Page 96
ਧਨੁ ਧਨੁ ਹਰਿ ਜਨ ਜਿਨਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਜਾਤਾ ॥
ભાગ્યશાળી છે પરમાત્માના તે સેવક જેને હરિ પ્રભુ સાથે ગાઢ સંધિ નાખી લીધી છે
ਜਾਇ ਪੁਛਾ ਜਨ ਹਰਿ ਕੀ ਬਾਤਾ ॥
મારુ મન કરે છે કે મેં તે હરિ જનો પાસે જઈને હરિની મહિમા ની વાતો પૂછું
ਪਾਵ ਮਲੋਵਾ ਮਲਿ ਮਲਿ ਧੋਵਾ ਮਿਲਿ ਹਰਿ ਜਨ ਹਰਿ ਰਸੁ ਪੀਚੈ ਜੀਉ ॥੨॥
હું તેના પગ દબાઉ,તેના પગ ઘસી ઘસી ને ધોઉં, હરિના સેવકો ને જ મળી ને હરિનું નામ રસ પી શકાય છે ।।૨।।
ਸਤਿਗੁਰ ਦਾਤੈ ਨਾਮੁ ਦਿੜਾਇਆ ॥
નામનું દાન દેવાવાળા સદગુરુએ પરમાત્માનું નામ મારા હદય માં મજબૂત કરી દીધું છે
ਵਡਭਾਗੀ ਗੁਰ ਦਰਸਨੁ ਪਾਇਆ ॥
સૌભાગ્યથી મને પરમાત્મા ના દર્શન પ્રાપ્ત થયા
ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਸਚੁ ਅੰਮ੍ਰਿਤੁ ਬੋਲੀ ਗੁਰਿ ਪੂਰੈ ਅੰਮ੍ਰਿਤੁ ਲੀਚੈ ਜੀਉ ॥੩॥
હવે હું આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ રસ માણું છું અને હંમેશા કાયમ રહેનાર અમૃત નામ મોંથી ઉચ્ચારુ છું, સંપૂર્ણ ગુરુ દ્વારા જ આ આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ રસ લઇ શકાય છે ।।૩।।
ਹਰਿ ਸਤਸੰਗਤਿ ਸਤ ਪੁਰਖੁ ਮਿਲਾਈਐ ॥
હે હરિ! મને સાધુ સંગતિ માં મળાવ, મને સદગુરુ મળાવ
ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥
સાધુ-સગતિમાં મળીને જ હરિ નામ યાદ કરી શકાય છે
ਨਾਨਕ ਹਰਿ ਕਥਾ ਸੁਣੀ ਮੁਖਿ ਬੋਲੀ ਗੁਰਮਤਿ ਹਰਿ ਨਾਮਿ ਪਰੀਚੈ ਜੀਉ ॥੪॥੬॥
હે નાનક! વિનંતી કર કે સાધુ-સંગતિમાં મળીને ગુરુ ની શરણે પડીને હું પરમાત્માની મહિમા ની વાતો સાંભળું છું અને મોઢેથી બોલું છું, ગુરુની બુદ્ધિ લઈને મન પરમાત્માના નામ માં પ્રસન્ન રહે છે ।।૪।।૬।।
ਮਾਝ ਮਹਲਾ ੪ ॥
માઝ મહેલ ૪।।
ਆਵਹੁ ਭੈਣੇ ਤੁਸੀ ਮਿਲਹੁ ਪਿਆਰੀਆ ॥
હે વ્હાલી બહેનો! સત્સંગી જનો! તમે એવો અને મળીને બેસો
ਜੋ ਮੇਰਾ ਪ੍ਰੀਤਮੁ ਦਸੇ ਤਿਸ ਕੈ ਹਉ ਵਾਰੀਆ ॥
જે બહેન મને પ્રિયનું સરનામું બતાવશે હું તેના થી કુરબાન જાઉં છું
ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਲਧਾ ਹਰਿ ਸਜਣੁ ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਘੁਮਾਈਆ ਜੀਉ ॥੧॥
સાધુ-સંગતિમાં મળીને ગુરુ દ્વારા મેં સજ્જન પ્રભુ શોધ્યા છે. હું ગુરુથી બલિદાન આપું છું ।।૧।।
ਜਹ ਜਹ ਦੇਖਾ ਤਹ ਤਹ ਸੁਆਮੀ ॥
હે સ્વામી! હું જ્યાં જ્યાં જોઉં છું ત્યાં ત્યાં તું જ છે
ਤੂ ਘਟਿ ਘਟਿ ਰਵਿਆ ਅੰਤਰਜਾਮੀ ॥
હે અંતર્યામી! તું દરેક શરીરમાં વ્યાપક છે
ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਨਾਲਿ ਦਿਖਾਲਿਆ ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਸਦ ਵਾਰਿਆ ਜੀਉ ॥੨॥
હું સંપૂર્ણ ગુરુથી હંમેશા બલિદાન આપું છું, સંપૂર્ણ ગુરુ એ મને પરમાત્મા મારી સાથે વસતા દેખાડી દીધા છે ।।૨।।
ਏਕੋ ਪਵਣੁ ਮਾਟੀ ਸਭ ਏਕਾ ਸਭ ਏਕਾ ਜੋਤਿ ਸਬਾਈਆ ॥
હે ભાઈ! બધા શરીરોમાં એક જ હવા શ્વાસ છે માટી તત્વો પણ બધા શરીરોમાં એક જેવા જ છે અને બધા શરીરો માં એક જ આધ્યાત્મિક પ્રકાશ હાજર છે
ਸਭ ਇਕਾ ਜੋਤਿ ਵਰਤੈ ਭਿਨਿ ਭਿਨਿ ਨ ਰਲਈ ਕਿਸੈ ਦੀ ਰਲਾਈਆ ॥
બધામાં એક જ પ્રકાશ કામ કરી રહ્યો છે, અલગ અલગ દેખાઈ દેતા દરેક શરીર માં એક જ પ્રકાશ છે, પરંતુ માયા ના આંગણામાં જીવોને કોઈનો પ્રકાશ બીજાના પ્રકાશથી મળેલો નથી દેખાતો પ્રકાશ સંધિ નથી દેખાતી
ਗੁਰ ਪਰਸਾਦੀ ਇਕੁ ਨਦਰੀ ਆਇਆ ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਵਤਾਇਆ ਜੀਉ ॥੩॥
ગુરુની કૃપામાં દરેક જીવમાં એક પરમાત્મા જ દેખાય છે, હું ગુરુથી બલિદાન આપું છું ।।૩।।
ਜਨੁ ਨਾਨਕੁ ਬੋਲੈ ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ॥
દાસ નાનક આધ્યાત્મિક જીવન દેવાવાળી ગુરુની વાણી હંમેશા ઉચ્ચારે છે
ਗੁਰਸਿਖਾਂ ਕੈ ਮਨਿ ਪਿਆਰੀ ਭਾਣੀ ॥
ગુરુના શીખોના મનને આ વાણી વ્હાલી લાગે છે મીઠી લાગે છે
ਉਪਦੇਸੁ ਕਰੇ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਰਉਪਕਾਰੀਆ ਜੀਉ ॥੪॥੭॥
સંપૂર્ણ ગુરુ સંપૂર્ણ સદગુરુ. આ ઉપદેશ કરે છે કે એક જ પરમાત્માનો પ્રકાશ વરસી રહ્યો છે, સંપૂર્ણ ગુરુ બીજાનું ભલું કરવાવાળો છે ।।૪।।૭।।
ਸਤ ਚਉਪਦੇ ਮਹਲੇ ਚਉਥੇ ਕੇ ॥
ચાર પદ 7, મહેલ 4.
