Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-795

Page 795

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਰਾਗੁ ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ਚਉਪਦੇ ਘਰੁ ੧ ॥ રાગ બિલાવલુ મહેલ ૧ ચારપદ ઘર ૧॥
ਤੂ ਸੁਲਤਾਨੁ ਕਹਾ ਹਉ ਮੀਆ ਤੇਰੀ ਕਵਨ ਵਡਾਈ ॥ હે પરમાત્મા! તું આખી સૃષ્ટિનો સુલ્તાન છે, જો હું તને મિયા કહીને સંબોધિત કરી દઉં, તો ભલે કઈ એવી મોટી વાત છે, કારણ કે તારી મહિમાનો કોઈ અંત નથી.
ਜੋ ਤੂ ਦੇਹਿ ਸੁ ਕਹਾ ਸੁਆਮੀ ਮੈ ਮੂਰਖ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥੧॥ હે સ્વામી! જે સમજ તને આપે છે, હું તે જ કહું છું, નહીંતર મારા મૂર્ખથી કંઈ પણ કહેવાતું નથી ॥૧॥
ਤੇਰੇ ਗੁਣ ਗਾਵਾ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥ મને એવી સમજ આપ કેમ કે હું તારું ગુણગાન કરું તથા
ਜੈਸੇ ਸਚ ਮਹਿ ਰਹਉ ਰਜਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ જેમ તારી રજામાં હું સત્યમાં જ લીન રહું ॥૧॥વિરામ॥
ਜੋ ਕਿਛੁ ਹੋਆ ਸਭੁ ਕਿਛੁ ਤੁਝ ਤੇ ਤੇਰੀ ਸਭ ਅਸਨਾਈ ॥ દુનિયામાં જે કાંઈ પણ થયું છે, તે તારા હુકમથી જ થયું. આ બધું તારી જ ઉદારતા છે.
ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਜਾਣਾ ਮੇਰੇ ਸਾਹਿਬ ਮੈ ਅੰਧੁਲੇ ਕਿਆ ਚਤੁਰਾਈ ॥੨॥ હે માલિક! હું તારો અંત જાણતો નથી, પછી મારી જ્ઞાનહીનની ચતુરાઈ શું કરી શકે છે ॥૨॥
ਕਿਆ ਹਉ ਕਥੀ ਕਥੇ ਕਥਿ ਦੇਖਾ ਮੈ ਅਕਥੁ ਨ ਕਥਨਾ ਜਾਈ ॥ હે પ્રભુ! હું તારા ગુણ શું કહું? હું તારા ગુણ કહીને જોવ છું પરંતુ તું અકથ્ય છે અને મારાથી તારું કથન કરી શકાતું નથી.
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋਈ ਆਖਾ ਤਿਲੁ ਤੇਰੀ ਵਡਿਆਈ ॥੩॥ જે તને ગમે છે, તે જ કહું છું અને હું એક તલ જ તારા વખાણ કરું છું ॥૩॥
ਏਤੇ ਕੂਕਰ ਹਉ ਬੇਗਾਨਾ ਭਉਕਾ ਇਸੁ ਤਨ ਤਾਈ ॥ કેટલાય કુતરા છે, પરંતુ હું જ એક ભટકતો કૂતરો છું, જે પોતાના પેટ માટે ભસતો રહું છું.
ਭਗਤਿ ਹੀਣੁ ਨਾਨਕੁ ਜੇ ਹੋਇਗਾ ਤਾ ਖਸਮੈ ਨਾਉ ਨ ਜਾਈ ॥੪॥੧॥ જો નાનક ભક્તિ વિહીન પણ થઈ જશે તો પણ તેનું માલિક નામ જશે નહિ અર્થાત નામ સાથે જ ચાલ્યું રહેશે ॥૪॥૧॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ॥ બિલાવલુ મહેલ ૧॥
ਮਨੁ ਮੰਦਰੁ ਤਨੁ ਵੇਸ ਕਲੰਦਰੁ ਘਟ ਹੀ ਤੀਰਥਿ ਨਾਵਾ ॥ હે ભાઈ! મારુ મન મંદિર છે અને આ શરીર કલંદર ફકીરનો વેશ છે તથા આ હૃદયરૂપી તીર્થમાં સ્નાન કરતો રહે છે.
