Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-387

Page 387

ਰਾਮ ਰਾਮਾ ਰਾਮਾ ਗੁਨ ਗਾਵਉ ॥ હું પરમાત્માના સુંદર ગુણ ગાતો રહું છું
ਸੰਤ ਪ੍ਰਤਾਪਿ ਸਾਧ ਕੈ ਸੰਗੇ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵਉ ਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! ગુરુના બક્ષેલ પ્રતાપની કૃપાથી ગુરુની સંગતિમાં રહીને હું હંમેશા પરમાત્માનું નામ સ્મરણ કરતો રહું છું ॥૧॥વિરામ॥
ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਜਾ ਕੈ ਸੂਤਿ ਪਰੋਈ ॥ હે ભાઈ! જેની રજાના દોરામાં બધા પદાર્થ પરોવાયેલા છે
ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਰਵਿਆ ਸੋਈ ॥੨॥ ગુરુના બક્ષેલ પ્રતાપની કૃપાથી મને આ નિશ્ચય છે કે તે પરમાત્મા જ દરેક શરીરની અંદર વસી રહ્યો છે ॥૨॥
ਓਪਤਿ ਪਰਲਉ ਖਿਨ ਮਹਿ ਕਰਤਾ ॥ હે ભાઈ! ગુરુની સંગતિમાં ટકી રહેવાના અભ્યાસથી હવે હું જાણું છું કે પરમાત્મા એક પળમાં આખા જગતની ઉત્પત્તિ અને નાશ કરી શકે છે.
ਆਪਿ ਅਲੇਪਾ ਨਿਰਗੁਨੁ ਰਹਤਾ ॥੩॥ આખા જગતમાં વ્યાપક હોવા છતાં પણ પ્રભુ પોતે બધાથી અલગ રહે છે અને માયાના ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત છે ॥૩॥
ਕਰਨ ਕਰਾਵਨ ਅੰਤਰਜਾਮੀ ॥ હે ભાઈ! ગુરુના પ્રતાપની કૃપાથી મને આ વિશ્વાસ બની ગયો છે કે દરેકના દિલની જાણનાર પરમાત્મા બધામાં વ્યાપક થઈને બધું જ કરવા તેમજ જીવોથી કરાવવાનું સામર્થ્ય રાખે છે.
ਅਨੰਦ ਕਰੈ ਨਾਨਕ ਕਾ ਸੁਆਮੀ ॥੪॥੧੩॥੬੪॥ આટલો વ્યસ્ત હોવા છતાં પણ મારો નાનકનો પતિ-પ્રભુ હંમેશા ખુશ રહે છે ॥૪॥૧૩॥૬૪॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਰਹੇ ਭਵਾਰੇ ॥ હે ભાઈ! જેને સંત જનોની ચરણ-ધૂળ પ્રાપ્ત થઈ તેના કરોડો જન્મોનાં ચક્કર સમાપ્ત થઈ ગયા.
ਦੁਲਭ ਦੇਹ ਜੀਤੀ ਨਹੀ ਹਾਰੇ ॥੧॥ તેને મુશ્કેલીથી મળેલ આ મનુષ્ય જન્મની રમત જીતી લીધી તેને માયાના હાથે હાર ખાધી નહીં ॥૧॥
ਕਿਲਬਿਖ ਬਿਨਾਸੇ ਦੁਖ ਦਰਦ ਦੂਰਿ ॥ હે ભાઈ! જે અતિ ભાગ્યશાળી મનુષ્યને સંત જનોની ચરણ ધૂળ મળી ગઈ
ਭਏ ਪੁਨੀਤ ਸੰਤਨ ਕੀ ਧੂਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પવિત્ર જીવનવાળો થઈ ગયો તેના બધા દુઃખ-કષ્ટ દૂર થઈ ગયા ॥૧॥વિરામ॥
ਪ੍ਰਭ ਕੇ ਸੰਤ ਉਧਾਰਨ ਜੋਗ ॥ હે ભાઈ! પરમાત્માની ભક્તિ કરનાર સંત-જન અને લોકોને પણ વિકારોથી બચાવવાનું સામર્થ્ય રાખે છે
ਤਿਸੁ ਭੇਟੇ ਜਿਸੁ ਧੁਰਿ ਸੰਜੋਗ ॥੨॥ પરંતુ સંત-જન મળતા ફક્ત તે મનુષ્યને જ છે જેના ભાગ્યોમાં ધૂર- દરબારથી મેળાપના લેખ લખેલ હોય છે ॥૨॥
ਮਨਿ ਆਨੰਦੁ ਮੰਤ੍ਰੁ ਗੁਰਿ ਦੀਆ ॥ હે ભાઈ! જે મનુષ્યને ગુરુએ ઉપદેશ આપી દીધો તેના મનમાં હંમેશા આનંદ બની રહે છે
ਤ੍ਰਿਸਨ ਬੁਝੀ ਮਨੁ ਨਿਹਚਲੁ ਥੀਆ ॥੩॥ તેની અંદરથી માયાની તૃષ્ણાની આગ ઠરી જાય છે તેનું મન માયાના હુમલાઓની સરખામણીમાં ડોલવાથી હટી જાય છે ॥૩॥
ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਨਉ ਨਿਧਿ ਸਿਧਿ ॥ ਨਾਨਕ ਗੁਰ ਤੇ ਪਾਈ ਬੁਧਿ ॥੪॥੧੪॥੬੫॥ તેને જાણે દુનિયાના બધા નવ ખજાના મળી જાય છે તેને મોહક તાકાત પ્રાપ્ત થઈ જાય છે હે નાનક! જે મનુષ્યએ ગુરુથી સાચા આધ્યાત્મિક જીવનની બુદ્ધિ પ્રાપ્ત કરી લીધી તેને સૌથી કીમતી પદાર્થ પરમાત્માનું નામ મળી જાય છે.॥૪॥૧૪॥૬૫॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਮਿਟੀ ਤਿਆਸ ਅਗਿਆਨ ਅੰਧੇਰੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય હરિ નામ સાંભળે છે તેની અંદરથી પહેલા અજ્ઞાનતાના અંધકારને કારણે ઉત્પન્ન થયેલી માયાની તૃષ્ણા મટી જાય છે
ਸਾਧ ਸੇਵਾ ਅਘ ਕਟੇ ਘਨੇਰੇ ॥੧॥ ગુરુની બતાવેલી સેવાને કારણે તેના અનેક જ પાપ કપાય જાય છે ॥૧॥
ਸੂਖ ਸਹਜ ਆਨੰਦੁ ਘਨਾ ॥ હે ભાઈ! જે મનુષ્ય હંમેશા પરમાત્માનું નામ સાંભળતો રહે છે મહિમા કરતો સાંભળતો રહે છે.
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਭਏ ਮਨ ਨਿਰਮਲ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸੁਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુ દ્વારા બતાવેલી આ સેવાની કૃપાથી તેનું મન પવિત્ર થઈ જાય છે તેને ખુબ સુખ આનંદ પ્રાપ્ત થાય છે તેની અંદર આધ્યાત્મિક સ્થિરતા બની રહે છે ॥૧॥વિરામ॥
ਬਿਨਸਿਓ ਮਨ ਕਾ ਮੂਰਖੁ ਢੀਠਾ ॥ હે ભાઈ! હરિ નામ સાંભળનારાના મનની મૂર્ખતા અને ઢીઢતા નાશ થઈ જાય છે
ਪ੍ਰਭ ਕਾ ਭਾਣਾ ਲਾਗਾ ਮੀਠਾ ॥੨॥ તેને પરમાત્માની રજા પ્રેમાળ લાગવા લાગે છે પછી તે પેલી રજાની આગળ વળગતા નથી જેમ પહેલા મૂર્ખતાને કારણે વળગતા હતા ॥૨॥
ਗੁਰ ਪੂਰੇ ਕੇ ਚਰਣ ਗਹੇ ॥ હે ભાઈ! જે લોકોએ સંપૂર્ણ ગુરુના ચરણ પકડી લીધા
ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਪਾਪ ਲਹੇ ॥੩॥ તેના પાછલા કરોડો જન્મોનાં કરેલા પાપ ઉતરી જાય છે ॥૩॥
ਰਤਨ ਜਨਮੁ ਇਹੁ ਸਫਲ ਭਇਆ ॥ તેનો આ કિંમતી મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕਰੀ ਮਇਆ ॥੪॥੧੫॥੬੬॥ નાનક કહે છે, જે મનુષ્યો પર પરમાત્માએ પોતાના નામનું દાનની કૃપા કરી ॥૪॥૧૫॥૬૬॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਸਤਿਗੁਰੁ ਅਪਨਾ ਸਦ ਸਦਾ ਸਮ੍ਹ੍ਹਾਰੇ ॥ હે મન! પોતાના સદ્દગુરુને હંમેશા જ પોતાની અંદર સંભાળીને રાખ.
ਗੁਰ ਕੇ ਚਰਨ ਕੇਸ ਸੰਗਿ ਝਾਰੇ ॥੧॥ હે ભાઈ! ગુરુના ચરણોને પોતાના વાળથી ખંખેર ગુરુ-ઓટલા પર વિનમ્રતાથી પડેલો રહે ॥૧॥
ਜਾਗੁ ਰੇ ਮਨ ਜਾਗਨਹਾਰੇ ॥ હે જાગવા યોગ્ય મન! માયાના મોહની ઊંઘમાંથી સાવધાન થા.
ਬਿਨੁ ਹਰਿ ਅਵਰੁ ਨ ਆਵਸਿ ਕਾਮਾ ਝੂਠਾ ਮੋਹੁ ਮਿਥਿਆ ਪਸਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માના નામ વગર બીજો કોઈ પદાર્થ તારે કામ આવશે નહિ. કુટુંબનો મોહ અને માયાનો ફેલાવો આ કોઈ પણ સાથ નિભાવનાર નથી ॥૧॥વિરામ॥
ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਸਿਉ ਰੰਗੁ ਲਾਇ ॥ હે ભાઈ! સદ્દગુરૂની વાણીથી પ્રેમ જોડ.
