Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-388

Page 388

ਦਿਨੁ ਰੈਣਿ ਤੇਰਾ ਨਾਮੁ ਵਖਾਨਾ ॥੧॥ પરંતુ તારી જ કૃપાથી હું દિવસ-રાત તારું જ નામ ઉચ્ચારું છું ॥૧॥
ਮੈ ਨਿਰਗੁਨ ਗੁਣੁ ਨਾਹੀ ਕੋਇ ॥ હે પ્રભુ! હું ગુણહીન છું મારામાં કોઈ ગુણ નથી જેના આશરે હું તને ખુશ કરવાની આશા કરી શકું.
ਕਰਨ ਕਰਾਵਨਹਾਰ ਪ੍ਰਭ ਸੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ હે પ્રભુ! તે તું જ છે જે બધા જીવોમાં વ્યાપક થઈને પોતે જ બધું જ કરવાની તાકાત રાખે છે અને બધા જીવોને પ્રેરિત કરીને તેનાથી કરાવવાના સામર્થ્યવાળો છે મને પણ પોતે જ પોતાના ચરણોમાં જોડી રાખ ॥૧॥વિરામ॥
ਮੂਰਖ ਮੁਗਧ ਅਗਿਆਨ ਅਵੀਚਾਰੀ ॥ હે પ્રભુ! હું મૂર્ખ છું હું મતિહીન છું હું જ્ઞાનહીન છું હું બેસમજ છું
ਨਾਮ ਤੇਰੇ ਕੀ ਆਸ ਮਨਿ ਧਾਰੀ ॥੨॥ પરંતુ તું પોતાના સમુદાયલાજ રાખનાર છે મેં તારા બિરદ-પાલ નામની આશા મનમાં રાખેલી છે કે તું શરણ આવેલની લાજ રાખીશ ॥૨॥
ਜਪੁ ਤਪੁ ਸੰਜਮੁ ਕਰਮ ਨ ਸਾਧਾ ॥ હે ભાઈ! મેં કોઈ જપ કર્યું નથી મેં કોઈ તપ કર્યું નથી મેં કોઈ સંયમ સાધ્યુ નથી મને કોઈ જપ તપ સંજમનો સહારો નથી નું ગુમાન નથી
ਨਾਮੁ ਪ੍ਰਭੂ ਕਾ ਮਨਹਿ ਅਰਾਧਾ ॥੩॥ હું તો પરમાત્માનું નામ જ પોતાના મનમાં યાદ કરતો રહું છું ॥૩॥
ਕਿਛੂ ਨ ਜਾਨਾ ਮਤਿ ਮੇਰੀ ਥੋਰੀ ॥ હે પ્રભુ! કોઈ ઉપાય કોઈ સમજદારી કોઈ જપ કોઈ તપ કોઈ સંજમ કાંઈ પણ કરવાનું જાણતો નથી મારી અક્કલ ખુબ થોડી એવી છે
ਬਿਨਵਤਿ ਨਾਨਕ ਓਟ ਪ੍ਰਭ ਤੋਰੀ ॥੪॥੧੮॥੬੯॥ નાનક વિનંતી કરે છે,મેં ફક્ત તારો જ આશરો લીધો છે ॥૪॥૧૮॥૬૯॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਅਖਰ ਦੁਇ ਇਹ ਮਾਲਾ ॥ હે ભાઈ! મારી પાસે તો ‘હરિ હરિ’ – આ બે શબ્દોની માળા છે
ਜਪਤ ਜਪਤ ਭਏ ਦੀਨ ਦਇਆਲਾ ॥੧॥ આ હરિ-નામ-માળાને જપતા-જપતા કંગાળો પર પણ પરમાત્મા દયાવાન થઈ જાય છે ॥૧॥
ਕਰਉ ਬੇਨਤੀ ਸਤਿਗੁਰ ਅਪੁਨੀ ॥ હે સદ્દગુરુ! હું તારી આગળ આ અરજી કરું છું
ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖਹੁ ਸਰਣਾਈ ਮੋ ਕਉ ਦੇਹੁ ਹਰੇ ਹਰਿ ਜਪਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥ કૃપા કરીને મને પોતાની શરણમાં રાખ અને મને ‘હરિ હરિ’ નામની માળા દે ॥૧॥વિરામ॥
ਹਰਿ ਮਾਲਾ ਉਰ ਅੰਤਰਿ ਧਾਰੈ ॥ જે મનુષ્ય હરિ-નામની માળા પોતાના હૃદયમાં ટકાવીને રાખે છે.
