Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-828

Page 828

ਤੁਮ੍ਹ੍ਹ ਸਮਰਥਾ ਕਾਰਨ ਕਰਨ ॥ હે ગોવિંદ! તૂં સમર્થ તેમજ સર્વકર્તા છે,
ਢਾਕਨ ਢਾਕਿ ਗੋਬਿਦ ਗੁਰ ਮੇਰੇ ਮੋਹਿ ਅਪਰਾਧੀ ਸਰਨ ਚਰਨ ॥੧॥ ਰਹਾਉ ॥ મારા અવગુણ ઢાંકી લે, હું ગુનેગાર તારા ચરણોની શરણમાં આવ્યો છું ॥૧॥વિરામ॥
ਜੋ ਜੋ ਕੀਨੋ ਸੋ ਤੁਮ੍ਹ੍ਹ ਜਾਨਿਓ ਪੇਖਿਓ ਠਉਰ ਨਾਹੀ ਕਛੁ ਢੀਠ ਮੁਕਰਨ ॥ જે કંઈ પણ મેં કર્યું છે, તેને તે જોઈ જાણી લીધું છે અને મને ઉઘ્ધતને મુકરવા માટે પણ કોઈ રસ્તો નથી.
ਬਡ ਪਰਤਾਪੁ ਸੁਨਿਓ ਪ੍ਰਭ ਤੁਮ੍ਹ੍ਰੋ ਕੋਟਿ ਅਘਾ ਤੇਰੋ ਨਾਮ ਹਰਨ ॥੧॥ હે પ્રભુ! મેં સાંભળ્યું છે કે આખા જગતમાં તારો ખુબ પ્રતાપ છે અને તારું નામ કરોડો પાપોને નાશ કરી દે છે ॥૧॥
ਹਮਰੋ ਸਹਾਉ ਸਦਾ ਸਦ ਭੂਲਨ ਤੁਮ੍ਹ੍ਰੋ ਬਿਰਦੁ ਪਤਿਤ ਉਧਰਨ ॥ મારો સ્વભાવ છે કે હંમેશા ભૂલો કરતો રહું છું અને તારો ધર્મ પતિતોનું ઉદ્ધાર કરવાનું છે.
ਕਰੁਣਾ ਮੈ ਕਿਰਪਾਲ ਕ੍ਰਿਪਾ ਨਿਧਿ ਜੀਵਨ ਪਦ ਨਾਨਕ ਹਰਿ ਦਰਸਨ ॥੨॥੨॥੧੧੮॥ હે કરુણામય, હે કૃપાળુ, હે કૃપાનિધિ, હે શ્રી હરિ! નાનક વિનંતી કરે છે કે તારા દર્શન જ જીવન દેનાર છે ॥૨॥૨॥૧૧૮॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલુ મહેલ ૫॥
ਐਸੀ ਕਿਰਪਾ ਮੋਹਿ ਕਰਹੁ ॥ હે પ્રભુ! મારા પર એવી કૃપા કર કે
ਸੰਤਹ ਚਰਣ ਹਮਾਰੋ ਮਾਥਾ ਨੈਨ ਦਰਸੁ ਤਨਿ ਧੂਰਿ ਪਰਹੁ ॥੧॥ ਰਹਾਉ ॥ મારુ માથું સંતોના ચરણોમાં પડી રહે, આ આંખો તેના દર્શન કરે અને શરીર પર તેની ચરણ-ધૂળ પડેલી રહે ॥૧॥વિરામ॥
ਗੁਰ ਕੋ ਸਬਦੁ ਮੇਰੈ ਹੀਅਰੈ ਬਾਸੈ ਹਰਿ ਨਾਮਾ ਮਨ ਸੰਗਿ ਧਰਹੁ ॥ ગુરુના શબ્દ મારા હૃદયમાં વસી રહે અને મન હરિ-નામમાં લીન રહે.
ਤਸਕਰ ਪੰਚ ਨਿਵਾਰਹੁ ਠਾਕੁਰ ਸਗਲੋ ਭਰਮਾ ਹੋਮਿ ਜਰਹੁ ॥੧॥ હે ઠાકોર! કામાદિક પાંચ દાણચોરોને મારાથી દૂર કરી દે અને બધા ભ્રમ આગમાં સળગાવી દે ॥૧॥
ਜੋ ਤੁਮ੍ਹ੍ ਕਰਹੁ ਸੋਈ ਭਲ ਮਾਨੈ ਭਾਵਨੁ ਦੁਬਿਧਾ ਦੂਰਿ ਟਰਹੁ ॥ જે કાંઈ તું કરે, તેને જ હું સારું માનું અને મારી મુશ્કેલી તેમજ લાલચને દૂર કરી દે.
