Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-885

Page 885

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਓਅੰਕਾਰਿ ਏਕ ਧੁਨਿ ਏਕੈ ਏਕੈ ਰਾਗੁ ਅਲਾਪੈ ॥ સાચો કીર્તન તે છે જે ઓમકારનો અવાજમાં ધ્યાન લગાડીને તેનો જ રાગ ગાય છે
ਏਕਾ ਦੇਸੀ ਏਕੁ ਦਿਖਾਵੈ ਏਕੋ ਰਹਿਆ ਬਿਆਪੈ ॥ તે એક પ્રભુના દેશના નિવાસી હોય તે એક સર્વવ્યાપીના દર્શન કરાવે છે
ਏਕਾ ਸੁਰਤਿ ਏਕਾ ਹੀ ਸੇਵਾ ਏਕੋ ਗੁਰ ਤੇ ਜਾਪੈ ॥੧॥ તે એકમાં ધ્યાન લગાડતો હોય એકની જ સેવા કરતો હોય જેને ગુરુ દ્વારા જાણવામાં આવે ॥૧॥
ਭਲੋ ਭਲੋ ਰੇ ਕੀਰਤਨੀਆ ॥ આવા કીર્તન ઉત્તમ છે
ਰਾਮ ਰਮਾ ਰਾਮਾ ਗੁਨ ਗਾਉ ॥ જે રામનું ગુણગાન કરતા રહે છે
ਛੋਡਿ ਮਾਇਆ ਕੇ ਧੰਧ ਸੁਆਉ ॥੧॥ ਰਹਾਉ ॥ અને જે માયાના ધંધા અને સ્વાર્થ છોડી દે છે ॥૧॥વિરામ॥
ਪੰਚ ਬਜਿਤ੍ਰ ਕਰੇ ਸੰਤੋਖਾ ਸਾਤ ਸੁਰਾ ਲੈ ਚਾਲੈ ॥ સત્ય, સંતોષ, દયા, ધર્મ, તેમજ પુણ્ય-આ પાંચ શુભ ગુણોને પોતાના સંગીતના વાદ્યો બનાવતો હોય અને સા, રે, ગા, મા, પા, ધા, ની-આ સાત સ્વરોને પ્રભુ પ્રેમમાં ચાલવાની ચાલ બનાવતો હોય
ਬਾਜਾ ਮਾਣੁ ਤਾਣੁ ਤਜਿ ਤਾਨਾ ਪਾਉ ਨ ਬੀਗਾ ਘਾਲੈ ॥ માન-અભિમાનના ત્યાગને પોતાનું વાજું બનાવે છે અને કુમાર્ગ તરફ પગ ન રાખવાને વાજાનો સ્વર બનાવે છે
ਫੇਰੀ ਫੇਰੁ ਨ ਹੋਵੈ ਕਬ ਹੀ ਏਕੁ ਸਬਦੁ ਬੰਧਿ ਪਾਲੈ ॥੨॥ જો તે શબ્દને પોતાના પાલવમાં બાંધી લેતા હોય તો જન્મ-મરણનું ચક્ર છૂટી જાય ॥૨॥
ਨਾਰਦੀ ਨਰਹਰ ਜਾਣਿ ਹਦੂਰੇ ॥ તે નારદ જેવી ભક્તિ કરતા ભગવાનને પોતાની નજીક સમજે છે
ਘੂੰਘਰ ਖੜਕੁ ਤਿਆਗਿ ਵਿਸੂਰੇ ॥ પોતાની મુશ્કેલીઓને ત્યાગીને નાચી-નાચીને પાયલની છન-છન કરે છે
ਸਹਜ ਅਨੰਦ ਦਿਖਾਵੈ ਭਾਵੈ ॥ તે પોતાના નખરા દેખાડવાના બદલે સરળ આનંદ પ્રાપ્ત કરે છે
ਏਹੁ ਨਿਰਤਿਕਾਰੀ ਜਨਮਿ ਨ ਆਵੈ ॥੩॥ આવો નર્તક જન્મ-મરણના ચક્રમાં આવતો નથી ॥૩॥
ਜੇ ਕੋ ਅਪਨੇ ਠਾਕੁਰ ਭਾਵੈ ॥ હે મિત્ર! જો કોઈ પોતાના ઠાકુરજીને ગમે છે
ਕੋਟਿ ਮਧਿ ਏਹੁ ਕੀਰਤਨੁ ਗਾਵੈ ॥ તો કરોડોમાંથી કોઈ દુર્લભ જ આ કીર્તન ગાય છે
ਸਾਧਸੰਗਤਿ ਕੀ ਜਾਵਉ ਟੇਕ ॥ હે નાનક! સંતોની શરણમાં જાઓ
ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਕੀਰਤਨੁ ਏਕ ॥੪॥੮॥ જ્યાં એક એક પરમેશ્વરનું જ કીર્તન થતું રહે છે ॥૪॥૮॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਕੋਈ ਬੋਲੈ ਰਾਮ ਰਾਮ ਕੋਈ ਖੁਦਾਇ ॥ હરિ તો એક જ છે પરંતુ કોઈ તેને રામ-રામ બોલે છે અને કોઈ ખુદા કહે છે
ਕੋਈ ਸੇਵੈ ਗੁਸਈਆ ਕੋਈ ਅਲਾਹਿ ॥੧॥ કોઈ ગુસાઈની ઉપાસના કરે છે અને કોઈ અલ્લાહની બંદગી કરે છે ॥૧॥
ਕਾਰਣ ਕਰਣ ਕਰੀਮ ॥ બધાની રચના કરનાર તે પરમપિતા ખુબ દયાળુ છે
ਕਿਰਪਾ ਧਾਰਿ ਰਹੀਮ ॥੧॥ ਰਹਾਉ ॥ કૃપાનું ઘર અને ખુબ દયાળુ છે ॥૧॥વિરામ॥
ਕੋਈ ਨਾਵੈ ਤੀਰਥਿ ਕੋਈ ਹਜ ਜਾਇ ॥ કોઈ તીર્થો પર સ્નાન કરે છે તો કોઈ હજ કરવા માટે મક્કા જાય છે
ਕੋਈ ਕਰੈ ਪੂਜਾ ਕੋਈ ਸਿਰੁ ਨਿਵਾਇ ॥੨॥ કોઈ પૂજા-અર્ચના કરે છે તો કોઈ માથું નમાવીને નમન કરે છે ॥૨॥
ਕੋਈ ਪੜੈ ਬੇਦ ਕੋਈ ਕਤੇਬ ॥ કોઈ વેદ વાંચે છે તો કોઈ કુરાન વાંચે છે
ਕੋਈ ਓਢੈ ਨੀਲ ਕੋਈ ਸੁਪੇਦ ॥੩॥ કોઈ નીલા વસ્ત્ર પહેરે છે તો કોઈ સફેદ વસ્ત્ર ધારણ કરે છે ॥૩॥
ਕੋਈ ਕਹੈ ਤੁਰਕੁ ਕੋਈ ਕਹੈ ਹਿੰਦੂ ॥ કોઈ પોતાને મુસલમાન કહે છે અને કોઈ હિંદુ કહે છે
ਕੋਈ ਬਾਛੈ ਭਿਸਤੁ ਕੋਈ ਸੁਰਗਿੰਦੂ ॥੪॥ કોઈ બિહિસ્તની તમન્ના કરે છે તો કોઈ સ્વર્ગની કામના કરે છે ॥૪॥
ਕਹੁ ਨਾਨਕ ਜਿਨਿ ਹੁਕਮੁ ਪਛਾਤਾ ॥ હે નાનક! જેને હરિના હુકમને ઓળખી લીધો છે
ਪ੍ਰਭ ਸਾਹਿਬ ਕਾ ਤਿਨਿ ਭੇਦੁ ਜਾਤਾ ॥੫॥੯॥ તેને માલિક-પ્રભુનો તફાવત ઓળખી લીધો છે ॥૫॥૯॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਪਵਨੈ ਮਹਿ ਪਵਨੁ ਸਮਾਇਆ ॥ મનુષ્યની મૃત્યુ થવાથી તેની પ્રાણ રૂપી હવા મૂળ હવામાં જ જોડાઈ ગઈ છે
ਜੋਤੀ ਮਹਿ ਜੋਤਿ ਰਲਿ ਜਾਇਆ ॥ આત્મજ્યોતિ પરમજ્યોતીમાં જ જોડાઈ ગઈ છે
ਮਾਟੀ ਮਾਟੀ ਹੋਈ ਏਕ ॥ તેની શરીર રૂપી માટી ધરતીની માટીમાં મળીને એક થઈ ગઈ છે
ਰੋਵਨਹਾਰੇ ਕੀ ਕਵਨ ਟੇਕ ॥੧॥ પછી રોવાવાળા સબંધિઓના રોવાનો શું આધાર રહી ગયો છે ॥૧॥
ਕਉਨੁ ਮੂਆ ਰੇ ਕਉਨੁ ਮੂਆ ॥ હે ભાઈ! કોણ મર્યું છે? કોણ મૃત્યુને પ્રાપ્ત થયું છે?