ਮਾਝ ਮਹਲਾ ੫ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ॥
માઝ મહેલ ૫ ચઉપદે ઘર ૧।।
ਮੇਰਾ ਮਨੁ ਲੋਚੈ ਗੁਰ ਦਰਸਨ ਤਾਈ ॥
ગુરુના દર્શન કરવા માટે મારુ મન મોટી ઈચ્છા કરે છે
ਬਿਲਪ ਕਰੇ ਚਾਤ੍ਰਿਕ ਕੀ ਨਿਆਈ ॥
જેમ બપૈયો ટીપા માટે તડપે છે. બપૈયાની જેમ મારુ મન ગુરુના દર્શન માટે તડપી રહ્યું છે
ਤ੍ਰਿਖਾ ਨ ਉਤਰੈ ਸਾਂਤਿ ਨ ਆਵੈ ਬਿਨੁ ਦਰਸਨ ਸੰਤ ਪਿਆਰੇ ਜੀਉ ॥੧॥
વ્હાલા સંત-ગુરુના દર્શન વગર દર્શનોની મારી આત્મિક તરસ તૃપ્ત થતી નથી, મારા મન ને ધીરજ નથી આવતું ।।૧।।
ਹਉ ਘੋਲੀ ਜੀਉ ਘੋਲਿ ਘੁਮਾਈ ਗੁਰ ਦਰਸਨ ਸੰਤ ਪਿਆਰੇ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હું વ્હાલા સંત-ગુરુ ના દર્શન થી બલિદાન આપું છું , કુરબાન જાઉં છું ।।૧।। વિરામ।।
ਤੇਰਾ ਮੁਖੁ ਸੁਹਾਵਾ ਜੀਉ ਸਹਜ ਧੁਨਿ ਬਾਣੀ ॥
હે ધનુર્ધારી પ્રભુજી! તારું મોં દર્શન સુખ દેવાવાળું છે ઠંડક દેવાવાળું છે તારી મહિમા મારી અંદર આધ્યાત્મિક સ્થિરતા ની લહેર જન્માવે છે
ਚਿਰੁ ਹੋਆ ਦੇਖੇ ਸਾਰਿੰਗਪਾਣੀ ॥
હે ધનુર્ધારી! તારા દર્શન કાર્ય ઘણો સમય થઈ ગયો છે
ਧੰਨੁ ਸੁ ਦੇਸੁ ਜਹਾ ਤੂੰ ਵਸਿਆ ਮੇਰੇ ਸਜਣ ਮੀਤ ਮੁਰਾਰੇ ਜੀਉ ॥੨॥
હે સજ્જન પ્રભુ! તે હૃદય ભાગ્યશાળી છે જેમાં તું હંમેશા વસે છે ।।૨।।
ਹਉ ਘੋਲੀ ਹਉ ਘੋਲਿ ਘੁਮਾਈ ਗੁਰ ਸਜਣ ਮੀਤ ਮੁਰਾਰੇ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હે સજ્જન પ્રભુ! હે મિત્ર પ્રભુ! હું તારા પર બલિદાન આપું છું, કુરબાન છું ।।૧।। વિરામ।।
ਇਕ ਘੜੀ ਨ ਮਿਲਤੇ ਤਾ ਕਲਿਜੁਗੁ ਹੋਤਾ ॥
હે વ્હાલા ભગવાન! જયારે હું તને ક્ષણ ભર પણ નથી મળતો તો મને કળયુગ જેવું પ્રતીત થાય છે
ਹੁਣਿ ਕਦਿ ਮਿਲੀਐ ਪ੍ਰਿਅ ਤੁਧੁ ਭਗਵੰਤਾ ॥
હું તારા વિરહ માં તપું છું, કયો હવે હું તમને ક્યારે મળી શકીશ? હે ભાઈ! ગુરુની શરણ વગર પરમાત્માથી મિલન થઈ શકતું નથી