ਗੁਰੁ ਕਿਰਪਾਲੁ ਹੋਇ ਦੁਖੁ ਜਾਇ ॥੨॥ જે મનુષ્ય પર ગુરુ દયાવાન થાય છે તેનું દરેક દુઃખ દૂર થઈ જાય છે ॥૨॥
ਗੁਰ ਬਿਨੁ ਦੂਜਾ ਨਾਹੀ ਥਾਉ ॥ હે ભાઈ! ગુરુ વગર બીજી કોઈ જગ્યા નથી જ્યાં માયના મોહની ઊંઘમાં સુતેલ મનને જગાડી શકાય.
ਗੁਰੁ ਦਾਤਾ ਗੁਰੁ ਦੇਵੈ ਨਾਉ ॥੩॥ ગુરુ પરમાત્માનું નામ બક્ષે છે ગુરુ નામનું દાન દેવા સમર્થ છે નામનું દાન દઇને સુતેલ મનને જગાડી દે છે ॥૩॥
ਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਆਪਿ ॥ નાનક કહે છે, હે ભાઈ! આઠેય પ્રહર દરેક સમય ગુરુને યાદ રાખ
ਆਠ ਪਹਰ ਨਾਨਕ ਗੁਰ ਜਾਪਿ ॥੪॥੧੬॥੬੭॥ ગુરુ પરબ્રહ્મનું રૂપ છે ગુરુ પરમેશ્વરનું રૂપ છે ॥૪॥૧૬॥૬૭॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਆਪੇ ਪੇਡੁ ਬਿਸਥਾਰੀ ਸਾਖ ॥ હે ભાઈ! આ જગત જાણે એક ખુબ ફેલાવવાળું વૃક્ષ છે પરમાત્મા પોતે જ આ જગત-વૃક્ષને સહારો દેનાર મોટું થડ છે જગત-ફેલાવો તે વૃક્ષની ડાળીઓનો ફેલાવ ફેલાયેલ છે.
ਅਪਨੀ ਖੇਤੀ ਆਪੇ ਰਾਖ ॥੧॥ હે ભાઈ! આ જગત પરમાત્માનો વાવેલ પાક છે પોતે જ તે આ પાકનો રખેવાળ છે ॥૧॥
ਜਤ ਕਤ ਪੇਖਉ ਏਕੈ ਓਹੀ ॥ હે ભાઈ! હું જ્યાં-જ્યાં જોવ છુ મને એક પરમાત્મા જ દેખાય છે
ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਆਪੇ ਸੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પરમાત્મા પોતે જ દરેક શરીરમાં વસી રહ્યો છે ॥૧॥વિરામ॥
ਆਪੇ ਸੂਰੁ ਕਿਰਣਿ ਬਿਸਥਾਰੁ ॥ હે ભાઈ! પરમાત્મા પોતે જ સૂર્ય છે અને આ જગત જાણે તેની કિરણોનો ફેલાવ છે
ਸੋਈ ਗੁਪਤੁ ਸੋਈ ਆਕਾਰੁ ॥੨॥ તે પોતે જ અદ્રશ્ય રૂપમાં છે અને પોતે જ આ દેખાઈ દેતો ફેલાવો છે ॥૨॥
ਸਰਗੁਣ ਨਿਰਗੁਣ ਥਾਪੈ ਨਾਉ ॥ હે ભાઈ! પોતાના અદ્રશ્ય અને દ્રશ્યમાન રૂપોનું નિર્ગુણ અને સર્ગુણ નામ તે પ્રભુ પોતે જ સ્થાપિત કરે છે બંનેમાં ફરક નામ-માત્રનો જ છે કહેવાનો જ છે
ਦੁਹ ਮਿਲਿ ਏਕੈ ਕੀਨੋ ਠਾਉ ॥੩॥ આ બંને રૂપ એ મળીને એક પરમાત્મામાં જ ઠેકાણું બનાવેલું છે આ બંનેનું ઠેકાણું પરમાત્મા પોતે જ છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਭ੍ਰਮੁ ਭਉ ਖੋਇਆ ॥ નાનક કહે છે, ગુરુએ જે મનુષ્યની અંદરથી માયાવાળી ભટકણ અને ડર દૂર કરી દીધા
ਅਨਦ ਰੂਪੁ ਸਭੁ ਨੈਨ ਅਲੋਇਆ ॥੪॥੧੭॥੬੮॥ તેને દરેક જગ્યાએ તે પરમાત્માને જ પોતાની આંખોથી જોઈ લીધા જે હંમેશા જ આનંદમાં રહે છે ॥૪॥૧૭॥૬૮॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਉਕਤਿ ਸਿਆਨਪ ਕਿਛੂ ਨ ਜਾਨਾ ॥ હે પ્રભુ! હું કોઈ ઉપાય દેવાનું જાણતો નથી હું કોઈ સમજદારીની વાત કરવાનું જાણતો નથી જેનાથી હું તને ખુશ કરી શકું


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top