Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-838

Page 838

ਕਰਿ ਦਇਆ ਲੇਹੁ ਲੜਿ ਲਾਇ ॥ હે પ્રભુ! નાનક વિનંતી કરે છે કે દયા કરીને મને પોતાની સાથે મળાવી લે,
ਨਾਨਕਾ ਨਾਮੁ ਧਿਆਇ ॥੧॥ હું તો નામનું જ ધ્યાન કરતો રહું છું ॥૧॥
ਦੀਨਾ ਨਾਥ ਦਇਆਲ ਮੇਰੇ ਸੁਆਮੀ ਦੀਨਾ ਨਾਥ ਦਇਆਲ ॥ હે સ્વામી! તું દીનાનાથ તેમજ ખુબ દયાળુ છે અને
ਜਾਚਉ ਸੰਤ ਰਵਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥ હું સંતોની ચરણ-ધૂળની જ કામના કરું છું ॥૧॥વિરામ॥
ਸੰਸਾਰੁ ਬਿਖਿਆ ਕੂਪ ॥ આ સંસાર માયારૂપી ઝેરનો કૂવો છે,
ਤਮ ਅਗਿਆਨ ਮੋਹਤ ਘੂਪ ॥ જેમાં અજ્ઞાન તેમજ મોહનો ગાઢ અંધકાર છે.
ਗਹਿ ਭੁਜਾ ਪ੍ਰਭ ਜੀ ਲੇਹੁ ॥ હે પ્રભુ! મારો હાથ પકડીને મને બચાવી લે અને
ਹਰਿ ਨਾਮੁ ਅਪੁਨਾ ਦੇਹੁ ॥ હે પ્રભુ! પોતાનું નામ આપી દે.
ਪ੍ਰਭ ਤੁਝ ਬਿਨਾ ਨਹੀ ਠਾਉ ॥ તારા સિવાય મારું કોઈ ઠેકાણું નથી.
ਨਾਨਕਾ ਬਲਿ ਬਲਿ ਜਾਉ ॥੨॥ નાનક તારા પર વારંવાર બલિહાર જાય છે ॥૨॥
ਲੋਭਿ ਮੋਹਿ ਬਾਧੀ ਦੇਹ ॥ લોભ મોહે મારા શરીરને બાંધી લીધું છે અને
ਬਿਨੁ ਭਜਨ ਹੋਵਤ ਖੇਹ ॥ પ્રભુ-ભજન વગર આ માટી થઈ જાય છે.
ਜਮਦੂਤ ਮਹਾ ਭਇਆਨ ॥ યમદૂત ખુબ ભયાનક છે અને
ਚਿਤ ਗੁਪਤ ਕਰਮਹਿ ਜਾਨ ॥ ચિત્રગુપ્ત મારા કરેલ કર્મોને જાણે છે અને
ਦਿਨੁ ਰੈਨਿ ਸਾਖਿ ਸੁਨਾਇ ॥ તે સાક્ષી બનીને દિવસ-રાત મારા કરેલ કર્મોને યમરાજની કચેરીમાં સંભળાવે છે.
ਨਾਨਕਾ ਹਰਿ ਸਰਨਾਇ ॥੩॥ હે નાનક! હું હરિની શરણમાં આવી ગયો છું ॥૩॥
ਭੈ ਭੰਜਨਾ ਮੁਰਾਰਿ ॥ હે ભયભંજન મોરારી!
ਕਰਿ ਦਇਆ ਪਤਿਤ ਉਧਾਰਿ ॥ દયા કરીને મને પાપીને ઉદ્ધાર કરી દે.
ਮੇਰੇ ਦੋਖ ਗਨੇ ਨ ਜਾਹਿ ॥ મારા દોષ ગણી શકાતા નથી,
ਹਰਿ ਬਿਨਾ ਕਤਹਿ ਸਮਾਹਿ ॥ હે પ્રભુ! તારા વગર આ પાપ બીજે ક્યાં સમાઈ શકે છે.
ਗਹਿ ਓਟ ਚਿਤਵੀ ਨਾਥ ॥ હે નાથ! નાનકની પ્રાર્થના છે કે મેં તારો સહારો લેવા વિશે વિચાર્યું છે,
ਨਾਨਕਾ ਦੇ ਰਖੁ ਹਾਥ ॥੪॥ હે પ્રભુ! તેથી પોતાનો હાથ આપીને મારી રક્ષા કર ॥૪॥
ਹਰਿ ਗੁਣ ਨਿਧੇ ਗੋਪਾਲ ॥ હે ગુણનિધિ પ્રભુ!