ਜਨਮ ਮਰਣ ਕਾ ਦੂਖੁ ਨਿਵਾਰੈ ॥੨॥ તે પોતાના જન્મ-મરણના ચક્કરનું દુઃખ દૂર કરી લે છે ॥૨॥
ਹਿਰਦੈ ਸਮਾਲੈ ਮੁਖਿ ਹਰਿ ਹਰਿ ਬੋਲੈ ॥ જે મનુષ્ય હરિ નામને પોતાના હૃદયમાં સંભાળીને રાખે છે અને મુખથી હરિ હરિ નામ ઉચ્ચારતો રહે છે
ਸੋ ਜਨੁ ਇਤ ਉਤ ਕਤਹਿ ਨ ਡੋਲੈ ॥੩॥ તે ના આ લોકમાં ના પરલોકમાં ક્યાય પણ કોઈ વાત પર પણ ડૉલતો નથી ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜੋ ਰਾਚੈ ਨਾਇ ॥ નાનક કહે છે, જે મનુષ્ય પરમાત્માના નામમાં જોડાઈ રહે છે
ਹਰਿ ਮਾਲਾ ਤਾ ਕੈ ਸੰਗਿ ਜਾਇ ॥੪॥੧੯॥੭੦॥ હરિ-નામની માળા તેની સાથે પરલોકમાં પણ જાય છે ॥૪॥૧૯॥૭૦॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਜਿਸ ਕਾ ਸਭੁ ਕਿਛੁ ਤਿਸ ਕਾ ਹੋਇ ॥ હે ભાઈ! જે મનુષ્ય તે પરમાત્માનો સેવક બની રહે છે જેનું આ આખું જગત રચાયેલું છે
ਤਿਸੁ ਜਨ ਲੇਪੁ ਨ ਬਿਆਪੈ ਕੋਇ ॥੧॥ તે મનુષ્ય પર માયાનો કોઈ રીતનો પણ પ્રભાવ પડી શકતો નથી ॥૧॥
ਹਰਿ ਕਾ ਸੇਵਕੁ ਸਦ ਹੀ ਮੁਕਤਾ ॥ હે ભાઈ! પરમાત્માનો ભક્ત હંમેશાં જ માયાના મોહના બંધનોથી મુક્ત રહે છે
ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੋਈ ਭਲ ਜਨ ਕੈ ਅਤਿ ਨਿਰਮਲ ਦਾਸ ਕੀ ਜੁਗਤਾ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા જે કાંઈ કરે છે સેવકને તે હંમેશા સારાઈ જ સારાઈ લાગે છે સેવકની જીવન-શૈલી ખુબ જ પવિત્ર હોય છે ॥૧॥વિરામ॥
ਸਗਲ ਤਿਆਗਿ ਹਰਿ ਸਰਣੀ ਆਇਆ ॥ હે ભાઈ! જે મનુષ્ય બીજા બધા આશરા છોડીને પરમાત્માની શરણ આવી પડે છે
ਤਿਸੁ ਜਨ ਕਹਾ ਬਿਆਪੈ ਮਾਇਆ ॥੨॥ માયા તે મનુષ્ય પર ક્યારેય પોતાનો પ્રભાવ નાખી શકતી નથી ॥૨॥
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਜਾ ਕੇ ਮਨ ਮਾਹਿ ॥ હે ભાઈ! જે મનુષ્યના મનમાં પરમાત્માનો નામ-ખજાનો ટકી રહે છે
ਤਿਸ ਕਉ ਚਿੰਤਾ ਸੁਪਨੈ ਨਾਹਿ ॥੩॥ તેને ક્યારેય પણ કોઈ ચિંતા સ્પર્શી શકતી નથી ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਇਆ ॥ નાનક કહે છે, જે મનુષ્ય સંપૂર્ણ ગુરુ શોધી લે છે
ਭਰਮੁ ਮੋਹੁ ਸਗਲ ਬਿਨਸਾਇਆ ॥੪॥੨੦॥੭੧॥ તેની અંદરથી માયા માટે ભટકણ દૂર થઈ જાય છે તેના મનમાંથી માયાનો બધો મોહ દૂર થઈ જાય છે ॥૪॥૨૦॥૭૧॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਜਉ ਸੁਪ੍ਰਸੰਨ ਹੋਇਓ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ॥ હે ભાઈ! જ્યારે મારો પ્રભુ કોઈ મનુષ્ય પર ખૂબ ખુશ થાય છે
ਤਾਂ ਦੂਖੁ ਭਰਮੁ ਕਹੁ ਕੈਸੇ ਨੇਰਾ ॥੧॥ ત્યારે કહો કોઈ દુઃખ-ભ્રમ તે મનુષ્યની નજીક કેવી રીતે આવી શકે છે? ॥૧॥
ਸੁਨਿ ਸੁਨਿ ਜੀਵਾ ਸੋਇ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ॥ હે પ્રભુ! તારી શોભા મહિમા સાંભળી-સાંભળીને મારી અંદર આધ્યાત્મિક જીવન ઉત્પન્ન થાય છે.