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਮਿਲਿ ਕਰਹੁ ਬੀਚਾਰਾ ਇਹੁ ਤਉ ਚਲਤੁ ਭਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥ બ્રહ્મજ્ઞાનીઓની સાથે મળીને વિચાર કરો આ તો હરિની લીલા છે ॥૧॥વિરામ॥
ਅਗਲੀ ਕਿਛੁ ਖਬਰਿ ਨ ਪਾਈ ॥ આ જીવન છોડીને જવું છે આગળ તો કોઈને કંઈ ખબર હોતી નથી
ਰੋਵਨਹਾਰੁ ਭਿ ਊਠਿ ਸਿਧਾਈ ॥ અંતે રોવાવાળા પણ મૃત્યુને પ્રાપ્ત થઈ જવાના છે
ਭਰਮ ਮੋਹ ਕੇ ਬਾਂਧੇ ਬੰਧ ॥ જીવ તો ભ્રમ તેમજ મોહના બંધનમાં બંધાયેલા છે
ਸੁਪਨੁ ਭਇਆ ਭਖਲਾਏ ਅੰਧ ॥੨॥ મારનારનું આ જીવન એક સપનું થઈને વીતી ગયું છે પરંતુ રોવાવાળા જ્ઞાનહીન વ્યર્થ વિલાપ કરે છે ॥૨॥
ਇਹੁ ਤਉ ਰਚਨੁ ਰਚਿਆ ਕਰਤਾਰਿ ॥ પ્રભુએ આ રચના તો પોતાની એક લીલા રચી છે
ਆਵਤ ਜਾਵਤ ਹੁਕਮਿ ਅਪਾਰਿ ॥ પોતાના અપાર હુકમથી જીવનું જન્મ-મરણ થાય છે
ਨਹ ਕੋ ਮੂਆ ਨ ਮਰਣੈ ਜੋਗੁ ॥ ન કોઈ મર્યું છે અને ન કોઈ મરણશીલ છે
ਨਹ ਬਿਨਸੈ ਅਬਿਨਾਸੀ ਹੋਗੁ ॥੩॥ આત્માનો ક્યારેય વિનાશ થતો નથી કારણ કે આ તો અમર છે ॥૩॥
ਜੋ ਇਹੁ ਜਾਣਹੁ ਸੋ ਇਹੁ ਨਾਹਿ ॥ જે તેને સમજતા હોય તે તેવો નથી હોતો
ਜਾਨਣਹਾਰੇ ਕਉ ਬਲਿ ਜਾਉ ॥ જે આ તફાવતને જાણે છે હું તેના પર બલિહાર થઈ જાવ છે
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥ હે નાનક! ગુરુએ ભ્રમ દૂર કરી દીધો છે
ਨਾ ਕੋਈ ਮਰੈ ਨ ਆਵੈ ਜਾਇਆ ॥੪॥੧੦॥ આત્મા ન મરે છે અને ન જ આવે-જાય છે ॥૪॥૧૦॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਜਪਿ ਗੋਬਿੰਦੁ ਗੋਪਾਲ ਲਾਲੁ ॥ હે મિત્ર! વ્હાલા ગોવિંદ ગોપાલનું જાપ કર
ਰਾਮ ਨਾਮ ਸਿਮਰਿ ਤੂ ਜੀਵਹਿ ਫਿਰਿ ਨ ਖਾਈ ਮਹਾ ਕਾਲੁ ॥੧॥ ਰਹਾਉ ॥ રામ નામનું ભજન કરવાથી તું જીવન મેળવતો રહીશ અને પછી મહાકાલ પણ તને ભોજન બનાવી શકશે નહીં ॥૧॥વિરામ॥
ਕੋਟਿ ਜਨਮ ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਆਇਓ ॥ કરોડો જન્મ ભટકી-ભટકીને તું મનુષ્ય-યોનિમાં આવ્યો છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top