ਨਾਨਕ ਕੇ ਪ੍ਰਭ ਤੁਮ ਹੀ ਦਾਤੇ ਸੰਤਸੰਗਿ ਲੇ ਮੋਹਿ ਉਧਰਹੁ ॥੨॥੩॥੧੧੯॥ હે પ્રભુ! તું જ નાનકનો દાતા છે, આથી સંતોની સાથે મળાવીને મારો ઉદ્ધાર કરી દે ॥૨॥૩॥૧૧૯॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલુ મહેલ ૫॥
ਐਸੀ ਦੀਖਿਆ ਜਨ ਸਿਉ ਮੰਗਾ ॥ હે પરમેશ્વર! તારા સંતજનોથી એવી દીક્ષા માંગુ છું કે
ਤੁਮ੍ਹ੍ਰੋ ਧਿਆਨੁ ਤੁਮ੍ਹ੍ਹਾਰੋ ਰੰਗਾ ॥ હું તારા જ ધ્યાન તેમજ તારા જ રંગમાં લીન રહું.
ਤੁਮ੍ਹ੍ਰੀ ਸੇਵਾ ਤੁਮ੍ਹ੍ਹਾਰੇ ਅੰਗਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હું તારી જ ભક્તિ કરતો રહું અને તારા ચરણોમાં જ લીન રહું ॥૧॥વિરામ॥
ਜਨ ਕੀ ਟਹਲ ਸੰਭਾਖਨੁ ਜਨ ਸਿਉ ਊਠਨੁ ਬੈਠਨੁ ਜਨ ਕੈ ਸੰਗਾ ॥ સંતોની સેવા કરવી, તેની સાથે પ્રવચન કરવું, તેની સાથે મેળાપ કરવો તેમજ સાથ હંમેશા બની રહે.
ਜਨ ਚਰ ਰਜ ਮੁਖਿ ਮਾਥੈ ਲਾਗੀ ਆਸਾ ਪੂਰਨ ਅਨੰਤ ਤਰੰਗਾ ॥੧॥ તેની ચરણરજ મારા મુખ તેમજ માથા પર લાગી ગઈ છે, જેનાથી અનેક તરંગો ઉત્પન્ન કરનારી કામનાઓ પૂર્ણ થઇ ગઈ છે ॥૧॥
ਜਨ ਪਾਰਬ੍ਰਹਮ ਜਾ ਕੀ ਨਿਰਮਲ ਮਹਿਮਾ ਜਨ ਕੇ ਚਰਨ ਤੀਰਥ ਕੋਟਿ ਗੰਗਾ ॥ પરબ્રહ્મના સંતજનોની મહિમા એટલી પવિત્ર છે કે તેના ચરણ જ ગંગાની જેમ કરોડો તીર્થસ્થાન છે.
ਜਨ ਕੀ ਧੂਰਿ ਕੀਓ ਮਜਨੁ ਨਾਨਕ ਜਨਮ ਜਨਮ ਕੇ ਹਰੇ ਕਲੰਗਾ ॥੨॥੪॥੧੨੦॥ હે નાનક! તેની ચરણ-ધૂળમાં સ્નાન કરવાથી જન્મ-જન્માંતરના કલંક દૂર થઇ જાય છે ॥૨॥૪॥૧૨૦॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલુ મહેલ ૫॥
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਮੋਹਿ ਪ੍ਰਤਿਪਾਲ ॥ જેમ તને ગમે છે, તેમ જ અમારું પાલન-પોષણ કર.