ਏਕੁ ਸਬਦੁ ਮੇਰੈ ਪ੍ਰਾਨਿ ਬਸਤੁ ਹੈ ਬਾਹੁੜਿ ਜਨਮਿ ਨ ਆਵਾ ॥੧॥ મારા પ્રાણોમાં એક શબ્દ 'બ્રહ્મ' જ વસે છે તેથી હું પુનર્જન્મમાં આવીશ નહીં ॥૧॥
ਮਨੁ ਬੇਧਿਆ ਦਇਆਲ ਸੇਤੀ ਮੇਰੀ ਮਾਈ ॥ હે મા! મારુ મન દયાના ઘર પરમાત્માના ચરણોમાં વીંધાય ગયું છે,
ਕਉਣੁ ਜਾਣੈ ਪੀਰ ਪਰਾਈ ॥ આથી પારકી ઇજાને કોણ જાણે છે.
ਹਮ ਨਾਹੀ ਚਿੰਤ ਪਰਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ અમને હવે કોઈની ચિંતા નથી ॥૧॥વિરામ॥
ਅਗਮ ਅਗੋਚਰ ਅਲਖ ਅਪਾਰਾ ਚਿੰਤਾ ਕਰਹੁ ਹਮਾਰੀ ॥ હે અગમ્ય, અગોચર, લક્ષ્યહીન તેમજ અપરંપાર માલિક! અમારી ચિંતા કર.
ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਭਰਿਪੁਰਿ ਲੀਣਾ ਘਟਿ ਘਟਿ ਜੋਤਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ॥੨॥ તું સમુદ્ર, પૃથ્વી તેમજ આકાશમાં પુષ્કળ થઈને બધામાં વસેલ છે અને દરેક શરીરમાં તારો જ પ્રકાશ હાજર છે ॥૨॥
ਸਿਖ ਮਤਿ ਸਭ ਬੁਧਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਮੰਦਿਰ ਛਾਵਾ ਤੇਰੇ ॥ હે પરમાત્મા! મને પાઠ, અક્કલ તેમજ બુદ્ધિ બધું તારું જ આપેલું છે અને મંદિર તેમજ છાયાદાર વાટિકા પણ તારા જ આપેલ છે.
ਤੁਝ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਜਾਣਾ ਮੇਰੇ ਸਾਹਿਬਾ ਗੁਣ ਗਾਵਾ ਨਿਤ ਤੇਰੇ ॥੩॥ હે માલિક! હું તારા સિવાય કોઈને પણ જાણતો નથી અને રોજ તારા જ ગુણ ગાતો રહું છું ॥૩॥
ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਸਰਣਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਸਰਬ ਚਿੰਤ ਤੁਧੁ ਪਾਸੇ ॥ બધા જીવ-જંતુ તારી શરણમાં છે અને તેને તે બધાની ચિંતા છે.
ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋਈ ਚੰਗਾ ਇਕ ਨਾਨਕ ਕੀ ਅਰਦਾਸੇ ॥੪॥੨॥ હે પ્રભુ! નાનકની એક પ્રાર્થના છે કે જે તે સારું લાગે છે, તે જ મારા માટે યોગ્ય છે ॥૪॥૨॥
ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੧ ॥ બિલાવલુ મહેલ ૧॥
ਆਪੇ ਸਬਦੁ ਆਪੇ ਨੀਸਾਨੁ ॥ પરમાત્મા પોતે જ બ્રહ્મ શબ્દ છે અને પોતે જ દરબારમાં જવા માટે સ્વીકાર છે.
ਆਪੇ ਸੁਰਤਾ ਆਪੇ ਜਾਨੁ ॥ તે પોતે જ પોતાનો યશ સાંભળનાર શ્રોતા છે અને પોતે જ જ્ઞાતા છે.
ਆਪੇ ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਤਾਣੁ ॥ તે પોતે જ દુનિયાને બનાવીને તેની સંભાળ કરતો રહે છે.
ਤੂ ਦਾਤਾ ਨਾਮੁ ਪਰਵਾਣੁ ॥੧॥ હે જગતપાલક! તું દાતા છે અને તારું નામ જ સર્વમાન્ય છે ॥૧॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top