ਮੋਹਿ ਨਿਰਗੁਨ ਕਉ ਲੇਹੁ ਉਧਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! કૃપા કર મને ગુણહીનને દુઃખો-ભ્રમોથી બચાવી રાખ ॥૧॥વિરામ॥
ਮਿਟਿ ਗਇਆ ਦੂਖੁ ਬਿਸਾਰੀ ਚਿੰਤਾ ॥ મારી અંદરથી દરેક પ્રકારનું દુઃખ દૂર થઈ ગયું છે મેં દરેક પ્રકારની ચિંતા ભૂલાવી દીધી છે
ਫਲੁ ਪਾਇਆ ਜਪਿ ਸਤਿਗੁਰ ਮੰਤਾ ॥੨॥ હે ભાઈ! સદ્દગુરુની વાણી જપીને મેં આ ફળ પ્રાપ્ત કરી લીધું છે ॥૨॥
ਸੋਈ ਸਤਿ ਸਤਿ ਹੈ ਸੋਇ ॥ હે ભાઈ! તે પરમાત્મા જ હંમેશા કાયમ રહેનાર છે તે પરમાત્મા જ હંમેશા સ્થિર રહેનાર છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਰਖੁ ਕੰਠਿ ਪਰੋਇ ॥੩॥ તેને હંમેશા સ્મરણ કરતો રહે તેના નામને પોતાના ગળામાં પરોવીને રાખ જેમ ફુલોનો હાર ગળામાં નાખે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਕਉਨ ਉਹ ਕਰਮਾ ॥ નાનક કહે છે, તે ક્યુ એવું નિહિત ધાર્મિક કર્મ રહી જાય છે જે તેને કરવું જોઈએ?
ਜਾ ਕੈ ਮਨਿ ਵਸਿਆ ਹਰਿ ਨਾਮਾ ॥੪॥੨੧॥੭੨॥ જે મનુષ્યના મનમાં પરમાત્માનું નામ આવી વસે ॥૪॥૨૧॥૭૨॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਕਾਮਿ ਕ੍ਰੋਧਿ ਅਹੰਕਾਰਿ ਵਿਗੂਤੇ ॥ હે ભાઈ! માયા-ગ્રસિત જીવ કામમાં, ક્રોધમાં, અહંકારમાં ફસાઈને દુઃખી થતો રહે છે.
ਹਰਿ ਸਿਮਰਨੁ ਕਰਿ ਹਰਿ ਜਨ ਛੂਟੇ ॥੧॥ પરમાત્માનો સેવક પરમાત્માના નામનું સ્મરણ કરીને કામ-ક્રોધ-અહંકાર વગેરેથી બચી રહે છે ॥૧॥
ਸੋਇ ਰਹੇ ਮਾਇਆ ਮਦ ਮਾਤੇ ॥ હે ભાઈ! માયામાં ગ્રસિત જીવ માયાના નશામાં મસ્ત થઈને આધ્યાત્મિક જીવનના પક્ષથી સુતેલ રહે છે ચિંતામુક્ત ટકી રહે છે.
ਜਾਗਤ ਭਗਤ ਸਿਮਰਤ ਹਰਿ ਰਾਤੇ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ પરમાત્માની ભક્તિ કરનાર મનુષ્ય પ્રભુ નામનું સ્મરણ કરતા હરિ-નામ-રંગમાં રંગાઇને માયાના હુમલાઓ તરફથી સુચેત રહે છે ॥૧॥ વિરામ॥
ਮੋਹ ਭਰਮਿ ਬਹੁ ਜੋਨਿ ਭਵਾਇਆ ॥ હે ભાઈ! માયાના મોહની ભટકણમાં પડીને મનુષ્ય અનેક યોનિઓમાં ભટકતો રહે છે
ਅਸਥਿਰੁ ਭਗਤ ਹਰਿ ਚਰਣ ਧਿਆਇਆ ॥੨॥ પરંતુ ભક્ત જન પરમાત્માના ચરણોનું ધ્યાન ધરે છે તે જન્મ-મરણના ચક્કરથી સ્થિર રહે છે ॥૨॥
ਬੰਧਨ ਅੰਧ ਕੂਪ ਗ੍ਰਿਹ ਮੇਰਾ ॥ હે ભાઈ! આ ઘર મારુ છે આ ઘર મારુ છે આ મોહના અંધ કૂવાના બંધનોથી તે સંત-જન મુક્ત રહે છે
ਮੁਕਤੇ ਸੰਤ ਬੁਝਹਿ ਹਰਿ ਨੇਰਾ ॥੩॥ જે પરમાત્માને દરેક સમયે પોતાની નજીક વસતો સમજે છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜੋ ਪ੍ਰਭ ਸਰਣਾਈ ॥ નાનક કહે છે, જે મનુષ્ય પરમાત્માની શરણ પડી રહે છે
ਈਹਾ ਸੁਖੁ ਆਗੈ ਗਤਿ ਪਾਈ ॥੪॥੨੨॥੭੩॥ તે આ લોકમાં આધ્યાત્મિક આનંદ ભોગવે છે પરલોકમાં પણ તે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી રહે છે ॥૪॥૨૨॥૭૩॥


© 2017 SGGS ONLINE
Scroll to Top