ਪਾਰਬ੍ਰਹਮ ਪਰਮੇਸਰ ਸਤਿਗੁਰ ਹਮ ਬਾਰਿਕ ਤੁਮ੍ਹ੍ਹ ਪਿਤਾ ਕਿਰਪਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પરબ્રહ્મ પરમેશ્વર સદ્દગુરુ! અમે બાળક છીએ અને તું અમારો કૃપાળુ પિતા છે ॥૧॥વિરામ॥
ਮੋਹਿ ਨਿਰਗੁਣ ਗੁਣੁ ਨਾਹੀ ਕੋਈ ਪਹੁਚਿ ਨ ਸਾਕਉ ਤੁਮ੍ਹ੍ਰੀ ਘਾਲ ॥ હું તો નિર્ગુણ છું, મારામાં કોઈ ગુણ નથી અને હું તારી સાધના સુધી પહોંચી શકતો નથી.
ਤੁਮਰੀ ਗਤਿ ਮਿਤਿ ਤੁਮ ਹੀ ਜਾਨਹੁ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੁਮਰੋ ਮਾਲ ॥੧॥ પોતાની ગતિ તું જ જાણે છે, આ જીવન, શરીર બધું જ તારી સંપત્તિ છે
ਅੰਤਰਜਾਮੀ ਪੁਰਖ ਸੁਆਮੀ ਅਨਬੋਲਤ ਹੀ ਜਾਨਹੁ ਹਾਲ ॥ હે અંતર્યામી સ્વામી! વગર બોલ્યે જ તું બધો હાલ જાણે છે.
ਤਨੁ ਮਨੁ ਸੀਤਲੁ ਹੋਇ ਹਮਾਰੋ ਨਾਨਕ ਪ੍ਰਭ ਜੀਉ ਨਦਰਿ ਨਿਹਾਲ ॥੨॥੫॥੧੨੧॥ હે પ્રભુ! નાનક પ્રાર્થના કરે છે કે જો તારી કૃપા-દ્રષ્ટિ થઇ જાય તો અમારુ શરીર-મન શીતળ શાંત થાય ॥૨॥૫॥૧૨૧॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥ બિલાવલુ મહેલ ૫॥
ਰਾਖੁ ਸਦਾ ਪ੍ਰਭ ਅਪਨੈ ਸਾਥ ॥ હે પ્રભુ! મને હંમેશા પોતાની સાથે રાખ.
ਤੂ ਹਮਰੋ ਪ੍ਰੀਤਮੁ ਮਨਮੋਹਨੁ ਤੁਝ ਬਿਨੁ ਜੀਵਨੁ ਸਗਲ ਅਕਾਥ ॥੧॥ ਰਹਾਉ ॥ તું જ મારો પ્રિયતમ, મનમોહન છે અને તારા વગર પૂર્ણ જીવન જ બેકાર છે
ਰੰਕ ਤੇ ਰਾਉ ਕਰਤ ਖਿਨ ਭੀਤਰਿ ਪ੍ਰਭੁ ਮੇਰੋ ਅਨਾਥ ਕੋ ਨਾਥ ॥ મારો પ્રભુ અનાથોનો નાથ છે, જો તેની ઈચ્છા હોય તો તે ક્ષણમાં જ જીવને ભિખારીથી રાજા બનાવી દે છે.
ਜਲਤ ਅਗਨਿ ਮਹਿ ਜਨ ਆਪਿ ਉਧਾਰੇ ਕਰਿ ਅਪੁਨੇ ਦੇ ਰਾਖੇ ਹਾਥ ॥੧॥ તે સળગતી આગમાં પણ હાથ રાખીને ભક્તોની રક્ષા કરતો આવ્યો છે ॥૧॥
ਸੀਤਲ ਸੁਖੁ ਪਾਇਓ ਮਨ ਤ੍ਰਿਪਤੇ ਹਰਿ ਸਿਮਰਤ ਸ੍ਰਮ ਸਗਲੇ ਲਾਥ ॥ પરમાત્માનું સ્મરણ કરવાથી બધા દુઃખ દૂર થાય છે, મન તૃપ્ત તેમજ ખુબ સુખ પ્રાપ્ત થાય છે.
ਨਿਧਿ ਨਿਧਾਨ ਨਾਨਕ ਹਰਿ ਸੇਵਾ ਅਵਰ ਸਿਆਨਪ ਸਗਲ ਅਕਾਥ ॥੨॥੬॥੧੨੨॥ હે નાનક! સર્વ નિધિઓના ભંડાર પરમાત્માની ભક્તિ કર, બાકી બધી ચતુરાઈઓ વ્યર્થ છે ॥૨॥૬॥૧૨૨॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top