ਸਰਬ ਘਟ ਪ੍ਰਤਿਪਾਲ ॥ તું આખા જગતનો પ્રતિપાલક છે.
ਮਨਿ ਪ੍ਰੀਤਿ ਦਰਸਨ ਪਿਆਸ ॥ મારા મનમાં તારો જ પ્રેમ બનેલ છે અને તારા દર્શનની તીવ્ર લાલચ છે.
ਗੋਬਿੰਦ ਪੂਰਨ ਆਸ ॥ હે ગોવિંદ! મારી ઈચ્છા પૂર્ણ કર,
ਇਕ ਨਿਮਖ ਰਹਨੁ ਨ ਜਾਇ ॥ તારા વગર મારાથી એક ક્ષણ માત્ર પણ રહેવાતું નથી.
ਵਡ ਭਾਗਿ ਨਾਨਕ ਪਾਇ ॥੫॥ હે નાનક! ભાગ્યશાળીને જ તેની પ્રાપ્તિ થાય છે ॥૫॥
ਪ੍ਰਭ ਤੁਝ ਬਿਨਾ ਨਹੀ ਹੋਰ ॥ હે પ્રભુ! તારા વગર મારું બીજું કોઈ નથી,
ਮਨਿ ਪ੍ਰੀਤਿ ਚੰਦ ਚਕੋਰ ॥ મારા મનમાં તારા માટે એવો પ્રેમ બનેલ છે, જેમ ચંદ્રની સાથે ચકોરનો છે,
ਜਿਉ ਮੀਨ ਜਲ ਸਿਉ ਹੇਤੁ ॥ જેમ માછલીને પાણીથી છે,
ਅਲਿ ਕਮਲ ਭਿੰਨੁ ਨ ਭੇਤੁ ॥ જેમ ભંવરાનું કમળની સાથે કોઈ અંતર નથી અને
ਜਿਉ ਚਕਵੀ ਸੂਰਜ ਆਸ ॥ જેમ બતકને સૂર્યોદયની ઉમ્મીદ લાગેલી રહે છે
ਨਾਨਕ ਚਰਨ ਪਿਆਸ ॥੬॥ તેમ જ નાનકને તારા ચરણોની તરસ લાગેલી રહે છે ॥૬॥
ਜਿਉ ਤਰੁਨਿ ਭਰਤ ਪਰਾਨ ॥ જેમ યુવાન છોકરીનો પતિ તેનો પ્રાણ છે,
ਜਿਉ ਲੋਭੀਐ ਧਨੁ ਦਾਨੁ ॥ જેમ લાલચી મનુષ્યને ધન લઈને ખુબ ખુશી થાય છે,
ਜਿਉ ਦੂਧ ਜਲਹਿ ਸੰਜੋਗੁ ॥ જેમ દૂધનો જળથી સંયોગ હોય છે,
ਜਿਉ ਮਹਾ ਖੁਧਿਆਰਥ ਭੋਗੁ ॥ જેમ ભૂખ્યા મનુષ્યને ભોજન પ્રિય હોય છે,
ਜਿਉ ਮਾਤ ਪੂਤਹਿ ਹੇਤੁ ॥ જેમ માતાનો પોતાના પુત્રથી સ્નેહ હોય છે,
ਹਰਿ ਸਿਮਰਿ ਨਾਨਕ ਨੇਤ ॥੭॥ હે નાનક! તેમ જ રોજ પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ ॥૭॥
ਜਿਉ ਦੀਪ ਪਤਨ ਪਤੰਗ ॥ જેમ પતંગિયું દીવા પર પડે છે,
ਜਿਉ ਚੋਰੁ ਹਿਰਤ ਨਿਸੰਗ ॥ જેમ ચોર નિઃસંકોચ થઇને ચોરી કરે છે,
ਮੈਗਲਹਿ ਕਾਮੈ ਬੰਧੁ ॥ જેમ હાથીનો કામવાસનાથી સંબંધ છે,
ਜਿਉ ਗ੍ਰਸਤ ਬਿਖਈ ਧੰਧੁ ॥ જેમ વિકારોનો ધંધો વિકારી મનુષ્યને વશમાં કરી રાખે છે,
ਜਿਉ ਜੂਆਰ ਬਿਸਨੁ ਨ ਜਾਇ ॥ જેમ જુગારીયાની જુગાર રમવાની ખરાબ ટેવ જતી નથી
ਹਰਿ ਨਾਨਕ ਇਹੁ ਮਨੁ ਲਾਇ ॥੮॥ તેમ જ તું પોતાનું મન પરમાત્માની સાથે લગાવીને રાખો ॥૮॥
ਕੁਰੰਕ ਨਾਦੈ ਨੇਹੁ ॥ જેમ હરણનો નાદથી પ્રેમ હોય છે,
ਚਾਤ੍ਰਿਕੁ ਚਾਹਤ ਮੇਹੁ ॥ જેમ બપૈયો વરસાદની ઈચ્છા કરે છે,
ਜਨ ਜੀਵਨਾ ਸਤਸੰਗਿ ॥ તેમ જ ભક્તજનોનું જીવન સત્સંગથી બનેલું છે અને
ਗੋਬਿਦੁ ਭਜਨਾ ਰੰਗਿ ॥ તે પ્રેમપૂર્વક ગોવિંદનું ભજન કરતો રહે છે.
