રમતને જોઈ જોઈને ખુશ થાય છે ઘડી પળ પછી રમત સમાપ્ત થઈ જાય છે આવી જ રીતે આ સંસાર એક રમત જ છે
ਖਿਨੁ ਪਲੁ ਬਾਜੀ ਦੇਖੀਐ ਉਝਰਤ ਨਹੀ ਬਾਰਾ ॥੪॥ ઘડી-પળ આ રમત જોવે છે તેને ઉજડતા વાર લગતી નથી ॥૪॥
ਹਉਮੈ ਚਉਪੜਿ ਖੇਲਣਾ ਝੂਠੇ ਅਹੰਕਾਰਾ ॥ હું જ મોટો મહાન છું એવા અહંકારના ફળિયામાં દુનિયા ખોટા અને અહંકારની રમત રમી રહી છે,
ਸਭੁ ਜਗੁ ਹਾਰੈ ਸੋ ਜਿਣੈ ਗੁਰ ਸਬਦੁ ਵੀਚਾਰਾ ॥੫॥ આ રમતમાં લાગેલી આખી દુનિયા મનુષ્ય જીવનની રમત હારી રહી છે માત્ર એ જ મનુષ્ય જીતે છે જે ગુરુના શબ્દોને પોતાના વિચાર મંડળમાં ટકાવી રાખે છે. ॥૫॥
ਜਿਉ ਅੰਧੁਲੈ ਹਥਿ ਟੋਹਣੀ ਹਰਿ ਨਾਮੁ ਹਮਾਰੈ ॥ જેમ અંધ વ્યક્તિ પાસે એક ડંડો હોઈ જેને પછાડીને એ રસ્તો શોધે એવી જ રીતે આપણે જીવો પાસે પણ પ્રભુનામ જ છે જે જીવનમાં સાચો રસ્તો બતાવે છે,
ਰਾਮ ਨਾਮੁ ਹਰਿ ਟੇਕ ਹੈ ਨਿਸਿ ਦਉਤ ਸਵਾਰੈ ॥੬॥ પરમાત્માનું નામ એક એવો સહારો છે જે દિવસ અને રાત દરેક વખતે આપણી મદદ કરે છે. ॥૬॥
ਜਿਉ ਤੂੰ ਰਾਖਹਿ ਤਿਉ ਰਹਾ ਹਰਿ ਨਾਮ ਅਧਾਰਾ ॥ હે પ્રભુ! જે અવસ્થામાં તું રાખે એ અવસ્થામાં હું રહી શકું છું તારી કૃપાથી જ હે હરિ! તારા નામનો સહારો મળી શકે છે,
ਅੰਤਿ ਸਖਾਈ ਪਾਇਆ ਜਨ ਮੁਕਤਿ ਦੁਆਰਾ ॥੭॥ જેને અંત સુધી સાથ આપનાર સાથી શોધી લીધો છે એને માયાના મોહમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી જાય છે. ॥૭॥
ਜਨਮ ਮਰਣ ਦੁਖ ਮੇਟਿਆ ਜਪਿ ਨਾਮੁ ਮੁਰਾਰੇ ॥ પરમાત્માનું નામ જપીને જન્મમરણના ચક્કરનું દુઃખ મટાડી શકાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਪੂਰਾ ਗੁਰੁ ਤਾਰੇ ॥੮॥੨੨॥ હે નાનક! જે ગુરુની કૃપાથી પ્રભુનું નામ નથી ભૂલતો એના પૂર્ણ ગુરુ સંસારસમુદ્ર પાર કરાવી દે છે. ॥૮॥૧૧॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ਅਸਟਪਦੀਆ ਘਰੁ ੨ આશા મહેલ 3 અષ્ટપદી ઘર ૧॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਸਾਸਤੁ ਬੇਦੁ ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਰੁ ਤੇਰਾ ਸੁਰਸਰੀ ਚਰਣ ਸਮਾਣੀ ॥ હે પ્રભુ! તારૂ નામ સરોવર મારા માટે શાસ્ત્ર, વેદ અને સ્મૃતિઓના વિચાર છે તારા ચરણોમાં મારા માટે ગંગા વગેરે તીર્થોનું સ્નાન છે,
ਸਾਖਾ ਤੀਨਿ ਮੂਲੁ ਮਤਿ ਰਾਵੈ ਤੂੰ ਤਾਂ ਸਰਬ ਵਿਡਾਣੀ ॥੧॥ હે પ્રભુ! તું આખી આશ્ચર્યવળી દુનિયાનો માલિક છે તું ત્રણેય ગુણોની માયા કરે છે મારી બુદ્ધિ તારી યાદના આનંદનો જ રસ લેતી રહેતી હોઈ છે. ॥૧॥
ਤਾ ਕੇ ਚਰਣ ਜਪੈ ਜਨੁ ਨਾਨਕੁ ਬੋਲੇ ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! પ્રભુનો સેવક નાનક એ પ્રભુના ચરણોનું ધ્યાન ધરે છે જે આધ્યાત્મિક જીવન આપવાવાળી મહિમાની વાણી ઉચ્ચારે છે. ॥૧॥ વિરામ ॥
ਤੇਤੀਸ ਕਰੋੜੀ ਦਾਸ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ਰਿਧਿ ਸਿਧਿ ਪ੍ਰਾਣ ਅਧਾਰੀ ॥ હે પ્રભુ! લોકો દ્વારા નક્કી કરેલા તેત્રીસ કરોડ દેવતા તારા જ સેવક છે જે રિદ્ધિ સિદ્ધિ અને પ્રાણાયામથી લોકો ખુશ થાય છે એ રિદ્ધિ સિદ્ધિ અને પ્રાણોનો તું જ આસરો છે,


© 2017 SGGS ONLINE
Scroll to Top