ਰਸਨਾ ਬਖਾਨੈ ਨਾਮੁ ॥ ਨਾਨਕ ਦਰਸਨ ਦਾਨੁ ॥੯॥ હે નાનક! તે પોતાની જીભથી પ્રભુ નામનું જ વખાણ કરે છે. તે તો પરમાત્માના દર્શનોનું જ દાન માંગે છે ॥૯॥
ਗੁਨ ਗਾਇ ਸੁਨਿ ਲਿਖਿ ਦੇਇ ॥ જે મનુષ્ય પરમાત્માનું ગુણગાન કરે, સાંભળે, લખે તેમજ બીજાને પણ આ ગુણ દે છે,
ਸੋ ਸਰਬ ਫਲ ਹਰਿ ਲੇਇ ॥ તેને બધા ફળ પ્રાપ્ત થઈ જાય છે.
ਕੁਲ ਸਮੂਹ ਕਰਤ ਉਧਾਰੁ ॥ ਸੰਸਾਰੁ ਉਤਰਸਿ ਪਾਰਿ ॥ તે પોતાના આખા વંશનો ઉદ્ધાર કરી દે છે અને પોતે પણ સંસાર- સમુદ્રથી પાર થઈ જાય છે.
ਹਰਿ ਚਰਨ ਬੋਹਿਥ ਤਾਹਿ ॥ ਮਿਲਿ ਸਾਧਸੰਗਿ ਜਸੁ ਗਾਹਿ ॥ હરિના ચરણ તેનું જહાજ છે અને સંતોની સાથે મળીને પરમેશ્વરનું યશ ગાતો રહે છે.
ਹਰਿ ਪੈਜ ਰਖੈ ਮੁਰਾਰਿ ॥ ਹਰਿ ਨਾਨਕ ਸਰਨਿ ਦੁਆਰਿ ॥੧੦॥੨॥ હે નાનક! પ્રભુ તેની લાજ રાખે છે, આથી નાનક પણ હરિના દરવાજા પર તેની શરણમાં આવી ગયો છે ॥૧૦॥૨॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ਥਿਤੀ ਘਰੁ ੧੦ ਜਤਿ બિલાવલ મહેલ ૧ થિતી ઘર ૧૦ જતિ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਏਕਮ ਏਕੰਕਾਰੁ ਨਿਰਾਲਾ ॥ પ્રતિપદા તિથિ દ્વારા બતાવ્યું છે કે પ્રભુ એક જ છે, તે બધાથી અલગ છે,
ਅਮਰੁ ਅਜੋਨੀ ਜਾਤਿ ਨ ਜਾਲਾ ॥ તે અમર, અયોની તેમજ જાતી બંધનથી રહિત છે.
ਅਗਮ ਅਗੋਚਰੁ ਰੂਪੁ ਨ ਰੇਖਿਆ ॥ તે મનવાણીથી ઉપર, ઈન્દ્રિયાતીત છે અને તેનું કોઈ રૂપ તેમજ ચિન્હ નથી.
ਖੋਜਤ ਖੋਜਤ ਘਟਿ ਘਟਿ ਦੇਖਿਆ ॥ શોધતા-શોધતા મેં તેને દરેક શરીરમાં જોયો છે.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top